અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અવિનાશ વ્યાસ/માડી, તારું કંકુ ખર્યું ને —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 35: Line 35:


અવિનાશ વ્યાસ • માડી, તારું કંકુ ખર્યું ને • સ્વરનિયોજન: અવિનાશ વ્યાસ • સ્વર: રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ
અવિનાશ વ્યાસ • માડી, તારું કંકુ ખર્યું ને • સ્વરનિયોજન: અવિનાશ વ્યાસ • સ્વર: રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/તનસુખ ભટ્ટ ‘યાત્રી’/ઝંખના (ધોળિયું ધજાયું) | ઝંખના (ધોળિયું ધજાયું)]]  | ધોળીયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા | નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા]]  | પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય  ]]
}}

Latest revision as of 12:29, 20 October 2021


માડી, તારું કંકુ ખર્યું ને —

અવિનાશ વ્યાસ

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;

કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,

દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ;

છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;

ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
         કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.



અવિનાશ વ્યાસ • માડી, તારું કંકુ ખર્યું ને • સ્વરનિયોજન: અવિનાશ વ્યાસ • સ્વર: રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ