અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ચમકે ચાંદની: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
ઉમાશંકર જોશી • આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: વૈશાલી ત્રિવેદી • આલ્બમ: સ્વરાભિષેક:5
◼
(Created page with "{{SetTitle}} {{Heading|ચમકે ચાંદની|ઉમાશંકર જોશી}} <poem> આ ચૈતરની ચમકે ચાંદની મારે મં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 23: | Line 23: | ||
{{Right|૯-૪-૧૯૫૩}} | {{Right|૯-૪-૧૯૫૩}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)}} | {{Right|(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)}} | ||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼ | <center>◼ | ||
Line 36: | Line 36: | ||
<center>◼ | <center>◼ | ||
<br> | <br> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/પંખીલોક | પંખીલોક]] | કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/આઠમું દિલ્હી | આઠમું દિલ્હી]] | દિલ્હી દૂર નથી. કો શૂર તણીય જરૂર નથી,]] | |||
}} |
Latest revision as of 15:17, 20 October 2021
ચમકે ચાંદની
ઉમાશંકર જોશી
આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.
કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.
આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.
ઘેરું ઘેરું ગાતો નિધિ ઊછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.
આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.
ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.
૯-૪-૧૯૫૩
(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)
ઉમાશંકર જોશી • આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: વૈશાલી ત્રિવેદી • આલ્બમ: સ્વરાભિષેક:5