અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક બાળકીને સ્મશાન લઈ જતાં: Difference between revisions
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 10: | Line 10: | ||
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે | ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે | ||
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને | નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને | ||
વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું? | |||
—છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે. | —છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે. | ||
Line 30: | Line 30: | ||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-બાળકીને-સ્મશાન-લઈ-જતાં/ આસ્વાદ: ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી] | [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-બાળકીને-સ્મશાન-લઈ-જતાં/ આસ્વાદ: ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી] | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = બળતાં પાણી | |||
|next = નિશીથ | |||
}} |
Latest revision as of 12:42, 20 October 2021
ઉમાશંકર જોશી
તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
છતાં સૌયે રોયાં! રડી જ વડમા લોકશરમે,
હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.
બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?
—છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.
ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,
તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી.
રહી'તી તાકી એ, શિર પર ચઢીને અવરને
સૂઈ ર્હેવાની આ રમત તુજ દેખી અવનવી,
અને પોતે ઊંચા કર કરી મથી ક્યાંક ચઢવા;
—અમે આગે ચાલ્યા—રમત પરખી જૈ જ કપરી,
ગળા પૂંઠે નાખી કર, પગ પછાડી, સ્વર ઊંચે
ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી
અકેલીએ આખા જગત મહીં એણે જ વરતી.
અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું!
બામણા, ડિસેમ્બર ૧૯૩૩
આસ્વાદ: ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી