કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૯. શું બોલીએ?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. શું બોલીએ?|રમેશ પારેખ}} <poem> ::::શબ્દની બેડી પડી છે જીભમાં, શ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૫૩૫-૫૩૬)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૫૩૫-૫૩૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૮. નદીએ હબસણ ન્હાય | |||
|next = ૫૦. વ્હાલબાવરીનું ગીત | |||
}} |
Latest revision as of 07:31, 22 September 2021
૪૯. શું બોલીએ?
રમેશ પારેખ
શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ?
બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ?
આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુબહુ તો શ્વાસ ભરીએ શ્વાસમાં, શું બોલીએ?
ત્રાજવે તોળ્યા તો એ નખશિખ હલકા નીકળ્યા
શખ્શ – જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ?
બોબડી સંવેદના ઊકલી નહીં છેવટ સુધી
એટલે ઢોળાઈ ગઈ આ શાહીમાં, શું બોલીએ?
લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે, રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?
૧૪-૮-’૮૭/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૫૩૫-૫૩૬)