રવીન્દ્રપર્વ/૧. કર્ણકુન્તી સંવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. કર્ણકુન્તી સંવાદ| }}
{{Heading|૧. કર્ણકુન્તી સંવાદ| }}
<br>
 
<br>
<poem>
<poem>
કર્ણઃ પુણ્ય જાહ્નવીને તીરે સન્ધ્યાસૂર્યતણી
'''કર્ણઃ''' પુણ્ય જાહ્નવીને તીરે સન્ધ્યાસૂર્યતણી
પૂજાએ થયો છું રત, કર્ણ મારું નામ.
પૂજાએ થયો છું રત, કર્ણ મારું નામ.
અધિરથસૂતપુત્ર, રાધાગર્ભજાત,
અધિરથસૂતપુત્ર, રાધાગર્ભજાત,
એ જ છું હું, કહો મને, તમે કોણ માત?
એ જ છું હું, કહો મને, તમે કોણ માત?
કુન્તીઃ વત્સ, તુજ જીવનના પ્રથમ પ્રભાતે
'''કુન્તીઃ''' વત્સ, તુજ જીવનના પ્રથમ પ્રભાતે
વિશ્વ સાથે કરાવ્યો’તો તારો પરિચય,
વિશ્વ સાથે કરાવ્યો’તો તારો પરિચય,
તે જ છું હું. આવી છું હું છોડી સર્વ લાજ
તે જ છું હું. આવી છું હું છોડી સર્વ લાજ
તને હવે દેવા મારો પરિચય આજ.
તને હવે દેવા મારો પરિચય આજ.
કર્ણઃ દેવિ! તમ નતનેત્રકિરણસમ્પાતે
'''કર્ણઃ''' દેવિ! તમ નતનેત્રકિરણસમ્પાતે
ચિત્ત વિગલિત મમ, સૂર્યકરઘાતે
ચિત્ત વિગલિત મમ, સૂર્યકરઘાતે
શૈલ તુષારની જેમ. તમ કણ્ઠસ્વર
શૈલ તુષારની જેમ. તમ કણ્ઠસ્વર
Line 19: Line 18:
મુજ જન્મ સાથે તમે શા રહસ્યસૂત્રે
મુજ જન્મ સાથે તમે શા રહસ્યસૂત્રે
ગૂંથાયાં છો હે અપરિચિતે?
ગૂંથાયાં છો હે અપરિચિતે?
કુન્તીઃ ધૈર્ય ધર
'''કુન્તીઃ''' ધૈર્ય ધર
ઓ રે વત્સ, ઘડી વાર. દેવ દિવાકર
ઓ રે વત્સ, ઘડી વાર. દેવ દિવાકર
જાય હવે અસ્તાચલે. સન્ધ્યાનું તિમિર
જાય હવે અસ્તાચલે. સન્ધ્યાનું તિમિર
ઘન થાય. હું છું કુન્તી, કહું તને વીર —
ઘન થાય. હું છું કુન્તી, કહું તને વીર —
કર્ણઃ તમે જ શું કુન્તી, તમે અર્જુનજનની?
'''કર્ણઃ''' તમે જ શું કુન્તી, તમે અર્જુનજનની?
કુન્તીઃ અર્જુનજનની ખરી, એ જ મને લાવી
'''કુન્તીઃ''' અર્જુનજનની ખરી, એ જ મને લાવી
દ્વેષ કરીશ ના વત્સ. આજે યાદ આવે
દ્વેષ કરીશ ના વત્સ. આજે યાદ આવે
અસ્ત્રપરીક્ષાને દિને હસ્તિના નગરે
અસ્ત્રપરીક્ષાને દિને હસ્તિના નગરે
Line 58: Line 57:
અપ્રકટે કહી તને વીર, વીરમણિ,
અપ્રકટે કહી તને વીર, વીરમણિ,
દીધા’તા આશિષ જેણે, તે અર્જુનજનની.
દીધા’તા આશિષ જેણે, તે અર્જુનજનની.
કર્ણઃ પ્રણમું તમને આર્યે, રાજમાતા તમે.
'''કર્ણઃ''' પ્રણમું તમને આર્યે, રાજમાતા તમે.
શાને અહીં એકાકિની? આ તો રણભૂમિ,
શાને અહીં એકાકિની? આ તો રણભૂમિ,
ને હું કુરુસેનાપતિ.
ને હું કુરુસેનાપતિ.
પુત્ર, યાચું ભિક્ષા,
પુત્ર, યાચું ભિક્ષા,
કુન્તીઃ વાળીશ ના પાછી.
'''કુન્તીઃ''' વાળીશ ના પાછી.
ભિક્ષા? ને તે મારી પાસે?
ભિક્ષા? ને તે મારી પાસે?
મારું પૌરુષ ને મારો ધર્મ એ બે સિવાય જે
મારું પૌરુષ ને મારો ધર્મ એ બે સિવાય જે
ઇચ્છો તે ચરણે ધરું સ્વીકારીને આજ્ઞા.
ઇચ્છો તે ચરણે ધરું સ્વીકારીને આજ્ઞા.
કુન્તીઃ આવી છું યાચવા તને.
'''કુન્તીઃ''' આવી છું યાચવા તને.
રાખશો ક્યાં મને?
રાખશો ક્યાં મને?
કુન્તીઃ તૃષિત વક્ષની મહીં, માતા તણા ખોળે.
'''કુન્તીઃ''' તૃષિત વક્ષની મહીં, માતા તણા ખોળે.
કર્ણઃ પંચપુત્રે ધન્ય તમે, અયિ ભાગ્યવતિ,
'''કર્ણઃ''' પંચપુત્રે ધન્ય તમે, અયિ ભાગ્યવતિ,
હું તો કુલશીલહીન, ક્ષુદ્ર નરપતિ,
હું તો કુલશીલહીન, ક્ષુદ્ર નરપતિ,
મને ક્યાં દેશો ક્હો સ્થાન?
મને ક્યાં દેશો ક્હો સ્થાન?
કુન્તીઃ બધાથીય ઊંચે,
'''કુન્તીઃ''' બધાથીય ઊંચે,
બેસાડીશ મારા સર્વપુત્રથી હું ઉચ્ચાસને,
બેસાડીશ મારા સર્વપુત્રથી હું ઉચ્ચાસને,
તું તો જ્યેષ્ઠપુત્ર.
તું તો જ્યેષ્ઠપુત્ર.
કર્ણઃ હું શા અધિકારમદે
'''કર્ણઃ''' હું શા અધિકારમદે
કરી શકું ત્યાં પ્રવેશ? સામ્રાજ્યસમ્પદે
કરી શકું ત્યાં પ્રવેશ? સામ્રાજ્યસમ્પદે
વંચિત થયા છે જેઓ, માતૃસ્નેહધને
વંચિત થયા છે જેઓ, માતૃસ્નેહધને
Line 82: Line 81:
બાહુબળે ના હરાય માતાનું હૃદય,
બાહુબળે ના હરાય માતાનું હૃદય,
એ તો વિધાતાનું દાન.
એ તો વિધાતાનું દાન.
કુન્તીઃ પુત્ર મમ ઓ રે,
'''કુન્તીઃ''' પુત્ર મમ ઓ રે,
વિધાતાનો અધિકાર લઈને આ ખોળે
વિધાતાનો અધિકાર લઈને આ ખોળે
આવ્યો’તો તું એક દિન, એ જ અધિકારે
આવ્યો’તો તું એક દિન, એ જ અધિકારે
Line 88: Line 87:
બધાય ભાઈની સાથે માતૃઅંકે મમ
બધાય ભાઈની સાથે માતૃઅંકે મમ
લઈ લે તું તારું સ્થાન.
લઈ લે તું તારું સ્થાન.
કર્ણઃ સુણું સ્વપ્નસમ
'''કર્ણઃ''' સુણું સ્વપ્નસમ
હે દેવિ, તમારી વાણી, જુઓ અન્ધકાર
હે દેવિ, તમારી વાણી, જુઓ અન્ધકાર
વ્યાપી રહૃાો દિગ્વિદિકે, લુપ્ત ચારે દિશા,
વ્યાપી રહૃાો દિગ્વિદિકે, લુપ્ત ચારે દિશા,
Line 120: Line 119:
બજી ઊઠ્યું આજે? ચિત્ત મમ એકાએક
બજી ઊઠ્યું આજે? ચિત્ત મમ એકાએક
પંચપાણ્ડવની ભણી ‘ભાઈ’ કહી દોડે.
પંચપાણ્ડવની ભણી ‘ભાઈ’ કહી દોડે.
કુન્તીઃ તો તો ચાલ્યો આવ વત્સ, બેસ ખોળે,
'''કુન્તીઃ''' તો તો ચાલ્યો આવ વત્સ, બેસ ખોળે,
કર્ણઃ ચાલ્યો જ આવું છું માતા, પૂછું હું ના કશું,
'''કર્ણઃ''' ચાલ્યો જ આવું છું માતા, પૂછું હું ના કશું,
ના કરું સંશય, કશી ના કરું હું ચિન્તા.
ના કરું સંશય, કશી ના કરું હું ચિન્તા.
દેવિ, તમે મમ માતા. તમારા આહ્વાને
દેવિ, તમે મમ માતા. તમારા આહ્વાને
Line 128: Line 127:
રણહિંસા, વીરખ્યાતિ, જયપરાજય.
રણહિંસા, વીરખ્યાતિ, જયપરાજય.
ક્યાં જઈશું? લઈ ચાલો.
ક્યાં જઈશું? લઈ ચાલો.
કુન્તીઃ ત્યહીં પેલે પાર
'''કુન્તીઃ''' ત્યહીં પેલે પાર
જ્યહીં પ્રકટ્યા છે દીપ સ્તબ્ધ ચન્દ્રિકાએ
જ્યહીં પ્રકટ્યા છે દીપ સ્તબ્ધ ચન્દ્રિકાએ
પાણ્ડુર વાલુકા તટે
પાણ્ડુર વાલુકા તટે
કર્ણઃ ત્યહીં માતાહીણો
'''કર્ણઃ''' ત્યહીં માતાહીણો
પામશે માતાને સદા કાળ? ધ્રુવ તારા
પામશે માતાને સદા કાળ? ધ્રુવ તારા
ચિર રાત્રિ જાગશે કે સુન્દર ઉદાર
ચિર રાત્રિ જાગશે કે સુન્દર ઉદાર
તમારાં નયને? દેવી, કહો ફરી વાર
તમારાં નયને? દેવી, કહો ફરી વાર
કે હું પુત્ર તમ.
કે હું પુત્ર તમ.
કુન્તીઃ પુત્ર મમ.
'''કુન્તીઃ''' પુત્ર મમ.
કર્ણઃ શાને ત્યારે
'''કર્ણઃ''' શાને ત્યારે
ફેંકી દીધો તમે મને દૂરે અગૌરવે
ફેંકી દીધો તમે મને દૂરે અગૌરવે
કુલશીલમાનહીન, માતૃનેત્રહીન
કુલશીલમાનહીન, માતૃનેત્રહીન
Line 156: Line 155:
ઉત્તર ભલે ના દેશો, તોય કહો મને
ઉત્તર ભલે ના દેશો, તોય કહો મને
શાને આજે આવ્યાં મને ફરી લેવા ખોળે?
શાને આજે આવ્યાં મને ફરી લેવા ખોળે?
કુન્તીઃ હે વત્સ, ભર્ત્સના તવ શત વજ્રસમ
'''કુન્તીઃ''' હે વત્સ, ભર્ત્સના તવ શત વજ્રસમ
વિદીર્ણ છો કરી દિયે આ હૃદય મમ
વિદીર્ણ છો કરી દિયે આ હૃદય મમ
શત ખણ્ડ કરી. ત્યજી દીધો હતો તને
શત ખણ્ડ કરી. ત્યજી દીધો હતો તને
Line 172: Line 171:
ભર્ત્સનાથી વધુ દાહે છો બાળો અનલ,
ભર્ત્સનાથી વધુ દાહે છો બાળો અનલ,
પાપ દગ્ધ કરી મને કરી દો નિર્મલ.
પાપ દગ્ધ કરી મને કરી દો નિર્મલ.
કર્ણઃ માતા, દિયો પદધૂલિ, દિયો પદધૂલિ,
'''કર્ણઃ''' માતા, દિયો પદધૂલિ, દિયો પદધૂલિ,
લ્યો આ અશ્રુ મમ.
લ્યો આ અશ્રુ મમ.
કુન્તીઃ તને આવી લઉં ઉરે
'''કુન્તીઃ''' તને આવી લઉં ઉરે
એ સુખઆશાએ પુત્ર, આવી નો’તી દ્વારે
એ સુખઆશાએ પુત્ર, આવી નો’તી દ્વારે
પ્રતિષ્ઠિત નિજ અધિકારે કરવાને
પ્રતિષ્ઠિત નિજ અધિકારે કરવાને
Line 180: Line 179:
દૂર કરી દઈ વત્સ, સર્વ અપમાન
દૂર કરી દઈ વત્સ, સર્વ અપમાન
ચાલ્યો આવ જ્યાં રહે છે તવ પંચભ્રાતા.
ચાલ્યો આવ જ્યાં રહે છે તવ પંચભ્રાતા.
કર્ણઃ માતા, હું તો સૂતપુત્ર, રાધા મારી માતા,
'''કર્ણઃ''' માતા, હું તો સૂતપુત્ર, રાધા મારી માતા,
એથી વધુ નથી મારું કશુંય ગૌરવ.
એથી વધુ નથી મારું કશુંય ગૌરવ.
પાણ્ડવ પાણ્ડવ રહો, કૌરવ કૌરવ,
પાણ્ડવ પાણ્ડવ રહો, કૌરવ કૌરવ,
કોઈની ના મને ઈર્ષ્યા.
કોઈની ના મને ઈર્ષ્યા.
કુન્તીઃ તારું જ જે રાજ્ય,
'''કુન્તીઃ''' તારું જ જે રાજ્ય,
ઉદ્ધાર તું કર તેનો બાહુબળે વત્સ.
ઉદ્ધાર તું કર તેનો બાહુબળે વત્સ.
ઢાળશે ચામર તને નિત્ય યુધિષ્ઠિર,
ઢાળશે ચામર તને નિત્ય યુધિષ્ઠિર,
Line 192: Line 191:
અખણ્ડ પ્રતાપે રહેશે બાન્ધવોની સાથે
અખણ્ડ પ્રતાપે રહેશે બાન્ધવોની સાથે
નિ:સપત્ન રાજ્યમહીં રત્નસિંહાસને.
નિ:સપત્ન રાજ્યમહીં રત્નસિંહાસને.
કર્ણઃ સિંહાસન જેણે છેદ્યો માતૃસ્નેહપાશ
'''કર્ણઃ''' સિંહાસન જેણે છેદ્યો માતૃસ્નેહપાશ
તેને તમે દો છો માતા રાજ્યનો આશ્વાસ?
તેને તમે દો છો માતા રાજ્યનો આશ્વાસ?
વંચિત કર્યો જે સમ્પદથી એક દિને
વંચિત કર્યો જે સમ્પદથી એક દિને
Line 203: Line 202:
છિન્ન કરી એને દોડું રાજસિંહાસને,
છિન્ન કરી એને દોડું રાજસિંહાસને,
ધિક્કાર તો મને.
ધિક્કાર તો મને.
કુન્તીઃ તું છે વીર, પુત્ર મમ,
'''કુન્તીઃ''' તું છે વીર, પુત્ર મમ,
ધન્ય છે તું. હાય ધર્મ, આ શો સુકઠોર
ધન્ય છે તું. હાય ધર્મ, આ શો સુકઠોર
દણ્ડ તવ. જાણ્યું’તું કોણે તે દિને હાય
દણ્ડ તવ. જાણ્યું’તું કોણે તે દિને હાય
Line 212: Line 211:
પોતાના નિર્મમ હસ્તે અસ્ત્ર થકી હણે —
પોતાના નિર્મમ હસ્તે અસ્ત્ર થકી હણે —
આ શો અભિશાપ!
આ શો અભિશાપ!
કર્ણઃ માતા કરશો ના ભય.
'''કર્ણઃ''' માતા કરશો ના ભય.
કહું છું હું, પાણ્ડવોનો થશે જ વિજય.
કહું છું હું, પાણ્ડવોનો થશે જ વિજય.
આજે આ રજનીતણા તિમિરફલકે
આજે આ રજનીતણા તિમિરફલકે

Latest revision as of 17:27, 15 September 2021

૧. કર્ણકુન્તી સંવાદ

કર્ણઃ પુણ્ય જાહ્નવીને તીરે સન્ધ્યાસૂર્યતણી
પૂજાએ થયો છું રત, કર્ણ મારું નામ.
અધિરથસૂતપુત્ર, રાધાગર્ભજાત,
એ જ છું હું, કહો મને, તમે કોણ માત?
કુન્તીઃ વત્સ, તુજ જીવનના પ્રથમ પ્રભાતે
વિશ્વ સાથે કરાવ્યો’તો તારો પરિચય,
તે જ છું હું. આવી છું હું છોડી સર્વ લાજ
તને હવે દેવા મારો પરિચય આજ.
કર્ણઃ દેવિ! તમ નતનેત્રકિરણસમ્પાતે
ચિત્ત વિગલિત મમ, સૂર્યકરઘાતે
શૈલ તુષારની જેમ. તમ કણ્ઠસ્વર
પૂર્વજન્મથકી જાણે પ્રવેશીને કર્ણે
જગાડે છે અપૂર્વ વેદના. કહો મને
મુજ જન્મ સાથે તમે શા રહસ્યસૂત્રે
ગૂંથાયાં છો હે અપરિચિતે?
કુન્તીઃ ધૈર્ય ધર
ઓ રે વત્સ, ઘડી વાર. દેવ દિવાકર
જાય હવે અસ્તાચલે. સન્ધ્યાનું તિમિર
ઘન થાય. હું છું કુન્તી, કહું તને વીર —
કર્ણઃ તમે જ શું કુન્તી, તમે અર્જુનજનની?
કુન્તીઃ અર્જુનજનની ખરી, એ જ મને લાવી
દ્વેષ કરીશ ના વત્સ. આજે યાદ આવે
અસ્ત્રપરીક્ષાને દિને હસ્તિના નગરે
ધીરે તું પ્રવેશ્યો હતો તરુણ કુમાર
રંગસ્થલે, નક્ષત્રખચિત પૂર્વાશાના
પ્રાન્તદેશે નવોદિત અરુણની જેમ.
જવનિકા ઓથે બેઠા નારીસમૂહમાં
તે દિવસે હતી કોણ વાક્યહીના અભાગિની?—
અતૃપ્ત સ્નેહસુધાતણી શત નાગિણી
છંછેડાઈ ઊઠી તેના જર્જર વક્ષે તે દિને,
ને વળી અજ્ઞાતપણે કોનાં બે નયને
તારાં આ સર્વાંગે દીધાં આશિષચુમ્બન?
અર્જુનજનની એ જ. જ્યારે કૃપે આવી
હસી સંભળાવ્યું તારા પિતાતણું નામ
ને કહ્યું કે રાજકુલે નહિ જન્મ જેનો
અર્જુનની સાથે તેને યુદ્ધનો ના અધિકાર,
આરક્ત આનત મુખે પ્રકટી ના વાણી,
ઊભો જ તું રહી ગયો! એ લજ્જાની શિખા
દહી ગઈ વક્ષે જેને અગ્નિસમ તેજે,
હતી કોણ અભાગિની? એ અર્જુનજનની.
ધન્ય પુત્ર દુર્યોધન, એણે તે જ ક્ષણે
અંગરાજ્યે કર્યો અભિષેક. ધન્ય છે એ.
મારાં બે નયન થકી અશ્રુવારિરાશિ
તારા મસ્તકની ભણી ઉચ્છ્વસીને ગયો વહી
અભિષેક સાથે. એવે સમે કરી માર્ગ
રંગસ્થલે પ્રવેશ્યો ત્યાં સૂત અધિરથ
આનન્દવિહ્વલ. તે સમયે રાજસાજે
ચારે બાજુ કુતૂહલપૂર્ણ લોક વચ્ચે
અભિષેકસિક્ત શિર નમાવીને પાદે
વૃદ્ધ સૂતને તું નમ્યો સંબોધી ‘હે પિતા.’
ક્રૂર હાસ્યે પાણ્ડવના બન્ધુગણ સર્વે
ધિક્કાર્યો’તો તને તે ક્ષણે મહાગર્વે.
અપ્રકટે કહી તને વીર, વીરમણિ,
દીધા’તા આશિષ જેણે, તે અર્જુનજનની.
કર્ણઃ પ્રણમું તમને આર્યે, રાજમાતા તમે.
શાને અહીં એકાકિની? આ તો રણભૂમિ,
ને હું કુરુસેનાપતિ.
પુત્ર, યાચું ભિક્ષા,
કુન્તીઃ વાળીશ ના પાછી.
ભિક્ષા? ને તે મારી પાસે?
મારું પૌરુષ ને મારો ધર્મ એ બે સિવાય જે
ઇચ્છો તે ચરણે ધરું સ્વીકારીને આજ્ઞા.
કુન્તીઃ આવી છું યાચવા તને.
રાખશો ક્યાં મને?
કુન્તીઃ તૃષિત વક્ષની મહીં, માતા તણા ખોળે.
કર્ણઃ પંચપુત્રે ધન્ય તમે, અયિ ભાગ્યવતિ,
હું તો કુલશીલહીન, ક્ષુદ્ર નરપતિ,
મને ક્યાં દેશો ક્હો સ્થાન?
કુન્તીઃ બધાથીય ઊંચે,
બેસાડીશ મારા સર્વપુત્રથી હું ઉચ્ચાસને,
તું તો જ્યેષ્ઠપુત્ર.
કર્ણઃ હું શા અધિકારમદે
કરી શકું ત્યાં પ્રવેશ? સામ્રાજ્યસમ્પદે
વંચિત થયા છે જેઓ, માતૃસ્નેહધને
એની ઊણપને પૂર્ણ કરશો શી રીતે?
કહો મને. દ્યૂતપણે ના થાય વિક્રય,
બાહુબળે ના હરાય માતાનું હૃદય,
એ તો વિધાતાનું દાન.
કુન્તીઃ પુત્ર મમ ઓ રે,
વિધાતાનો અધિકાર લઈને આ ખોળે
આવ્યો’તો તું એક દિન, એ જ અધિકારે
પાછો આવ સગૌરવે, આવ નિવિર્ચારે,
બધાય ભાઈની સાથે માતૃઅંકે મમ
લઈ લે તું તારું સ્થાન.
કર્ણઃ સુણું સ્વપ્નસમ
હે દેવિ, તમારી વાણી, જુઓ અન્ધકાર
વ્યાપી રહૃાો દિગ્વિદિકે, લુપ્ત ચારે દિશા,
શબ્દહીના ભાગીરથી. લઈ ગયા મને
કયા માયાચ્છન્ન લોકે, વિસ્મૃત આલયે,
ચેતનાપ્રત્યૂષે. પુરાતન સત્યસમ,
તમ વાણી સ્પર્શી જાય મુગ્ધ ચિત્ત મમ.
અસ્ફુટ જાણે એ મારો શૈશવસમય,
જનનીગર્ભનો વળી જે એ અન્ધકાર —
આજે મને ઘેરી વળે. અયિ રાજમાતા,
સત્ય હો કે સ્વપ્ન હો એ, આવો સ્નેહમયી,
તમારો દક્ષિણ હસ્ત લલાટે ચિબુકે
રાખો ઘડી વાર. સાંભળ્યું છે લોકમુખે
જનનીથી ત્યજાયેલો છું હું. ઘણી વાર
જોયું છે નિશીથસ્વપ્ને, મારી જનની એ
આવે છે જોવાને મને ધીરે ધીરે પાસે.
રડીને કહું છું એને વેદનાએ આર્ત—
જનની ગુંઠન ખોલો, જોઉં તમ મુખ.
ને એ મૂર્તિ લુપ્ત થાય તૃષાર્ત ઉત્સુક
સ્વપ્નને કરીને છિન્ન, એ જ સ્વપ્ન આજે
આવ્યું છે શું પાણ્ડવજનની તણા વેશે
સન્ધ્યાકાલે, રણક્ષેત્રે, ભાગીરથી તીરે.
જુઓ દેવી, પેલે પાર પાણ્ડવશિબિરે
ઝળહળે દીપાલોક, આ પાર અદૂરે
કૌરવોની અશ્વશાળા લક્ષ અશ્વખુરે
ધ્વનિત થાય છે ખર શબ્દે, કાલ પ્રાતે
આરમ્ભાશે મહાયુદ્ધ અહીં. આજ રાતે
અર્જુનજનનીકણ્ઠે શાને સુણ્યો મેં આ
મારી જ માતાનો સ્નેહસ્વર? મારું નામ
એને મુખે શાને આવાં મધુર સંગીતે
બજી ઊઠ્યું આજે? ચિત્ત મમ એકાએક
પંચપાણ્ડવની ભણી ‘ભાઈ’ કહી દોડે.
કુન્તીઃ તો તો ચાલ્યો આવ વત્સ, બેસ ખોળે,
કર્ણઃ ચાલ્યો જ આવું છું માતા, પૂછું હું ના કશું,
ના કરું સંશય, કશી ના કરું હું ચિન્તા.
દેવિ, તમે મમ માતા. તમારા આહ્વાને
અન્તરાત્મા ઊઠ્યો જાગી. નહીં સુણું કાને
યુદ્ધભેરી જયશંખ. મિથ્યા લાગે આજે
રણહિંસા, વીરખ્યાતિ, જયપરાજય.
ક્યાં જઈશું? લઈ ચાલો.
કુન્તીઃ ત્યહીં પેલે પાર
જ્યહીં પ્રકટ્યા છે દીપ સ્તબ્ધ ચન્દ્રિકાએ
પાણ્ડુર વાલુકા તટે
કર્ણઃ ત્યહીં માતાહીણો
પામશે માતાને સદા કાળ? ધ્રુવ તારા
ચિર રાત્રિ જાગશે કે સુન્દર ઉદાર
તમારાં નયને? દેવી, કહો ફરી વાર
કે હું પુત્ર તમ.
કુન્તીઃ પુત્ર મમ.
કર્ણઃ શાને ત્યારે
ફેંકી દીધો તમે મને દૂરે અગૌરવે
કુલશીલમાનહીન, માતૃનેત્રહીન
અનાત્મ્ય અજ્ઞાત વિશ્વે? શાને સદા માટે
વહાવી દીધો’તો મને અવજ્ઞાને સ્રોતે
શાને કર્યો નિર્વાસિત ભ્રાતૃકુલથકી?
અર્જુનને તથા મને તમે પાડ્યા છૂટા
તેથી શિશુકાલ થકી ખેંચી લાવે પાસે
નિગૂઢ અદૃશ્ય પાશ હિંસારૂપે સદા,
દુનિર્વાર આકર્ષણે શાને નિરબ્ત્તર?
લજ્જા તમ ભેદી અન્ધકારતણાં સ્તર
નીરવે કરે છે સ્પર્શ મમ સર્વ અંગે,
બંધ કરી દિયે આંખ. જવા દો એ વાત.
કહેશો ના શાને તમે ત્યજી દીધો મને.
વિધિનું પ્રથમ દાન આ સંસારમહીં
માતૃસ્નેહ. કહો, એ જે દેવતાનું ધન,
સન્તાન પાસેથી એનું કર્યું શેં હરણ?
ઉત્તર ભલે ના દેશો, તોય કહો મને
શાને આજે આવ્યાં મને ફરી લેવા ખોળે?
કુન્તીઃ હે વત્સ, ભર્ત્સના તવ શત વજ્રસમ
વિદીર્ણ છો કરી દિયે આ હૃદય મમ
શત ખણ્ડ કરી. ત્યજી દીધો હતો તને
એ જ અભિશાપે, પંચ પુત્ર ખેલ્યા ખોળે
તોય મારું ચિત્ત પુત્રહીન, તોય હાય
તારે કાજે વિશ્વમહીં બાહુ મારા ધાય,
ભમે તને શોધવાને. વંચિત જે બાળ
તેને કાજે ચિત્ત મમ દીપ સમ બળે
દગ્ધ કરીને પોતાને એ કરે આરતિ
વિશ્વદેવતાની. હું છું આજે ભાગ્યવતી,
પામી છું દર્શન તારું. જ્યારે તારે મુખે
ફૂટીય નહોતી વાણી, ત્યારે મેં કઠોર
કર્યો હતો અપરાધ. વત્સ, એ જ મુખે
ક્ષમા કર કુમાતાને. એ જ ક્ષમા ઉરે
ભર્ત્સનાથી વધુ દાહે છો બાળો અનલ,
પાપ દગ્ધ કરી મને કરી દો નિર્મલ.
કર્ણઃ માતા, દિયો પદધૂલિ, દિયો પદધૂલિ,
લ્યો આ અશ્રુ મમ.
કુન્તીઃ તને આવી લઉં ઉરે
એ સુખઆશાએ પુત્ર, આવી નો’તી દ્વારે
પ્રતિષ્ઠિત નિજ અધિકારે કરવાને
આવી’તી હું. તું ના સૂતપુત્ર, રાજપુત્ર.
દૂર કરી દઈ વત્સ, સર્વ અપમાન
ચાલ્યો આવ જ્યાં રહે છે તવ પંચભ્રાતા.
કર્ણઃ માતા, હું તો સૂતપુત્ર, રાધા મારી માતા,
એથી વધુ નથી મારું કશુંય ગૌરવ.
પાણ્ડવ પાણ્ડવ રહો, કૌરવ કૌરવ,
કોઈની ના મને ઈર્ષ્યા.
કુન્તીઃ તારું જ જે રાજ્ય,
ઉદ્ધાર તું કર તેનો બાહુબળે વત્સ.
ઢાળશે ચામર તને નિત્ય યુધિષ્ઠિર,
ભીમ ધરી રહેશે છત્ર. ધનંજય વીર
સારથિ રથનો થશે, ધૌમ્ય પુરોહિત
ગાશે સદા વેદમન્ત્ર, ને તું શત્રુજિત,
અખણ્ડ પ્રતાપે રહેશે બાન્ધવોની સાથે
નિ:સપત્ન રાજ્યમહીં રત્નસિંહાસને.
કર્ણઃ સિંહાસન જેણે છેદ્યો માતૃસ્નેહપાશ
તેને તમે દો છો માતા રાજ્યનો આશ્વાસ?
વંચિત કર્યો જે સમ્પદથી એક દિને
તેને પાછી દેવી એ તો હવે સાધ્યાતીત.
માતા મમ. ભ્રાતા મમ, મમ રાજકુલ —
પલક માત્રમાં માતા, કર્યાં છે નિર્મૂલ
મારી જન્મક્ષણે. સૂતજનનીને છળી
આજે જો કહું હું માતા રાજજનનીને,
કુરુપતિ સાથે બંધાયો જે બન્ધને હું —
છિન્ન કરી એને દોડું રાજસિંહાસને,
ધિક્કાર તો મને.
કુન્તીઃ તું છે વીર, પુત્ર મમ,
ધન્ય છે તું. હાય ધર્મ, આ શો સુકઠોર
દણ્ડ તવ. જાણ્યું’તું કોણે તે દિને હાય
ત્યજી દીધો જે શિશુને ક્ષુદ્ર અસહાય,
તે જ શિશુ ક્યાં થકી પામીને બલ વીર્ય,
પાછો આવી એક દિન અન્ધકારે થઈ
પોતાની જ જનનીના ખોળાના શિશુને
પોતાના નિર્મમ હસ્તે અસ્ત્ર થકી હણે —
આ શો અભિશાપ!
કર્ણઃ માતા કરશો ના ભય.
કહું છું હું, પાણ્ડવોનો થશે જ વિજય.
આજે આ રજનીતણા તિમિરફલકે
પ્રત્યક્ષ લીધું મેં વાંચી નક્ષત્રઆલોકે
ઘોર યુદ્ધફલ. આ શાન્ત ને સ્તબ્ધ ક્ષણે
અનન્ત આકાશ થકી પ્રવેશે છે મને
ચરમ વિશ્વાસક્ષીણ વ્યર્થતાએ લીન
જયહીન ચેષ્ટાનું સંગીત, આશાહીન
કર્મનો ઉદ્યમ, જોઉં છું હું શાન્તિમય
શૂન્ય પરિણામ. જે પક્ષનો પરાજય
એ પક્ષ ત્યજવા મને કરો ના આહ્વાન.
જયી થાઓ, રાજા થાઓ પાણ્ડવસન્તાન
રહીશ હું નિષ્ફલના, હતાશના પક્ષે.
જન્મરાત્રે ફેંક્યો હતો મને ધરાતલે
નામહીન, ગૃહહીન. આજેય તેમ જ
મને તમે ત્યજી દો નિર્મમ ચિત્તે જનની
દીપ્તિહીન કીર્તિહીન પરાજયખોળે.
માત્ર આ જ આશીર્વાદ દઈ જાઓ મને —
જયલોભે યશલોભે રાજ્યલોભે માતા
વીરની સદ્ગતિ થકી હું ના થાઉં ભ્રષ્ટ.

(કાહિની)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪