રવીન્દ્રપર્વ/૬૨. શ્રવણ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૬૨. શ્રવણ| }} <poem> કાલે સાંજે રહીરહીને આ ગીત મારા મનમાં ઝંકૃત થ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 12: Line 12:
:::: પ્રેમે પ્રેમ બાજે.
:::: પ્રેમે પ્રેમ બાજે.


* * * *
નાગિણીઓ ચારે બાજુ ફુત્કારે છે વિષાક્ત નિ:શ્વાસ,
શાન્તિની લલિત વાણી ઉચ્ચારતી વ્યર્થ પરિહાસ —
વિદાય લઉં તે પ્હેલાં તેથી
હાંક પાડી જાઉં
દાનવની સાથે જેઓ ઝૂઝવાને કાજે
કમર કસે છે ઘરે ઘરે તેને.
</poem>
</poem>



Latest revision as of 11:29, 2 October 2021

૬૨. શ્રવણ

કાલે સાંજે રહીરહીને આ ગીત મારા મનમાં ઝંકૃત થઈ ઊઠે છે:
બાજે બાજે રમ્ય વીણા બાજે
હું કોઈ રીતેય ભૂલી નથી શકતો:
બાજે બાજે રમ્ય વીણા બાજે!
અમલકમલ માઝે જ્યોત્સ્નારજની માઝે,
કાજલઘન માઝે, નિશિઅંધાર માઝે,
કુસુમસુરભિ માઝે વીણા-રણન શુનિ જે
પ્રેમે પ્રેમ બાજે.