અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ફરવા આવ્યો છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

Line 22: Line 22:
{{Right|(છંદોલય, પૃ. ૨૬૮)}}
{{Right|(છંદોલય, પૃ. ૨૬૮)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/Hun_To_Bas_Faravaa-Amar_Bhatt.mp3

નિરંજન ભગત • હું તો બસ ફરવા આવ્યો છું! • સ્વરનિયોજન: અમર ભટ્ટ  • સ્વર: અમર ભટ્ટ

Latest revision as of 22:11, 20 June 2022

ફરવા આવ્યો છું

નિરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું!

હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા!
— રે ચહું ન પાછો ઘેર જવા!

હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!

(છંદોલય, પૃ. ૨૬૮)

નિરંજન ભગત • હું તો બસ ફરવા આવ્યો છું! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ