કુંવરબાઈનું મામેરું/કડવું ૨: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૨| | {{Heading|કડવું ૨|}} | ||
<poem> | <poem> | ||
[ રાસલીલા જોયાનો નરસિંહનો ઉમંગ વિરાજે જી..., વાજે જી... એમ -જી- વાળા રાગ-લયથી રજૂ થયો છે. દુઃખવેળા સંભારજે... એવું કૃષ્ણવચન હવે પછીની નરસિંહ-કથાનો જાણે પૂર્વ-સંકેત કરે છે. ભક્તનું હવે ફરી ગૃહ-આગમન, અને ઘરસંસાર. ] | {{Color|Blue|[રાસલીલા જોયાનો નરસિંહનો ઉમંગ વિરાજે જી..., વાજે જી... એમ -જી- વાળા રાગ-લયથી રજૂ થયો છે. દુઃખવેળા સંભારજે... એવું કૃષ્ણવચન હવે પછીની નરસિંહ-કથાનો જાણે પૂર્વ-સંકેત કરે છે. ભક્તનું હવે ફરી ગૃહ-આગમન, અને ઘરસંસાર.]}}<br> | ||
Line 10: | Line 10: | ||
દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧ | દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧ | ||
::::: ઢાળ | ::::: '''ઢાળ''' | ||
મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ; | મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ; | ||
સદાશિવજીને દેખીને સામા આવ્યા વૈકુંઠનાથ.{{space}} ૨ | સદાશિવજીને દેખીને સામા આવ્યા વૈકુંઠનાથ.{{space}} ૨ | ||
Line 24: | Line 24: | ||
‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન! | ‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન! | ||
એ નરસૈંયો મેં દાસ કીધો | એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર<ref>ઉદ્ધવ-વિદુર = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ</ref> સમાન.’{{space}} ૬ | ||
મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ : | મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ : | ||
Line 33: | Line 33: | ||
રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર; | રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર; | ||
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર :{{space}} ૯ | નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર<ref>ત્રિપુરાર = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર</ref> :{{space}} ૯ | ||
‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ; | ‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ; | ||
Line 47: | Line 47: | ||
નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩ | નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩ | ||
‘તું ગોરાણી મેં પ્રમાણી, જે કહ્યું વજ્રવચન, | ‘તું ગોરાણી મેં પ્રમાણી<ref>તું ગોરાણી મેં પ્રમાણી = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો</ref>, જે કહ્યું વજ્રવચન, | ||
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪ | શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪ | ||
::::: વલણ | ::::: '''વલણ''' | ||
પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’ | પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’ | ||
છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.{{space}} ૧૫ | છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.{{space}} ૧૫ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૧ | |previous = કડવું ૧ | ||
|next = કડવું ૩ | |next = કડવું ૩ | ||
}} | }}<br> |
Latest revision as of 05:33, 30 October 2021
[રાસલીલા જોયાનો નરસિંહનો ઉમંગ વિરાજે જી..., વાજે જી... એમ -જી- વાળા રાગ-લયથી રજૂ થયો છે. દુઃખવેળા સંભારજે... એવું કૃષ્ણવચન હવે પછીની નરસિંહ-કથાનો જાણે પૂર્વ-સંકેત કરે છે. ભક્તનું હવે ફરી ગૃહ-આગમન, અને ઘરસંસાર.]
(રાગ ધન્યાશ્રી)
અદ્ભુત લીલા રાસ વિરાજે જી, ગોપિકા ગાયે, વાજાં વાજે જી;
દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧
ઢાળ
મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ;
સદાશિવજીને દેખીને સામા આવ્યા વૈકુંઠનાથ. ૨
હરિ-હર હરખીને મળ્યા, નમી ગોપી શિવને પાય;
નરસૈંયો નમ્યો નાથને, તવ બોલ્યા ગોકુલરાયઃ ૩
‘કહો, સદાશિવ! કોણ છે આ, તમો દેખાડો આ ઠામ?’
મહાદેવ કહે, ‘એ દાસ તમારો, વિપ્ર નરસૈયો નામ. ૪
એ ભક્તિ ઇચ્છે, પ્રભુ! તમારી, કીર્તન કરે, ગુણ ગાય,
કરો કરુણા, કૃષ્ણજી!’ તવ બોલ્યા વૈકુંઠરાય : ૫
‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર[1] સમાન.’ ૬
મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ :
‘દુખવેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ. ૭
કીર્તન કરજે ભક્તિ માહરી, તરીશ તું સંસાર,
આ જોઈ તેવી લીલા ગાજે કેવલ રસ-શૃંગાર.’ ૮
રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર;
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર[2] : ૯
‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
કૃષ્ણગોપીનો વિહાર ગાજે, જોઈ જેહવી જુક્તિ.’ ૧૦
અંતર્ધાન પામ્યા એહવું કહી ભોળા શંકરરાય;
મુહૂર્તમાત્રમાં મહેતો મૂક્યા જૂનાગઢ તે માંહ્ય. ૧૧
થઈ નરસૈંયાની નિર્મલ વાણી, કવિશક્તિ ભક્તિ અપાર;
રાધાકૃષ્ણ-શું રંગ લાગ્યો, તૃણવત્ ગણે સંસાર. ૧૨
તાલ વાતા, ગીત ગાતા, પધાર્યાં પુર માંહ્ય;
નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય : ૧૩
‘તું ગોરાણી મેં પ્રમાણી[3], જે કહ્યું વજ્રવચન,
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય. ૧૪
વલણ
પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’
છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે. ૧૫