ઓખાહરણ/કડવું ૧૦: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૦|}} <poem> {{Color|Blue|[ઓખાના પતિને ઓળખવા ચિત્રલેખા અનેક વીરપુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 6: | Line 6: | ||
કાગળ રંગ લીધો રે વિધાત્રી, ભાતભાતનાં ચીતરે સ્વરૂપ, | કાગળ રંગ લીધો રે વિધાત્રી, ભાતભાતનાં ચીતરે સ્વરૂપ, | ||
સ્વર્ગના સુર, પાતાળના પન્નગ, લખિયા તે ભૂમિના ભૂપ. | સ્વર્ગના સુર, પાતાળના પન્નગ<ref>પંનગ-સાપ</ref>, લખિયા તે ભૂમિના ભૂપ. | ||
– કાગળ ૧ | – કાગળ ૧ | ||
વાયુ, વરુણ ને પાવક લખિયા, યક્ષરાય ને જમ, | વાયુ, વરુણ ને પાવક<ref>પાવક-અગ્નિ</ref> લખિયા, યક્ષરાય ને જમ, | ||
ઓખા કહે, ‘તું લઘુને મૂકી, આ વૃદ્ધ દેખાડે ક્યમ?’ | ઓખા કહે, ‘તું લઘુને મૂકી, આ વૃદ્ધ દેખાડે ક્યમ?’ | ||
– કાગળ ૨ | – કાગળ ૨ | ||
Line 17: | Line 17: | ||
– કાગળ ૩ | – કાગળ ૩ | ||
પ્રભાકર, સુધાકર લખિયા, ગિરિજાવર ગંભીર, | પ્રભાકર, સુધાકર લખિયા, ગિરિજાવર<ref>ગિરિજાવર-પર્વતપુત્રી પાર્વતીના પતિ શિવજી</ref> ગંભીર, | ||
ઓખા કહે, ‘ન હોય ઍકે મારા સ્વામીનું શરીર.’ | ઓખા કહે, ‘ન હોય ઍકે મારા સ્વામીનું શરીર.’ | ||
– કાગળ ૪ | – કાગળ ૪ | ||
અષ્ટ વસુ, ગણ, ગાંધર્વ લખિયા, લખિયા બારે મેહ, | અષ્ટ વસુ, ગણ<ref>ગણ-શિવના સેવકો</ref>, ગાંધર્વ લખિયા, લખિયા બારે મેહ, | ||
સપ્ત જળનિધિ, અષ્ટ ધાતુકર, લખિયા તેહની દેહ. | સપ્ત જળનિધિ, અષ્ટ ધાતુકર, લખિયા તેહની દેહ. | ||
– કાગળ ૫ | – કાગળ ૫ | ||
દેવ, મુનિ ને જુગ્મ વીણાધર, લખિયા ચિત્ર-વિચિત્ર, | દેવ, મુનિ ને જુગ્મ વીણાધર<ref>વીણાધર-નારદજી</ref>, લખિયા ચિત્ર-વિચિત્ર, | ||
મરુતગણને લખિયા વિદ્યાધર, સપ્ત ઋષિ પવિત્ર. | મરુતગણને લખિયા વિદ્યાધર, સપ્ત ઋષિ પવિત્ર. | ||
– કાગળ ૬ | – કાગળ ૬ | ||
Line 36: | Line 36: | ||
વિષયી પુરુષ ભામિનીના ભોગી, કૃષ્ણ તણું એ કામ.’ | વિષયી પુરુષ ભામિનીના ભોગી, કૃષ્ણ તણું એ કામ.’ | ||
– કાગળ ૮ | – કાગળ ૮ | ||
ચતુર્ભુજ, પીતાંબરધારી, લખિયા શ્રીમહારાજ, | ચતુર્ભુજ, પીતાંબરધારી, લખિયા શ્રીમહારાજ, | ||
દીઠા કૃષ્ણ ને ઓખા ઊઠી, શ્વસુરની કીધી લાજ. | દીઠા કૃષ્ણ ને ઓખા ઊઠી, શ્વસુરની કીધી લાજ. | ||
Line 48: | Line 49: | ||
– કાગળ ૧૧ | – કાગળ ૧૧ | ||
મુકુટ ભ્રમર પર, વદન સુધાકર, નેત્ર બે અંબુજ; | મુકુટ ભ્રમર પર, વદન સુધાકર, નેત્ર બે અંબુજ<ref>અંબુજ-કમળમાં બિરાજમાન બ્રહ્માજી</ref>; | ||
થેલી ઓખા ધાઈધાઈને ભેટે ભરીભરીને ભુજ. | થેલી ઓખા ધાઈધાઈને ભેટે ભરીભરીને ભુજ. | ||
– કાગળ ૧૨ | – કાગળ ૧૨ |
Latest revision as of 05:06, 12 November 2021
[ઓખાના પતિને ઓળખવા ચિત્રલેખા અનેક વીરપુરૂષોનાં ચિત્રો દોરે છે. અંતે સ્વપ્નમાં આવેલા કૃષ્ણના પૌત્ર અનિરૂધ્ધનું ચિત્ર દોરતાં, તુરંત તેને ઓળખી જઈ ચિત્રમાં જ તેને ભેટી પડે છે.]
કાગળ રંગ લીધો રે વિધાત્રી, ભાતભાતનાં ચીતરે સ્વરૂપ,
સ્વર્ગના સુર, પાતાળના પન્નગ[1], લખિયા તે ભૂમિના ભૂપ.
– કાગળ ૧
વાયુ, વરુણ ને પાવક[2] લખિયા, યક્ષરાય ને જમ,
ઓખા કહે, ‘તું લઘુને મૂકી, આ વૃદ્ધ દેખાડે ક્યમ?’
– કાગળ ૨
ગણેશ, ઈશ ને અંબુજ લખિયા, લખિયા સૈન્યના ઈશ,
જુગ્મ તુરિનાં તન જોવડાવ્યાં, તોકે ધુણાવે શીશ.
– કાગળ ૩
પ્રભાકર, સુધાકર લખિયા, ગિરિજાવર[3] ગંભીર,
ઓખા કહે, ‘ન હોય ઍકે મારા સ્વામીનું શરીર.’
– કાગળ ૪
અષ્ટ વસુ, ગણ[4], ગાંધર્વ લખિયા, લખિયા બારે મેહ,
સપ્ત જળનિધિ, અષ્ટ ધાતુકર, લખિયા તેહની દેહ.
– કાગળ ૫
દેવ, મુનિ ને જુગ્મ વીણાધર[5], લખિયા ચિત્ર-વિચિત્ર,
મરુતગણને લખિયા વિદ્યાધર, સપ્ત ઋષિ પવિત્ર.
– કાગળ ૬
શત કૌરવ, પાંચ પાંડવ લખિયા, વળી દેશદેશના રાય,
કન્યાને કોઈ ચિત્ત ન આવે, આકુળ-વ્યાકુળ થાય.
– કાગળ ૭
ચિત્રલેખાએ મંન વિચાર્યું ‘મેં લખિયા ઠામોઠામ,
વિષયી પુરુષ ભામિનીના ભોગી, કૃષ્ણ તણું એ કામ.’
– કાગળ ૮
ચતુર્ભુજ, પીતાંબરધારી, લખિયા શ્રીમહારાજ,
દીઠા કૃષ્ણ ને ઓખા ઊઠી, શ્વસુરની કીધી લાજ.
– કાગળ ૯
‘અરે સહિયર! એના કુળમાં મારો છે ભરથાર.’
પ્રદ્યુમ્નને પછી લખી દેખાડ્યો, લાજ કીધી બીજી વાર.
– કાગળ ૧૦
કન્યા કહે, ‘એવો પ્રભુજી, આ પુરુષ છે કો વૃદ્ધ;’
ચિત્રલેખાએ લખી દેખાડ્યો કાગળમાં અનિરુદ્ધ.
– કાગળ ૧૧
મુકુટ ભ્રમર પર, વદન સુધાકર, નેત્ર બે અંબુજ[6];
થેલી ઓખા ધાઈધાઈને ભેટે ભરીભરીને ભુજ.
– કાગળ ૧૨
‘ધન ધન નાથજી! હાથ ગ્રહીને, ના મૂકીએ બીડી સારુ,
અમો અબળાનાં હૃદય કોમળ, કોણ ગજું અમારું?
– કાગળ ૧૩
ના, ના; બોલો, મારા સમ છે, લાજો છો શા માટે?’
ચિત્રલેખા કહે, ‘ન હોય સ્વામી, વળગ્યામાં કાગળ ફાટે.
– કાગળ ૧૪
વલણ
ફાટે કાગળ, કામિની! ન બોલે ચિત્રામણ વાણી રે;’
ઓખા કહે ચિત્રલેખાને, ‘આપ પ્રભુને આણી રે.’ ૧૫