ઓખાહરણ/કડવું ૧૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૬|}} <poem> {{Color|Blue|[મંત્રી કૌભાંડ અને રખેવાળોએ અનિરૂધ્ધને...")
 
No edit summary
 
Line 8: Line 8:
જોડી જોવાને જોધ મળિયા છે ટોળે જી,
જોડી જોવાને જોધ મળિયા છે ટોળે જી,
ઓખાને અનિરુદ્ધે લીધી રે ખોળે જી;
ઓખાને અનિરુદ્ધે લીધી રે ખોળે જી;
કંઠે બાંહોડી ઘાલી બાળા જી,
કંઠે બાંહોડી<ref>બાંહોડી-હાથ</ref>ઘાલી બાળા જી,
દીઠી, કૌભાંડને ઊઠી જ્વાળા જી. ૧
દીઠી, કૌભાંડને ઊઠી જ્વાળા જી. ૧


Line 27: Line 27:
રોમાવળી વાંકી વળી છે, રહ્યો વઢવાને ટાંપી. ૬
રોમાવળી વાંકી વળી છે, રહ્યો વઢવાને ટાંપી. ૬


માળ ઘેર્યો સુભટ સર્વે, બોલતા અતાંડ,  
માળ ઘેર્યો સુભટ સર્વે, બોલતા અતાંડ<ref>અતાંડ-કઠોર</ref>,  
‘ઓ વ્યભિચારી! ઊતર હેઠો,’ એમ કહે છે કૌભાંડ : ૭
‘ઓ વ્યભિચારી! ઊતર હેઠો,’ એમ કહે છે કૌભાંડ : ૭


Line 33: Line 33:
અસુર સરખા રિપુ માથે, કેમ થઈ બેઠો છું સ્વસ્થ? ૮  
અસુર સરખા રિપુ માથે, કેમ થઈ બેઠો છું સ્વસ્થ? ૮  


બાણરાયની કિંકરીને અમરે ન થાયે આળ,  
બાણરાયની કિંકરી<ref>કિંકરી-દીકરી</ref>ને અમરે ન થાયે આળ,  
તો તું રાજકુમારી સાથે ક્યમ ચડીને બેઠો માળ?  ૯
તો તું રાજકુમારી સાથે ક્યમ ચડીને બેઠો માળ?  ૯


સાચું કહે જેમ શીશ રહે, કુણ નાત, કુળ ને ગામ?  
સાચું કહે જેમ શીશ રહે, કુણ નાત, કુળ ને ગામ?  
સત્યા૨થ હોયે તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ? ૧૦  
સત્યા૨થ<ref>સત્યારથ-સાચું</ref> હોયે તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ? ૧૦  


અનિરુદ્ધ વળતો બોલિયો, ‘સાંભળો, સુભટ માત્ર!  
અનિરુદ્ધ વળતો બોલિયો, ‘સાંભળો, સુભટ માત્ર!  
હું ક્ષેત્રીનંદન ઇચ્છાએ આવ્યો, બાણનો જામાત્ર. ૧૧
હું ક્ષેત્રીનંદન ઇચ્છાએ આવ્યો, બાણનો જામાત્ર<ref>જામાત્ર-જમાઈ</ref>. ૧૧


મંત્રી કહે, ‘તું બોલ વિચારી, ઊતરશે અભિમાન,  
મંત્રી કહે, ‘તું બોલ વિચારી, ઊતરશે અભિમાન,  
Line 49: Line 49:
આ દાનવ તારા પ્રાણ લેશે, મરણ આવ્યું, જાણ. ૧૩  
આ દાનવ તારા પ્રાણ લેશે, મરણ આવ્યું, જાણ. ૧૩  


જીવ્યાનો ઉપાય મૂકી, પડી વરાંસે ચૂક;  
જીવ્યાનો ઉપાય મૂકી, પડી વરાંસે<ref>વરાંસે-વિશ્વાસે</ref> ચૂક;  
હોય કેસરી તો હાકી ઊઠે, દીસે છે જંબૂક.’ ૧૪  
હોય કેસરી તો હાકી ઊઠે, દીસે છે જંબૂક.<ref>જંબૂક-શિયાળ</ref>’ ૧૪  


કૌભાંડના આ બોલ સાંભળી હાકી ઊઠ્યો છે બાળ,  
કૌભાંડના આ બોલ સાંભળી હાકી ઊઠ્યો છે બાળ,  
બારીની ભોગળ લીધી કરમાં, ઇચ્છા દેવા ફાળ. ૧૫  
બારીની ભોગળ લીધી કરમાં, ઇચ્છા દેવા ફાળ<ref>ફાળ-કૂદકો</ref>. ૧૫  


::::'''વલણ'''
::::'''વલણ'''

Latest revision as of 08:48, 2 November 2021

કડવું ૧૬

[મંત્રી કૌભાંડ અને રખેવાળોએ અનિરૂધ્ધને અનેક આક્ષેપો કરી, પડકારતાં અનિરૂધ્ધ યુધ્ધ કરવા માટે ઉતાવળો બને છે.]

રાગ રામગ્રી
જોડી જોવાને જોધ મળિયા છે ટોળે જી,
ઓખાને અનિરુદ્ધે લીધી રે ખોળે જી;
કંઠે બાંહોડી[1]ઘાલી બાળા જી,
દીઠી, કૌભાંડને ઊઠી જ્વાળા જી. ૧

ઢાળ
જ્વાળા પ્રગટી તે ભાલ ભ્રકુટિ, સુભટ તેડ્યા જમલા,
મંત્રી કહે, ‘ભાઈ! સબળ શોભે, જેમ હરિ-ઓછંગે કમળા. ૨

લઘુરૂપ ને લક્ષણવંતો, આવી સુતાસંગે કો બેઠો,
પ્રવેશ નહિ આંહાં પવન કેરો, તો માળિયામાં કેમ પેઠો? ૩

નિઃશંક નિર્ભે થઈને બેઠાં, નિર્લજ્જ નર ને નારી,
હાસ્ય-વિનોદ કરે મનગમતાં, લજ્જા ન આણે મારી.’ ૪

ઓખાએ ઉત્પાત માંડ્યો, ધાઈ ધાઈ દે છે સાંઈ,
મંત્રી કહે, ‘કો પુરુષ મોટો, કારણ દીસે છે કાંઈ; ૫

અંબુજવરણી આંખડી ને ભ્રકુટિ મુગટે ચાંપી,
રોમાવળી વાંકી વળી છે, રહ્યો વઢવાને ટાંપી. ૬

માળ ઘેર્યો સુભટ સર્વે, બોલતા અતાંડ[2],
‘ઓ વ્યભિચારી! ઊતર હેઠો,’ એમ કહે છે કૌભાંડ : ૭

‘અલ્પ આયુષ્યના ધણી! જમપુરીના માર્ગસ્થ!
અસુર સરખા રિપુ માથે, કેમ થઈ બેઠો છું સ્વસ્થ? ૮

બાણરાયની કિંકરી[3]ને અમરે ન થાયે આળ,
તો તું રાજકુમારી સાથે ક્યમ ચડીને બેઠો માળ? ૯

સાચું કહે જેમ શીશ રહે, કુણ નાત, કુળ ને ગામ?
સત્યા૨થ[4] હોયે તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ? ૧૦

અનિરુદ્ધ વળતો બોલિયો, ‘સાંભળો, સુભટ માત્ર!
હું ક્ષેત્રીનંદન ઇચ્છાએ આવ્યો, બાણનો જામાત્ર[5]. ૧૧

મંત્રી કહે, ‘તું બોલ વિચારી, ઊતરશે અભિમાન,
જામાત્ર શાનો, બાળકા! કોણે આપ્યું કન્યાદાન? ૧૨


અપરાધ કીધો તેં ઘણો, (લોપી) બાણાસુરની આણ;
આ દાનવ તારા પ્રાણ લેશે, મરણ આવ્યું, જાણ. ૧૩

જીવ્યાનો ઉપાય મૂકી, પડી વરાંસે[6] ચૂક;
હોય કેસરી તો હાકી ઊઠે, દીસે છે જંબૂક.[7]’ ૧૪

કૌભાંડના આ બોલ સાંભળી હાકી ઊઠ્યો છે બાળ,
બારીની ભોગળ લીધી કરમાં, ઇચ્છા દેવા ફાળ[8]. ૧૫

વલણ
‘ફાળ દઉં ને અંત લઉં’, હોકારો જબરો કીધો રે,
ત્યારે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં લીધો રે. ૧૬



  1. બાંહોડી-હાથ
  2. અતાંડ-કઠોર
  3. કિંકરી-દીકરી
  4. સત્યારથ-સાચું
  5. જામાત્ર-જમાઈ
  6. વરાંસે-વિશ્વાસે
  7. જંબૂક-શિયાળ
  8. ફાળ-કૂદકો