અભિમન્યુ આખ્યાન/કડવું ૨૯: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue|[‘હેલી હાં હાં રે...’ની વિશિષ્ટ લઢણની પ્રત્યેક પંક્તિવાળું આ કડવું ઉત્તરાની હૃદયાવ્યથા, વ્યગ્રતા અને પતિમિલનની ઝંખનાના ભાવોને વ્યક્ત કરે છે. એનો રાગ જ શોક રામગ્રી છે એ આખ્યાનકારે પ્રસંગાનુરૂપ કે ભાવનુરૂપ કેવી લય-સંગીતસૂઝ રાખવી પડતી હશે એનું નિદર્શક છે.}} | {{Color|Blue|[‘હેલી હાં હાં રે...’ની વિશિષ્ટ લઢણની પ્રત્યેક પંક્તિવાળું આ કડવું ઉત્તરાની હૃદયાવ્યથા, વ્યગ્રતા અને પતિમિલનની ઝંખનાના ભાવોને વ્યક્ત કરે છે. એનો રાગ જ શોક રામગ્રી છે એ આખ્યાનકારે પ્રસંગાનુરૂપ કે ભાવનુરૂપ કેવી લય-સંગીતસૂઝ રાખવી પડતી હશે એનું નિદર્શક છે.}} | ||
{{Color|Blue|લગ્ન પછી પહેલે આણે સાસરે જતી કન્યાને વસ્ત્રોનીસંપત્તિ વિના સાસરે પગ મુકતાં કેવું અડવાપણું-અભાગિયાપણું લાગે? રાયકો સાંઢ પાછી વાળે છે. સુદેષણાએ મોકલેલી બીજી સાંઢ દ્વારાએ ગવાળો મળે છે.]}} | {{Color|Blue|લગ્ન પછી પહેલે આણે સાસરે જતી કન્યાને વસ્ત્રોનીસંપત્તિ વિના સાસરે પગ મુકતાં કેવું અડવાપણું-અભાગિયાપણું લાગે? રાયકો સાંઢ પાછી વાળે છે. સુદેષણાએ મોકલેલી બીજી સાંઢ દ્વારાએ ગવાળો મળે છે.]}}{{Poem2Close}} | ||
<Poem> | <Poem> |
Latest revision as of 15:40, 11 November 2021
[‘હેલી હાં હાં રે...’ની વિશિષ્ટ લઢણની પ્રત્યેક પંક્તિવાળું આ કડવું ઉત્તરાની હૃદયાવ્યથા, વ્યગ્રતા અને પતિમિલનની ઝંખનાના ભાવોને વ્યક્ત કરે છે. એનો રાગ જ શોક રામગ્રી છે એ આખ્યાનકારે પ્રસંગાનુરૂપ કે ભાવનુરૂપ કેવી લય-સંગીતસૂઝ રાખવી પડતી હશે એનું નિદર્શક છે.
લગ્ન પછી પહેલે આણે સાસરે જતી કન્યાને વસ્ત્રોનીસંપત્તિ વિના સાસરે પગ મુકતાં કેવું અડવાપણું-અભાગિયાપણું લાગે? રાયકો સાંઢ પાછી વાળે છે. સુદેષણાએ મોકલેલી બીજી સાંઢ દ્વારાએ ગવાળો મળે છે.]રાગ શોક રામગ્રી
હલી હાં હાં રે, પટકૂળ પડિયાં પંથમાં રે,
હલી હાં હાં રે, ઉત્તરાનું મન ગયું કંથમાં રે. ૧
હલી હાં હાં રે, સાસરડે કેમ સંચરું રે?
હલી હાં હાં રે, પાય લાગણું શું કરું રે? ૨
હલી હાં હાં રે, હું છું પિયરની સોભાગણી રે;
હલી હાં હાં રે, મુને લોક કહેશે અભાગણી રે. ૩
હલી હાં હાં રે, રાયકાજી પાછા વળો રે;
હલી હાં હાં રે, વસ્ત્ર જોવા વાટ્યે પળો રે. ૪
હલી હાં હાં રે, સાંઢ્યને પાછી વાળતો રે;
હલી હાં હાં રે, જાય મારગડો નિહાળતો રે. ૫
હલી હાં હાં રે, બન્ને જણ વેગે વળ્યાં રે;
હલી હાં હાં રે, પિહેરને પંથે પળ્યાં રે. ૬
હલી હાં હાં રે, સુદેષ્ણાએ સાંઢ્ય મોકલી રે;
હલી હાં હાં રે, તે મારગમાં આવી મળી રે. ૭
હલી હાં હાં રે, ગવાળો જે વીસર્યો રે;
હલી હાં હાં રે, તે ઉત્તરાની આગળ ધર્યો રે. ૮
હલી હાં હાં રે, માતાએ વેળા જાળવી રે;
હલી હાં હાં રે, વસ્ત્ર મોકલ્યાં ભાળવી રે. ૯
હલી હાં હાં રે, પટકૂળ લીધાં હાથમાં રે;
હલી હાં હાં રે, જાવા સાસરિયાંના સાથમાં રે. ૧૦
હલી હાં હાં રે, ઉત્તરા ચાલ્યાં હરખ શું રે;
હલી હાં હાં રે, આજ પરણ્યા પિયુને નીરખશું રે. ૧૧
હલી હાં હાં રે, રાયકા, સાંઢ્ય હાંકો ઉતાવળી રે;
હલી હાં હાં રે, જે નાથ જાયે મુજને મળી રે. ૧૨
હલી હાં હાં રે, ચાર ઘડી દા’ડો ચડ્યો રે;
હલી હાં હાં રે, ત્યારે રબારી રણમાં પળ્યો રે. ૧૩
હલી હાં હાં રે, સંજય વાણી એમ કહી રે;
હલી હાં હાં રે, એ કથા તો અહીં રહી રે. ૧૪
હલી હાં હાં રે, ઉત્તરાને આણું ગયું રે;
હલી હાં હાં રે, એટલે રણમાં શું થયું રે? ૧૫
વલણ
રણ મધ્યે શું થયું? સંજય વાણી ઓચરે;
અભિમન્યુ રણમાં ચઢે, તે સામગ્રી કેવી કરે? ૧૬