અભિમન્યુ આખ્યાન/કડવું ૪૬: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૬|}} {{Poem2Open}} {{Color|Blue|[પાંચમે કોઠે અભિમન્યુ એના જુસ્સાથી દ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue|[પાંચમે કોઠે અભિમન્યુ એના જુસ્સાથી દુર્યોધન આદિને કંપાવે છે.]}}{{Poem2Close}} | {{Color|Blue|[પાંચમે કોઠે અભિમન્યુ એના જુસ્સાથી દુર્યોધન આદિને કંપાવે છે.]}}{{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
Line 39: | Line 40: | ||
હવે કેમ વ્યૂહમાં પેસતો, અર્જુન કેરો તન રે.{{Space}} ૧૦ | હવે કેમ વ્યૂહમાં પેસતો, અર્જુન કેરો તન રે.{{Space}} ૧૦ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૪૫ | |||
|next = કડવું ૪૭ | |||
}} | |||
<br> |
Latest revision as of 05:24, 15 November 2021
રાગ દેશાખ
વાયક સંજયનાં સાંભળી રે, બોલ્યો ધૃતરાષ્ટ્ર રાય;
લક્ષ્મણકુંવરના નાશનો રે, વાગ્યો, હૃદય મધ્યે ઘાય : ૧
‘મારા પુત્રજી રે, એમ ન કીજે નાટ;
આલિંગન દીજિયે રે, હું ઘેર જોઉં છું વાટ. ૨
સંજય બાપડા રે, કાં પીડે છે બેસી પાસ?
જીત પાંડવ તણી રે, કહે છે પુત્ર તણો રે નાશ. ૩
પછે આગળ શું થયું રે? કેમ જીત્યો દુર્યોધન?
પછે તે કોણે મારિયો રે, અર્જુન-વ્યંડળ કેરો તન?’ ૪
સંજય ઓચર્યો રે : ‘કાં પામો મન વ્યથાય?
શોકને પરહરો રે, તો કહું આગલી કથાય! ૫
કુંવર તમ તણો રે, તે પડ્યો ધરણે બળવંત;
પાંચમે કોઠે આવિયો રે, અભિમન્યુ અધરે દંશતો દંત. ૬
ગુલ્મે આથડ્યા રે, સામા પાંડવ કેરા જોધ;
કૌરવ તૂટી પડ્યા રે, અંતર કરીને બહુ ક્રોધ. ૭
અભિમન્યુ આગળે રે, જેમ મૃગપતિ તરસે કુરંગ;
દીઠો આવતો રે, કાંપ્યાં અધર્મીનાં અંગ. ૮
થરથર ધ્રુજાવતો રે, જાણે હવડાં કીધો નાશ;
રખે મને મોકલે રે, મારા પુત્ર કેરી પાસ.’ ૯
વલણ
રખે પુત્ર પાસે મોકલે, એમ કાંપ્યો દુર્યોધન રે;
હવે કેમ વ્યૂહમાં પેસતો, અર્જુન કેરો તન રે. ૧૦