ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જૈનસાહિત્ય: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#0000ff">''' | <span style="color:#0000ff">'''જૈનસાહિત્ય'''</span> : | ||
આજથી અઢી હજાર વર્ષ અગાઉ મહાવીરસ્વામીએ એમના જીવનકાળ દરમ્યાન આપેલા ઉપદેશને એમના ગણધર ભગવંતોએ દ્વાદશાંગી આગમસૂત્રોમાં ગૂંથી લીધાં. એ પછી પાટલીપુત્ર-પરિષદમાં મુખપાઠથી ભુલાઈ રહેલાં આગમોની જાળવણીનું કામ હાથ ધરાયું. સ્કંદિલાચાર્યની નિશ્રામાં મથુરામાં મળેલી પરિષદમાં એની મથુરા-વાચના તૈયાર થઈ. ૪૫૪માં દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં ભરેલી સાધુઓની પરિષદમાં આગમપાઠોનું કરાયેલું સંકલન વલભી-વાચના તરીકે ઓળખાયું. | |||
ઉમાસ્વાતિએ જૈનદર્શનના સંદોહનરૂપ ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર’ની રચના કરી. તો સિદ્ધસેન દિવાકરે ‘ન્યાયાવતાર ગ્રન્થ’ દ્વારા જૈનપ્રમાણનો પાયો સ્થિર કર્યો અને પ્રાકૃતમાં ‘સન્મતિ પ્રકરણ’ રચી અનેકાન્તવાદનું સ્થાપન કર્યું. ચોથી સદીમાં વિમલસૂરિની રચના ‘પઉમચરિયમ્’ પાછળથી રામકથાની જૈનધારાની મહત્ત્વની કૃતિ ગણાઈ. ૪૭૪માં થયેલ હરિભદ્રસૂરિની પ્રાકૃતમાં રચાયેલ ‘સમરાઈચ્ચકણ’ અત્યંત સુપ્રસિદ્ધ કથા બની. હરિભદ્રસૂરિએ અનેક ગ્રન્થો દ્વારા જૈન યોગસાહિત્યમાં નવો યુગ સ્થાપ્યો. ધનેશ્વરસૂરિ નામના જૈનાચાર્યે વડનગરના ધ્રુવસેન રાજાનો પુત્રશોક સમાવવા કરેલી કલ્પસૂત્રની રચનાનું વાચન હજુ સુધી પર્યુષણપર્વમાં સંઘ સમક્ષ કરવામાં આવે છે. ઉદ્યોતનસૂરિ નામના જૈનાચાર્યે નોંધપાત્ર ‘કુવલયમાલા’ નામની પ્રાકૃત કથા આપી, તો સંઘદાસ ક્ષમાશ્રમણે ‘વસુદેવ હીંડી’ નામનો ચરિતગ્રન્થ પ્રાકૃતમાં લખવો શરૂ કર્યો. જે પાછળથી ધર્મસેનગણિએ પૂરો કર્યો. ૧૦૮૯માં જન્મેલા હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજના શાસનકાળમાં ‘સિદ્ધહૈમ’નામે અપભ્રંશ વ્યાકરણગ્રન્થની રચના કરી. એ જ રીતે તેમણે કુમારપાળના શાસનમાં ‘દ્વયાશ્રય’ મહાકાવ્ય સમેત અનેક ગ્રન્થો રચ્યાં. ‘સિદ્ધહૈમ’ના ૮મા અધ્યાયના અપભ્રંશ દુહાઓ તત્કાલીન પ્રચલિત અપભ્રંશ સાહિત્યનો પરિચય આપે છે. જેમાંથી ગુજરાતી ભાષાના સંભવિત ઉદ્ભવનો અણસાર સાંપડે છે. | |||
ગુજરાતી ભાષા-સાહિત્યનો પ્રારંભ બારમા શતકથી જૈનોના હાથે થયેલો જણાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં જૈન સાધુ કવિઓનું પ્રદાન ઘણું જ વ્યાપક રહ્યું છે. | |||
{{Right| | ૧૧૮૫માં રચાયેલા શાલિભદ્રસૂરિનો ‘ભરતેશ્વર બાહુબલી રાસ’ અપભ્રંશમાંથી ગુજરાતીમાં સંક્રાંત થતી ભાષાની પહેલી કૃતિ ગણાય છે, જે જૈન સાહિત્યની રચના છે. નરસિંહ પૂર્વેનું ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે જૈન સાહિત્ય જ છે. રાસા, ફાગુ, બારમાસી જેવાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનાં ખેડાણ અને વિકાસ જૈન સાધુ કવિઓને હાથે જ થયો છે. તે ઉપરાંત કેટલાક બાલાવબોધો અને ઔક્તિકો પણ જૈનકવિઓને હાથે આ ગાળામાં લખાયા છે. | ||
નરસિંહ પૂર્વે ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ ઉપરાંત એ જ કવિનો ‘બુદ્ધિરાસ’, ધર્મસૂરિનું ‘જંબુસામિચરિય’, વિજયસેનસૂરિનો ‘રેવંતગિરિરાસ’, અજ્ઞાત કવિનો ‘સપ્તક્ષેત્રિરાસુ’ જેવા રાસાઓ રચાયા છે. તો ફાગુરચનાઓમાં જિનપદ્મસૂરિકૃત ‘શ્રી સ્થૂલિભદ્રફાગુ’, મલધારી રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગ’ અને અજ્ઞાત કવિની ‘જંબુસ્વામીફાગ’ જેવી રચનાઓ મળે છે. આ ઉપરાંત વિનયચંદ્રરચિત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ જેવું બારમાસીકાવ્ય, જયશેખરસૂરિરચિત ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ જેવું રૂપક-કાવ્ય છે. નરસિંહ પૂર્વેના જૈન ગદ્યસાહિત્યમાં માણિક્યસુંદરસૂરિકૃત ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવી નોંધપાત્ર ગદ્યકથાઓ તેમજ તરુણપ્રભસૂરિના ‘ષડાવશ્યક બાલાવબોધ’ જેવા બાલાવબોધોનો સમાવેશ થાય છે. | |||
પંદરમી સદીથી શરૂ કરીને ક્રમશ : નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ જેવા આગવી પ્રતિભાવાળા કવિઓને હાથે જૈનેતર સાહિત્યનો વ્યાપ વધતો આવે છે. પણ આ સમગ્ર મધ્યકાળમાં સમાંતરે અને પછી અર્વાચીનકાળમાં અનેક નાનામોટા જૈન સાધુકવિઓ અને ક્વચિત્ શ્રાવકકવિઓને હાથે વિપુલ પ્રમાણમાં જૈનસાહિત્ય સર્જાવું ચાલુ જ રહ્યું છે. | |||
લાવણ્યસમય, સહજસુંદર, જયવંતસૂરિ, કુશલલાભ, જયસુંદર, સમયસુંદર, ઋષભદાસ, આનંદઘન, યશોવિજય, ઉદયરત્ન, જિનહર્ષ, દીપવિજય, પદ્મવિજય વીરવિજય, ઉત્તમવિજય જેવા જૈનકવિઓને હાથે જૈનસાહિત્યનો મોટો ફાલ પ્રાપ્ત થયો છે. લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’, સહજસુંદરનો ‘ગુણરત્નાકર છંદ’, જયંવતસૂરિની ‘શૃંગારમંજરી’, કુશલલાભની ‘માધવાનલચોપાઈ’ જયસુંદરકૃત ‘ઢોલા-મારુચોપાઈ’, સમયસુંદરનો ‘નળદમયંતીરાસ’, ઋષભદાસનો ‘હીરવિજયસૂરિરાસ, આનંદઘનનાં પદો, યશોવિજયનાં ‘સમુદ્રવહાણસંવાદ’ અને ચોવીસીઓ, ઉદયરત્નનાં સ્તવનો-સઝાયો, જિનહર્ષનો ‘શત્રુંજયમાહાત્મ્યરાસ, પદ્મવિજયનો ‘સમરાદિત્યકેવળીરાસ’, વીરવિજયની પૂજાઓ, ઉત્તમવિજયની ‘નેમિનાથની રસવેલી’ વગેરે આ બધા કવિઓએ સર્જેલા વિપુલ સાહિત્યરાશિમાંથી કેટલીક નોંધપાત્ર કૃતિઓના નામોલ્લેખો માત્ર જ છે. | |||
મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યનો મોટો ભાગ તો પરલક્ષી કથનાત્મક કવિતાએ રોક્યો છે. એમાં આ જૈન કવિઓએ જૈનકથાઓ તો આપી છે તે ઉપરાંત, રામાયણ-મહાભારત આદિનાં કથાવસ્તુઓને પણ ઉપયોગમાં લીધાં છે અને ‘બૃહત્ક્થા’ની પરંપરાનાં લૌકિક કથાવસ્તુને પ્રયોજ્યાં છે. જૈનકવિઓના આ કથનાત્મક સાહિત્યમાં ‘નળદમયંતી રાસ’ કે ‘શાકુંતલરાસ’, જેવી પૌરાણિકકથાઓ છે. ‘વિક્રમ ચારિત્રકુમારરાસ’, ‘વિદ્યાવિલાસચોપાઈ’, ‘આરામશોભારાસ’, ‘માધવાનલ કામકંદલારાસ’ જેવી લૌકિક કથાઓ છે, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ જેવી રૂપકકથાઓ છે, તો ‘વસ્તુપાલ-તેજપાલરાસ’ ‘કુમારપાલપ્રબંધ’, ‘વિમલપ્રબંધ’, ‘હીરવિજયસૂરિરાસ’ જેવી ઐતિહાસિક – ચરિત્રાત્મક કથાઓનો પણ એમાં સમાવેશ થાય છે. જિનહર્ષ જેવા કવિએ ૩૫ અને ઋષભદાએ ૩૨ રાષ્ટ્રકૃતિઓ રચી છે. ધર્મોપદેશ કે જૈનધર્મના સિદ્ધાન્તોને વણી લેતા રાસાઓ પણ લખાયા છે. જેમકે યશોવિજયનો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’. | |||
મધ્યકાલીન જૈનસાહિત્યમાં કાવ્યબંધ અને પદબંધનું વૈવિધ્ય અસાધારણ છે. એક જ પ્રકારની કૃતિ જુદે જુદે નામે પણ ઓળખાય છે. જેમકે કથાત્મક કૃતિ રાસ, ચોપાઈ-ચરિતચરિત્ર-પ્રબંધ-કથા વગેરે નામોથી ઓળખાઈ છે. જૈનકવિઓએ આ ઉપરાંત ફાગુ, બારમાસી, છંદ, સ્તવન, સઝાય, સ્તુતિ, સ્તોત્ર, સંવાદ, વિવાહલું, આરતી, કક્કો, માતૃકા, તિથિ, વાર, ઢાળ, સવૈયા, ચંદ્રાવળા, હરિયાળી, વીસી, ચોવીસી, પચીસી, બહોતેરી વગેરે નાનામોટા પ્રકારો ખેડ્યા છે, આ બધાં પ્રકારનામો ક્યારેક વિષય, પ્રયોજન, રચનારીતિ, છંદબંધ, કડીસંખ્યા વગેરેનો સંકેત કરવા માટે પ્રયોજાયાં જણાય છે. એ ધ્યાન રહે કે આ બધા જ પ્રકારો કેવળ જૈનકવિઓને હાથે જ ખેડાયા છે એમ નથી, આમાંના ઘણા પ્રકારો જૈન-જૈનેતર બંને પરંપરાઓમાં વિકસ્યા છે. | |||
જૈનસાહિત્યનું સર્જન મુખ્યત્વે સાધુકવિઓને હાથે થયેલું હોઈ તે ધર્મબોધના પ્રયોજનથી ભાગ્યે જ મુક્ત રહ્યું છે બલ્કે વધુ ચુસ્તપણે અને ધર્માભિનિવેશપૂર્વક એ પ્રયોજનને વળગી રહ્યું છે. એટલે અંશે લોકરંજનનું પ્રયોજન એમાં ગૌણ બન્યું છે પણ એથી એ ફલિત થતું નથી કે ધર્મબોધના પ્રયોજનવાળું આ સાહિત્ય સદંતર કાવ્યતત્ત્વની ઊણપવાળું રહ્યું છે. જયવંતસૂરિની ‘શૃંગારમંજરી’માં કથાનકની રસિકતા અને સ્નેહવિષયક સુભાષિતોની પ્રચુરતા, સહજસુંદરતા, ‘ગુણકરત્નાકર છંદ’માં કૃતિના બહિરંગની માવજત અને નાયકનાયિકાનાં ભાવનિરૂપણની પ્રબળતા, શ્રાવકકવિ, ઋષભદાસની ભાષાભિવ્યકિત આનાં કેટલાંક ઉદાહરણો છે. | |||
પદ્યસ્વરૂપો ઉપરાંત, બાલાવબોધો તેમજ સ્તબક કે ટબોને નામે ઓળખાતી ગદ્યરચનાઓ પણ જૈનસાહિત્યમાં પ્રચુરપણે ઉપલબ્ધ છે. | |||
પ્રાચીન જૈનસાહિત્ય જૈનજ્ઞાનભંડારોમાં સચવાયેલું રહેવાને કારણે એ ઉપલબ્ધ બની શક્યું અને વહેલુંમોડું એમાંનું ઘણું પ્રગટ થઈ શક્યું. તેમ છતાં જૈનસાહિત્યની ઢગલાબંધ હસ્તપ્રતો હજીય અપ્રગટ જ રહી છે. | |||
{{Right|કા.શા.}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
Latest revision as of 05:40, 7 December 2022
જૈનસાહિત્ય : આજથી અઢી હજાર વર્ષ અગાઉ મહાવીરસ્વામીએ એમના જીવનકાળ દરમ્યાન આપેલા ઉપદેશને એમના ગણધર ભગવંતોએ દ્વાદશાંગી આગમસૂત્રોમાં ગૂંથી લીધાં. એ પછી પાટલીપુત્ર-પરિષદમાં મુખપાઠથી ભુલાઈ રહેલાં આગમોની જાળવણીનું કામ હાથ ધરાયું. સ્કંદિલાચાર્યની નિશ્રામાં મથુરામાં મળેલી પરિષદમાં એની મથુરા-વાચના તૈયાર થઈ. ૪૫૪માં દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં ભરેલી સાધુઓની પરિષદમાં આગમપાઠોનું કરાયેલું સંકલન વલભી-વાચના તરીકે ઓળખાયું. ઉમાસ્વાતિએ જૈનદર્શનના સંદોહનરૂપ ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર’ની રચના કરી. તો સિદ્ધસેન દિવાકરે ‘ન્યાયાવતાર ગ્રન્થ’ દ્વારા જૈનપ્રમાણનો પાયો સ્થિર કર્યો અને પ્રાકૃતમાં ‘સન્મતિ પ્રકરણ’ રચી અનેકાન્તવાદનું સ્થાપન કર્યું. ચોથી સદીમાં વિમલસૂરિની રચના ‘પઉમચરિયમ્’ પાછળથી રામકથાની જૈનધારાની મહત્ત્વની કૃતિ ગણાઈ. ૪૭૪માં થયેલ હરિભદ્રસૂરિની પ્રાકૃતમાં રચાયેલ ‘સમરાઈચ્ચકણ’ અત્યંત સુપ્રસિદ્ધ કથા બની. હરિભદ્રસૂરિએ અનેક ગ્રન્થો દ્વારા જૈન યોગસાહિત્યમાં નવો યુગ સ્થાપ્યો. ધનેશ્વરસૂરિ નામના જૈનાચાર્યે વડનગરના ધ્રુવસેન રાજાનો પુત્રશોક સમાવવા કરેલી કલ્પસૂત્રની રચનાનું વાચન હજુ સુધી પર્યુષણપર્વમાં સંઘ સમક્ષ કરવામાં આવે છે. ઉદ્યોતનસૂરિ નામના જૈનાચાર્યે નોંધપાત્ર ‘કુવલયમાલા’ નામની પ્રાકૃત કથા આપી, તો સંઘદાસ ક્ષમાશ્રમણે ‘વસુદેવ હીંડી’ નામનો ચરિતગ્રન્થ પ્રાકૃતમાં લખવો શરૂ કર્યો. જે પાછળથી ધર્મસેનગણિએ પૂરો કર્યો. ૧૦૮૯માં જન્મેલા હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજના શાસનકાળમાં ‘સિદ્ધહૈમ’નામે અપભ્રંશ વ્યાકરણગ્રન્થની રચના કરી. એ જ રીતે તેમણે કુમારપાળના શાસનમાં ‘દ્વયાશ્રય’ મહાકાવ્ય સમેત અનેક ગ્રન્થો રચ્યાં. ‘સિદ્ધહૈમ’ના ૮મા અધ્યાયના અપભ્રંશ દુહાઓ તત્કાલીન પ્રચલિત અપભ્રંશ સાહિત્યનો પરિચય આપે છે. જેમાંથી ગુજરાતી ભાષાના સંભવિત ઉદ્ભવનો અણસાર સાંપડે છે. ગુજરાતી ભાષા-સાહિત્યનો પ્રારંભ બારમા શતકથી જૈનોના હાથે થયેલો જણાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં જૈન સાધુ કવિઓનું પ્રદાન ઘણું જ વ્યાપક રહ્યું છે. ૧૧૮૫માં રચાયેલા શાલિભદ્રસૂરિનો ‘ભરતેશ્વર બાહુબલી રાસ’ અપભ્રંશમાંથી ગુજરાતીમાં સંક્રાંત થતી ભાષાની પહેલી કૃતિ ગણાય છે, જે જૈન સાહિત્યની રચના છે. નરસિંહ પૂર્વેનું ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે જૈન સાહિત્ય જ છે. રાસા, ફાગુ, બારમાસી જેવાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનાં ખેડાણ અને વિકાસ જૈન સાધુ કવિઓને હાથે જ થયો છે. તે ઉપરાંત કેટલાક બાલાવબોધો અને ઔક્તિકો પણ જૈનકવિઓને હાથે આ ગાળામાં લખાયા છે. નરસિંહ પૂર્વે ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ ઉપરાંત એ જ કવિનો ‘બુદ્ધિરાસ’, ધર્મસૂરિનું ‘જંબુસામિચરિય’, વિજયસેનસૂરિનો ‘રેવંતગિરિરાસ’, અજ્ઞાત કવિનો ‘સપ્તક્ષેત્રિરાસુ’ જેવા રાસાઓ રચાયા છે. તો ફાગુરચનાઓમાં જિનપદ્મસૂરિકૃત ‘શ્રી સ્થૂલિભદ્રફાગુ’, મલધારી રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગ’ અને અજ્ઞાત કવિની ‘જંબુસ્વામીફાગ’ જેવી રચનાઓ મળે છે. આ ઉપરાંત વિનયચંદ્રરચિત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ જેવું બારમાસીકાવ્ય, જયશેખરસૂરિરચિત ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ જેવું રૂપક-કાવ્ય છે. નરસિંહ પૂર્વેના જૈન ગદ્યસાહિત્યમાં માણિક્યસુંદરસૂરિકૃત ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવી નોંધપાત્ર ગદ્યકથાઓ તેમજ તરુણપ્રભસૂરિના ‘ષડાવશ્યક બાલાવબોધ’ જેવા બાલાવબોધોનો સમાવેશ થાય છે. પંદરમી સદીથી શરૂ કરીને ક્રમશ : નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ જેવા આગવી પ્રતિભાવાળા કવિઓને હાથે જૈનેતર સાહિત્યનો વ્યાપ વધતો આવે છે. પણ આ સમગ્ર મધ્યકાળમાં સમાંતરે અને પછી અર્વાચીનકાળમાં અનેક નાનામોટા જૈન સાધુકવિઓ અને ક્વચિત્ શ્રાવકકવિઓને હાથે વિપુલ પ્રમાણમાં જૈનસાહિત્ય સર્જાવું ચાલુ જ રહ્યું છે. લાવણ્યસમય, સહજસુંદર, જયવંતસૂરિ, કુશલલાભ, જયસુંદર, સમયસુંદર, ઋષભદાસ, આનંદઘન, યશોવિજય, ઉદયરત્ન, જિનહર્ષ, દીપવિજય, પદ્મવિજય વીરવિજય, ઉત્તમવિજય જેવા જૈનકવિઓને હાથે જૈનસાહિત્યનો મોટો ફાલ પ્રાપ્ત થયો છે. લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’, સહજસુંદરનો ‘ગુણરત્નાકર છંદ’, જયંવતસૂરિની ‘શૃંગારમંજરી’, કુશલલાભની ‘માધવાનલચોપાઈ’ જયસુંદરકૃત ‘ઢોલા-મારુચોપાઈ’, સમયસુંદરનો ‘નળદમયંતીરાસ’, ઋષભદાસનો ‘હીરવિજયસૂરિરાસ, આનંદઘનનાં પદો, યશોવિજયનાં ‘સમુદ્રવહાણસંવાદ’ અને ચોવીસીઓ, ઉદયરત્નનાં સ્તવનો-સઝાયો, જિનહર્ષનો ‘શત્રુંજયમાહાત્મ્યરાસ, પદ્મવિજયનો ‘સમરાદિત્યકેવળીરાસ’, વીરવિજયની પૂજાઓ, ઉત્તમવિજયની ‘નેમિનાથની રસવેલી’ વગેરે આ બધા કવિઓએ સર્જેલા વિપુલ સાહિત્યરાશિમાંથી કેટલીક નોંધપાત્ર કૃતિઓના નામોલ્લેખો માત્ર જ છે. મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યનો મોટો ભાગ તો પરલક્ષી કથનાત્મક કવિતાએ રોક્યો છે. એમાં આ જૈન કવિઓએ જૈનકથાઓ તો આપી છે તે ઉપરાંત, રામાયણ-મહાભારત આદિનાં કથાવસ્તુઓને પણ ઉપયોગમાં લીધાં છે અને ‘બૃહત્ક્થા’ની પરંપરાનાં લૌકિક કથાવસ્તુને પ્રયોજ્યાં છે. જૈનકવિઓના આ કથનાત્મક સાહિત્યમાં ‘નળદમયંતી રાસ’ કે ‘શાકુંતલરાસ’, જેવી પૌરાણિકકથાઓ છે. ‘વિક્રમ ચારિત્રકુમારરાસ’, ‘વિદ્યાવિલાસચોપાઈ’, ‘આરામશોભારાસ’, ‘માધવાનલ કામકંદલારાસ’ જેવી લૌકિક કથાઓ છે, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ જેવી રૂપકકથાઓ છે, તો ‘વસ્તુપાલ-તેજપાલરાસ’ ‘કુમારપાલપ્રબંધ’, ‘વિમલપ્રબંધ’, ‘હીરવિજયસૂરિરાસ’ જેવી ઐતિહાસિક – ચરિત્રાત્મક કથાઓનો પણ એમાં સમાવેશ થાય છે. જિનહર્ષ જેવા કવિએ ૩૫ અને ઋષભદાએ ૩૨ રાષ્ટ્રકૃતિઓ રચી છે. ધર્મોપદેશ કે જૈનધર્મના સિદ્ધાન્તોને વણી લેતા રાસાઓ પણ લખાયા છે. જેમકે યશોવિજયનો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’. મધ્યકાલીન જૈનસાહિત્યમાં કાવ્યબંધ અને પદબંધનું વૈવિધ્ય અસાધારણ છે. એક જ પ્રકારની કૃતિ જુદે જુદે નામે પણ ઓળખાય છે. જેમકે કથાત્મક કૃતિ રાસ, ચોપાઈ-ચરિતચરિત્ર-પ્રબંધ-કથા વગેરે નામોથી ઓળખાઈ છે. જૈનકવિઓએ આ ઉપરાંત ફાગુ, બારમાસી, છંદ, સ્તવન, સઝાય, સ્તુતિ, સ્તોત્ર, સંવાદ, વિવાહલું, આરતી, કક્કો, માતૃકા, તિથિ, વાર, ઢાળ, સવૈયા, ચંદ્રાવળા, હરિયાળી, વીસી, ચોવીસી, પચીસી, બહોતેરી વગેરે નાનામોટા પ્રકારો ખેડ્યા છે, આ બધાં પ્રકારનામો ક્યારેક વિષય, પ્રયોજન, રચનારીતિ, છંદબંધ, કડીસંખ્યા વગેરેનો સંકેત કરવા માટે પ્રયોજાયાં જણાય છે. એ ધ્યાન રહે કે આ બધા જ પ્રકારો કેવળ જૈનકવિઓને હાથે જ ખેડાયા છે એમ નથી, આમાંના ઘણા પ્રકારો જૈન-જૈનેતર બંને પરંપરાઓમાં વિકસ્યા છે. જૈનસાહિત્યનું સર્જન મુખ્યત્વે સાધુકવિઓને હાથે થયેલું હોઈ તે ધર્મબોધના પ્રયોજનથી ભાગ્યે જ મુક્ત રહ્યું છે બલ્કે વધુ ચુસ્તપણે અને ધર્માભિનિવેશપૂર્વક એ પ્રયોજનને વળગી રહ્યું છે. એટલે અંશે લોકરંજનનું પ્રયોજન એમાં ગૌણ બન્યું છે પણ એથી એ ફલિત થતું નથી કે ધર્મબોધના પ્રયોજનવાળું આ સાહિત્ય સદંતર કાવ્યતત્ત્વની ઊણપવાળું રહ્યું છે. જયવંતસૂરિની ‘શૃંગારમંજરી’માં કથાનકની રસિકતા અને સ્નેહવિષયક સુભાષિતોની પ્રચુરતા, સહજસુંદરતા, ‘ગુણકરત્નાકર છંદ’માં કૃતિના બહિરંગની માવજત અને નાયકનાયિકાનાં ભાવનિરૂપણની પ્રબળતા, શ્રાવકકવિ, ઋષભદાસની ભાષાભિવ્યકિત આનાં કેટલાંક ઉદાહરણો છે. પદ્યસ્વરૂપો ઉપરાંત, બાલાવબોધો તેમજ સ્તબક કે ટબોને નામે ઓળખાતી ગદ્યરચનાઓ પણ જૈનસાહિત્યમાં પ્રચુરપણે ઉપલબ્ધ છે. પ્રાચીન જૈનસાહિત્ય જૈનજ્ઞાનભંડારોમાં સચવાયેલું રહેવાને કારણે એ ઉપલબ્ધ બની શક્યું અને વહેલુંમોડું એમાંનું ઘણું પ્રગટ થઈ શક્યું. તેમ છતાં જૈનસાહિત્યની ઢગલાબંધ હસ્તપ્રતો હજીય અપ્રગટ જ રહી છે. કા.શા.