ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમકાલીન સાહિત્યનું વિવેચન: Difference between revisions
No edit summary |
Shnehrashmi (talk | contribs) m (Shnehrashmi moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમકાલીન સાહિત્યનું વિવેચન to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમકાલીન સાહિત્યનું વિવેચન) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 10: | Line 10: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સમ | |||
|next= સમજણ | |||
}} |
Latest revision as of 13:25, 6 December 2022
સમકાલીન સાહિત્યનું વિવેચન : સાહિત્યની સૈદ્ધાન્તિક વિચારણા, સાહિત્યપરંપરાના ઇતિહાસનિષ્ઠ અધ્યયન અને શિષ્ટ ગ્રન્થોના મૂલ્યાંકન ઉપરાંત સાહિત્યવિવેચકનું એક કામ સમકાલીન સાહિત્ય વિશે નિરીક્ષણો આપવાનું તથા સમકાલીન સાહિત્યકૃતિઓની સમીક્ષા કરવાનું છે. વાચન-અધ્યયન તથા સ્વકીય સૂઝથી વિકસેલાં વિવેચકનાં રસ-સૌન્દર્ય-દૃષ્ટિ અને કલાસ્વરૂપની સમજ સમકાલીન સાહિત્યના વિવેચનમાં સીધો વિનિયોગ પામતાં હોવાથી વિવેચનનાં ધોરણો એમાં મૂર્ત રૂપે પ્રગટે છે. સમકાલીન સાહિત્યનું વિવેચન સાહિત્યિક વાતાવરણ તેમજ સાહિત્યલેખન પર સીધો પ્રભાવ પાડનારું બની શકે એથી વિવેચકની જવાબદારી વધે છે. આશાસ્પદ નવલેખક માટે પ્રવેશ-સ્વીકૃતિ (રેકગ્નિશન)ની ભૂમિકા રચવાની સાથે જ સાહિત્યનાં રસકીય ધોરણોની સતત ખેવના કરનારી સ્પષ્ટતા વિવેચકના અવાજમાંથી પ્રગટે. સમકાલીન કૃતિના પ્રત્યક્ષ સંપર્કમાં મૂકી શકનારી સમ-સંવેદકતા ઉપરાંત કલામૂલ્ય માટેની વિવેચકની સન્નદ્ધ સજગતા સમકાલીન સાહિત્યવિવેચનને એકસાથે આસ્વાદન અને પરીક્ષણની ભૂમિકાએ રાખે છે. સમકાલીન સાહિત્યવિવેચન એક પડકાર પણ છે. સરજાતું સાહિત્ય, ચાલતી સાહિત્યપ્રવૃત્તિઓ, નવપ્રયોગની ગંભીર-અગંભીર અજમાયશો, પરંપરા સામે જાગતા વિદ્રોહો – એ બધાંની વચ્ચે કલાનિષ્ઠતા અને કૃતિનિષ્ઠતાના કેન્દ્રમાં રહી શકવાની ક્ષમતા સમકાલીન સાહિત્યવિવેચનમાં અપેક્ષિત રહે છે. સ્થાપિત પ્રતિષ્ઠિતોની કૃતિઓનાં સ્થગિત સાહિત્યમૂલ્યો સામે અને અલ્પશક્તિ નવપ્રયોગોના ખેલની સામે વિધાયક નિર્ભીકતાપૂર્વક પ્રગટ થતા વિદ્રોહની ભૂમિકા પણ આ વિવેચનની હોય. આ રીતે એ સ્વયં એક પ્રવૃત્તિ બને છે. સમકાલીન સાહિત્યવિવેચન, પ્રત્યક્ષ રીતે, સરજાતી સાહિત્યકૃતિના રસકીય વિશ્વને તપાસે છે પણ એના ફલકને બીજે છેડે, પરોક્ષ રીતે પણ વ્યાપક સાહિત્યિક-સામાજિક દાયીત્વનો સ્વીકાર પડેલો હોય છે. સમકાલીન સાહિત્યવિવેચનનું એક મહત્ત્વનું કાર્ય સાહિત્યના ઇતિહાસ માટેની તટસ્થ ને સ્વચ્છ ભૂમિકા ઊભી કરી આપવાનું હોય છે. ર.સો.