ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બાલાવબોધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બાલાવબોધ'''</span> : બાળસહજ મતિ-ગતિ ધરાવનાર સાધારણ વાચ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = બાલરામાયણ
|next = બાવની
}}

Latest revision as of 11:09, 28 November 2021



બાલાવબોધ : બાળસહજ મતિ-ગતિ ધરાવનાર સાધારણ વાચકને દુરારાધ્ય સાહિત્યિક કૃતિની આસ્વાદમૂલક સરળ સમજૂતી દ્વારા અવબોધ કરાવનાર ટિપ્પણગ્રન્થ. આ પ્રકારની આસ્વાદ-ચર્ચાનાં મુદ્દા-નોંધો મૂળગ્રન્થના પઠન-પાઠન દરમ્યાન તેના હાંસિયાની જગ્યામાં લખાતાં તેથી તળપદ વ્યવહારમાં બાલાવબોધ ટબો તરીકે પણ રૂઢ થયો છે. બાલાવબોધમાં અધ્યાય અનુસાર સમજૂતી આપવાના વલણને કારણે તેને સ્તબક નામ પણ મળ્યું છે. ર.ર.દ.