ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ભોમિયા વિના: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "=== ભોમિયા વિના === <br> <poem> ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ભોમિયા વિના|}} | |||
<br> | <br> | ||
Line 23: | Line 25: | ||
અંતરની આંખડી લ્હોવી જરી. | અંતરની આંખડી લ્હોવી જરી. | ||
ઑગસ્ટ ૧૯૩૨ | {{Right|ઑગસ્ટ ૧૯૩૨}} | ||
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬) | {{Right|''(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)''}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સમરકંદ-બુખારા | |||
|next = દળણાના દાણા | |||
}} |
Latest revision as of 07:54, 30 December 2022
ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
ઑગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)