કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૩. અડવાનો અતિચાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. અડવાનો અતિચાર| }} <poem> અડવાએ ધારણ કરી તરવર તાતી તેગ, છેદી ન...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૯૮)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૯૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૨. અડવાભગતની વાણી
|next = ૨૪. અડવાની આત્મરતિ
}}

Latest revision as of 09:14, 15 December 2021


૨૩. અડવાનો અતિચાર

અડવાએ ધારણ કરી તરવર તાતી તેગ,
છેદી નાખ્યું છેક દૂધી કેરું ડીંટિયું!

મહેનત-મઝદૂરી કર્યે કોઈ ન દેતું ધ્યાન;
વીંઝો કેવળ મ્યાન, ભલા ભલા ચોંકી જતા.

ઊંચે સાદે બોલતાં મળતું ઊંચું સુખ;
ઊંચું રાખે મુખઃ છો ને ઠેબાં વાગતાં!

ગાજ્યા કરતો રાત-દી ગૂજરાતનો નાથ;
સહુ જોડતું હાથ – આનાથી આઘા ભલા,

અભિનિવેશી એકલો અવળો ચાલ્યો જાય,
રોક્યો ના રોકાય; બોલાવ્યો બાડું જુએ.

અડવાને અડ-વા થયો એવી ઊડી વાત;
સહુ જાળવે જાત, ન્હોય ઝેરનાં પારખાં!
(જળમાં લખવાં નામ, પૃ. ૯૮)