કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૭. ચોખૂણિયું મારું ખેતર: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૩૭. ચોખૂણિયું મારું ખેતર | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩૭. ચોખૂણિયું મારું ખેતર | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}}
{{Heading|૩૭. ચોખૂણિયું મારું ખેતર |}}


<poem>
<poem>
Line 24: Line 24:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૭૩)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૭૩)}}
</Poem>
</Poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૬. રાજસ્થાનમાં પસાર થતાં –
|next = ૩૮. હું ગુર્જર ભારતવાસી
}}

Latest revision as of 15:57, 16 December 2021

૩૭. ચોખૂણિયું મારું ખેતર


ચોખૂણિયું મારું ખેતર નાનું,
કાગળનું એક પાનું.
વાવાઝોડું કોઈ ક્યાંથી આવ્યું;
ક્ષણનું બીજ ત્યાં વાવ્યું.

કલ્પના કેરાં પીને રસાયણ
          બીજ ગળી ગયું છેક.
શબ્દના અંકુર ફૂટ્યા, સુપલ્લવ–
          પુષ્પનો લચ્યો વિશેષ.

લૂમ્યાં-ઝૂમ્યાં ફળ, રસ અલૌકિક:
          અમૃતધારાઓ ફૂટે.
વાવણી ક્ષણની, લણો અનંતતાઃ
          લૂટતાં લેશ ન ખૂટે.

રસનું અક્ષયપાત્ર સદાનું
ચોખૂણિયું મારું ખેતર નાનું.

(સમગ્ર કવિતા, પૃ. ૬૭૩)