ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/બીડમાં સાંજવેળા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "=== બીડમાં સાંજવેળા === <br> <poem> વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી, કહ...")
 
No edit summary
 
Line 1: Line 1:
=== બીડમાં સાંજવેળા ===
{{SetTitle}}
 
{{Heading|બીડમાં સાંજવેળા|}}
<br>
<br>


Line 22: Line 24:
{{Right|''(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૮૭)''}}
{{Right|''(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૮૭)''}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = પીંછું
|next = બળતાં પાણી
}}

Latest revision as of 08:10, 30 December 2022


બીડમાં સાંજવેળા


વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
કહીંય રણદ્વીપશી નજર ના’વતી વાદળી.
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા.
સર્યું ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી.
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં.
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે.
હવે નભનું શું થશે? પ્રબળકંધ ડુંગર, ગિરિ,
વનસ્પતિ વિશાળ ગુંબજ ઉપાડનારાં અહીં
નથી! રવિવિયોગમાં ત્રુટી જશે? તૃણો માત્ર હ્યાં!
ડરું ગભરુ માનવી — અયુતવર્ષ કેડેય જે
ન આદિનરભિન્ન — વામન કરો કરું ના ઊંચા,
તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી
તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!

૩૦-૧-૧૯૩૩

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૮૭)