કંકાવટી/મુનિવ્રત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુનિવ્રત|}} {{Poem2Open}} વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે. સાંજે આકાશ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = બીજ માવડી | |previous = [[કંકાવટી/બીજ માવડી|બીજ માવડી]] | ||
|next = | |next = [[કંકાવટી/ગણાગોર|ગણાગોર]] | ||
}} | }} |
Latest revision as of 11:44, 24 January 2022
મુનિવ્રત
વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે. સાંજે આકાશમાં તારા ટમકે, તેને દીઠયે મુનિરત છૂટે. પણ છૂટે ક્યારે? કવિતા ગાય ત્યારે. ઊગતા તારા જ્યારે દેખાય, ગામમાં દેવદેરાંમાં ઝાલરના ઝણકાર થાય, દેવ-નગારાં ઘોરી ઊઠે છે, ત્યારે કન્યા બોલવા લાગે:
અંટ વાગે
ઘંટ વાગે
ઝાલરનો ઝણકાર વાગે
આકાશે ઊગ્યા તારા
બોલે મુનિવાળા!
કોઈ કોઈ ઠેકાણે વળી આમ બોલાય છે:
ઝાલર ઝણકી
કાંસી રણકી
ઊગ્યા તારા
મુનિ મારા
મુનિયાંનાં વ્રત છૂટ્યાં
બોલો મુનિ રામ રામ.
←