હિમાંશી શેલતની વાર્તાઓ/એકાંત: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| એકાંત | }} {{Poem2Open}} એક તીવ્ર ઇચ્છા હતી એને એકાંતની, જેમાં એ પોત..."
 
ફૂટર
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| એકાંત  |  }}
{{Heading| એકાંત  |  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
એક તીવ્ર ઇચ્છા હતી એને એકાંતની, જેમાં એ પોતાના ઘરની પ્રસન્ન સવારોને યાદ કરી શકે, રાત્રે બારી બહાર વિસ્તરેલા અંધકારના મુલાયમ પોતને સ્પર્શી શકે, મન થાય તો એકાદ પુસ્તક લઈને વાંચી શકે. કશુંક ગણગણી શકે અને એમ કરીને પોતાની વેરવિખેર જાતને જતનથી એકઠી કરી શકે. એકાંત એને માટે ખૂબ જરૂરી હતું પણ અહીં, આ અજાણ્યા ઘરમાં, એને કોઈ એકલી પડવા દેતું નહોતું. સંભવ છે કે આ બધાંને એને માટે ખૂબ પ્રેમ હતો, પણ ધોધમાર વરસાદ નીચે નાજુક છોડ બેવડ વળી જાય, ગૂંગળાઈ મરે, એ વાત આ લોકોને સમજાવવી સહેલી નહોતી.

Line 13: Line 11:
– અને પછી ગાઢ અંધકારમાં સાત સમુદ્ર પાર કરીને એના લગી માંડ માંડ પહોંચતો ધીરેનનો અવાજ એને ઢંઢોળી રહ્યો – બહુ એકલી પડી હતી? મારા વગર ગમતું નહોતું ને? ધીરેનના હાથનો સ્પર્શ અનુભવી શકાય નહીં એટલો આછો હતો. કોઈ રોમાંચ હતો પણ તે પેલા સ્પર્શનો નહીં. એકાએક એના આખા અસ્તિત્વમાં એક મધુર ગીત ફેલાઈ ગયું. એ ગીતનો પ્રત્યેક સ્વર શીતળ જળની છાલક પેઠે એને ભીંજવી રહ્યો. ભીતરના આ રણઝણ સંગીત સાથે કોઈને કશો જ સંબંધ નહોતો. આકાશને સ્પર્શતાં વૃક્ષો વચ્ચે એ સાવ એકલી એને પ્રિય એવું ગીત ગાતી ફરી રહી હતી... તુમિ મોર પાઓ નાઈ પરિચય... પાઓ નાઈ પરિચય... ફરતી ફરતી એ જે પ્રદેશમાં પહોંચી ગઈ હતી ત્યાં ધીરેનનો કે બીજા કોઈનોય પ્રવેશ શક્ય નહોતો. એનું એકાંત એની અંદર જ હતું, એ એકલી જ હતી, સાવ એકલી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = અકબંધ
|next =  
|next = કોઈ એક દિવસ
}}
}}
<br>