હિમાંશી શેલતની વાર્તાઓ/કોઈ એક દિવસ: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| કોઈ એક દિવસ | }} {{Poem2Open}} મારાં બાવન વર્ષની ગૂંચ કેવી રીતે ઉકે..."
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| કોઈ એક દિવસ  |  }}
{{Heading| કોઈ એક દિવસ  |  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારાં બાવન વર્ષની ગૂંચ કેવી રીતે ઉકેલી શકાય એની ખબર માત્ર બાને જ છે. ક્યાં ગાંઠ છે, ક્યાંથી દોર નીચે સરકાવવાની, ક્યાંથી ઉપર લેવાની, ક્યાં વળ ચડી ગયા અને ક્યાં દોર કપાઈ ગઈ છે એ બધુંયે એ જાણે. માત્ર એ જ. બહારનાંને આ ગૂંચની ખબર ન હોય. નજીક આવતાં-જતાં મિત્રોને પણ નહીં.

Line 15: Line 13:
હું છળી મરેલી. રૂઢિચુસ્ત નહીં તોયે બ્રાહ્મણનું ઘર. નન્નો જ ભણતી રહી, પૂરા વજન સાથે. પણ અવાજમાં જૂઠાણાંની છારી બાઝી હશે તે બાને પકડતાં વાર ન લાગી.

– ઠીક ત્યારે. તારે ના કહેવું હોય તો ભલે તેમ. કંઈક સંતાડી રહી છો મારાથી એ નક્કી. એટલો ભરોસો ઓછો ને એટલી કચાશ મારી.

હું બહુ ગલવાઈ ગઈ. છતાં હોઠ ભીડી રાખ્યા. ત્યારે તો કંઈ જ ન બોલી, પંદરેક દિવસ પછી છેવટે મ.ની વાત બાને કરી. બીતાં બીતાં ફફડતે હૈયે.

થોડી ક્ષણો કોઈ પ્રતિભાવ વિનાની, ખાલીખમ.  
થોડી ક્ષણો કોઈ પ્રતિભાવ વિનાની, ખાલીખમ.  
– બહાદુર છો તું. લાગણીના સંબંધમાં બીજી છોકરીઓ પેઠે નફાતોટાના હિસાબ નથી માંડતી. મને ગમ્યું. એને લાવને કોઈ વાર ઘેર...

Line 46: Line 44:
બાની આંખ જ્યારે બંધ થશે ત્યારે..
બાની આંખ જ્યારે બંધ થશે ત્યારે..
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = એકાંત
|next =  
|next = રેશમી રજાઈમાં બાકોરું
}}
}}
<br>