હિમાંશી શેલતની વાર્તાઓ/સામેવાળી સ્ત્રી: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading| સામેવાળી સ્ત્રી | }} {{Poem2Open}} હાંફતી હાંફતી માયા ડબ્બામાં દા..." |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| સામેવાળી સ્ત્રી | }} | {{Heading| સામેવાળી સ્ત્રી | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હાંફતી હાંફતી માયા ડબ્બામાં દાખલ થઈ. હાથમાં વજન હતું એ એક કારણ ખરું છતાં આ એક જ અઠવાડિયામાં એને ત્રીજી વાર એમ લાગ્યું કે થોડું વજન ખંખેરી કાઢવું પડશે. જાત માટે આવી બેદરકારી ઠીક નથી. વખત મળે કે ન મળે તોય ચાલવું પડે, કસરત કરવી પડે.... કાન નજીકથી છૂટી પડેલી લટને પિનમાં ખોસવાની કોશિશ કરતાં ખબર પડી કે આજે ફરીથી પિન ભુલાઈ ગઈ. હવે મુસાફરી દરમિયાન લટિયાં ઊડાઊડ કરશે. એને જાત પર ભારે ખીજ ચડી, એમાં ને એમાં વાપી પહોંચી જવાયું હોત ત્યાં તો એને ધ્યાનભંગ કરતો સવાલ એકાએક સામે આવી ઊભો. | હાંફતી હાંફતી માયા ડબ્બામાં દાખલ થઈ. હાથમાં વજન હતું એ એક કારણ ખરું છતાં આ એક જ અઠવાડિયામાં એને ત્રીજી વાર એમ લાગ્યું કે થોડું વજન ખંખેરી કાઢવું પડશે. જાત માટે આવી બેદરકારી ઠીક નથી. વખત મળે કે ન મળે તોય ચાલવું પડે, કસરત કરવી પડે.... કાન નજીકથી છૂટી પડેલી લટને પિનમાં ખોસવાની કોશિશ કરતાં ખબર પડી કે આજે ફરીથી પિન ભુલાઈ ગઈ. હવે મુસાફરી દરમિયાન લટિયાં ઊડાઊડ કરશે. એને જાત પર ભારે ખીજ ચડી, એમાં ને એમાં વાપી પહોંચી જવાયું હોત ત્યાં તો એને ધ્યાનભંગ કરતો સવાલ એકાએક સામે આવી ઊભો. | ||
| Line 70: | Line 68: | ||
એને પોતાને તો જાણે ધીરેન ઘણો ગમી ગયો હતો એ વળી જુદી વાત. બી.એ. થયા પછી પણ સારી નોકરી એને મળેલી નહીં, અને કામની પસંદગીમાં જેનો છેલ્લો ક્રમ હોય એ સિલાઈકામ જ એને ભાગે આવ્યું હતું. એની નિષ્ફળતાની યાદીમાં ધીરેન ઉપરાંત બીજું ઘણું હતું અને યાદી લંબાતી જતી હતી. | એને પોતાને તો જાણે ધીરેન ઘણો ગમી ગયો હતો એ વળી જુદી વાત. બી.એ. થયા પછી પણ સારી નોકરી એને મળેલી નહીં, અને કામની પસંદગીમાં જેનો છેલ્લો ક્રમ હોય એ સિલાઈકામ જ એને ભાગે આવ્યું હતું. એની નિષ્ફળતાની યાદીમાં ધીરેન ઉપરાંત બીજું ઘણું હતું અને યાદી લંબાતી જતી હતી. | ||
ફાર્મહાઉસ અને ધીરેનને બાજુ પર મૂકી માયાએ વાપીનો વિચાર કરવા માંડ્યો. પેલા સિંધી વેપારીનું ઠેકાણું દૂર હતું એટલે રિક્ષા જ કરી લેવી પડશે. વાછટ આવતાં એણે બારી નીચી ખેંચી. દુપટ્ટો તો પણ પલળી ગયો, એને જરા ખેંચી, ઝાટકી અંતરપટ પેઠે મોં આગળ ધરી ફરફરવા દીધો. જલદી સુકાઈ જાય એ રીતે. | ફાર્મહાઉસ અને ધીરેનને બાજુ પર મૂકી માયાએ વાપીનો વિચાર કરવા માંડ્યો. પેલા સિંધી વેપારીનું ઠેકાણું દૂર હતું એટલે રિક્ષા જ કરી લેવી પડશે. વાછટ આવતાં એણે બારી નીચી ખેંચી. દુપટ્ટો તો પણ પલળી ગયો, એને જરા ખેંચી, ઝાટકી અંતરપટ પેઠે મોં આગળ ધરી ફરફરવા દીધો. જલદી સુકાઈ જાય એ રીતે. | ||
૦ | {{Poem2Close}} | ||
{{center|૦}} | |||
{{Poem2Open}} | |||
મોટી બહેને એનો ખભો થપથપાવ્યો અને પછી પોતાનો પુષ્ટ હાથ એને વીંટાળ્યો. રૂમાલથી એની આંખ લૂછી, ગાલ પર આંગળી ફેરવી, ટેરવાં ભીનાં થઈ ગયા. | મોટી બહેને એનો ખભો થપથપાવ્યો અને પછી પોતાનો પુષ્ટ હાથ એને વીંટાળ્યો. રૂમાલથી એની આંખ લૂછી, ગાલ પર આંગળી ફેરવી, ટેરવાં ભીનાં થઈ ગયા. | ||
– રસ્તો નીકળશે કોઈ ને કોઈ. અમે છીએને! રોનકને અહીં રાખીશું. અહીં ભણશે, ચિંતા ના કર. | – રસ્તો નીકળશે કોઈ ને કોઈ. અમે છીએને! રોનકને અહીં રાખીશું. અહીં ભણશે, ચિંતા ના કર. | ||
| Line 81: | Line 81: | ||
રમાંથી દોડી આવેલા ડ્રાઇવરે છત્રી ખોલીને એની સામે ધરી. | રમાંથી દોડી આવેલા ડ્રાઇવરે છત્રી ખોલીને એની સામે ધરી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રેશમી રજાઈમાં બાકોરું | ||
|next = | |next = સ્ત્રીઓ | ||
}} | }} | ||