ઋણાનુબંધ/શોધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શોધ|}} <poem> આ મારું ઘર. એમાં ઘણી હતી અવરજવર, દોડધામ. ધીરે ધીરે...")
 
No edit summary
 
Line 29: Line 29:
એ બારણું જ ક્યાં છે?
એ બારણું જ ક્યાં છે?
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = કંકુ
|next = એટલું જ
}}

Latest revision as of 10:16, 20 April 2022

શોધ


આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધાં અદૃશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.
આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી?
આ ઓરડાને
બારીબારણાં હતાં?
હું અંદર આવેલી
એ બારણું જ ક્યાં છે?