સોરઠી સંતવાણી/અગમ અજર રસપાત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અગમ અજર રસપાત્ર|}} <poem> વીણવો હોય તો રસ વીણી લેજો, પાનબાઈ! :::: હ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ. — વીણવો. | :::: ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ. — વીણવો. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ઠાલવવાનું ઠેકાણું | |||
|next = રહેણીમાં રસ | |||
}} |
Latest revision as of 10:10, 28 April 2022
અગમ અજર રસપાત્ર
વીણવો હોય તો રસ વીણી લેજો, પાનબાઈ!
હવે આવ્યો બરાબર વખત,
ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,
હવે લાંબો નથી કાંઈ પંથ —
ભાઈ રે! આ રસપાત્ર, પાનબાઈ, અગમ અપાર છે,
કોઈને કહ્યો નવ જાય,
એ રસ હું તમને બતાવું, પાનબાઈ!
મારી પૂરણ થઈ છે દયાય. — વીણવો.
ભાઈ રે! — આ અજર રસ કોઈથી જરે નહીં, પાનબાઈ!
અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,
પીઓને પિયાલો પ્રેમ કરી, પાનબાઈ!
ત્યારે લેરમાં લેર સમાય. — વીણવો.
ભાઈ રે! આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં,
મૂક્યો રે મસ્તક ઉપર હાથ,
ગંગા રે સતી એમ બોલિયાં રે
ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ. — વીણવો.