સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/‘તરિયા રૂઠી!’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘તરિયા રૂઠી!’|}} {{Poem2Open}} ઊતરીને રાવલની વેકુરીમાં આરામ લીધો. આ...")
 
No edit summary
 
Line 18: Line 18:
કોઈ ઘરસંસારના દાઝેલા દોસ્તોને આ દુહો ખપ લાગશે એમ સમજીને પ્રવાસ-વર્ણનમાં એને દાખલ કરું છું. મને સ્ત્રી-જાતિનો શત્રુ ઠરાવવા જેવો ધ્વનિ તો આમાંથી નથી નીકળતો ને, એટલું તમે વકીલની ઝીણવટથી જોઈ લીધા પછી જ છાપજો, ભાઈ! જમાનો બારીક છે — વકીલની બુદ્ધિ જેવો : રૂઠેલી ત્રિયા જેવો!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સાચો વેજલકોઠો
|next = નેસડામાં ચા-પ્રકોપ
}}

Latest revision as of 11:03, 12 July 2022

‘તરિયા રૂઠી!’

ઊતરીને રાવલની વેકુરીમાં આરામ લીધો. આરામ પણ દુહા વિનાનો નહોતો. રાવલના ખોળામાં બેઠેલા ચારણભાઈને પોતાની ભેંસો સાંભરી. જીવનના વિચારો જાગ્યા, કોઈ ભૂતકાળનો દુખિયારો ચારણ સાંભર્યો. અને એ ચારણે પોતાની મરી ખૂટેલી ભેંસોના વિજોગકાળે નદીના નીરને કરેલું ભેદક સંબોધન સાંભર્યું :

મેયું માગ ન દેતીયું, રૂંધતીયું આરા, (હવે) જળ જાંબુર તણાં (તમે) માણો મછિયારા! [ઓ જાંબુર નદીનાં નીર! એક સમયે તો મારી હાથણી જેવી ભેંસો તમારી અંદર બેસીને તમારા કિનારા રૂંધી રાખતી. તમને વહેવા જેટલી પણ જગ્યા નહોતી રહેવા દેતી. આજે એ ચાલી ગઈ છે. હવે સુખેથી તમે ગુલતાન કરો. હવે તમને કોઈ નહીં રોકે!]

સૂરનળા વોંકળામાં પથ્થરના ખડક વચ્ચે થઈને પાણીના પ્રવાહે એક સરખો માર્ગ કાપી લીધો છે. એને ભીમની ચૂલ્ય કહેવામાં આવે છે. કોઈ કારીગરે કંડારી હોય તેવી એ ચીરાડ જોઈને દુહાનું સુભાષિત મિત્રોની સ્મૃતિમાંથી ઊઠ્યું કે

ટાઢી અગનિ વન ડસે, જળ પથરા વેરન્ત; તરિયા રૂઠી જે કરે (તે) દૈવે નહિ કરન્ત! [ટાઢી અગ્નિ — એટલે હિમ — આખા જંગલને ભરખી ખાય. અને પાણી પથ્થરને પણ વેરી નાખે. ઓહો! અબળા લેખાતી ત્રિયા જ્યારે રૂઠે છે, ત્યારે કેવો કોપ બતાવે છે! વિધિ પણ એવું ન કરી શકે!]