ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય સોની/સાંકડી ગલીમાં ઘર: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} અમીનાએ આંખ ખોલી, હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવ...") |
No edit summary |
||
(4 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સાંકડી ગલીમાં ઘર | વિજય સોની}} | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e0/ANITA_SANKDI_GALI_MA_GHAR.mp3 | |||
}} | |||
<br> | |||
સાંકડી ગલીમાં ઘર • વિજય સોની • ઑડિયો પઠન: અનિતા પાદરિયા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમીનાએ આંખ ખોલી, હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવતો હતો. અધખૂલી રહેતી ઝૂંપડીના દરવાજામાંથી તીરની જેમ ઠંડી ધસી આવતી હતી. થોડે દૂર મસ્જિદના મિનાર પર કબૂતરોનો ફફડાટ સાંભળી શકાતો હતો. પણ આંખ વહેલી ખૂલી ગઈ એ ગમ્યું નહીં. આંખો બંધ રાખીને સૂઈ રહેવા મથામણ કરી. પેટ્રોલિંગ કરતી પોલીસવાનો શાંત પડી ગઈ હતી. આંખોમાં ઉજાગરાનો થાક જણાતો હતો. એણે ચારેતરફ ઘરમાં નજર ફેરવી. રાત્રે વિચારો જયાંથી તૂટી ગયા હતા ત્યાંથી ફરી જોડાઈ ગયા, જાણે ઊંઘ આવી જ ન હતી. | અમીનાએ આંખ ખોલી, હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવતો હતો. અધખૂલી રહેતી ઝૂંપડીના દરવાજામાંથી તીરની જેમ ઠંડી ધસી આવતી હતી. થોડે દૂર મસ્જિદના મિનાર પર કબૂતરોનો ફફડાટ સાંભળી શકાતો હતો. પણ આંખ વહેલી ખૂલી ગઈ એ ગમ્યું નહીં. આંખો બંધ રાખીને સૂઈ રહેવા મથામણ કરી. પેટ્રોલિંગ કરતી પોલીસવાનો શાંત પડી ગઈ હતી. આંખોમાં ઉજાગરાનો થાક જણાતો હતો. એણે ચારેતરફ ઘરમાં નજર ફેરવી. રાત્રે વિચારો જયાંથી તૂટી ગયા હતા ત્યાંથી ફરી જોડાઈ ગયા, જાણે ઊંઘ આવી જ ન હતી. | ||
Line 28: | Line 45: | ||
– જાને ભડવા, તારા જેવા મફતિયાને ઘૂસવા આ બખોલ નથી. સાંભળી પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત સમજતી. બન્ને સુખ-દુઃખની બધી વાતો કરતાંઃ | – જાને ભડવા, તારા જેવા મફતિયાને ઘૂસવા આ બખોલ નથી. સાંભળી પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત સમજતી. બન્ને સુખ-દુઃખની બધી વાતો કરતાંઃ | ||
રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠોકી દીધો ત્યારે રૂખી | રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠોકી દીધો ત્યારે રૂખી ઓટલા પર ચત્તીપાટ પડીને રોઈ હતી. ત્યારે અમીનાએ જ એને સમજાવી-પટાવી ઘરે મોકલી હતી. બીજે દિવસે રૂખીએ રાતે ધણી સાથે શું શું કર્યું તેની વિગતે વાતો કરી તો અમીના સાંભળતાંય લજવાઈ ગઈ હતી. | ||
સલીમના ભાગી ગયા પછી ત્રણ દિવસ સુધી અમીના ઓટલા પર ન આવી. રૂખી એની ખબર પૂછવા વસ્તીમાં ગઈ હતી. રૂખીને જોતાંવેત અમીના એને વળગી મનભરી રડી હતી. રૂખી એના વાંસે હાથ ફેરવતી રહી હતી. અમીના બીજા દિવસથી ઓટલા પર આવતી થઈ ગઈ. | સલીમના ભાગી ગયા પછી ત્રણ દિવસ સુધી અમીના ઓટલા પર ન આવી. રૂખી એની ખબર પૂછવા વસ્તીમાં ગઈ હતી. રૂખીને જોતાંવેત અમીના એને વળગી મનભરી રડી હતી. રૂખી એના વાંસે હાથ ફેરવતી રહી હતી. અમીના બીજા દિવસથી ઓટલા પર આવતી થઈ ગઈ. | ||
Line 54: | Line 71: | ||
હેબતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય તે પહેલાં સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બન્નેથી સણકા ઊઠતા હતા. બન્ને બચ્ચાં એને જોતાં હતાં. | હેબતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય તે પહેલાં સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બન્નેથી સણકા ઊઠતા હતા. બન્ને બચ્ચાં એને જોતાં હતાં. | ||
આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીનાં છોકરાં વચ્ચે ભાગા-દોડી ચાલતી રહી. છોકરાં પથ્થરો ફેંકતા, ગાળો બોલતા, પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી. દંડા પછાડીને ગાળો બોલતી, બેચાર ટીયરગેસના સેલ છોડીને ભાગી જતી. આંખો બળતી, પાણી નીકળતાં, બચ્ચાં અને બુઢા અધમૂઆ થઈ જતા. નાનુ રડ્યે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર-બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમતેમ ઉછળાટ કરતી શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડીની કેરોસીનની દુકાન વસ્તીનાં છોકરાંઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરાં દબાવી હાથમાં ડબ્બા-ટીન-પ્લાસ્ટિકના કેરબા – જે હાથમાં આવ્યું તે લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો. નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ | આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીનાં છોકરાં વચ્ચે ભાગા-દોડી ચાલતી રહી. છોકરાં પથ્થરો ફેંકતા, ગાળો બોલતા, પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી. દંડા પછાડીને ગાળો બોલતી, બેચાર ટીયરગેસના સેલ છોડીને ભાગી જતી. આંખો બળતી, પાણી નીકળતાં, બચ્ચાં અને બુઢા અધમૂઆ થઈ જતા. નાનુ રડ્યે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર-બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમતેમ ઉછળાટ કરતી શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડીની કેરોસીનની દુકાન વસ્તીનાં છોકરાંઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરાં દબાવી હાથમાં ડબ્બા-ટીન-પ્લાસ્ટિકના કેરબા – જે હાથમાં આવ્યું તે લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો. નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ લડતી-ઝઘડતી સ્ત્રીઓ અત્યારે એક થઈ ગઈ હતી. કેરોસીનની વાસથી આખો મહોલ્લો ગંધાઈ ઊઠ્યો હતો. પોલીસના ફફડાટથી સ્ત્રીઓની નજર ચારે તરફ બેબાકળી ફરતી હતી. ક્યારે મામદ અને એના દોસ્તો નજીક આવી ગયા એની અમીનાને ખબર ન રહી. | ||
– કેરોસીન ચાહિયે? મામદે પૂછ્યું. | – કેરોસીન ચાહિયે? મામદે પૂછ્યું. | ||
Line 60: | Line 77: | ||
અમીનાએ માથું જમીનમાં દાટી દેવાનું હોય તેમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ વધીને દુકાનનું શટર પાડી દીધુંઃ | અમીનાએ માથું જમીનમાં દાટી દેવાનું હોય તેમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ વધીને દુકાનનું શટર પાડી દીધુંઃ | ||
– કિસીકો કેરોસીન નહીં મિલેગા. આજ હમે ઇસકી સમ્ર જરૂરત હૈ. એક કામ ખતમ કરનેકા હૈ. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુસપુસ કરતી એકબીજા સામું જોવા લાગી. માથામાં ફટકો લાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો. આંખોમાં ફડક બેસી ગઈ. હૃદય હથોડાની જેમ ટિપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ | – કિસીકો કેરોસીન નહીં મિલેગા. આજ હમે ઇસકી સમ્ર જરૂરત હૈ. એક કામ ખતમ કરનેકા હૈ. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુસપુસ કરતી એકબીજા સામું જોવા લાગી. માથામાં ફટકો લાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો. આંખોમાં ફડક બેસી ગઈ. હૃદય હથોડાની જેમ ટિપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ બી ગયેલી બકરીને જોતો હોય એમ હસતો હતો. નાનુને ઝૂંપડીમાં અઝીમને ભળાવી અમીના ઊભી વાટે ગાંડાની જેમ ભાગી. | ||
વસ્તીથી દૂર નદીના પટમાં એક મોટો ખાડો હતો. ખાડામાં પંદર-વીસ ઝૂંપડાં બિલાડીના ટોપની જેમ ફેલાયેલાં હતાં. પોલીસ અહીં સુધી ભાગ્યે જ પેટ્રોલિંગ કરવા આવતી. ઝુંપડાંમાં ફાનસના અજવાળે લોકો અંધારું અને ફફડાટ બન્ને કાપતા હતા. એક ઝૂંપડીમાં રૂખી અને પતિ અને બે બચ્ચાં. | વસ્તીથી દૂર નદીના પટમાં એક મોટો ખાડો હતો. ખાડામાં પંદર-વીસ ઝૂંપડાં બિલાડીના ટોપની જેમ ફેલાયેલાં હતાં. પોલીસ અહીં સુધી ભાગ્યે જ પેટ્રોલિંગ કરવા આવતી. ઝુંપડાંમાં ફાનસના અજવાળે લોકો અંધારું અને ફફડાટ બન્ને કાપતા હતા. એક ઝૂંપડીમાં રૂખી અને પતિ અને બે બચ્ચાં. | ||
Line 112: | Line 129: | ||
– ઐસી ઔરત કો સજા કરની હી ચાહીયે. ફિરસે ઐસી કોઈ હિંમત ના કરે! | – ઐસી ઔરત કો સજા કરની હી ચાહીયે. ફિરસે ઐસી કોઈ હિંમત ના કરે! | ||
કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતાં હતાં. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારેતરફ ફરી વળી પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ-ધડામ પડઘાતો હતો. કેટલાક જુવાનિયા મશ્કરીએ | કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતાં હતાં. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારેતરફ ફરી વળી પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ-ધડામ પડઘાતો હતો. કેટલાક જુવાનિયા મશ્કરીએ ચઢ્યા હતા. મામદના હાથમાંથી બળ કરીને અમીનાએ છૂટવા કર્યું ત્યારે ખબર પડી, કાચની ચૂડી તૂટવાથી કાંડા પર લોહી વહેતું હતું. મામદ તો અમીનાનું કાંડું પકડીને મદારી જેમ ગોળ ફરતો એલફેલ બોલી રહ્યો હતો. અમીનાએ આંખો બંધ કરી. | ||
કોઈ એનાં કપડાં ખેંચી રહ્યું હોય એવું લાગ્યું. મામદ મોટું ટોળું જોઈ તાનમાં આવી ગયો હતો. અમીના મોતના કૂવામાં સનસનાતી ગોળ ફરતી હતી. કાતિલ ઠંડી અને માણસોના કોલાહલ વચ્ચે એને વહેલી સવારે અઝાન વખતે ફફડતું કાબાના પથ્થરવાળું કૅલેન્ડર યાદ આવ્યું. આંખો જોરથી મીંચી દીધી. | કોઈ એનાં કપડાં ખેંચી રહ્યું હોય એવું લાગ્યું. મામદ મોટું ટોળું જોઈ તાનમાં આવી ગયો હતો. અમીના મોતના કૂવામાં સનસનાતી ગોળ ફરતી હતી. કાતિલ ઠંડી અને માણસોના કોલાહલ વચ્ચે એને વહેલી સવારે અઝાન વખતે ફફડતું કાબાના પથ્થરવાળું કૅલેન્ડર યાદ આવ્યું. આંખો જોરથી મીંચી દીધી. | ||
Line 121: | Line 138: | ||
{{Right|''(૨૦૦૫)''}} | {{Right|''(૨૦૦૫)''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજય સોની/તરસ|તરસ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય સોની/મમ સત્યમ|મમ સત્યમ]] | |||
}} |
Latest revision as of 16:01, 23 January 2024
વિજય સોની
◼
સાંકડી ગલીમાં ઘર • વિજય સોની • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
◼
અમીનાએ આંખ ખોલી, હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવતો હતો. અધખૂલી રહેતી ઝૂંપડીના દરવાજામાંથી તીરની જેમ ઠંડી ધસી આવતી હતી. થોડે દૂર મસ્જિદના મિનાર પર કબૂતરોનો ફફડાટ સાંભળી શકાતો હતો. પણ આંખ વહેલી ખૂલી ગઈ એ ગમ્યું નહીં. આંખો બંધ રાખીને સૂઈ રહેવા મથામણ કરી. પેટ્રોલિંગ કરતી પોલીસવાનો શાંત પડી ગઈ હતી. આંખોમાં ઉજાગરાનો થાક જણાતો હતો. એણે ચારેતરફ ઘરમાં નજર ફેરવી. રાત્રે વિચારો જયાંથી તૂટી ગયા હતા ત્યાંથી ફરી જોડાઈ ગયા, જાણે ઊંઘ આવી જ ન હતી.
હુલ્લડ ધાર્યા કરતાં વધુ લંબાઈ ગયું હતું. કરફ્યુ હજી ચાલુ હતો. દાતણ લઈ માણેકચોક વેચવા જવાય એમ ન હતું. અમીનાએ ચારેબાજુ જોયું. મોટા અઝીમનાં નસકોરાંનો અવાજ મોટો હતો. ફાટેલી ચડ્ડી પહેરીને નાનુ સૂતો હતો. નાનુ રમતિયાળ અને તોફાની. ઘરમાં ઉધમ મચાવી દે. અમીનાએ પળવાર આંખો બંધ કરી. વિચારો તોફાનના સપાટાની જેમ ફૂંકાઈ ગયા.
આમ ઘરે રહીને ક્યાં સુધી ચાલશે? બચ્ચાંઓનું પેટ તો ભરવું પડશે ને? ઘરમાં દાલ-ચાવલ, આટો, કેરોસીન સુધ્ધાં ખતમ થવા આવી રહ્યું હતું. એની આંખો એલ્યુમિનિયમના ખાલી ડબ્બાઓ પર ફફડતા કબૂતરની જેમ ફરી ગઈ. કાબાના પથ્થરવાળું કેલેન્ડર હવામાં ધ્રૂજતું હતું. અઝાનનો બુલંદ અવાજ અને કૅલેન્ડરનું ધ્રૂજવું – બન્ને સાથે થતા હતા. હુલ્લડમાં ગરીબ ઘૂજે તેમ. મનમાં કંઈક સારું લાગ્યું. અઝીમના વાળમાં હાથ ફેરવ્યો. ઠંડો શ્વાસ લીધો અને એ ઊભી થઈ. ધંધા પર ગયે લગભગ પંદરેક દિવસ થઈ ગયા હતા. એણે કોગળા કર્યા, સિમેન્ટની પાળી કરેલી ચોકડીમાં ઊભી રહી કપડાં ઉતારવા લાગી. અઝીમ હવે બારતેરનો થઈ ગયો હતો. એ જાગી જાય તો? એ સંકોચાઈ.
સિમેન્ટની કોઠીમાં ગઈકાલનું પાણી ઠરીને બરફ થઈ ગયું હતું. ડબલું વૃદ્ધ રંગાટી બજાર ભરીને શરીર પર રેડ્યું તો તીખી આહ નીકળી ગઈ. નસો હલી ગઈ, કમકમાટી આવી ગઈ. સામે ટીંગાડેલો પાયજામો ખેંચી કાઢ્યો. એની આડશમાં ઢંકાયેલો અરીસો ખુલ્યો કે તરત નગ્ન થઈ ઊભી રહી. ઘડીભર થંભી આંખ ભરીને શરીર જોયું, કેટલું બધું ભૂલી ગઈ હતી? કેવું ભૂલી ગઈ હતી?
આખા શરીર પર ગરોળીની જેમ નજર ફેરવી તો અરીસામાં જાણે જીવ આવી ગયો.
આ બદન! આ ભરેલા બદન પર તો સલીમ મરતો હતો. થોડી વાર અરીસા સામે તાકી રહી. ભાગી ગયો સાલો. હરામી. કોને લઈ ગયો? ક્યાં લઈ ગયો? કોઈ ખેર-ખબર નથી. મારે માટે મૂક્તો ગયોઃ આ બે બે પેટ પાળવાનાં અને શરીર તોડીને દાતણ વેચવાનાં વૈતરાં. એ તો ગયો પણ પછી વસ્તીવાળાની નજર બદલાઈ ગઈ. મરદો ખેંચાઈ આવતા, ગોળ પર માખીઓની જેમ બણબણતાં. વસ્તીની હલકી સ્ત્રીઓ પણ ગુસપુસ કરતી. ચાંદબીબીનો મામદ તો એવો નજીક આવીને વાત કરે કે જાણે આખેઆખી ગળી જવાનો હોય. સલીમના ગયા પછી એની હેરાનગતિ વધી પડેલી.
કુરતામાં માંડ સમાતી છાતી આયનામાં જોઈ એ ખુદ શરમાઈ ગઈ.
રૂખી કાંઈ ગલત તો નહોતી કહેતી. રૂખી યાદ આવતાં અમીના મલકીઃ શું કરતી હશે રૂખી? એના ઘરમાંય દાલ-ચાવલ-કેરોસીન નહીં હોય?
પણ એ તો મસ્તીથી જ રહેતી હશે. રૂખી ભાગ્યે જ મોટું લટકાવીને ફરતી. એ સાથે હોય એટલે વાતાવરણ હળવુંફૂલ. રૂખી અને અમીના બન્ને માણેકચોકમાં એક જ ઓટલા પર દાતણ વેચતાં. રૂખી કાળી-પાતળી. અવાજ ઘોઘરો પુરુષ જેવો. રૂપિયાનાં ત્રણ, રૂપિયાનાં ત્રણ એવી જોર જોરથી બૂમો પાડતી હોય, દાતણ ન લેવાં હોય એનું ધ્યાન ગયા વગર રહે નહીં. વાળ હંમેશાં વીખરાયેલા. શરીર ઘાટીલું. જાજમની જેમ ઘાઘરો પાથરી-ઉભડક પગે ઓટલા પર બેસે. સાડલાનો છેડો જાણીબુઝી છાતીથી સરકાવી દે, થોડું ઝૂકીને બેસે. પસીનો નીતરતી કાળી પીંડીઓ તડકામાં ચમકતી રહેતી. અમીના તેને ઘણી વાર ધમકાવતીઃ
– જરા રીતથી ધંધો કરને! કોણ તારી છાતી જોઈને દાતણ લેવા આવવાનું છે? રૂખી હસતી, આંખ મીંચકારીને બોલતીઃ મારી વાલી, તને ધંધો કરતાં નથી આવડતું. દિખતા હૈ તો બિકતા હૈ. તારા જેવું વિલ હોત તો બપોર લગીમાં બસોનાં દાતણ વેચી ધણી ભેગી સૂઈ જાત. આટલાં વરસમાં તું મારી પાસેથી કાંઈ શીખી નહીં.
– મરદ જોડે સૂવાનું? કેટલો વખત થયો? અમીના કશુંક યાદ કરતી મૂંગી ઊભી રહી. એને જોઈ રૂખીને કશુંક યાદ આવી ગયું હોય એમ મૂંગી થઈ ગઈ.
રૂખીની શરીર ખોલીને ધંધો કરવાની વાત અમીનાને ગમતી નહીં પણ રૂખી ગમતી. રૂખીનો ખુલ્લો સ્વભાવ-ખુલ્લું બોલવું, ખુલ્લું હસવું, બધું ગમતું, રૂખી પોલીસને ગાળ દેતાંય ખચકાતી નહીં. પોલીસ દંડો પછાડી મફતમાં દાતણ લઈ જતો. પાછો આંખ મીંચકારી બોલતો જતોઃ
– કેમ રૂખી, આ બખોલ ખુલ્લી રાખીને બેઠી છો? કોઈ ઘૂસી જશે તો?
– જાને ભડવા, તારા જેવા મફતિયાને ઘૂસવા આ બખોલ નથી. સાંભળી પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત સમજતી. બન્ને સુખ-દુઃખની બધી વાતો કરતાંઃ
રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠોકી દીધો ત્યારે રૂખી ઓટલા પર ચત્તીપાટ પડીને રોઈ હતી. ત્યારે અમીનાએ જ એને સમજાવી-પટાવી ઘરે મોકલી હતી. બીજે દિવસે રૂખીએ રાતે ધણી સાથે શું શું કર્યું તેની વિગતે વાતો કરી તો અમીના સાંભળતાંય લજવાઈ ગઈ હતી.
સલીમના ભાગી ગયા પછી ત્રણ દિવસ સુધી અમીના ઓટલા પર ન આવી. રૂખી એની ખબર પૂછવા વસ્તીમાં ગઈ હતી. રૂખીને જોતાંવેત અમીના એને વળગી મનભરી રડી હતી. રૂખી એના વાંસે હાથ ફેરવતી રહી હતી. અમીના બીજા દિવસથી ઓટલા પર આવતી થઈ ગઈ.
રૂખી અમીનાને એની રીતે ધંધો કરવા સમજાવતી. પણ શરીરની વાત આવે કે અમીના બિલ્લીની જેમ સંકોચાઈ જતી.
હુલ્લડમાં દરેક ઝૂંપડામાંથી એક એક માણસે રાતના વસ્તીની ચોકીદારી કરવાની હતી. મામદ અને એના દોસ્તો અમીનાની ઝૂંપડી પાસે આવ્યા હતા. એમાંના એકે બહારથી જ પૂછ્યું હતુંઃ
– અમીનાબીબી, તારે ત્યાંથી કોણ ચોકીદારી કરશે? એના પૂછવામાં ટીખળ હતી. મામદ તરત આગળ આવી ઝૂંપડીમાં ઘૂસી બોલ્યોઃ
પર લપકારા મારતી ચોંટી ગઈ હતી. અમીનાનું ગંદી મજાકથી માથું તપી ગયું હતું. ઊભા થઈ મામદને જોરથી થપ્પડ ખેંચી દેવાનું મન થયું. પછી મનમાં વિચાર ઝબક્યોઃ
– હુલ્લડ લાંબું ચાલશે તો? બસ્તી પર હુમલો આવશે તો?
બસ્તીમાં મામદ એકલો મરદ બચ્યો છે. અમને બચાવી શકે અને હુલ્લડમાં રૂપિયાની જરૂરત પડી તો કોની આગળ હાથ ફેલાવીશ?
મામદ સામે જોયું, નજરમાં લાચારી હતી. કશુંક બોલવા મથી પણ ભયથી શરીર કાંપતું હતું. ઘરમાં ભૂખની ચૂડેલ આંટા મારતી હતી. મામદ હસતો હસતો પાછો વળવા જતો હતો, ત્યાં જ અમીનાથી અનાયાસ બૂમ પડાઈ ગઈઃ
– મામદ સો-બસો આપીશ? ધંધો ચાલુ થયે આપી દઈશ. પૈસા માગતાં જ બિલાડીના મોઢામાં ઉંદર આવી ગયો હોય એમ મામદ પાછો વળી ગયો. ખિસ્સામાંથી સો-સોની બે નોટ કાઢીને ઊભો રહ્યોઃ
– તારે ઓટલે બેસી ધંધો કરવાની જરૂરત જ ક્યાં છે? લે રાખ, બસો પેશગી. બાકીના કામ પતે એટલે! મામદની આંખમાં સાપોલિયાં રમતાં હતાં. એણે અમીનાના આખા શરીરે કાચીંડાની જેમ નજર ફેરવી છાતી પાસે ખીલાની જેમ ખોડી દીધી.
– મને રંડી સમજે છે હરામીની ઓલાદ?
હેબતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય તે પહેલાં સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બન્નેથી સણકા ઊઠતા હતા. બન્ને બચ્ચાં એને જોતાં હતાં.
આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીનાં છોકરાં વચ્ચે ભાગા-દોડી ચાલતી રહી. છોકરાં પથ્થરો ફેંકતા, ગાળો બોલતા, પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી. દંડા પછાડીને ગાળો બોલતી, બેચાર ટીયરગેસના સેલ છોડીને ભાગી જતી. આંખો બળતી, પાણી નીકળતાં, બચ્ચાં અને બુઢા અધમૂઆ થઈ જતા. નાનુ રડ્યે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર-બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમતેમ ઉછળાટ કરતી શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડીની કેરોસીનની દુકાન વસ્તીનાં છોકરાંઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરાં દબાવી હાથમાં ડબ્બા-ટીન-પ્લાસ્ટિકના કેરબા – જે હાથમાં આવ્યું તે લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો. નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ લડતી-ઝઘડતી સ્ત્રીઓ અત્યારે એક થઈ ગઈ હતી. કેરોસીનની વાસથી આખો મહોલ્લો ગંધાઈ ઊઠ્યો હતો. પોલીસના ફફડાટથી સ્ત્રીઓની નજર ચારે તરફ બેબાકળી ફરતી હતી. ક્યારે મામદ અને એના દોસ્તો નજીક આવી ગયા એની અમીનાને ખબર ન રહી.
– કેરોસીન ચાહિયે? મામદે પૂછ્યું.
અમીનાએ માથું જમીનમાં દાટી દેવાનું હોય તેમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ વધીને દુકાનનું શટર પાડી દીધુંઃ
– કિસીકો કેરોસીન નહીં મિલેગા. આજ હમે ઇસકી સમ્ર જરૂરત હૈ. એક કામ ખતમ કરનેકા હૈ. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુસપુસ કરતી એકબીજા સામું જોવા લાગી. માથામાં ફટકો લાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો. આંખોમાં ફડક બેસી ગઈ. હૃદય હથોડાની જેમ ટિપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ બી ગયેલી બકરીને જોતો હોય એમ હસતો હતો. નાનુને ઝૂંપડીમાં અઝીમને ભળાવી અમીના ઊભી વાટે ગાંડાની જેમ ભાગી.
વસ્તીથી દૂર નદીના પટમાં એક મોટો ખાડો હતો. ખાડામાં પંદર-વીસ ઝૂંપડાં બિલાડીના ટોપની જેમ ફેલાયેલાં હતાં. પોલીસ અહીં સુધી ભાગ્યે જ પેટ્રોલિંગ કરવા આવતી. ઝુંપડાંમાં ફાનસના અજવાળે લોકો અંધારું અને ફફડાટ બન્ને કાપતા હતા. એક ઝૂંપડીમાં રૂખી અને પતિ અને બે બચ્ચાં.
અમીના હાંફળીફાંફળી ઝૂંપડીમાં પ્રવેશી. રૂખી એને જોઈ હેબતાઈને ઊભી થઈ ગઈઃ
– કેમ અમીના અત્યારે? અહીં? કોઈ તકલીફ?
અમીના કશું બોલી શકી નહીં. આંખોમાં ભય તરતો હતો. ચારે તરફ ડોળા ફેરવીને જોયું, કોઈ જોતું તો નથી ને?
દોડીને એ રૂખીને વળગી પડી. જોરથી રડવા લાગી. અમીનાનો હાંફ હજી શમ્યો ન હતો. પગ ધ્રૂજતા હતા.
– શું થયું, અમીના, કાંઈક તો બોલ? રૂખીએ અમીનાને હલબલાવી મૂકી.
– રૂખી, તમે બચ્ચાંને લઈ આજે જ ખોલી છોડી ક્યાંક જતાં રો. રાતે અમારી બસ્તીવાળા… અમીનાની જીભ થોથવાતી હતી. ફાનસમાં જયોત ફફડતી હતી. પરસેવાના રેલાથી અંધારામાં પણ એનું મોઢું ચળકતું હતું. રૂખીનાં બચ્ચાં મૂંગાં ઊભાં હતાં. રૂખી તરત સ્વસ્થ થઈ ગઈ. એણે અમીનાને અળગી કરીઃ
– અમીના, તું જલદીથી આ વસ્તી છોડી નીકળી જા. કોઈક જોઈ જશે તો અહીં બબાલ થઈ જશે.
અમીના ઝપાટાબંધ નીકળી ગઈ. અંધારું ઘટ્ટ બનીને થીજી ગયું હતું.
ચામાચીડિયાં ચક્કર લગાવતાં હતાં. સન્નાટાથી માહોલ ભયંકર લાગતો હતો. અમીના થોડી આગળ ગઈ ત્યાં રૂખીને કશુંક યાદ આવ્યું. એણે અમીનાને પાછી બોલાવી. ખાંડના ડબ્બામાંથી સો-સોની ત્રણ નોટો કાઢી ડૂચો વાળી અમીનાના હાથમાં દબાવી દીધી. અમીના નિસ્તેજ આંખોથી થોડી વાર રૂખી સામે જોઈ રહી. ઓટલા પર ખુલ્લી છાતી રાખીને ધંધો કરતી, ખુલ્લું બોલતી, ખુલ્લું હસતી, રૂખીનું આ કયું રૂપ હતું? આંખમાંથી પાણી ખેંચાઈ આવ્યાં. એ રૂખીને જોરથી વળગી પડી. ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. રૂખીએ અમીનાનું કપાળ ચૂમી લીધું. અમીના મોઢું ફેરવીને સડસડાટ બહાર નીકળી. અંધકાર ઓઢીને નદીના પહોળા પટમાં ઓગળી ગઈ.
વાતાવરણમાં ભારેલો સૂનકાર હતો. વંદાના અવાજથી જમીન ચરચરતી હતી. હુલ્લડનું પ્રેત સન્નાટામાં નાચતું હતું. અમીનાથી મુઠ્ઠીઓ જોરથી વળાઈ ગઈ. આશંકા અને ભયથી ઘેરાયેલા મનમાં રૂખીને બચાવી લીધાનો છૂપો સંતોષ પણ હતો.
રસ્તે કૂતરાં મન મૂકીને રડતાં હતાં. આજે રસ્તો લાંબો અને બિહામણો લાગ્યો. અમીના આવી ત્યારે વસ્તી અજગરની જેમ પડી હતી. પોલીસની જીપો થીજી ગઈ હતી. વસ્તીનાં ટમટમિયાં જલતાં દેખાતાં હતાં. ઝૂંપડીમાં દાખલ થઈ નિરાંતનો દમ લીધો. ધબ્બ દઈ પતરાની દીવાલના ટેકે બેસી પડી. મુઠ્ઠી ખોલી તો પસીનાથી તર ભીની નોટો એની સામે તાકી રહી. ફાનસની જયોત મોટી કરવા હાથ લંબાવ્યો તો અઝીમ જાગતો દેખાયો. નાનુ સૂઈ ગયો હતો. પતરાની દીવાલ પર એક ત્રીજો પડછાયો હાલતો જોયો તો તે ગભરાઈને ઊભી થઈ. એની રાડ ફાટી ગઈઃ
– કોણ છે ત્યાં? કોઈ કાંઈ બોલ્યું નહીં તો તે વધુ ગભરાઈ. નાનુની પાછળનો આકાર સ્પષ્ટ થયો.
– મામદ, તું અત્યારે અહીં? એ થડકારો ચૂકી ગઈ. બોલ મોઢામાં જ મરી ગયા. એણે જાત સંકોરી, મામદે શેતાનની જેમ ફાનસના અજવાળે માથું કાઢ્યું. એની સૂજેલી લાલ આંખોથી અમીના અને ઝૂંપડી બન્ને થરથરતાં હતાં.
– ક્યાં ગઈ હતી અમીનાબીબી, અત્યારે કોની પાસે સૂવા ગઈ હતી? કે પછી ખાડાવાળાને અમારો પ્લાન ભસવા ગઈ હતી?
આ હલકટને કેમ કરતાં ખબર પડી ગઈ? અમીનાના શરીરમાં વીજળી દોડી ગઈઃ
– ક્યાંય નહીં, કાંઈ નહીં! થોથવાતી એ અઝીમને સોડમાં ખેંચીને બેસી રહી.
– રાંડ કેટલા રૂપિયા લઈ આવી કાફરો પાસેથી બધું બકી મારવાનાં? તને ખબર નથી મારા આદમી ક્યાં ક્યાં ફેલાયેલા છે. સાલી હરામીની ઔલાદ, થોડા પૈસા માટે ગદારી કરી આવી ને! મામદ ચિલ્લાતો હતો.
અમીના મૂંગી રહીને ગુનેગારની જેમ નીચી નજરે અઝીમના વાળમાં હાથ ફેરવતી રહી.
શું કહેવું? આ કમીનો કશું સમજશે નહીં. મુઠ્ઠીમાં દબાવેલા રૂપિયા ખૂલી ગયાં હતાં. એને થયું મામદને મુઠ્ઠી ખોલી બતાવી દે.
– જો આ રૂપિયા લઈ આવી! લે, લઈ લેતું. મને જે કરવું હોય તે કર! પણ ખાડાવાળાને કશું કરતો નહીં. ત્યાં નાનાં નાનાં બચ્ચાં છે. ત્યાં મારી રૂખી છે. રોષ અમીનાની રગમાં વીજળીની જેમ સળગતો દોડતો હતો. ત્યાં જ મામદે એને ખેંચીને ઝૂંપડીની બહાર ઢસડી લીધીઃ
– નીચ! અમારા આખા પ્લાન પર પાણી ફેરવી દીધું. કમીની, થોડા સા પૈસા ખાતર કૌમથી વિશ્વાસઘાત કીધો. બોલતાં બોલતાં મામદ એને સાંકડી ગલીના નાકે લઈ આવ્યો. મામદના બૂમબરાડાથી ઝૂંપડાંના દરવાજા ફટાફટ ખૂલી ગયા હતા. માહોલમાં ગરમાટો આવી ગયો હતો. ટોળામાં ઔરતોના કલબલાટ વચ્ચે વિરોધનો ધીમે સૂર ઊઠતો હતોઃ
– કમીની ઔરત, આપણી બધી વાતો ખાડાવાળાને કહી આવે છે. ત્યાંથી માલ પડાવે છે.
– યે તો ઠીક હૈ! વો લોગને પહેલે હમલા કિયા હોતા તો અપન તો નીંદ મેં જ રહેતે ના.
– ઐસી ઔરત કો સજા કરની હી ચાહીયે. ફિરસે ઐસી કોઈ હિંમત ના કરે!
કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતાં હતાં. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારેતરફ ફરી વળી પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ-ધડામ પડઘાતો હતો. કેટલાક જુવાનિયા મશ્કરીએ ચઢ્યા હતા. મામદના હાથમાંથી બળ કરીને અમીનાએ છૂટવા કર્યું ત્યારે ખબર પડી, કાચની ચૂડી તૂટવાથી કાંડા પર લોહી વહેતું હતું. મામદ તો અમીનાનું કાંડું પકડીને મદારી જેમ ગોળ ફરતો એલફેલ બોલી રહ્યો હતો. અમીનાએ આંખો બંધ કરી.
કોઈ એનાં કપડાં ખેંચી રહ્યું હોય એવું લાગ્યું. મામદ મોટું ટોળું જોઈ તાનમાં આવી ગયો હતો. અમીના મોતના કૂવામાં સનસનાતી ગોળ ફરતી હતી. કાતિલ ઠંડી અને માણસોના કોલાહલ વચ્ચે એને વહેલી સવારે અઝાન વખતે ફફડતું કાબાના પથ્થરવાળું કૅલેન્ડર યાદ આવ્યું. આંખો જોરથી મીંચી દીધી.
ચાંદબીબી ટોળામાંથી આગળ આવી. એણે મુઠ્ઠી ભરીને મરચું ભરી દીધું. અમીના બન્ને સાથળ વચ્ચે હાથ દબાવી, કણસતી, ચત્તીપાટ પડી રહી.
આખા શરીરમાં કાળી બળતરા – અમીનાએ ફેફસાં ફાડીને ચીસ પાડીઃ યા અલ્લાહ… (૨૦૦૫)