|
|
(One intermediate revision by one other user not shown) |
Line 15: |
Line 15: |
| }} | | }} |
| (રંગમંચ ઉપર અશ્વત્થામા દેખાય છે. મહારથી, પ્રતાપી પરાક્રમી યોદ્ધો અશ્વત્થામા, શાપિત અશ્વત્થામા, એમ જ બેઠો છે, સ્મરે છેઃ) | | (રંગમંચ ઉપર અશ્વત્થામા દેખાય છે. મહારથી, પ્રતાપી પરાક્રમી યોદ્ધો અશ્વત્થામા, શાપિત અશ્વત્થામા, એમ જ બેઠો છે, સ્મરે છેઃ) |
| }}
| |
| {{Ps | | {{Ps |
| |અનેક યોદ્ધાઓઃ | | |અનેક યોદ્ધાઓઃ |
Line 253: |
Line 252: |
| }} | | }} |
| {{Right|(અશ્વત્થામા)}} | | {{Right|(અશ્વત્થામા)}} |
| {{Poem2Close}} | | |
| | <br> |
| | {{HeaderNav2 |
| | |previous = હુકમ, માલિક |
| | |next = ઝેરવું |
| | }} |
Latest revision as of 16:05, 17 June 2022
અશ્વત્થામા
મધુ રાય
(અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલ્લુકનો અવાજ, કા-કા-કા-કા એની ચરમ સીમાએ પહોંચી શબ્દમાત્રથી રંગમંચનો રિક્ત અંધકાર કરી દે છે.)
નેપથ્યમાંથી અવાજઃ
|
અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા… દુર્યોધનાવર્તિની… સોતીર્ણા ખલુ પાણ્ડવૈ રણનદી કૈવતીંકઃ કેશવઃ
|
(સ્તબ્ધ બનેલો કાગડાઓનો અવાજ ફરી ખટાક ચાલુ થાય છે. દૂરદૂરથી ‘અશ્વત્થામા’નો શ્લોક ચાલુ રહે છે. અંધકારમાં એક કિરણ આવે છે, એ કિરણ જાણે શ્રીકૃષ્ણની શાપવાણી ઉચ્ચારે છેઃ)
કૃષ્ણઃ
|
તારાં અગણિત જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું શતસહસ્ર વર્ષો સુધી પૃથિવી પરનાં દુર્ભેદ્ય વનોમાં સંગીહીન, વાણીવિહીન, એકાકી નિર્માલ્ય પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે, હતભાગ્ય માનવસૃષ્ટિમાં એક પ્રહર માટે પણ તું સ્થાન પ્રાપ્ત કરી શકશે નહિ. તારા દેહમાંની રક્તપિત્તની દુર્ગન્ધથી તું જ્યાં હશે ત્યાં તારી આસપાસ નરકનું વાતાવરણ સાથે લઈને જશે, મનુષ્યમાત્રની સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિ તારા આત્માને આજન્મ પીડતી રહેશે…
|
(રંગમંચ ઉપર અશ્વત્થામા દેખાય છે. મહારથી, પ્રતાપી પરાક્રમી યોદ્ધો અશ્વત્થામા, શાપિત અશ્વત્થામા, એમ જ બેઠો છે, સ્મરે છેઃ)
અનેક યોદ્ધાઓઃ
|
દ્રોણાચાર્યનો વધ થયો છે, ઓ બ્રહ્મપુત્ર અશ્વત્થામા, તારા પિતાની પાણ્ડવોએ છળથી હત્યા કરી છે.
|
અ.:
|
કોણે હત્યા કરી? કૃપાચાર્ય! યુદ્ધમાં પરાક્રમક્રમે મારા પિતાનું વીરોચિત મૃત્યુ સંભવ્યું નથી? શાનું છળ? કોણે છળ કર્યું?
|
કૃ.:
|
ધૃષ્ટદ્યુમ્નના આયુધથી મહારથી દ્રોણાચાર્યનું મૃત્યુ સંભવ્યું છે, અશ્વત્થામા, અગણિત શત્રુયોદ્ધાઓનો સંહાર કરવામાં લીન મહારથી દ્રોણને પાણ્ડવોએ સંવાદ આપ્યો કે અશ્વત્થામા યુદ્ધક્ષેત્રે ભીમસેનના આયુધથી મૃત્યુ પામ્યો છે, અને મહારથી દ્રોણે તત્કાળ શસ્ત્રત્યાગ કર્યો, ઈશ્વર સ્મરણાર્થ પદ્માસન વાળી ઉપવિષ્ટ થયા, તે મુહૂર્તે જ ધૃષ્ટદ્યુમ્ને તેમનો શિરચ્છેદ કર્યો.
|
(અંધકાર, પ્રકાશ)
દ્રો.:
|
(હાથમાં દૂધનું પાત્ર છે.) લે પુત્ર, તારો દરિદ્ર પિતા તને દુગ્ધ-પાન કરાવવા આવ્યો છે.
|
(અનેક સૈનિકો આગ-આગ કરતા નાસભાગ કરે છે.)
કૃ.:
|
પાણ્ડવોના શિબિર પર વહ્નિશિખાઓ નૃત્ય કરે છે. સુપ્ત નિઃશસ્ત્ર પાણ્ડવ યોદ્ધાઓ અગ્નિમાં આહુતિ પામ્યા છે. દ્રોપદીના પાંચ પુત્રો તથા દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન નિઃશસ્ત્ર દ્રોણાચાર્યની ક્રૂર હત્યાના પાપકર્મનું ફળ પામી સ્વયં નિઃશસ્ત્ર સુપ્ત દશામાં યમશરણ થયો છે, અશ્વત્થામા, તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે.
|
અ.:
|
ધનંજયપુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં હજી એક પાણ્ડવ સંતાન આકાર પામી રહ્યું છે કૃતવર્મા! પાણ્ડવો નિર્વંશ થયા નથી…
|
*
દ્રો.:
|
પુત્ર, સ્મરણ છે તને, હું બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામની પાસે ગયો હતો.
|
અ.:
|
આપ મારા સ્નેહવશ, રાજપુત્રો તુલ્ય મારું લાલન-પાલન કરવા સમૃદ્ધિ એકત્ર કરવાના હેતુથી બ્રાહ્મણવર્ય પરશુરામની પાસે ગયા હતા.
|
દ્રો.:
|
એમણે સમસ્ત સમૃદ્ધિ અન્ય બ્રાહ્મણોમાં વિતરિત કરી દીધી હતી, અશ્વત્થામા, તત્પશ્ચાત્ હું મારા બાલસ્નેહી, ગુરુબંધુ દ્રુપદ પાસે ગયો હતો. બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામે મને શસ્ત્રવિદ્યામાં પરમપારંગત કર્યો હતો; મિત્ર દ્રુપદ મહારાજાધિરાજ દ્રુપદ બની ચૂક્યો હતો, મિત્ર માની હું તેની સમક્ષ મારી વિદ્યા શીખવી પારિશ્રમિક ગ્રહણ કરવા ગયો હતો.
|
અ.:
|
અને રાજસિંહાસન પર આરૂઢ થઈ રત્નજડિત મુકુટધારી, આપના બાલસખા દ્રુપદે સમસ્ત રાજસભામાં આપનું ઘોર અપમાન કર્યું; તે જ ક્ષણથી આપનામાં વૈરની વહ્નિશિખા પ્રજ્જ્વલિત થઈ ઊઠી દ્વિજોત્તમ, આપે દ્વિજધર્મનો ત્યાગ કર્યો, આપે ક્ષમાને સ્થાને વૈરને પ્રશ્રય આપ્યો, પરાક્રમી પરશુરામની પાસેથી આપ આયુધવિદ્યા જ નહિ, પિતૃદેવ, વૈરની શૃંખલાની એક કડી પણ સાથે લાવ્યા.
|
દ્રો.:
|
અશ્વત્થામા, મર્યાદાલોપ કરે છે, પુત્ર.
|
અ.:
|
એ જ ક્ષણથી આપે દ્રુપદના સમકક્ષ બનવાના શપથ લીધા, પિતા, બ્રાહ્મણોચિત ક્ષમાધર્મનું વિસ્મરણ કરી કલિના પ્રથમ ચરણનું આપે આહ્વાન કર્યું.
|
*
દ્રો.:
|
જેનો શબ્દ શતસહસ્ર અશ્વોના નાદ જેવો પ્રચંડ છે, જેની ગતિ દશે દિશાઓમાં દોડતા અશ્વ જેવી અતુલ્ય છે. જેનું દેહબળ અશ્વોના સ્નાયુઓમાં સંચિત પાશવી ઊર્જાની સમકક્ષ છે, એવા આ શિશુનું અભિધાન હું ‘અશ્વત્થામા’ કરું છું.
|
કૃ.:
|
જેની શિખામાં ભગવતી પ્રકૃતિદત્ત રત્ન જડાયેલું છે, જેનાં ચક્ષુઓમાં શત્રુઓને સ્વપ્નોમાં છળાવી મૂકે એવું તેજ છે, એવા આ શિશુને હું અમરત્વના વરદાનથી વિભૂષિત કરું છું.
|
*
અ.:
|
વૈર વૈર વૈર! મિથ્યાવચનથી મારા પિતાની નિઃશસ્ત્ર અવસ્થામાં હત્યા કરનાર પાપી પાણ્ડવોને આગામી સૂર્યોદયની પૂર્વે યમશરણ કરવાના શપથ લઉં છું.
|
(કાગડાઓનો અવાજ)
અ.:
|
(એ અવાજને ચીરતો) ઓહ… કૃપાચાર્ય, કૃતવર્મા સાંભળો, સાંભળો, સંભળાય છે? અસંખ્ય કાકપક્ષીઓની મૃત્યુ પીડા, સંભળાય છે? રાત્રિના વિભીષણ અંધકારમાં ચક્ષુજ્ઞાન લુપ્ત કરી ચૂકેલા આ અગણિત નિરીહ પક્ષીઓનો સંહાર કરતા નિશાચર ઉલ્લુકનો સંતૃપ્ત શબ્દ! સંભળાય છે, આ વિશાળ વટવૃક્ષની સેંકડો શાખાઓમાં ફેલાયેલો પ્રાણ-કોલાહલ, સમૂહઘાતનો દિશાઓને ફાડી નાખતો રૌરવ નિનાદ!
|
કૃ.:
|
શાન્ત થાઓ, અશ્વત્થામા, વિશ્રામ કરો: સૂર્યાસ્ત પશ્ચાત્ સંહારની ચર્ચા અસ્થાને છે.
|
અ.:
|
મને રોકશો નહિ માતુલ! મારી શિરાઓમાં મારા પિતાના હત્યારાઓને નર્કદ્વાર પહોંચાડવાની વાસના ફુત્કાર કરે છે, જીવનપર્યંત સત્યાચરણ કરનારા સત્તા અને રાજ્યના તુચ્છ લોભે પિતૃતુલ્ય ગુરુજન સાથે કપટ આચરી હત્યાનું ષડ્યંત્ર રચે છે ત્યારે આપ મને શાન્ત થવા કહો છો?
|
કૃ.:
|
શાન્ત થાઓ, અશ્વત્થામા, તુચ્છ દુર્યોધન હતો, પાણ્ડવો નહિ, કપટ દુર્યોધને આચર્યું હતું પાણ્ડવોએ નહિ.
|
અ.:
|
મહાપરાક્રમી ભીષ્મપિતામહની સામે વ્યંડળ શિખંડીને ધરી લડવા માટે હાથ સુધ્ધાં નહિ ઉગામતા પરમ યોદ્ધાની હત્યા કોણે કરી? જીવનપર્યંત જેને હડધૂત કર્યો એ મહારથી કર્ણ પાસેથી માત્ર પોતાના પ્રાણની રક્ષા માટે માતાને દાન લેવા કોણે મોકલી? અને એ જ પ્રાણનું વરદાન આપનાર સમર્થ કર્ણની નિઃશસ્ત્ર દશામાં ક્રૂર હત્યા કોણે કરી? કોણે જયદ્રથને કપટથી માર્યો, અને એના નિર્દોષ પિતા વૃદ્ધક્ષાત્રની અકારણ હત્યા કોણે કરાવી? સતત કપટનો પ્રશ્રય લઈ પરમાદરણીયોના રક્તથી પૃથિવીને સંચિત કરનાર એ નરાધમોના પ્રાણ હું હરું નહિ ત્યાં સુધી શાન્ત કઈ રીતે થાઉં? પાપની એ શૃંખલા પૃથિવી પરથી નામશેષ ન થાય ત્યાં સુધી હું નિદ્રા કઈ રીતે કરું, કૃતવર્મા?
|
કૃ.:
|
પરંતુ, દ્વિજોત્તમ. રાત્રિના તૃતીય પ્રહરે વિષાક્ત વચનોનો શો અર્થ છે?
|
અ.:
|
નહીં નહીં, હમણાં જ, અત્યારે જ, આ મુહૂર્તે, પાણ્ડવસેના આ અંધ કાકપક્ષીઓની જેમ શિબિરોમાં નિદ્રાધીન હશે, આ જ ક્ષણે એમનું મૃત્યુ, એમની કપટલીલાની સર્વોચ્ચ પરિણતિ-સમ મૃત્યુ, અત્યારે જ સંભવી શકે.
|
કૃ.:
|
વૈરાગ્નિથી અત્યંત ઉદ્વિગ્ન છો અશ્વસ્થામા, વિશ્રામ કરો, સૂર્યોદયની સાથે જ આપણે યુદ્ધારંભ કરી પાણ્ડવોનો સંહાર કરીશું.
|
અ.:
|
વિધિસરનું યુદ્ધ તો સમકક્ષ યોદ્ધાઓમાં શોભે, કૃતવર્મા, પાણ્ડવોને તો નિરસ્ત્ર શત્રુઓના ક્રૂર સંહારનું વ્યસન છે, પાણ્ડવોનું મૃત્યુ પણ નિરસ્ત્ર હોય ત્યારે જ પાણ્ડવોચિત ગણાય, ઊઠો, ઊઠો, મારી સાથે ચાલો પૃથિવીનો ભાર આપણે ઉતારવાનો છે. આગ લગાડી દો, પાણ્ડવોના શિબિરને ભસ્મીભૂત કરી મૂકો, રણદેવતાને કાયરોના પ્રાણની આહુતિ આપો.
|
*
ઉત્તરાઃ
|
રક્ષા કરો, રક્ષા કરો, ભગવાન અશ્વત્થામાની મંત્રિશક્તિથી પ્રચંડવેગથી ધસી આવતું એક દર્ભબાણ હું જોઉં છું, મારા ઉદરમાં સુપ્ત અવિકલ ભ્રૂણ, આર્યપુત્રનું સંતાન, પાણ્ડવોનો અંતિમવંશધારક જન્મ પામે તે પહેલાં ક્ષણ બે ક્ષણમાં નષ્ટ થઈ જશે, કેશવ! રક્ષા કરો રક્ષા કરો…
|
*
અ.:
|
(અટ્ટહાસ્ય) નિર્વંશ કરીશ, હું પાણ્ડવોને નિર્વંશ કરીશ, બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામના શિષ્ય દ્રોણનો પુત્ર હું પૃથિવી પરથી પાણ્ડવોને નામશેષ કરીશ.
|
કૃષ્ણઃ
|
તારા દેહની રક્તપિત્તની દુર્ગંધ તું જ્યાં જશે ત્યાં તારી આસપાસ નર્કની સૃષ્ટિ કરશે, હતભાગી, શતસહસ્ર વર્ષો સુધી તારાં જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું દુર્ભેદ્ય વનોમાં સંગીહીન, વાણીવિહીન એકાકી નિર્માલ્ય પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે. સૃષ્ટિનું એક પણ પ્રાણી તારી સાથે વાત નહીં કરી શકે, તું તારા અસ્તિત્વના શાપ સાથે નિરુદ્દેશ્ય, દિશાહીન જીવ્યા કરશે.
|
*
દ્રો.:
|
હા, પુત્ર, આ પાત્રમાં દુગ્ધ છે, પાન કર, પુત્ર દુગ્ધપાન કર.
|
દુર્યોધનઃ
|
દ્વિજોત્તમ, આચાર્ય, આપને થયું છે શું? જેના દાનથી આપનું પોષણ થયું છે, એ કૌરવોની ઉપેક્ષા કરી આપના આશ્રયદાતા પાણ્ડવોની પ્રશંસા કરો છો? જેમની સામે આપે શસ્ત્રો ઉગામ્યાં છે, એમનો સંહાર કરવાને સ્થાને એમનું રક્ષણ કરો છો, અને એમની પરાક્રમગાથા ગાઓ છો?
|
*
અ.:
|
બોલો, બોલો દિશાઓ, વૃક્ષલતાઓ બોલો, નિરશબ્દ કેમ છો? ચિત્કાર કરો, માતા ભગવતી ચિત્કાર કરો, ક્યાં ગયો એ કાક-કોલાહલ, કોણે રોક્યાં છે માનવસ્વરોનાં વાયુઆન્દોલનો, કોણે જકડી લીધાં છે મારાં ગાત્રો, મારી વાત કેમ કોઈ સમજતું નથી, મારાં ચક્ષુઓમાં કેમ કોઈને પરિચિતિની આભા દેખાતી નથી, કેમ મારા હાથ હવામાં અવિરામ વીંઝાય છે, કેમ મને ઘૂવડનો ખંધો ઓડકાર સંભળાતો નથી, કેમ મારી પ્રાણપછાડોથી ધરતીની ધૂળ ક્ષિતિજોને ઢાંકી દેતી નથી, કેમ એકેએક જણ આકાશના તારાઓની જેમ પરસ્પરથી યોજનોને અંતરે એકાકી બની તરફડે છે, કોનો શાપ છે, કેમ વિશ્વ આખું સ્પર્શબહેરું બની કોઈને કોઈનો સ્પર્શ કરવા દેતું નથી? કેમ મારા કાન લતાઓનો પર્ણ-મર્મર ઝીલી શકતા નથી? મારી જિહ્વા પર કેમ પ્રેતનાં હાડપિંજરો જેવી પરતો બાઝી ચૂકી છે, કેમ મારી આંખો માત્ર મારી જ પ્રતિચ્છાયા જુએ છે, કેમ મારાં ચરણ ચાલતાં નથી, કેમ મારા હૃદયપિંડમાં રક્તનો સંચાર નથી, કેમ? કેમ? કોણે મને મારા અસ્તિત્વનો બંદી બનાવી આ ઘોર જંગલોના ઘટ્ટ અંધકારમાં આજન્મ દાટી દીધો છે, કોણે?
|
*
દ્રો.:
|
પરાજયની આશંકાથી વિવેકભાન ખોઈ બેઠા છો. રાજપુત્ર દુર્યોધન. હું દ્રોણ, તમારા ગુરુસ્થાને છું, પિતૃતુલ્ય છું, અનર્ગલ આક્ષેપો અશોભનીય છે.
|
દુ.:
|
અર્જુન તમારો પ્રિય શિષ્ય હતો, દ્રોણાચાર્ય, તમે અદ્યપર્યંત એના પ્રાણ લેવાને સ્થાને એનાં શસ્ત્રોથી તમારા આશ્રયદાતાઓનો વધ થતો જોવામાં ગૌરવ અનુભવો છો. ધિક્કાર છે તમને, જેનાં ધન પર તમે, તમારો પરિવાર આટલાં વર્ષ જીવ્યા છો, એનું નિકંદન વાંછનાર તમને ધિક્કાર છે.
|
અ.:
|
સાવધાન દુર્યોધન, મારા પિતાની વિદ્યાને પ્રતાપે તમે સૌ જે છો તે છો, મારા પિતા તુલ્ય સમર્થ મહારથીને બળે તમે નિરીહ પાણ્ડવો પર યથેચ્છ અત્યાચાર કર્યો છે, તમારે ખાતર, તમારાં દાનનું ઋણ ઉઋણ કરવા મારા પિતાએ અને મેં બ્રહ્મધર્મને સ્થાને શસ્ત્રો ઉગામી ક્ષત્રિયધર્મનો અંગીકાર કર્યો છે. મારા પિતાએ મારી પ્રત્યેના મોહવશ તમારું દાન સ્વીકાર્યું છે, તમારી જેમ સત્તા કે સમૃદ્ધિના મોહવશ નહિ. મારા મોહવશ, મારા મોહવશ, સ્નેહવશ, આસક્તિવશ, મારા મોહવશ મારા – મારા – મારા.
|
*
કૃ.:
|
દ્રોણાચાર્યની હત્યા થઈ છે, દ્રોણાચાર્યની હત્યા થઈ છે, અશ્વત્થામા.
|
*
અ.:
|
છળ કરે છે, કૌરવો છળ કરે છે, દ્યૂતમાં લાક્ષાગૃહમાં વ્યવહારના પ્રત્યેક પદે દુર્યોધન કપટ આચરે છે, પાણ્ડવો રણે ચડે છે, સમરાંગણના ક્ષાત્ર નીતિનિયમો ઉલ્લંઘી પાણ્ડવો, ભીષ્મ, દ્રોણ, જયદ્રથ, કર્ણ, દુર્યોધનની હત્યા કરે છે, હું દ્રોણનો પુત્ર કૌરવોના આશ્રિતનો પુત્ર પિતાનું ઋણ નભાવવા સમરાંગણમાં લડું છું? કયા આદર્શની સિદ્ધિ માટે, કયો પક્ષ છે મારો? કોણ ન્યાયી છે, કોણ દુષ્ટ છે? કોણ છે આ સકળ છળપકટનાં ષડ્યંત્રોનો સૂત્રસંચાલક, કોણ છે, કોણ મારા બાહુઓમાં સહસ્ર અશ્વોના સ્નાયુઓનું બળ પૂરે છે, કોણ મારા શ્વાસમાં વૈરના વિષનું સિંચન કરે છે, કોણ મારા મસ્તિષ્કમાં સંનિહિત યુદ્ધવિદ્યાને પ્રયોજે છે, કોણ મારા લલાટ પર આવી અંધ, અઘોર વિધિલિપિ લખી જાય છે, કોણ, કોણ, કોણ?
|
કૃષ્ણઃ
|
તારા અસ્તિત્વને ભાંડતો, શતસહસ્ર વર્ષો સુધી તું દુર્ભેદ્ય વનોમાં એકાકી બની, વાણીવિહીન પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે, તને જોઈને દિશાઓ બહેરી બની જશે, તારા દેહની દુર્ગંધ નર્ક બની તારો પીછો પકડશે, તું નાસતો નાસતો તારા અતીતના ગર્ભદ્વારે તારા દેહની દીવાલોમાં બંદી બની તારા પોતાના આર્તનાદથી છળી ઊઠશે, તારાં ગાત્રો કોહવાઈ જશે, નર્કકીટની જેમ એક જ જન્મમાં તું અસંખ્ય વાર મરશે, અને મૃત્યુ પામ્યા વિના કોટિ કોટિ જન્મોનો ભાર ભોગવશે.
|
*
અ.:
|
કોણ! કોણ? કોણ? મને મારી નિર્દોષ માતાના ગર્ભમાં પૂરે છે, કોણ મારા પિતાને રાજદ્વારે ધકેલે છે. કોણ મારા હાથમાં શસ્ત્રો મૂકી સંહાર સૂચવે છે, કોણ મારા પિતાના સ્નેહપાત્ર પાંડવોને નિર્વંશ કરવાની દુર્ભાવના મારા મનમાં ગોપવે છે?
|
*
દ્રૌપદીઃ
|
ના-ના ધનંજય ક્ષમા કરો, અશ્વત્થામાનો વધ કરશો નહિ. મારા સર્વપુત્રોના પાતકી સંહારકનો વધ કરશો નહિ, પુત્રોના સંહારથી ભોગવેલી પીડા હું જાણું છું, અન્ય કોઈ માતાને પોતાના પુત્રથી વંચિત કરશો નહિ. (કાક-કોલાહલ)
|
*
અ.:
|
નિર્વંશ કરીશ, દર્ભબાણથી ઉત્તરાના ગર્ભના ભ્રૂણનો નાશ કરીશ, (અદૃશ્ય દર્ભ ઉપાડી તીરની જેમ તાકી) જાઓ, નાશ કરો પાપીઓનો વંશધારક સૂર્યનો પ્રકાશ પામો તેની પૂર્વ યમનું શરણ સ્વીકારો, જાઓ પૃથિવી પરથી કપટલીલાનો અવશેષ તમારી સાથે લઈ સંચરો, જાઓ, અલોપ થઈ જાઓ, ભસ્મીભૂત થાઓ, વાયુ બની જાઓ, જાઓ કાયરોના નિર્વીર્ય સંતાન, જગતનો ભાર ઉતારો.
|
*
કૃષ્ણઃ
|
સૃષ્ટિનું કોઈ પ્રાણી તારો શબ્દ સાંભળી શકશે નહિ, તારો સ્વર વાયુ વહેશે નહિ, તારી દૃષ્ટિ પ્રકાશ સહેશે નહિ.
|
અ.:
|
સાવધાન! શાપવાણી ઉચ્ચારનાર કેશવકુટિલ, કયા અધિકારે તું શાપ ઉચ્ચારે છે પદ્મલોચન, મારો દોષ શો? મારો અપરાધ બતાવ!
|
કૃષ્ણઃ
|
ક્ષમાનો બ્રહ્મગુણ તો્યજી તેં વૈરને પ્રશ્રયો આપ્યો હતભાગી.
|
અ.:
|
મારા પિતાનું શ્રાદ્ધ કર્યું હતું મેં, મહાબાહો.
|
કૃષ્ણઃ
|
તારા પિતાએ દુર્જનોને સાથ આપ્યો હતો, અશ્વત્થામા.
|
|
અ.: મારા પિતાએ ધર્મ નિભાવ્યો હતો. પુરુષોત્તમ!
|
કૃષ્ણઃ
|
તારા પિતાએ દ્રૌપદીના ચીરહરણ સમયે મૌન ધર્યું હતું.
|
અ.:
|
મારા પિતા આશ્રયદાતા કૌરવોના આશ્રિત હતા. વચનથી નિરુપાય હતા.
|
કૃષ્ણઃ
|
તારો પિતા કાયર હતો. પોતાના પરિવારના પોષણની એને ચિંતા હતી. દુર્યોધનના કોપનો ભય હતો.
|
અ.:
|
આશ્રયદાતાના અવગુણો ન જોવા તે ધર્મ નથી? પરિવારને સ્નેહ કરવો અપરાધ છે? મારા પિતાને કૌરવો કે પાણ્ડવોની જેમ સત્તાલોભ નહોતો, વચનને ખાતર દેહત્યાગ કોણે કર્યો? મારા પિતાએ કદી કપટ કર્યું નહોતું, મેં ક્યારેય કુમાર્ગનો આશ્રય લીધો નહોતો. નિયતિના સૂત્રસંકેતોથી દોરવાતા દોરવાતા અમે પર્ણકુટિમાંથી રણક્ષેત્રમાંથી આવી ચડ્યા, રાજરમતોની ગલીચ ગલીઓમાં માર્ગ શોધતા શોધતા અમે વિનાશ વહોરી બેઠાં, છતાં કદાપિ અસત્યાચરણ ન કરનાર પોતાની વિદ્યા અને શક્તિ કોઈ અન્યને માટે ખર્ચી નાખનાર, મારો અને મારા પિતાનો અપરાધ શો? દોષ ક્યાં, કોણે અમને આ નિયતિના બલિ બનાવ્યા, અમે જાતે શું કર્યું, અમે પોતાની ઇચ્છાથી ક્યારે જગતના ક્રમમાં વ્યવધાન નાખ્યું, ક્યારે અમે વિશ્વવ્યાપારમાં હસ્તક્ષેપ કર્યો, કેશવ, ઉત્તર દો!
|
કૃષ્ણઃ
|
કૌરવોની કુટિલતાની પુષ્ટિ કરી, એમનાં ષડ્યંત્રોના ઉપકરણ બન્યા.
|
અ.:
|
કોણ કૌરવ, કોણ પાણ્ડવ, કોણે કપટ કર્યું, કોણ મર્યું, કોણે કોની હત્યા કરી! પોતાની પત્ની – પરિવારના પોષણ માટે દ્રોણે આશ્રય સ્વીકાર્યો, રાજ્યપરિવારના વિભેદમાં એકાએક એમને માથે કૌરવોની રક્ષાનું અને એમના વિજયનું ઉત્તરદાયિત્વ આવી પડ્યું, નિર્ભેળ નિર્લેપ ભાવે ધર્મનું પાલન કર્યું. અમારો અપરાધ તો જન્મ લીધાનો અપરાધ હતો, અમારો દોષ, રાજરમતોના જ્ઞાતા ન હોવાનો દોષ હતો. અમારું મૃત્યુ, અમારો વિનાશ, અન્યોના લોભમોહના ક્રમમાં થતો અનિવાર્ય વિનાશ હતો. પદ્મલોચન! આજે પાણ્ડવો નિર્વંશ છે. આજે સમયના અવિરામ પરિમાણની પાસે મારી મને પ્રતિજ્ઞા અને વૈરભાવના તુચ્છાતિતુચ્છ લાગે છે, ક્ષણિક આવેશના પરિણામે મેં કીધેલું એ કુકર્મ હું ભોગવું છું. પરંતુ પાણ્ડવો આજે નથી. જેમના વંશની રક્ષા માટે તું, પુરુષોત્તમ, કરુણાસાગર, દેવાધિદેવ, શત ઉપચાર કરી છૂટ્યો તે આજે નથી. (અટહાસ્ય) પરન્તુ પૃથિવી પર આજે કરોડો, અબજો અશ્વત્થામા, મારા વંશજો વૈરની શૃંખલાની કડીઓ વહેશે, વિજય મારો થશે પરમેશ્વર, વિજેતા હું, અશ્વત્થામા બનીશ, તું સર્વશક્તિમાન નહિ. મારી ક્ષણેક્ષણ મારા દેહની દીવાલો તોડવામાં વીતશે, કોઈ મારી વાત નહિ સમજી શકે. સમય સ્થાનના ક્રમથી વિચ્છિન્ન બની નિયતિનો શાપ વહી મનુષ્યમાત્ર અંધબધિર એકાકી બની જશે, ત્યારે એકેએક જીવ અશ્વત્થામા હશે, એકેએક જણ દુર્ભેદ્ય વનોમાં એકાકી પર્ણની જેમ વાયુમાં ફેંકાશે, એકેએક સ્થળ શિબિર બનશે. જીવે જીવને માટે અસ્તિત્વ માત્ર અસહ્ય શાપવાણી બની જશે…
|
(અશ્વત્થામા)