મહાદેવભાઈ દેસાઈ — સત્ત્વ અને સાધના/મહાદેવભાઈ દેસાઈનું અધ્યાત્મચિંતન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| વ્યાખ્યાન: ૧ | મહાદેવભાઈ દેસાઈનું અધ્યાત્મચિંતન }} {{Poem2Open}} શ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 25: Line 25:
મહાદેવભાઈએ કૉલેજકાળ દરમિયાન લેખનમાં પોતાના માટે ‘ભોળા શંભુ' એવા તખલ્લુસનો પ્રયોગ કરેલો. એ પ્રયોગ પાછળ ‘મહાદેવ’ શબ્દનો ભાવાર્થ કારણભૂત હશે એમ લાગે છે. હકીકતમાં જેમ કવિ ન્હાનાલાલે પોતાના માટે ‘પ્રેમભક્તિ' ઉપનામ રાખેલું તેમ મહાદેવભાઈએ પોતાનું ઉપનામ ‘સેવાભક્તિ' રાખવું જોઈતું હતું!  

રાજગોપાલાચાર્ય નિર્દેશે છે તેમ, જેમ લક્ષ્મણ રામ માટે, તેમ મહાદેવભાઈ ગાંધીજી માટે હતા. <ref> He was like Lakshman to Shri Ramachandra; a spare body for one soul so to say.’ – C. Rajagopalachari.
રાજગોપાલાચાર્ય નિર્દેશે છે તેમ, જેમ લક્ષ્મણ રામ માટે, તેમ મહાદેવભાઈ ગાંધીજી માટે હતા. <ref> He was like Lakshman to Shri Ramachandra; a spare body for one soul so to say.’ – C. Rajagopalachari.
મહાદેવભાઈના વ્યક્તિત્વમાં સેવા-કરુણાનું-ભક્તિ-સ્નેહનું પ્રાબલ્ય ધ્યાન ખેંચે છે. ગાંધીજીએ એક વાર માર્મિક રીતે એમના સંદર્ભે કહેલું :
મહાદેવભાઈના વ્યક્તિત્વમાં સેવા-કરુણાનું-ભક્તિ-સ્નેહનું પ્રાબલ્ય ધ્યાન ખેંચે છે. ગાંધીજીએ એક વાર માર્મિક રીતે એમના સંદર્ભે કહેલું :
‘મહાદેવ તો જાણે જન્મથી જ માખીને પણ ઈજા કરી શકે નહીં, એટલા કોમળ.’  
‘મહાદેવ તો જાણે જન્મથી જ માખીને પણ ઈજા કરી શકે નહીં, એટલા કોમળ.’  
{{Right |(મહાદેવભાઈની ડાયરી-૬, પૃ. ૧૨) }} <br>
{{Right |(મહાદેવભાઈની ડાયરી-૬, પૃ. ૧૨) }} <br>

આ મહાદેવભાઈએ કૂતરાથી પીંખાયેલી એક વાંદરીને ગાડીમાં નાખી, આશ્રમે લાવી, એની ઠીક ઠીક સમય પરિચર્યા કરેલી.<ref> મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૮૮-૮૯. </ref>
આ મહાદેવભાઈએ કૂતરાથી પીંખાયેલી એક વાંદરીને ગાડીમાં નાખી, આશ્રમે લાવી, એની ઠીક ઠીક સમય પરિચર્યા કરેલી.<ref> મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૮૮-૮૯. </ref>
મહાદેવભાઈને ગાંધીજીની જેમ જ જનસેવા માટેનો સહજ રસ હતો. તેમને કોઈની પણ સેવા કરવામાં જરા પણ સંકોચ થતો નહોતો; પરંતુ કોઈનીયે સેવા લેવામાં જરૂર થતો હતો. તેમણે એક વાર જણાવેલું કે પોતાની ‘ઈશ્વરદત્ત માંદગી'માં ‘શોચ પારકાની સેવા લેવી પડી એટલો'<ref> મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૧. </ref> જ હતો.

આ મહાદેવભાઈ પોતાના આંતરિક ગુણ-પ્રભાવે અનેકોના મિત્ર થઈ શક્યા હતા. તેમને સૌ ચાહતા, સૌ તેમના પર વિશ્વાસ મૂકતા. એમની ગુણજ્ઞતાનો સ્વીકાર સાર્વત્રિક હતો. આમ તો મૂળભૂત રીતે અનાસક્તિ અને ત્યાગલક્ષી મનોવલણ ધરાવનારા મહાદેવભાઈના નિષ્પાપ – શુદ્ધ-સાત્ત્વિક સ્નેહનો પ્રભાવ સૌ અનુભવતા. તેઓ એ રીતે સર્વમિત્ર જણાય. તેમનું મિત્ર-સંબંધીઓનું બહોળું વર્તુળ જોતાં એ સંબંધોના માણસ પણ લાગે. આમ છતાં અંતરના એકાન્તે તો તેઓ અધ્યાત્મરાગી જીવ જ રહ્યા. શ્રી કિશોરલાલભાઈ લખે છે તેમ, મહાદેવભાઈ–

‘અને આ બધા સંબંધો સાચવતાં છતાં વ્યક્તિગત અને મહત્ત્વાકાંક્ષાના, ધનયશ આદિ લોભના, કામાદિ વિકારના, કલાસૌંદર્ય વગેરેના શોખને પરિણામે અને સ્વભાવસહજ દાક્ષિણ્યને કારણે પેદા થનાર માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાધક.’ (મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૧૦૩) — જ રહ્યા.

Line 36: Line 36:
મહાદેવભાઈની દૃષ્ટિએ નીતિનું અબાધિત તત્ત્વ તે જ સત્ય. સત્યલક્ષિતા વિના નીતિ નિરાધાર છે. તેમની દૃષ્ટિએ શીલનો પાયો પણ સત્ય જ છે. સત્ય વિનાનો સદાચાર પાખંડનું બીજું નામ છે. તેઓ પ્રામાણિકતાને નીતિની કસોટી માને છે. સત્યનિષ્ઠા સાથે જ આત્મનિષ્ઠા અને આત્મનિષ્ઠા સાથે જ આત્મશુદ્ધિનો ઘણો ગહરાઈવાળો સંબંધ છે. સંયમ, સદ્‌વિચાર, સત્સંગતિ અને સદ્‌વાચનથી આત્મશુદ્ધિમાં ઘણી મદદ મળે છે. મનુષ્યની ખરી વીરતા અંદરના પશુને કાઢવામાં છે. તેઓ સત્યાગ્રહ માટે – અહિંસાના પરિપાલન માટે અધ્યાત્મવીરતા અનિવાર્ય લેખે છે. કાયરતા ને અહિંસા પરસ્પરવિરોધી છે.  

ગાંધીજીને અનુસરી મહાદેવભાઈ પણ તિરસ્કારવૃત્તિને હિંસા જ લેખે છે અને તેને એક નબળાઈ લેખી, એમાં ધર્મવૃત્તિનો લોપ પણ જુએ છે. તેઓ આધ્યાત્મિક પ્રેમના વિકાસમાં જ આત્મવિકાસ સાથે સમષ્ટિવિકાસ પણ નિહાળે છે. તેઓ અવારનવાર ભક્તિસાધનામાં – આધ્યાત્મિક સાધનામાં આત્મસમર્પણનો – સત્સ્નેહનો મહિમા કરે છે. શ્રીમદ્ભગવદ્ગીતાના ગાંધીજીના ભાષ્યની અંગ્રેજીમાં લખેલી ભૂમિકા – ‘આત્મનિવેદન'(‘માય સબમિશન')માં તેઓ છેલ્લે જણાવે છેઃ

‘આત્મા સાથે તદ્રૂપ થવા સારુ આપણે સૌએ પોતાની જાતને યજ્ઞમાં સમર્પિત કરવાની છે. દરેક સ્ત્રી કે પુરુષે, પોતપોતાના ક્ષેત્રમાં હસતે મોંએ, હૃદયપૂર્વક અને સંકલ્પપૂર્વક પોતાની જાતને હોમી દેવાની છે. આપણી વાટ ભલે સાવ ઝીણી હોય, આપણું તેલ ભલે સાવ રાશી હોય, આપણી જ્યોત ભલે એટલી ક્ષીણ હોય કે એ આપણી પોતાની કેડી જ માંડ ઉજાળી શકતી હોય, પણ છેવટે તો આપણો ઝાંખો પ્રકાશ વિશ્વજ્યોતમાં જઈને ચોક્કસ ભળવાનો જ છે. દરેક પ્રકારનો યજ્ઞ, પછી એ ગમે તેટલો નાનો હોય કે મોટો હોય જો એ શુદ્ધ હશે તો તેને પહોંચે છે. તેની જ બરાબરી કરે છે. ત્યાં કોઈ છેલ્લું કે પહેલું નથી.'
‘આત્મા સાથે તદ્રૂપ થવા સારુ આપણે સૌએ પોતાની જાતને યજ્ઞમાં સમર્પિત કરવાની છે. દરેક સ્ત્રી કે પુરુષે, પોતપોતાના ક્ષેત્રમાં હસતે મોંએ, હૃદયપૂર્વક અને સંકલ્પપૂર્વક પોતાની જાતને હોમી દેવાની છે. આપણી વાટ ભલે સાવ ઝીણી હોય, આપણું તેલ ભલે સાવ રાશી હોય, આપણી જ્યોત ભલે એટલી ક્ષીણ હોય કે એ આપણી પોતાની કેડી જ માંડ ઉજાળી શકતી હોય, પણ છેવટે તો આપણો ઝાંખો પ્રકાશ વિશ્વજ્યોતમાં જઈને ચોક્કસ ભળવાનો જ છે. દરેક પ્રકારનો યજ્ઞ, પછી એ ગમે તેટલો નાનો હોય કે મોટો હોય જો એ શુદ્ધ હશે તો તેને પહોંચે છે. તેની જ બરાબરી કરે છે. ત્યાં કોઈ છેલ્લું કે પહેલું નથી.' (The Gita according to Gandhi, P. ૧૧૭, ગુજરાતીમાં અનુવાદ :
(The Gita according to Gandhi, P. ૧૧૭, ગુજરાતીમાં અનુવાદ :
શ્રી નારાયણ દેસાઈ, અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, ૧૯૯૨, પૃ. ૭૦)
શ્રી નારાયણ દેસાઈ, અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, ૧૯૯૨, પૃ. ૭૦)
મહાદેવભાઈની દૃષ્ટિએ જીવનનું મૂલ્ય ગીતાનિર્દિષ્ટ પરમાર્થલક્ષી યજ્ઞસાધનાના સંદર્ભમાં છે. તેથી જ તેઓ હંમેશાં આસક્તિ-મોહ-સંકુચિતતા-મમત્વ આદિથી વિમુક્ત, વૈરાગ્યપ્રેરિત, ત્યાગપરાયણ જીવનનો પક્ષ કરે છે. જે કેવળ પોતાના માટે જીવે છે તે ગીતાની પરિભાષામાં ચોરીનું અન્ન ખાનારો છે. બીજાને માટે જીવવામાં જીવનની ખરી સાર્થકતા-શક્તિ ને સિદ્ધિ છે. મનુષ્યનું તેજ ભોગમાં નહીં, ત્યાગમાં છે. તેઓ લખે છે :

Line 45: Line 44:
મહાદેવભાઈ ગાંધીજીની જેમ જ જીવન પ્રત્યે વિધાયક દૃષ્ટિ – ‘શુભદૃષ્ટિ'<ref> મનોવિહાર, ૧૯૫૬, પૃ. ૭૮. </ref> – ધરાવનારા જીવનસાધક છે. તેઓ માને છે કે વિશ્વમાં તેમ જ મનુષ્યમાં સતત અપૂર્ણમાંથી પૂર્ણ તરફ, અસત્યમાંથી સત્ય તરફ જવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા એવા મનુષ્યોમાં અને એવા મનુષ્યોથી વેગવાન બને છે, જેઓ પોતાની જાતને શૂન્યવત્ બનાવે છે અને અનાસક્તિથી – નિષ્કામ કર્મથી – ગીતાનિર્દિષ્ટ યોગભાવનાથી કર્તવ્યકર્મમાં નિરત રહેતા હોય છે.  

ગાંધીજીનાં એકાદશ વ્રતોમાં – સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, અભય, સ્પર્શભાવના (અસ્પૃશ્યતાનિવારણ), શરીરશ્રમ, સર્વધર્મસમભાવ અને સ્વદેશીમાં – મહાદેવભાઈની પણ પૂરા દિલની સંમતિ ને સક્રિયતા જોવા મળે છે. રેંટિયાની બાબતમાં કંઈક અવઢવ<ref> ‘...રેંટિયો Sacramental rite – આધ્યાત્મિક વિધિ છે એમ હજી મને પ્રતીત નથી થયું.’ – મહાદેવભાઈ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૩) </ref>

છતાં તેનો પૂરી શિસ્ત અને સમજથી તેમણે સ્વીકાર કરેલો. મહાદેવભાઈએ જે નિષ્ઠા ને ઊંડાણથી ગાંધીજીની વ્રતવિચારણાને સ્વીકારી અને જે રીતે તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો અપનાવી તેમનું સંચાલન કર્યું તેમાં પણ તેમના અધ્યાત્મજીવનનાં પોત અને પ્રતિભા પ્રગટ થયેલાં જોઈ શકાય છે.

મહાદેવભાઈ ગાંધીજીના આશ્રમમાં રહ્યા એક આદર્શ આશ્રમી તરીકે. તેથી તો ગાંધીજીએ જણાવ્યું કે મહાદેવભાઈના આવવાથી આશ્રમ લાભ્યો છે.<ref> ‘આણે (મહાદેવભાઈએ) આશ્રમને બસ, ભરી દીધો છે. એ આશ્રમથી ધન્ય થવા નહીં, પણ આશ્રમને ધન્ય કરવા આવ્યો છે.’ – ગાંધીજી (મહાદેવભાઈની ડાયરી ૪, પૃ. ૬૧) </ref> મહાદેવભાઈ આશ્રમના બધા નિયમો ચીવટથી પાળતા અને એમ કરતાં જે કંઈ વેઠવું પડે તે પ્રસન્નતાથી વેઠી લેતા. સંતોમાં હોય છે એવું મન, વચન અને કર્મની ‘એકરૂપતા'(‘ઇન્ટિગ્રિટી')નું તત્ત્વ મહાદેવભાઈમાં દૃષ્ટિગોચર થાય છે. મહાદેવભાઈમાં પરિપક્વ ધાર્મિકતા (‘રિલિજ્યૉસિટી'), સૂક્ષ્મ ન્યાયબુદ્ધિ અને એકાગ્ર તત્ત્વપરાયણતા જોવા મળે છે. એ સર્વના વિધાયક બળે જ તેઓ પચાસ વર્ષના ટૂંકા આયુષ્યમાંયે જાણે સો વર્ષની જીવનસાધના કરી શક્યા. તેઓ આશ્રમના યમનિયમોના પાલન દ્વારા અન્યને થાય તેથી અદકેરો લાભ ઉઠાવી શક્યા. મહાદેવની કલમની કામયાબીમાં, ગાંધીજીના રહસ્યસચિવ તરીકેની ઉજ્જ્વળ સિદ્ધિમાં તેમની આ આધ્યાત્મિક – સત્ત્વનિષ્ઠ સબળતા – સજ્જતાનો ફાળો નાનોસૂનો નથી. મહાદેવભાઈનાં વિચાર, વાણી ને વર્તનમાં એક પ્રકારની કલ્યાણકારી આધ્યાત્મિક સ્કૂર્તિનાં મંગલ દર્શન થાય છે.  

મહાદેવભાઈના સમગ્ર જીવનમાં અહમ્‌ના વિસર્જનની – પરમતત્ત્વના સાક્ષાત્કાર માટે આત્મસમર્પણ કે સર્વસમર્પણ કરવાની – ભાવના બળવત્તર જણાય છે. તેઓ તેમના અંગત તેમ જ જાહેર જીવનમાં અહમ્‌ના વિગલન-વિસર્જન માટે સ્વાભાવિકતયા જ સક્રિય રહેતા જણાય છે. એમણે જ લખ્યું છે :  
મહાદેવભાઈના સમગ્ર જીવનમાં અહમ્‌ના વિસર્જનની – પરમતત્ત્વના સાક્ષાત્કાર માટે આત્મસમર્પણ કે સર્વસમર્પણ કરવાની – ભાવના બળવત્તર જણાય છે. તેઓ તેમના અંગત તેમ જ જાહેર જીવનમાં અહમ્‌ના વિગલન-વિસર્જન માટે સ્વાભાવિકતયા જ સક્રિય રહેતા જણાય છે. એમણે જ લખ્યું છે : {{Poem2Close}}
 
<poem>
‘અહિંસાના માર્ગની ટૂંકો
‘અહિંસાના માર્ગની ટૂંકો
યમનિયમાદિનું પાલન છે,
યમનિયમાદિનું પાલન છે,
</poem>
{{Poem2Open}}
પણ
પણ
{{Poem2Close}}
<poem>
અંતિમ શિખર તો
અંતિમ શિખર તો
આત્મવિસર્જન છે.’
આત્મવિસર્જન છે.’
</poem>
{{Right|(અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૬૪૫)}}   
{{Right|(અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૬૪૫)}}   
 
{{Poem2Open}}
ગાંધીજીને પણ મહાદેવભાઈની આ આત્મવિસર્જનની – આત્મસમર્પણની ભાવના સ્પર્શી ગઈ હતી. એમણે આ સંદર્ભે એક વાર કહ્યું:  
ગાંધીજીને પણ મહાદેવભાઈની આ આત્મવિસર્જનની – આત્મસમર્પણની ભાવના સ્પર્શી ગઈ હતી. એમણે આ સંદર્ભે એક વાર કહ્યું:  
‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું? તો કહું કે, પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ.’ (હરિજન : સેવાગ્રામ : ૧૨-૮-૧૯૪૬)
‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું? તો કહું કે, પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ.’ (હરિજન : સેવાગ્રામ : ૧૨-૮-૧૯૪૬)
Line 68: Line 76:
આ પછી મહાદેવભાઈ ગીતાની જે અધ્યાયવાર વિચારણા છે તેનું ક્રમિક રીતે સ્વચ્છ-સુરેખ મર્મદર્શન કરાવે છે. તેમાં મહાદેવભાઈની આધ્યાત્મિક સૂઝ-સમજનું, એમની સહૃદયતાનું પણ પ્રસન્ન દર્શન થાય છે. મહાદેવભાઈ યોગ્ય રીતે જ કૃષ્ણને અર્જુનના અંતઃકરણરૂપી રથના સારથિ તરીકે નિરૂપે છે.<ref> એજન, પૃ. ૫૪. </ref> કૃષ્ણ કઈ રીતે અર્જુનને કર્તવ્યાભિમુખ કરે છે તેની તેઓ રસપ્રદ આલોચના આપે છે. ભગવદ્ગીતાના અધ્યાય એક અને બેના આધારે કૃષ્ણાર્જુન-સંવાદની પ્રારંભિક ભૂમિકા રજૂ કર્યા બાદ ત્રીજા તથા ચોથા અધ્યાયના આધારે તેઓ કર્મયોગનું તત્ત્વજ્ઞાન સમજાવે છે. તેઓ યોગ્ય રીતે જ આ ચર્ચામાં સ્વાર્થપરાયણતાને પાપ સાથે અને નિઃસ્વાર્થપણાને નિષ્પાપીપણા સાથે સાંકળે છે. <ref> ‘...Selfishness is sin, selflessness is freedom from it." (The Gita according to Gandhi, પૃ. ૬૦) </ref>

મહાદેવભાઈ કર્મયોગની ચર્ચામાં અનાસક્તિ પર સવિશેષ ભાર મૂકે છે. જ્યાં અનાસક્તિ છે ત્યાં જ સાચી વિમુક્તિ અને સાચું સુખ છે એમ તેઓ જણાવે છે. આ સંદર્ભમાં રાગદ્વેષથી પર ઊઠવાની, આત્મસંયત થવાની આવશ્યકતા પણ તેઓ દર્શાવે છે. અનાસક્ત કર્મમાં જ બ્રહ્માર્પણની ભાવના રહેલી છે. તેઓ સર્વ યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞની વરિષ્ઠતા નિર્દેશી કર્મ સાથેના જ્ઞાનના સહજ સમન્વયનો બોધ પણ કરે છે.

મહાદેવભાઈ જ્ઞાનયોગ અને કર્મયોગના સંબંધ-સમન્વયની વાતમાં ભગવદ્ગીતાના કર્મસંન્યાસયોગનો આધાર લે છે. આમ તો જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેય સારા છે, તેમ છતાં તેમનો પક્ષપાત કર્મયોગ તરફ છે.<ref> એજન, પૃ. ૧૬. </ref> અલબત્ત, કર્મયોગની શ્રેષ્ઠતા જ્ઞાનયોગનિષ્ઠ સંન્યાસવૃત્તિ પર નિર્ભર હોવાનું પણ અહીં સમજાય છે.  
મહાદેવભાઈ જ્ઞાનયોગ અને કર્મયોગના સંબંધ-સમન્વયની વાતમાં ભગવદ્ગીતાના કર્મસંન્યાસયોગનો આધાર લે છે. આમ તો જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેય સારા છે, તેમ છતાં તેમનો પક્ષપાત કર્મયોગ તરફ છે.<ref>એજન, પૃ. ૧૬. </ref> અલબત્ત, કર્મયોગની શ્રેષ્ઠતા જ્ઞાનયોગનિષ્ઠ સંન્યાસવૃત્તિ પર નિર્ભર હોવાનું પણ અહીં સમજાય છે.  
મહાદેવભાઈએ ધ્યાનયોગની ચર્ચા ગીતાના છઠ્ઠાથી આઠમા અધ્યાયોના આધારે કરી છે. તેમાં આત્મજિત થવાની, આત્મસંયમ દ્વારા યોગસ્થ થવાની સાધના પર ભાર દેવામાં આવ્યો છે. યોગીએ વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાની જેમ સ્થિરતા સાધવાની રહે છે. આ માટે ધ્યાનવિષય પરમાત્માનું સમ્યગ્ જ્ઞાન જોઈએ જ. જે પરમાત્માને બરોબર રીતે જાણે છે તે જ તેનામાં એકાગ્ર થઈ સાચી યોગાવસ્થા પામી શકે છે.  

આ પછી મહાદેવભાઈએ ગીતાના નવમાથી અગિયારમા અધ્યાયોનું મર્મદર્શન ‘ભક્તિયોગ' – એ શીર્ષક હેઠળ કરાવ્યું છે. ભક્તિયોગને સૌથી સરળ ને સફળ યોગ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. તેઓ કહે છે : ભક્તિને માત્ર લાગણીના ઉદ્રેક રૂપે જોવાની નથી. એમાં સર્વભૂતહિત અને સાર્વત્રિક કરુણા અનુસ્યૂત છે. એમાં મનને વ્યગ્ર કરતી ક્ષુદ્ર બાબતોમાંથી છુટકારો મેળવવા સાથે સર્વોત્તમ સ્થિર શાંત આહ્લાદના આદિમ સ્રોતરૂપ વિરાટ સ્વરૂપ પરમતત્ત્વ પ્રત્યેનું શ્રદ્ધાપૂત સમર્પણ પણ રહેલું છે. ભક્તિયોગમાં ભક્ત ભગવાનની ઇચ્છાની પૂર્તિ કરતો પોતે ભગવદ્ભાવનો પ્રગાઢ અનુભવ કરતો રહે છે.<ref> ‘Bhakti is no mere emotional rapture but the very perfection of humility and service of all that lives, the extinction of all ‘otherness' and ill-will, and contentment in willing surrender, freedom from all depression and elation and from all unquiet care – a life in which the bhakta feels at ease with the world and the world feels at ease with him, where his whole joy is to do His will. And verily the man who fulfils all His will, declares the Lord, ‘is the bhakta after Mine own heart.' That is the essence of bhakti, the very core of dharma.’ — Mahadevbhai (The Gita according to Gandhi, પૃ. ૮૪-૮૫) </ref>

Line 78: Line 86:
અહીં મહાદેવભાઈ શંકરાચાર્યના જ્ઞાનવાદી અને લોકમાન્ય ટિળકના કર્મવાદી વલણનો વિવાદ પણ છેડે છે. તેઓ શંકરાચાર્યનો કર્મવિરોધ વસ્તુતઃ અર્થહીન કર્મકાંડનો વિરોધ છે તે સમજાવે છે. તેઓ ટિળકની મતચર્ચામાં જે અપ્રસ્તુત બાબત છે તે પણ અલગ તારવી બતાવે છે.<ref> એજન, પૃ. ૧૧૧-૧૧૩. </ref>  

આમ, મહાદેવભાઈએ એમના ‘આત્મનિવેદન'માં એક સ્વસ્થ, સમતોલ અને સ્વતંત્ર અધ્યાત્મચિંતક તરીકેની – હિન્દુ તત્ત્વજ્ઞાનના એક સજાગ અભ્યાસી તરીકેની સુરેખ મુદ્રા અંકિત કરી છે. તેમણે જે રીતે ગીતા અંગેના કેટલાક પ્રશ્નો-વિવાદોનું – ખાસ કરીને હ્યુમ જેવા વિચારકોના ગૂંચવાડાનું ધુમ્મસ દૂર કરી ગીતાકારના ભાવમર્મને ઉદ્ઘાટિત કરી આપ્યો છે. તેમાં તેમની પારદર્શી તર્કપૂત ચિંતનશીલતાનું તેજ વરતાય છે. મહાદેવભાઈએ ‘આત્મનિવેદન’ અને કેટલાંક ટિપ્પણો દ્વારા ગાંધીજીના અનાસક્તિયોગના ભાવમર્મની સુંદર અંગ્રેજીમાં સમજૂતી આપી આપણને પ્રશસ્ય સંસ્કારસેવા – સંસ્કૃતિસેવાનું પ્રેરક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ગાંધીજીને મહાદેવભાઈ જેવા સહૃદય ભાષ્યકાર બીજા ભાગ્યે જ મળ્યા હોત! બંનેની અધ્યાત્મવિચારણાની તરંગ-લંબાઈ (‘વેવલેન્થ')માં એક અનોખો મેળ પ્રતીત થાય છે. બંનેની વિચારણા-વાણીમાં અનોખી ભાવાત્મક એકતા – શ્રદ્ધાન્વિત સંવાદિતા સતત અનુભવાય છે.

મહાદેવભાઈએ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', ‘હરિજન’ વગેરે પત્રો માટે જે લખાણો કર્યાં તેમાં, અનેક પત્રોમાં, પોતાની ડાયરીમાં અવારનવાર અધ્યાત્મને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ ચલાવી છે. કેટલીક ભજનવાણી કે સંતવાણીના મર્મો પામવા માટે, ગીતાના શ્લોકાર્થો પકડવા માટે ગાંધીજી, કાકાસાહેબ, વિનોબા વગેરે સાથે એમની ચર્ચાઓ ચાલી છે; જેમ કે, તેઓ ગાંધીજી સાથે
મહાદેવભાઈએ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', ‘હરિજન’ વગેરે પત્રો માટે જે લખાણો કર્યાં તેમાં, અનેક પત્રોમાં, પોતાની ડાયરીમાં અવારનવાર અધ્યાત્મને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ ચલાવી છે. કેટલીક ભજનવાણી કે સંતવાણીના મર્મો પામવા માટે, ગીતાના શ્લોકાર્થો પકડવા માટે ગાંધીજી, કાકાસાહેબ, વિનોબા વગેરે સાથે એમની ચર્ચાઓ ચાલી છે; જેમ કે, તેઓ ગાંધીજી સાથે {{Poem2Close}}
 
<poem>
‘अपि चेदसि पापेभ्य सर्वेभ्यः पापकृत्तमः’
‘अपि चेदसि पापेभ्य सर्वेभ्यः पापकृत्तमः’
‘अपु चेत्सुदुराचारो भजते मामनन्.भाक्'
‘अपु चेत्सुदुराचारो भजते मामनन्.भाक्'
</poem>
{{Poem2Open}}
જેવા શ્લોકો લઈને પત્રચર્ચા કરે છે.<ref> મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૭૫-૮૨. </ref>
જેવા શ્લોકો લઈને પત્રચર્ચા કરે છે.<ref> મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૭૫-૮૨. </ref>
‘મહાદેવભાઈનું ચિત્ત સંતવાણી અને ગીતાવાણીના આધારે જીવનના વિવિધ પ્રશ્નોને સમજવા – ઉકેલવામાં સારી પેઠે ચિંતનરત મંથનરત રહેતું હોવાનું સમજાય છે.
‘મહાદેવભાઈનું ચિત્ત સંતવાણી અને ગીતાવાણીના આધારે જીવનના વિવિધ પ્રશ્નોને સમજવા – ઉકેલવામાં સારી પેઠે ચિંતનરત મંથનરત રહેતું હોવાનું સમજાય છે.
Line 116: Line 128:
‘ભક્તિના અખંડ કાવ્ય’ સમા આ મહાદેવભાઈનો જીવનદીપ જ્યારે એમના સાધનામંદિર સમી આગાખાન મહેલની જેલમાં બુઝાઈ ગયો ત્યારે એમના પહેરણનાં ખિસ્સામાંથી બે વસ્તુઓ નીકળેલી ––. શ્રીમદ્ભગવદ્ગીતાની એક પ્રત, અને બીજી તે ફાઉન્ટન પેન. એમણે શ્રીમદ્ભગવદ્ગીતાને આત્મસાત્ કરી એની શક્તિથી જે પેન ચલાવી તેનાં મધુમય ફળોનો આસ્વાદ લેતાં આપણે એટલું જ પ્રાર્થીએ કે આપણી અંદર રહેલા મહાદેવનો સાક્ષાત્કાર કરવાનું બળ આપણા આ મહાદેવભાઈ આપણને અર્પી રહે.

<hr>

Latest revision as of 14:01, 9 June 2022

વ્યાખ્યાન: ૧

મહાદેવભાઈ દેસાઈનું અધ્યાત્મચિંતન

શ્રી મહાદેવભાઈ ગાંધી-ઉપાસક અને સ્વાતંત્ર્યવીર – એ ઓળખાણ ઘણી જાણીતી છે; પણ તેઓ પહેલા આત્મસાધક ને પછી ગાંધી-ઉપાસક; એ પહેલા અધ્યાત્મવીર ને પછી સ્વાતંત્ર્યવીર – એ ઓળખાણ તો મહાદેવભાઈને અંતરતમ રીતે જાણનારાઓને જ ખાસ તો હોય. મહાદેવભાઈના જીવનમાં ઊંડા ઊતરનારને તુરત પ્રતીતિ થશે કે મહાદેવભાઈ ભલે ગાંધીજીના પરમ ભક્ત – ગાંધી-ઉપનિષદના શ્રદ્ધેય વ્યાખ્યાકાર હોય, પણ તેમના વ્યક્તિત્વની બુનિયાદ તો અધ્યાત્મ ને ધર્મ જ છે. ઉંદર વિશેની એક બાલવાર્તામાં આવે છે કે તે જ્યાં સુધી ચરુને જોઈ શકતો હતો ત્યાં સુધી એનામાં ઊંચો કૂદકો લગાવવાની શક્તિ ટકી રહેલી તેમ મહાદેવભાઈમાં પણ જે ઉન્નત વિકાસની શક્તિ સતત વરતાય છે તેના મૂળમાં તેમનું અધ્યાત્મતત્ત્વરૂપી સુવર્ણનું દર્શન રહેલું છે. એના પ્રેરણાત્મક દર્શને જ તેઓ જીવનમાં સતત ઊંચે ને ઊંચે ચડતા ગયા. તેઓ ગાંધીજીથી આકર્ષાયા અને ગાંધીજીના સાન્નિધ્યમાં આમરણ ટકી શક્યા તેના મૂળમાં પણ અધ્યાત્મનો જ રસ-રંગ. એ રસ-રંગે જ એમનામાં સાધના માટે અનિવાર્ય એવી અ-ડોલ આસન જમાવવાની શક્તિ આવી રહેલી. જે ઉત્કૃષ્ટ જીવન-ભાવનાના એ પ્રેમી અને મર્મી હતા એના મૂર્તિમંત અવતારરૂપ ગાંધીજી એમને વરતાયા. ગાંધીજી સાથેનો એમનો સંબંધ સત્સંગની કોટિનો – આધ્યાત્મિક – સાત્ત્વિક સંબંધ હતો. એ સંબંધ સ્વાર્થનિષ્ઠ નહીં પરંતુ પરમાર્થનિષ્ઠ સંબંધ તરીકે જ ઓળખવો ઘટે. ગાંધીજી એમના ‘મુરશિદ' હતા, એ એમના શિષ્ય. જીવનભર એ મુરશિદના પગલે ચાલવામાં એમણે જીવનની કૃતાર્થતા – ધન્યતા અનુભવી. ‘નીંદ નહીં પલ ઘડી, શબદમાં જીનકું ખબર પડી' – એ અર્જુનવાણીનું – સત કેરી વાણીનું સારતત્ત્વ તેઓ ઘણું વહેલું પામી ચૂક્યા હતા. ભવસાગરમાં તરતા રાખવાની ક્ષમતા ધરાવનાર જહાજનું પંખી તે મહાદેવભાઈ હતા. તેમને માતાના ધાવણમાંથી અને પિતાના પ્રાથમિક શિક્ષણમાંથી જ ધર્મવૃત્તિના ઊંડા સંસ્કારો પ્રાપ્ત થયા હતા. મહાદેવભાઈના દાદા સૂરભાઈ ગણપતિના ભક્ત. ઘરમાં ક્યારેક ખાવાના વખા પડે તો ભલે, પણ ગણપતિનાં પૂજા-નૈવેદ્યમાં તૂટ ન ચાલે. એમના કુટુંબમાં ટીલાંટપકાંવાળાંનો મહિમા – એની પરંપરા; તેથી ‘ટીલવા’ તરીકેય ઓળખાતા. ઘરે વારતહેવારે ભજનકીર્તન થાય. રામાયણ-મહાભારતની કથાઓ સાંભળવા મળે. પિતા હરિભાઈ નામ પ્રમાણેના જ ગુણવાળા – હરિના ભાઈ – બંધુજન. આચારવિચારમાં સંયમશુદ્ધિના ચુસ્ત આગ્રહી. પવિત્ર બુદ્ધિના સાચા શિક્ષક. મહાદેવભાઈના કાકા ખંડુભાઈ વળી શ્રીમન્ નથુરામ શર્માથી પ્રભાવિત. તેઓ જ્યારે થોડો સમય જૂનાગઢ કાકાને ત્યાં રહ્યા ત્યારે એ ધર્મપ્રણાલીનોયે કેટલોક અનુભવ પામ્યા. મહાદેવભાઈના સસરા ખંડુભાઈ તે શ્રેયસ્સાધક અધિકારી વર્ગના સંસ્થાપક શ્રીમદ્ નૃસિંહાચાર્યજીના શિષ્ય. એમનું કુટુંબ પણ ‘ભગત' કહેવાતું. પિતા ખંડુભાઈના સદાચાર-ધર્મના સંસ્કાર પુત્રી દુર્ગાબહેનમાં પણ ઊતરેલા. તેથી તો પરણીને સાસરે આવતાં રસ્તામાં ભાભીઓ સાથેના મહાદેવભાઈના મુક્ત વિનોદે તેઓ કંઈક છળી ઊઠેલાં – ડઘાઈ ગયેલાં; પણ પછી દેખીતી રીતે ગરીબ પણ આંતરિક રીતે ધર્મસંસ્કારે સમૃદ્ધ આ પરિવારની ખાનદાનીથી તેમના ચિત્તનું રૂડી રીતે સમાધાન થઈ શક્યું હતું. મહાદેવભાઈનું ‘મહાદેવ' નામ રાશિ પરથી પડેલું નથી. એ ‘મહાદેવ’ નામ તો માતા જમનાબહેનના શિવભક્તિના સીધા સંકેતરૂપ છે. મહાદેવજીનાં ભારે વ્રત-તપ પછી આ પુત્ર મહાદેવ પ્રાપ્ત થયેલા. તેથી ખરેખર તો મહાદેવભાઈ ‘મહાદેવપ્રસાદ’ જ લેખાય. (તેથી તો દુર્ગાબહેને એક પત્રમાં પતિ મહાદેવભાઈને ‘મહાદેવપ્રસાદ’ સંબોધન કર્યું છે તે મીઠું લાગે છે!) આ મહાદેવભાઈ સાત વર્ષના હતા એવામાં જ જમનાબહેને ચિરવિદાય લીધી. પિતા હરિભાઈએ માતાપિતાની બેવડી જવાબદારી ઉત્તમ રીતે અદા કરી. તેમના સાન્નિધ્યે મહાદેવભાઈમાં સ્નેહભક્તિનો – ભક્તિસ્નેહનો રસ બરોબર સિંચાયો. મહાદેવભાઈ નાનપણથી જ આસ્તિક પ્રકૃતિના તથા પાપભીરુ સજ્જન તરીકે ઘડાતા ગયા. તેઓ તેમના જીવનમાં ચારિત્ર્યસ્ખલનનાં એકાધિક જોખમોમાં અણીશુદ્ધ રીતે પાર ઊતર્યા તેમાં તેમનું આ ધાર્મિક ઘડતર અને ઈશ્વરી બળ જ કારણભૂત જણાય છે. તેમણે એક વાર આ બાબતે કહેલું: ‘આવા ગંદવાડની વચ્ચે રહીને શુદ્ધ રહેવા પામ્યો તે મારો દહાડો પાધરો અને ઈશ્વરની મારી ઉપર મોટી મહેર તેથી જ.’ (મહાદેવભાઈનું પૂર્વચરિત, ૧૯૫૦, પૃ. ૨૨)
મહાદેવભાઈના પરિવારમાં ગોધરાના એક સંત બાપજીની આવનજાવન સારી હતી. એ બાપજીનું પૂરું નામ પુરુષોત્તમ સેવકરામ ભગત. મહાદેવભાઈ તેરચૌદ વર્ષની વયથી એમના સંપર્કમાં. એ બાપજી સાથેનો એમનો સત્સંગ લગભગ પંદર વર્ષનો. ભજન દ્વારા ભક્તિરસ, અધ્યાત્મરસ ચાખવા-ચખાડવાની એમની રીત. મહાદેવભાઈ એમની સંનિધિથી આધ્યાત્મિક રીતે સારું એવું લાભ્યા. તેઓ લખે છેઃ ‘મારો એ સંતપુરુષનો પરિચય મારા પિતા મારફતે થયેલો. કૉલેજમાં અભ્યાસ કરતો તે વેળા સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો અને તે દ્વારા રામકૃષ્ણ પરમહંસનો પરિચય મને થયો હતો. એ પરમહંસની પ્રતિમૂર્તિ આ પુરુષમાં મને જોવાની મળી. એ પરમહંસનાં વચનોનું રહસ્ય આ સંતપુરુષનાં વચનોથી મને સમજાયું.' (મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૪૨)
મહાદેવભાઈને બાપજીના સાન્નિધ્યમાં ઊંડી શાંતિનો અનુભવ થતો હતો. એ રીતે બાપજી ‘શાંતિ પમાડે તેને સંત કહીએ' – એ વ્યાખ્યાના સમર્થ ઉદાહરણરૂપ હતા. તેમની સરળતા ને નિર્માનીપણું હૃદયસ્પર્શી હતાં. તેઓ ઉપદેશ આપતા તેય પોતાની આગવી કોઠાસૂઝથી. ‘ગીતા ગીતા ગીતા ગીતા'માંથી તેઓ ત્યાગી ત્યાગી ત્યાગી'નો ભાવાર્થ તારવી બતાવતા! ‘મોક્ષ'ની સમજૂતી ‘મોહનો ક્ષય તે મોક્ષ' – એ રીતે આપતા.[1] મહાદેવભાઈને સ્વાભાવિકતયા જ આ જીવન અને સૃષ્ટિનાં ગૂઢાતિગૂઢ બળો માટે ઊંડી જિજ્ઞાસા ને આકર્ષણ હતાં. તેઓ જ્યોતિપાદિ ભવિષ્યકથનના શાસ્ત્રપ્રયોગોમાંયે રસ લેતા હતા. એ માટે જરૂર પડ્યે ગાંઠના પૈસાયે ખર્ચતા. તેઓ એક તબકકે ‘હિન્દુ સ્પિરિચ્યુઅલ’ મૅગેઝિનના ગ્રાહક પણ થયા હતા. તેમને ત્રાટક-સંમોહન જેવી વિદ્યાઓ વિશે પણ કૌતુક હતું. મહાદેવભાઈ કૉલેજકાળથી જ અધ્યાત્મ અને સાહિત્યનાં ક્ષેત્રોમાં સક્રિય રીતે રસ લેતા હતા. બી.એ.માં તેમણે ફિલસૂફી તથા તર્કશાસ્ત્ર – એ વિષયો રાખેલા. તેમની તમન્ના તો કૉલેજકક્ષાએ જ શાંકરવેદાંતનો સઘન અભ્યાસ કરવાની હતી, પરંતુ તે સફળ થઈ નહોતી. એમના તે કાળના ગાઢ મિત્ર શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા તેમના વિશેનાં સ્મરણો રજૂ કરતાં જણાવે છે : ‘ભાઈ મહાદેવ વધારે કવિ હતા કે ફિલસૂફ તે હું કહી શકતો નથી.' (મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૬૪)
મહાદેવભાઈ એક સાચા સદ્ગૃહસ્થ – Gentleman હતા. તેમની ‘જેન્ટલમૅન’ની વ્યાખ્યા આવી હતી : ‘Gentle as a woman and firm as a man.’ તેઓ, શ્રી નરહરિભાઈ જણાવે છે તેમ, શ્રેયોમાર્ગી હતા. તેમણે ‘પૂજ્યપાદ તીર્થસ્વરૂપ બાપુજી'ને ૫-૧૨-૧૯૨૧ના રોજ પત્રમાં જણાવ્યું : ‘મારું ambition – પુરુષાર્થ – કેવળ અનન્ય ભક્તિ – સાધુજનની (આપના જેવા સાધુજન મને કોઈક જ દેખાય છે) કરીને આત્મસાક્ષાત્કાર કરવો. હનુમાન જેવાને આદર્શ રાખી તેની સ્વાર્પણસેવા પોતામાં ઉતારવી, અને કેવળ સેવા-ભક્તિથી તરી જવું – એ જ મારો પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ મને ગમ્યો નથી, અને એ પુરુષાર્થને અનુકૂળ હું મારું વર્તન જ્યાં સુધી રખાય ત્યાં સુધી રાખી રહ્યો છું.' ‘એ જ પત્રમાં આગળ તેઓ લખે છેઃ ‘જીવન મોરા હિ ભલા જો સત સુમિરન હોય' એ જ મારું તો લક્ષ્ય છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૨૫ અને ર૭)
ગાંધીજીએ મહાદેવભાઈના પિતાને પત્ર લખતાં એમાં જણાવેલું કે ‘ભાઈ મહાદેવને પૈસો જ સુખ આપે તેવી પ્રકૃતિ નથી.' મહાદેવભાઈએ કૉલેજકાળ દરમિયાન લેખનમાં પોતાના માટે ‘ભોળા શંભુ' એવા તખલ્લુસનો પ્રયોગ કરેલો. એ પ્રયોગ પાછળ ‘મહાદેવ’ શબ્દનો ભાવાર્થ કારણભૂત હશે એમ લાગે છે. હકીકતમાં જેમ કવિ ન્હાનાલાલે પોતાના માટે ‘પ્રેમભક્તિ' ઉપનામ રાખેલું તેમ મહાદેવભાઈએ પોતાનું ઉપનામ ‘સેવાભક્તિ' રાખવું જોઈતું હતું! રાજગોપાલાચાર્ય નિર્દેશે છે તેમ, જેમ લક્ષ્મણ રામ માટે, તેમ મહાદેવભાઈ ગાંધીજી માટે હતા. Cite error: Closing </ref> missing for <ref> tag મહાદેવભાઈને ગાંધીજીની જેમ જ જનસેવા માટેનો સહજ રસ હતો. તેમને કોઈની પણ સેવા કરવામાં જરા પણ સંકોચ થતો નહોતો; પરંતુ કોઈનીયે સેવા લેવામાં જરૂર થતો હતો. તેમણે એક વાર જણાવેલું કે પોતાની ‘ઈશ્વરદત્ત માંદગી'માં ‘શોચ પારકાની સેવા લેવી પડી એટલો'[2] જ હતો. આ મહાદેવભાઈ પોતાના આંતરિક ગુણ-પ્રભાવે અનેકોના મિત્ર થઈ શક્યા હતા. તેમને સૌ ચાહતા, સૌ તેમના પર વિશ્વાસ મૂકતા. એમની ગુણજ્ઞતાનો સ્વીકાર સાર્વત્રિક હતો. આમ તો મૂળભૂત રીતે અનાસક્તિ અને ત્યાગલક્ષી મનોવલણ ધરાવનારા મહાદેવભાઈના નિષ્પાપ – શુદ્ધ-સાત્ત્વિક સ્નેહનો પ્રભાવ સૌ અનુભવતા. તેઓ એ રીતે સર્વમિત્ર જણાય. તેમનું મિત્ર-સંબંધીઓનું બહોળું વર્તુળ જોતાં એ સંબંધોના માણસ પણ લાગે. આમ છતાં અંતરના એકાન્તે તો તેઓ અધ્યાત્મરાગી જીવ જ રહ્યા. શ્રી કિશોરલાલભાઈ લખે છે તેમ, મહાદેવભાઈ– ‘અને આ બધા સંબંધો સાચવતાં છતાં વ્યક્તિગત અને મહત્ત્વાકાંક્ષાના, ધનયશ આદિ લોભના, કામાદિ વિકારના, કલાસૌંદર્ય વગેરેના શોખને પરિણામે અને સ્વભાવસહજ દાક્ષિણ્યને કારણે પેદા થનાર માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાધક.’ (મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૧૦૩) — જ રહ્યા. મહાદેવભાઈનું વાચન પણ એમની આધ્યાત્મિક વિચારણાને ઉત્તેજે ને વિકસાવે એવું વિશાળ અને વૈવિધ્યસભર હતું. તેમની રુચિ જીવનોપયોગી સાહિત્ય માટેની હતી. તેમનું સાહિત્યિક વાચન પથ્ય ને સાત્ત્વિક પ્રકારનું હતું. પૂર્વના તેમ જ પશ્ચિમના મહત્ત્વના તત્ત્વવિચારકોનો – અધ્યાત્મસાધકોનો તેમણે ઠીક ઠીક લાભ લીધો હતો. તેમને જેમ શંકરાચાર્ય તેમ કાન્ટ, શોપનહાઉર ને સ્પિનોઝા અજાણ્યા નહોતા. અધ્યાત્મનું ક્ષેત્ર એમના માટે બૌદ્ધિક વિલાસ-વિનોદ માટેનું નહીં પણ અંદરના સર્વાંગીણ વિકાસ માટેનું વિષયક્ષેત્ર હતું. અધ્યાત્મને તેઓ વિચાર કે બુદ્ધિના સ્તરેથી આચાર-અનુભવના સ્તરે ઉપયોગમાં લેવાના મતના હતા. વાંચેલું-વિચારેલું જ્યાં સુધી અનુભવ-આચારમાં પરિણમન સાધતું નથી ત્યાં સુધી એ અધૂરું – કહો કે વંધ્ય રહે છે; અને તેથી જ મહાદેવભાઈની આધ્યાત્મિક જીવનરીતિમાં જ એમના આધ્યાત્મિક ચિંતનની પરિણતિ જોવી અનિવાર્ય થઈ પડે છે. આધ્યાત્મિક ચિંતનની સફળતા પણ એ રીતે જ પ્રતીત થાય છે. મહાદેવભાઈની દૃષ્ટિએ નીતિનું અબાધિત તત્ત્વ તે જ સત્ય. સત્યલક્ષિતા વિના નીતિ નિરાધાર છે. તેમની દૃષ્ટિએ શીલનો પાયો પણ સત્ય જ છે. સત્ય વિનાનો સદાચાર પાખંડનું બીજું નામ છે. તેઓ પ્રામાણિકતાને નીતિની કસોટી માને છે. સત્યનિષ્ઠા સાથે જ આત્મનિષ્ઠા અને આત્મનિષ્ઠા સાથે જ આત્મશુદ્ધિનો ઘણો ગહરાઈવાળો સંબંધ છે. સંયમ, સદ્‌વિચાર, સત્સંગતિ અને સદ્‌વાચનથી આત્મશુદ્ધિમાં ઘણી મદદ મળે છે. મનુષ્યની ખરી વીરતા અંદરના પશુને કાઢવામાં છે. તેઓ સત્યાગ્રહ માટે – અહિંસાના પરિપાલન માટે અધ્યાત્મવીરતા અનિવાર્ય લેખે છે. કાયરતા ને અહિંસા પરસ્પરવિરોધી છે. ગાંધીજીને અનુસરી મહાદેવભાઈ પણ તિરસ્કારવૃત્તિને હિંસા જ લેખે છે અને તેને એક નબળાઈ લેખી, એમાં ધર્મવૃત્તિનો લોપ પણ જુએ છે. તેઓ આધ્યાત્મિક પ્રેમના વિકાસમાં જ આત્મવિકાસ સાથે સમષ્ટિવિકાસ પણ નિહાળે છે. તેઓ અવારનવાર ભક્તિસાધનામાં – આધ્યાત્મિક સાધનામાં આત્મસમર્પણનો – સત્સ્નેહનો મહિમા કરે છે. શ્રીમદ્ભગવદ્ગીતાના ગાંધીજીના ભાષ્યની અંગ્રેજીમાં લખેલી ભૂમિકા – ‘આત્મનિવેદન'(‘માય સબમિશન')માં તેઓ છેલ્લે જણાવે છેઃ ‘આત્મા સાથે તદ્રૂપ થવા સારુ આપણે સૌએ પોતાની જાતને યજ્ઞમાં સમર્પિત કરવાની છે. દરેક સ્ત્રી કે પુરુષે, પોતપોતાના ક્ષેત્રમાં હસતે મોંએ, હૃદયપૂર્વક અને સંકલ્પપૂર્વક પોતાની જાતને હોમી દેવાની છે. આપણી વાટ ભલે સાવ ઝીણી હોય, આપણું તેલ ભલે સાવ રાશી હોય, આપણી જ્યોત ભલે એટલી ક્ષીણ હોય કે એ આપણી પોતાની કેડી જ માંડ ઉજાળી શકતી હોય, પણ છેવટે તો આપણો ઝાંખો પ્રકાશ વિશ્વજ્યોતમાં જઈને ચોક્કસ ભળવાનો જ છે. દરેક પ્રકારનો યજ્ઞ, પછી એ ગમે તેટલો નાનો હોય કે મોટો હોય જો એ શુદ્ધ હશે તો તેને પહોંચે છે. તેની જ બરાબરી કરે છે. ત્યાં કોઈ છેલ્લું કે પહેલું નથી.' (The Gita according to Gandhi, P. ૧૧૭, ગુજરાતીમાં અનુવાદ : શ્રી નારાયણ દેસાઈ, અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, ૧૯૯૨, પૃ. ૭૦) મહાદેવભાઈની દૃષ્ટિએ જીવનનું મૂલ્ય ગીતાનિર્દિષ્ટ પરમાર્થલક્ષી યજ્ઞસાધનાના સંદર્ભમાં છે. તેથી જ તેઓ હંમેશાં આસક્તિ-મોહ-સંકુચિતતા-મમત્વ આદિથી વિમુક્ત, વૈરાગ્યપ્રેરિત, ત્યાગપરાયણ જીવનનો પક્ષ કરે છે. જે કેવળ પોતાના માટે જીવે છે તે ગીતાની પરિભાષામાં ચોરીનું અન્ન ખાનારો છે. બીજાને માટે જીવવામાં જીવનની ખરી સાર્થકતા-શક્તિ ને સિદ્ધિ છે. મનુષ્યનું તેજ ભોગમાં નહીં, ત્યાગમાં છે. તેઓ લખે છે : ‘વસ્તુતઃ જગતમાં ત્યાગ જેવી કોઈ વસ્તુ જ નથી. જે માણસ બુદ્ધિપૂર્વક કોઈ વસ્તુનો કે શોખનો ત્યાગ કરે છે તે તેનાથી કોઈ અદકી લાગતી વસ્તુના સ્વીકાર માટે તેમ કરે છે. પ્રથમ વસ્તુ કે શોખને વિશે એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, પણ પેલી અદકી લાગતી વસ્તુ કે શોખને વિશે તેને અનુરાગ થાય છે. ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના'ના મહાસત્યનું રહસ્ય એ જ છે.' (તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો, ૧૯૪૪, પૃ. ૭૭) આત્મસાધના દ્વારા જ પરમાત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એ વિશે મહાદેવભાઈ સ્પષ્ટ છે. તેથી જ તેઓ આત્મશ્રદ્ધા, આત્મશુદ્ધિ, આત્મશક્તિ ને આત્મકેળવણીના ઉત્કટ તરફદાર છે. અંતર્મુખ થવું, સતત આત્મનિરીક્ષણ કરતા રહેવું અને આત્મોન્નતિ માટે સતત કાર્યાન્વિત – કર્તવ્યનિષ્ઠ રહેવું તે આધ્યાત્મિક વિકાસના અભીપ્સુ માટે અનિવાર્ય છે. મહાદેવભાઈના મતે તો આત્મશાંતિ જ સર્વોત્તમ શાંતિ છે અને તે જ વિશ્વશાંતિના પાયામાં છે. તેમણે ‘ઇન્ડિપેન્ડન્ટ'ના પ્રથમ અંકના અગ્રલેખમાં અંગ્રેજીમાં જે લખેલું તેનો ‘મહાદેવભાઈની ડાયરી-૧૬'માં ગુજરાતી તરજુમો આપવામાં આવ્યો છે. એમાં મહાદેવભાઈની એક સુંદર વાત રજૂ થઈ છે : પોતાના અજ્ઞાનનું અજ્ઞાન, એના જેવો એકે અંધકાર નથી. આપણે તો અજ્ઞાનાંધકારની અને અજ્ઞાનની કાળીમેશ સત્તાની સામે આજીવન લડાઈ છે.’ (પૃ. ૯૫) મહાદેવભાઈ ગાંધીજીની જેમ જ જીવન પ્રત્યે વિધાયક દૃષ્ટિ – ‘શુભદૃષ્ટિ'[3] – ધરાવનારા જીવનસાધક છે. તેઓ માને છે કે વિશ્વમાં તેમ જ મનુષ્યમાં સતત અપૂર્ણમાંથી પૂર્ણ તરફ, અસત્યમાંથી સત્ય તરફ જવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા એવા મનુષ્યોમાં અને એવા મનુષ્યોથી વેગવાન બને છે, જેઓ પોતાની જાતને શૂન્યવત્ બનાવે છે અને અનાસક્તિથી – નિષ્કામ કર્મથી – ગીતાનિર્દિષ્ટ યોગભાવનાથી કર્તવ્યકર્મમાં નિરત રહેતા હોય છે. ગાંધીજીનાં એકાદશ વ્રતોમાં – સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, અભય, સ્પર્શભાવના (અસ્પૃશ્યતાનિવારણ), શરીરશ્રમ, સર્વધર્મસમભાવ અને સ્વદેશીમાં – મહાદેવભાઈની પણ પૂરા દિલની સંમતિ ને સક્રિયતા જોવા મળે છે. રેંટિયાની બાબતમાં કંઈક અવઢવ[4] છતાં તેનો પૂરી શિસ્ત અને સમજથી તેમણે સ્વીકાર કરેલો. મહાદેવભાઈએ જે નિષ્ઠા ને ઊંડાણથી ગાંધીજીની વ્રતવિચારણાને સ્વીકારી અને જે રીતે તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો અપનાવી તેમનું સંચાલન કર્યું તેમાં પણ તેમના અધ્યાત્મજીવનનાં પોત અને પ્રતિભા પ્રગટ થયેલાં જોઈ શકાય છે. મહાદેવભાઈ ગાંધીજીના આશ્રમમાં રહ્યા એક આદર્શ આશ્રમી તરીકે. તેથી તો ગાંધીજીએ જણાવ્યું કે મહાદેવભાઈના આવવાથી આશ્રમ લાભ્યો છે.[5] મહાદેવભાઈ આશ્રમના બધા નિયમો ચીવટથી પાળતા અને એમ કરતાં જે કંઈ વેઠવું પડે તે પ્રસન્નતાથી વેઠી લેતા. સંતોમાં હોય છે એવું મન, વચન અને કર્મની ‘એકરૂપતા'(‘ઇન્ટિગ્રિટી')નું તત્ત્વ મહાદેવભાઈમાં દૃષ્ટિગોચર થાય છે. મહાદેવભાઈમાં પરિપક્વ ધાર્મિકતા (‘રિલિજ્યૉસિટી'), સૂક્ષ્મ ન્યાયબુદ્ધિ અને એકાગ્ર તત્ત્વપરાયણતા જોવા મળે છે. એ સર્વના વિધાયક બળે જ તેઓ પચાસ વર્ષના ટૂંકા આયુષ્યમાંયે જાણે સો વર્ષની જીવનસાધના કરી શક્યા. તેઓ આશ્રમના યમનિયમોના પાલન દ્વારા અન્યને થાય તેથી અદકેરો લાભ ઉઠાવી શક્યા. મહાદેવની કલમની કામયાબીમાં, ગાંધીજીના રહસ્યસચિવ તરીકેની ઉજ્જ્વળ સિદ્ધિમાં તેમની આ આધ્યાત્મિક – સત્ત્વનિષ્ઠ સબળતા – સજ્જતાનો ફાળો નાનોસૂનો નથી. મહાદેવભાઈનાં વિચાર, વાણી ને વર્તનમાં એક પ્રકારની કલ્યાણકારી આધ્યાત્મિક સ્કૂર્તિનાં મંગલ દર્શન થાય છે.

મહાદેવભાઈના સમગ્ર જીવનમાં અહમ્‌ના વિસર્જનની – પરમતત્ત્વના સાક્ષાત્કાર માટે આત્મસમર્પણ કે સર્વસમર્પણ કરવાની – ભાવના બળવત્તર જણાય છે. તેઓ તેમના અંગત તેમ જ જાહેર જીવનમાં અહમ્‌ના વિગલન-વિસર્જન માટે સ્વાભાવિકતયા જ સક્રિય રહેતા જણાય છે. એમણે જ લખ્યું છે :

‘અહિંસાના માર્ગની ટૂંકો
યમનિયમાદિનું પાલન છે,

પણ

અંતિમ શિખર તો
આત્મવિસર્જન છે.’

(અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૬૪૫)

ગાંધીજીને પણ મહાદેવભાઈની આ આત્મવિસર્જનની – આત્મસમર્પણની ભાવના સ્પર્શી ગઈ હતી. એમણે આ સંદર્ભે એક વાર કહ્યું: ‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું? તો કહું કે, પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ.’ (હરિજન : સેવાગ્રામ : ૧૨-૮-૧૯૪૬) શૂન્યવત્ થવું સહેલું નથી. એ સાધક પાસે મોટો આધ્યાત્મિક બલાધિકાર માગે છે. મહાદેવભાઈએ ગાંધીજીના ગીતાભાષ્યની અંગ્રેજીમાં ભૂમિકા લખતાં ગાંધીજીના મતને પુષ્ટિ દેતી, પૂરક એવી અનેક વાતો રજૂ કરી છે. અત્રે તેમનો ખાસ કરીને ભારતીય અધ્યાત્મસાહિત્યનો – અને તેમાંયે ઉપનિષદો, મહાભારત આદિનો ઊંડો અભ્યાસ જોઈ શકાય છે. આપણને આશ્ચર્ય – પ્રશ્ન થાય કે પડછાયાની જેમ ગાંધીજીની સાથે રહેતા, બધો સમય એમની નાનીમોટી સેવા-કામગીરીમાં રચ્યાપચ્યા રહેતા. મહાદેવભાઈએ આ બધું વાંચવા-વિચારવાનો, નોંધવા-લખવાનો સમય શી રીતે મેળવ્યો હશે? મહાદેવભાઈએ રવીન્દ્રનાથ, રાધાકૃષ્ણન્ ને વિનોબા; રસ્કિન, ટૉલ્સ્ટૉય ને થોરો; કબીર, તુકારામ ને તુલસીદાસ; શેક્સ્પિયર ને વર્ડ્ઝવર્થ, કાલિદાસ વગેરેનાં વચનામૃતોને ઝીલવા-માણવાની ફુરસદ કઈ રીતે કાઢી હશે?! મહાદેવભાઈનો વ્યક્તિપિંડ આવા કેટલાયે સર્જકો-મનીષીઓના સંસ્કારવારસાએ પોષાતો, એના સાત્ત્વિક તેજે અનેકોને આકર્ષી રહેલો જોવા મળે છે. ગાંધીજીએ મહાદેવભાઈની તબિયત બાબત વાત કરતાં એક મર્મસ્પર્શી વાત કરેલી: ‘એના શરીર માટે નહીં, પણ એના આત્મા માટે સૌ એને (મહાદેવને) ચાહે છે.’[6] મહાદેવભાઈએ ગાંધીજીના ગીતાભાષ્યના અંગ્રેજી ગ્રંથમાં ભૂમિકા-લેખમાં ગીતાનો જે રીતે મથિતાર્થ આપ્યો છે તે પણ તેમના એક સાચા અધ્યાત્મચિંતક તરીકેના વિત્તનો રૂડો પરિચય આપી રહે છે. તેઓ પોતે તો એક આજીવન વિદ્યાર્થીની હેસિયતથી કામ કરતાં ગીતામાતા પ્રત્યેના પ્રગાઢ ખેંચાણથી અને ગાંધીજી પ્રત્યેના પ્રબળ સત્ત્વાકર્ષણથી ગીતાના અર્થઘટન –અર્થચિંતનની પોતાને અત્યંત રુચિકર એવી સત્પ્રવૃત્તિમાં જોડાય છે. તેઓ એ ભૂમિકા-લેખમાં શરૂઆતમાં ગીતાનો રચનાસમય, તેનો ઉપલબ્ધ પાઠ, તેના રચનાકાર વગેરે વિશેની તથ્યલક્ષી ચર્ચાવિચારણાનો નિચોડ સંક્ષેપમાં આપી ગીતા કઈ રીતે જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ છે તેની ચર્ચા કરે છે. તેઓ યોગ્ય રીતે જ ગીતા સાંપ્રદાયિક સંકુચિતતાથી પર હોવાનું જણાવે છે.[7] તે પછી મહાદેવભાઈ ગીતા, જીવ, જગત, બ્રહ્મ વગેરે વિશેનાં જે પાયાનાં ગૃહીતો લઈને ચાલે છે તેની ચર્ચા છેડે છે. એ ચર્ચામાં તેઓ સ્પષ્ટતયા જણાવે છે કે ગીતાકારનું પ્રયોજન તત્ત્વનું ટૂંપણું ચૂંથવાનું નથી, પરંતુ સામાન્ય મનુષ્ય પોતાના જીવનમાં કઈ રીતે સમુચિત વિચાર, વર્તન અને વ્યવહાર દ્વારા વધુમાં વધુ શાંતિ ને આનંદ મેળવી શકે એ બાબત વાસ્તવિક માર્ગદર્શન પૂરું પાડવાનું છે.[8] મહાદેવભાઈ રાધાકૃષ્ણન્‌નો હવાલો આપી દર્શાવે છે કે ગીતા મનુષ્યમાં રહેલા દૈવી તત્ત્વનો સાક્ષાત્કાર કરી ઊર્ધ્વીકરણ સાધવા માટે છે.[9] ત્યાર બાદ મહાદેવભાઈ કપિલ મુનિની દૃષ્ટિએ સૃષ્ટિરચનાનાં જે મૂળભૂત તત્ત્વો છે તેની રજૂઆત કરે છે. એમ કરતાં તેઓ ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદનો નિર્દેશ કરવાનું ચૂકતા નથી. ડાર્વિને પ્રાણીઓની ઉત્ક્રાન્તિમાં જીવન – સંઘર્ષની કેવી કામગીરી છે તેની ચર્ચા કરી હતી. મહાદેવભાઈ અહીં ગીતામાં આત્મસંઘર્ષ ને આત્મસમર્પણ દ્વારા કઈ રીતે જીવનમાં સમુત્ક્રાન્તિ સાધી શકાય છે તે ચર્ચે છે.[10] મહાદેવભાઈ આ ચર્ચામાં ક્રમશઃ કર્મ, પુનર્જન્મ, અવતારવાદ જેવા, અધ્યાત્મદૃષ્ટિએ અત્યંત મહત્ત્વના એવા મુદ્દાઓની ચર્ચા પણ ઉઠાવે છે. તેઓ ગીતાકારની દૃષ્ટિએ પ્રકૃતિ અને પુરુષનો; સત્ત્વ, રજસ્ અને તમસ્‌નો; વ્યક્તિ તથા સમષ્ટિનો; પિંડ અને બ્રહ્માંડનો કેવો સંબંધ છે તેનું અનેક મનીષીઓની વિચારણાના પ્રકાશમાં નિરૂપણ કરે છે. ગીતા કઈ રીતે જીવનમાંની અનુભવનિષ્ઠ અને અનુભવાતીત ભૂમિકાઓ વચ્ચેની સીમારેખા આંકી ઉત્કૃષ્ટ જીવનવિવેક પ્રતિ પ્રેરે છે તે પણ તેઓ જણાવે છે. તેઓ અવતારવાદની મીમાંસા કરતાં ભગવાનનું માણસમાં અવતરવું અને ભગવાનનું માણસરૂપે અવતરવું – એમાં કેવો સૂક્ષ્મ ભેદ છે તે સરસ રીતે નિર્દેશે છે. તેઓ અવતારને – અવતારકાર્યને અસત પરનો સતનો વિજય દાખવતી એક શાશ્વત વૈશ્વિક પ્રક્રિયા રૂપે ઘટાડે છે, જે પ્રક્રિયા જીવનની ઉત્ક્રાન્તિમાં નિરંતર ચાલતી રહેલી છે. [11]

મહાદેવભાઈના મતે ગીતાનું પ્રતિપાદયિતવ્ય છે આ પૃથ્વી પર મનુષ્યજીવનનું શું પ્રયોજન છે અને તે સિદ્ધ કરવા માટે કયાં સાધનો અને કઈ સાધનાઓ છે એનો યથાતથ ખ્યાલ આપવાનું. [12] વળી મનુષ્યે સગુણાવસ્થામાંથી નિર્ગુણાવસ્થા સુધી પહોંચવું એ પણ મહત્ત્વનું જીવનલક્ષ્ય છે, જેમાં ગીતાએ માર્ગદર્શન આપવાનું છે.[13] અત્રે મહાદેવભાઈએ ગીતાનિર્દિષ્ટ યોગભાવનાની પણ સુંદર આલોચના કરી છે. તેમના મતે, યોગમાં શરીર, મન અને આત્માની વિવિધ શક્તિઓને નિયંત્રિત કરી પરમાત્મા પ્રતિ એકાગ્રપણે વાળવાનો ભાવ રહેલો છે. એમાં મન, બુદ્ધિ, ચિત્ત વગેરેનો સંયમ અનુસ્યૂત છે. વળી મનુષ્યની સર્વ શક્તિઓ સંયત રીતે, સમતુલા ને સંવાદ સાધી પરમાત્મા સાથે અનુસંધાન કરે એ યોગમાં અનિવાર્યતયા અપેક્ષિત છે.[14] મહાદેવભાઈ ‘યોગ'ની અર્થચર્ચા કરતાં ગીતાને અનુસરીને યોગીના! જ્ઞાનયોગી તથા કર્મયોગી એવા બે પ્રકારો આપે છે. આ જ્ઞાનયોગી તથા કર્મયોગીનું અનુક્રમે ધ્યાનયોગી અને ભક્તિયોગીમાં રૂપાંતર શક્ય છે હોવાનું જણાવી તેઓ જ્ઞાનયોગી તેમ જ કર્મયોગી વચ્ચે એક અંતરતમ સંવાદ-સંબંધ હોવાનું પણ સૂચવે છે.[15] આ પછી મહાદેવભાઈ ગીતાની જે અધ્યાયવાર વિચારણા છે તેનું ક્રમિક રીતે સ્વચ્છ-સુરેખ મર્મદર્શન કરાવે છે. તેમાં મહાદેવભાઈની આધ્યાત્મિક સૂઝ-સમજનું, એમની સહૃદયતાનું પણ પ્રસન્ન દર્શન થાય છે. મહાદેવભાઈ યોગ્ય રીતે જ કૃષ્ણને અર્જુનના અંતઃકરણરૂપી રથના સારથિ તરીકે નિરૂપે છે.[16] કૃષ્ણ કઈ રીતે અર્જુનને કર્તવ્યાભિમુખ કરે છે તેની તેઓ રસપ્રદ આલોચના આપે છે. ભગવદ્ગીતાના અધ્યાય એક અને બેના આધારે કૃષ્ણાર્જુન-સંવાદની પ્રારંભિક ભૂમિકા રજૂ કર્યા બાદ ત્રીજા તથા ચોથા અધ્યાયના આધારે તેઓ કર્મયોગનું તત્ત્વજ્ઞાન સમજાવે છે. તેઓ યોગ્ય રીતે જ આ ચર્ચામાં સ્વાર્થપરાયણતાને પાપ સાથે અને નિઃસ્વાર્થપણાને નિષ્પાપીપણા સાથે સાંકળે છે. [17] મહાદેવભાઈ કર્મયોગની ચર્ચામાં અનાસક્તિ પર સવિશેષ ભાર મૂકે છે. જ્યાં અનાસક્તિ છે ત્યાં જ સાચી વિમુક્તિ અને સાચું સુખ છે એમ તેઓ જણાવે છે. આ સંદર્ભમાં રાગદ્વેષથી પર ઊઠવાની, આત્મસંયત થવાની આવશ્યકતા પણ તેઓ દર્શાવે છે. અનાસક્ત કર્મમાં જ બ્રહ્માર્પણની ભાવના રહેલી છે. તેઓ સર્વ યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞની વરિષ્ઠતા નિર્દેશી કર્મ સાથેના જ્ઞાનના સહજ સમન્વયનો બોધ પણ કરે છે. મહાદેવભાઈ જ્ઞાનયોગ અને કર્મયોગના સંબંધ-સમન્વયની વાતમાં ભગવદ્ગીતાના કર્મસંન્યાસયોગનો આધાર લે છે. આમ તો જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેય સારા છે, તેમ છતાં તેમનો પક્ષપાત કર્મયોગ તરફ છે.[18] અલબત્ત, કર્મયોગની શ્રેષ્ઠતા જ્ઞાનયોગનિષ્ઠ સંન્યાસવૃત્તિ પર નિર્ભર હોવાનું પણ અહીં સમજાય છે. મહાદેવભાઈએ ધ્યાનયોગની ચર્ચા ગીતાના છઠ્ઠાથી આઠમા અધ્યાયોના આધારે કરી છે. તેમાં આત્મજિત થવાની, આત્મસંયમ દ્વારા યોગસ્થ થવાની સાધના પર ભાર દેવામાં આવ્યો છે. યોગીએ વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાની જેમ સ્થિરતા સાધવાની રહે છે. આ માટે ધ્યાનવિષય પરમાત્માનું સમ્યગ્ જ્ઞાન જોઈએ જ. જે પરમાત્માને બરોબર રીતે જાણે છે તે જ તેનામાં એકાગ્ર થઈ સાચી યોગાવસ્થા પામી શકે છે. આ પછી મહાદેવભાઈએ ગીતાના નવમાથી અગિયારમા અધ્યાયોનું મર્મદર્શન ‘ભક્તિયોગ' – એ શીર્ષક હેઠળ કરાવ્યું છે. ભક્તિયોગને સૌથી સરળ ને સફળ યોગ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. તેઓ કહે છે : ભક્તિને માત્ર લાગણીના ઉદ્રેક રૂપે જોવાની નથી. એમાં સર્વભૂતહિત અને સાર્વત્રિક કરુણા અનુસ્યૂત છે. એમાં મનને વ્યગ્ર કરતી ક્ષુદ્ર બાબતોમાંથી છુટકારો મેળવવા સાથે સર્વોત્તમ સ્થિર શાંત આહ્લાદના આદિમ સ્રોતરૂપ વિરાટ સ્વરૂપ પરમતત્ત્વ પ્રત્યેનું શ્રદ્ધાપૂત સમર્પણ પણ રહેલું છે. ભક્તિયોગમાં ભક્ત ભગવાનની ઇચ્છાની પૂર્તિ કરતો પોતે ભગવદ્ભાવનો પ્રગાઢ અનુભવ કરતો રહે છે.[19] ત્યાર બાદ ગીતાના તેરમાથી પંદરમા અધ્યાયના આધારે આ સૃષ્ટિનું જે ત્રિગુણાત્મક સ્વરૂપ છે તેની વિચારણા રજૂ કરવામાં આવી છે. આ નશ્વર સૃષ્ટિમાં જે અનશ્વરરૂપે નિત્ય રમમાણ છે તેનો પણ ખ્યાલ અહીં આપવામાં આવ્યો છે. અહીં ત્રિગુણાત્મકતાનો અર્થબોધ કરાવી એથી પર જવાની – ત્રિગુણાતીત થવાની ભાવનાનો ઉત્કર્ષ પણ દર્શાવ્યો છે. ગીતાનો પંદરમો અધ્યાય મહાદેવભાઈના નિર્દેશ અનુસાર, આ જન્મ-મરણના વારાફેરાવાળા સંસારનું સ્વરૂપ રજૂ કરે છે. આ સંસારનું – વિશ્વનું સાચું સ્વરૂપ પામી, અશ્વત્થરૂપ વિશ્વના મૂળમાં જે પરમાત્મા રહેલા છે તેનો સમાશ્રય કરવાની હિમાયત કરવામાં આવી છે. ગીતાના સોળમા અને સત્તરમા અધ્યાયના આધારે વ્યષ્ટિની નીતિમત્તાની છણાવટ કરવામાં આવી છે. અહીં દૈવી તેમ જ આસુરી સંપત્તિનો ખ્યાલ આપી દૈવી સંપત્તિ માટે ક્રિયાન્વિત થવાનો બોધ કરાયો છે. વળી સૌની શ્રદ્ધા સ્વકીય સત્ત્વાનુરૂપા હોય છે તે બતાવી સત્ત્વ, રજસ્ અને તમસ્‌ના સંદર્ભમાં શ્રદ્ધાનાં ત્રિવિધ રૂપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[20] છેલ્લે, અઢારમા અધ્યાયમાં ભગવાને અર્જુનને જે કંઈ કહ્યું અને જે રીતે એનો મોહભંગ કરી, કર્તવ્યધર્મ પ્રતિ એને અભિમુખ કર્યો તેના સારરૂપે કેટલીક મહત્ત્વની વાતો રજૂ થઈ છે. ભગવાન અર્જુનને સર્વ આળપંપાળ છોડી એકમાત્ર પોતાને જ શરણે આવવા આદેશ આપે છે, કેમ કે હૃદ્‌દેશે પ્રતિષ્ઠિત પરમાત્મા જ પોતાને શરણે આવેલા જીવાત્માને યોગ્ય માર્ગે પ્રેરવા – દોરવા સમર્થ છે.[21] મહાદેવભાઈએ ગીતાની અધ્યાયવાર આલોચના પૂરી કર્યા બાદ, ચાતુર્વર્ણ, સ્વધર્મ, જ્ઞાનની શક્તિનું મહત્ત્વ વગેરે વિવિધ મુદ્દાઓના અનુલક્ષમાં કેટલીક રસપ્રદ ચર્ચા રજૂ કરી છે. ગીતા કોઈ પણ રીતે અસ્પૃશ્યતાનું સમર્થન કરતી નથી એ એમનું કહેવું છે. વળી ગીતા વ્યક્તિને આત્મકર્તવ્યમાં – સ્વધર્મમાં દત્તચિત્ત થવા પ્રબોધે છે. ગીતામાં જ્ઞાનની ભૂમિકા છે તેનો પ્રત્યક્ષ આચાર-નીતિ સાથેય સંબંધ છે જ. અંગ્રેજી ‘નૉલેજ' (Knowledge) શબ્દ કરતાં જ્ઞાન શબ્દ વધારે વિશાળ અર્થ ધરાવે છે, અને એમાં બૌદ્ધિક જ નહીં, સમગ્ર આધ્યાત્મિક અવસ્થાનો પૂર્ણ વિચાર પણ સમાવિષ્ટ છે. વળી આધ્યાત્મિક જાણકારી આગળ ગીતાની વાત પૂરી થતી નથી. એ તો અધ્યાત્મસાધનાની એક ભૂમિકા માત્ર છે. એ જાણકારીના અનુષંગે – એ જાણકારી બાદ એના પ્રકાશમાંયે ઘણું ઘણું કરવાનું રહે છે. જેમ જ્ઞાન અને કર્મની, તેમ કર્મ અને સ્વૈરવૃત્તિ(‘ફ્રી વિલ')ની ચર્ચા પણ અહીં કરવામાં આવી છે. આ ચર્ચામાં રાધાકૃષ્ણને આપેલું રમતનું ઉદાહરણ પણ વણી લેવામાં આવ્યું છે. જેમ રમતના નિયમો પાળીને યથેચ્છ રીતે રમત રમી શકાય છે તેમ કર્મના નિયમો પાળીને કર્મ કરવાનાં રહે છે. કર્મના નિયમો બહારથી લદાતા નથી, એ મનુષ્યના આંતરિક સંદર્ભ સાથે સીધી રીતે સંલગ્ન હોય છે.[22] અહીં મહાદેવભાઈ શંકરાચાર્યના જ્ઞાનવાદી અને લોકમાન્ય ટિળકના કર્મવાદી વલણનો વિવાદ પણ છેડે છે. તેઓ શંકરાચાર્યનો કર્મવિરોધ વસ્તુતઃ અર્થહીન કર્મકાંડનો વિરોધ છે તે સમજાવે છે. તેઓ ટિળકની મતચર્ચામાં જે અપ્રસ્તુત બાબત છે તે પણ અલગ તારવી બતાવે છે.[23] આમ, મહાદેવભાઈએ એમના ‘આત્મનિવેદન'માં એક સ્વસ્થ, સમતોલ અને સ્વતંત્ર અધ્યાત્મચિંતક તરીકેની – હિન્દુ તત્ત્વજ્ઞાનના એક સજાગ અભ્યાસી તરીકેની સુરેખ મુદ્રા અંકિત કરી છે. તેમણે જે રીતે ગીતા અંગેના કેટલાક પ્રશ્નો-વિવાદોનું – ખાસ કરીને હ્યુમ જેવા વિચારકોના ગૂંચવાડાનું ધુમ્મસ દૂર કરી ગીતાકારના ભાવમર્મને ઉદ્ઘાટિત કરી આપ્યો છે. તેમાં તેમની પારદર્શી તર્કપૂત ચિંતનશીલતાનું તેજ વરતાય છે. મહાદેવભાઈએ ‘આત્મનિવેદન’ અને કેટલાંક ટિપ્પણો દ્વારા ગાંધીજીના અનાસક્તિયોગના ભાવમર્મની સુંદર અંગ્રેજીમાં સમજૂતી આપી આપણને પ્રશસ્ય સંસ્કારસેવા – સંસ્કૃતિસેવાનું પ્રેરક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ગાંધીજીને મહાદેવભાઈ જેવા સહૃદય ભાષ્યકાર બીજા ભાગ્યે જ મળ્યા હોત! બંનેની અધ્યાત્મવિચારણાની તરંગ-લંબાઈ (‘વેવલેન્થ')માં એક અનોખો મેળ પ્રતીત થાય છે. બંનેની વિચારણા-વાણીમાં અનોખી ભાવાત્મક એકતા – શ્રદ્ધાન્વિત સંવાદિતા સતત અનુભવાય છે.

મહાદેવભાઈએ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', ‘હરિજન’ વગેરે પત્રો માટે જે લખાણો કર્યાં તેમાં, અનેક પત્રોમાં, પોતાની ડાયરીમાં અવારનવાર અધ્યાત્મને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ ચલાવી છે. કેટલીક ભજનવાણી કે સંતવાણીના મર્મો પામવા માટે, ગીતાના શ્લોકાર્થો પકડવા માટે ગાંધીજી, કાકાસાહેબ, વિનોબા વગેરે સાથે એમની ચર્ચાઓ ચાલી છે; જેમ કે, તેઓ ગાંધીજી સાથે

‘अपि चेदसि पापेभ्य सर्वेभ्यः पापकृत्तमः’
‘अपु चेत्सुदुराचारो भजते मामनन्.भाक्'

જેવા શ્લોકો લઈને પત્રચર્ચા કરે છે.[24] ‘મહાદેવભાઈનું ચિત્ત સંતવાણી અને ગીતાવાણીના આધારે જીવનના વિવિધ પ્રશ્નોને સમજવા – ઉકેલવામાં સારી પેઠે ચિંતનરત મંથનરત રહેતું હોવાનું સમજાય છે. મહાદેવભાઈ ઊછર્યા ભજનવાણીના વાતાવરણમાં ને જ્યારે તેઓ સરસ્વતીનો યત્કિંચિત્ કૃપાપ્રસાદ પામ્યા ત્યારેય ભજનો ગાવામાં – જાતે જ રચીને ગાવામાં પણ આનંદરસ લેતા રહ્યા. એમને જ્યારે માંદગી આવી ત્યારેય ગાંધીજીને પત્ર લખતાં તેમાં પોતાને કૈવલ્યાનંદનાં કાવ્યો જેવું કંઈક સ્ફુરતું હોવાનું તેઓ જણાવે છે. અવારનવાર તેમની આત્મચેતના ભજનવાણીમાં લોકોત્તર ઉલ્લાસ અનુભવતી હોય તેવું તેમની પત્ર-નોંધો પરથી જણાય છે. ફુરસદ મળ્યે, આત્માના આહારરૂપ જેમ પ્રાર્થનાનું તેમ ભજનોનું એમને પ્રબળ આકર્ષણ છે તેથી તો ટંડનજી પાસેય ઉત્તમ સંતોની વાણીવાળાં હિન્દી પુસ્તકોની માગણી તેઓ કરે છે.[25] તેઓ ગાંધીજીની આગળ ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો' જેવું ભજન ગાતાં ઊંડી આધ્યાત્મિકતામાં સરી રહે છે.[26] નાનક, કબીર, સૂરદાસ, તુલસીદાસ, તુકારામ વગેરે અનેક સંતોની સૂફી સંતોની વાણીનું પાન એ કરનારા. ‘અર્જુનવાણી'નું સંપાદન પણ એમના ભજનરસનું જ ઊજળું ઉદાહરણ લેખાય. મહાદેવભાઈનો ભજનરસ પણ ઊંડાણમાં જોઈએ તો સત્સંગરસ – અધ્યાત્મરસ જ છે. મહાદેવભાઈએ ‘મનનો જમણવાર' કદી છોડ્યો નથી. તેમણે તક મળી છે ત્યાં સંતોનાં વિચાર-વાણી સાથે પોતાની ભાવચેતનાનું અનુસંધાન સાધવાની તક જતી કરી નથી. એમણે એમનાં લખાણોમાં – ખાસ તો ડાયરીઓમાં અનેક મનીષી – મહાત્માઓનાં જે ચિંતનમૌક્તિકો ઝીલ્યાં તે રજૂ કર્યાં છે. એમણે ડાયરીઓમાં અધ્યાત્મવિચારનાં અનેક અમૃતબિન્દુઓ રજૂ કર્યા છે, એ અમૃતબિન્દુઓ એમના ચિત્તમાંથી પ્રસવ્યાં હોય યા અન્યના – તે જ્યાં સુધી અધ્યાત્મવિચારને જ લાગેવળગે છે ત્યાં સુધી એટલું મહત્ત્વનું નથી, જેટલું મહત્ત્વનું એ અમૃતબિન્દુઓમાં એમની શ્રદ્ધાસંમતિનું દર્શન છે. મહાદેવભાઈએ તેમનાં પત્રો-ડાયરીઓમાં જે અનેક આધ્યાત્મિક વિચારવસ્તુવાળાં અવતરણો ટાંક્યાં છે તે પણ એમની અધ્યાત્મચિંતનની – એમની આધ્યાત્મિક રુચિ-શક્તિની રૂખ પકડવામાં ઉપયોગી છે. અત્રે એમાંનાં થોડાંક ઉદાહરણો જોઈએ : ‘દીક્ષા, બીજ વાવવાની જેમ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૪૬) ‘આત્મામાં પરમાત્માનું દર્શન તે યોગ.’ (એજન, પૃ. ૫૦) ‘જે દ્વારા ભગવાનને ભેટાય તે યોગ.’ (એજન, પૃ. ૫૮) ‘શ્વાસપ્રશ્વાસે નામજપ કરવો એ જ પરમ સાધન. નામ એ જ શ્રેષ્ઠ નશો છે.’ (એજન, પૃ. ૫૦) ‘જે નામે જેનું પાપ જાય તેને તે નામ હરિનામ.’ (એજન, પૃ. ૫૦) ‘શારીરિક ગુણની સાથે સંલગ્ન રહેવું તે કામ; શરીરથી પૃથક્ થવું તે પ્રેમ....' (એજન, પૃ. ૫૩) ‘વિષયરસ એક બિન્દુ પણ હોય તો બ્રહ્માનંદ થાય જ નહીં.’ (એજન, પૃ. ૫૭) ‘કામક્રોધ પોતે અધર્મ નથી... કામક્રોધનો અવૈધ (નિપિધ્ય) વ્યવહાર તે પાપ છે.’ (એજન, પૃ. ૫૭) ‘મનુષ્યે જેને પાપપુણ્ય બનાવ્યાં છે તે પરિભાષા દ્વારા ભગવાન વિચાર કરતો નથી. તે તો મનુષ્યનું હૃદય જોઈને જ વિચાર કરે (એજન, પૃ. ૫૭) ‘હૃદયની અંદર શત્રુતા હશે તો મન કોઈ પણ રીતે સ્થિર ન થશે.' (એજન, પૃ. ૫૭) ‘સ્મરણ, મનન, નિદિધ્યાસન એ, એકાગ્રતાના ત્રણ શ્રેષ્ઠ ઉપાય છે.’ (એજન, પૃ. ૫૯) ‘કર્મને સમયે વિચાર, સ્વાધ્યાય, સત્સંગ અને દાન – એ ચાર આવશ્યક છે.’ (એજન, પૃ. ૬૦) ‘મનુષ્યનો સ્વભાવ જેટલો વિકસે તેટલો પ્રકાશે.’ (એજન, પૃ. ૬૫) ‘પરુષાર્થ ખેતી અને ખેડૂતની મહેનતની જેમ છે. ખેડૂત જમીન તૈયાર કરે છે, બી નાંખે છે – એટલું જ એનું કાર્ય. તે ઉપરાંત એની શક્તિ નથી. આકાશમાંથી જલવૃષ્ટિ ન થાય તો પાણી પાવાથી બીજ ઊગશે નહીં, આંતરિક ઉદ્યમ એ જ તપસ્યા. એ થઈ એટલે મેઘમાંથી જલ વરસે તેમ પ્રભુની કૃપા વરસે.’ (એજન, પૃ. ૬૬) ‘પ્રદીપ જ્યારે સળગેલો હોય છે ત્યારે તે એક વડે સહસ્ર પ્રદીપ સળગાવી શકાય છે. કેવળ તેલ, દિવેટ, કોડિયું હોય, પણ અગ્નિ ન હોય તો એક પણ દીવો સળગી શકતો નથી. ‘અગ્નિ સર્વત્ર છે' એમ બોલવાથી પણ દીવો સળગતો નથી. જે ઉપાયે અગ્નિ પ્રગટ થાય તે ઉપાય કર્યા વિના કોઈ પણ રીતે દીવો સળગવાનો નહીં. માનવી શક્તિ પણ એ પ્રકારની જ છે.’ (એજન, પૃ. ૬૯) ‘સંપૂર્ણ સ્વત્વત્યાગ તે જ દાન.’ (એજન, પૃ. ૬૯) ‘ભગવત આદેશ આત્માથી સુણાય છે.' (એજન, પૃ. ૭૬) ‘શુદ્ધ પ્રેમનું મૂળ સેવા, આસક્તિનું મૂળ સ્વાર્થ.’ (એજન, પૃ. ૭૮) ‘શુદ્ધ પ્રેમમાં દાન છે, આસક્તિમાં પરિગ્રહ જ છે.' (એજન, પૃ. ૯) ‘શુદ્ધ પ્રેમમાં પ્રેમના વિષય પર ચિત્ત ચોંટતું નથી; પ્રેમના વિષયમાં રહેલા પરમાત્મા તરફ ચોંટે છે. આસક્તિમાં સ્થૂળ પ્રેમના વિષય પર જ ચિત્ત ચોંટે છે.’ (એજન, પૃ. ૮૧) ‘અદ્વૈતવાદ એ મત નથી, આત્માની એક અવસ્થા છે.’ (એજન, પૃ. ૮૭) ‘હું તૃણના કરતાં નીચ છું એમ તો હું પોતાની ઉચ્ચતા સમજીને જ બોલી શકું છું.’ (એજન, પૃ. ૮૮) ‘ક્રોધ અભિમાનજનિત હોય તો તેને ક્રોધ કહે છે; ન્યાય અને ધર્મરક્ષાને માટે જે ક્રોધ થાય છે તેને તેજ કહે છે. એ તેજ મનુષ્યનો ધર્મ છે.’ (એજન, પૃ. ૯૦) ‘અધ્યાત્મયોગ અર્થાત્, જીવાત્મા અને પરમાત્માનો સંયોગ થઈને જે સમાધિ થાય તેથી જ બ્રહ્મલાભ થાય છે. બ્રહ્મકૃપા વિના આવી સમાધિ થતી જ નથી.’ (એજન, પૃ. ૯૧) ‘આત્મા તૈયાર થાય એટલે ભગવત્ દર્શનનો આરંભ થાય છે.’ (એજન, પૃ. ૯૨) – ઉપર્યુક્ત વિચારમૌક્તિકો મહાદેવભાઈના મનોવિશ્વનો આધ્યાત્મિક ઉઘાડ સૂચવે છે. જીવનના અને માનવમનના કેવા કેવા સંચારોનો એ ખ્યાલ કરે છે અને કેવી મૂલ્યદૃષ્ટિએ એ સંચારોને તેઓ આવકારે – સ્વીકારે છે તેનો ખ્યાલ આ અવતરણો પરથી આવી શકશે. મહાદેવભાઈ ભારતીય સંસ્કારપરંપરાના વિચારક છે. તેઓ સત્સંગના જીવ છે. એમનો મૂળભૂત રસ આધ્યાત્મિક છે. તેઓ બાહ્યજીવનમાં નહીં તેટલા આંતરજીવનમાં – આધ્યાત્મિક અનુભૂતિમાં રમમાણ રહેતા જણાય છે. આંતરજીવનમાં ડૂબકી દેવાથી જ પોતાના સાચા રૂપનું – સ્વરૂપનું અનુસંધાન થઈ શકે અને એ દ્વારા પોતાને તેમ જ પોતાની આસપાસનાંને યથાર્થ રીતે સમજવા-પામવાની ગુરુચાવી પણ મળી શકે. મહાદેવભાઈ ગાંધીજી પાસે હોય, પરિવારમાં હોય, આશ્રમમાં હોય, પ્રવાસમાં કે પ્રકૃતિના ખોળે હોય, ભીડમાં હોય કે એકાંતમાં એ કદી પોતાના માંહ્યલાનો સંગ છોડતા નથી. તેઓ પ્રકૃતિના સહવાસમાંયે અંતરવાસનો જ આહ્લાદક અનુભવ કરતા રહે છે. આ સંદર્ભે દાર્જિલિંગના પ્રવાસના તેમના એક અનુભવનું વર્ણન જોવા જેવું છે. તેઓ લખે છે : ‘દાર્જિલિંગ જતાં જ્યારે નીચે જતો હતો ત્યારે સમસ્ત વૃક્ષ – લતા, ઘર – વાડી, નદી – પ્રભૃતિ પૃથક્ પૃથક્ જોયેલાં. ઉપર ચઢવા લાગ્યો એટલે સમસ્ત એકાકાર થઈ ગયું – જાણે બધું એક આકાશ નહીં બની ગયું હોય! એ જ પ્રમાણે ધર્મને પગથિયે ચઢતાં ચઢતાં છેક ટોચે જઈને વાસ્તવિક રીતે તે અનંતભૂમા પુરુષની પાસે નિકટવર્તી થઈને તેની સત્તાથી સૌ ઢંકાયેલું જણાશે. પછી પૃથક્ પૃથક્ કલ્પના કરવી અશક્ય થઈ પડશે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૬૩) – ઉપરનો પરિચ્છેદ વાંચનારને મહાદેવભાઈ આધ્યાત્મિક ચિંતનના – આગળ વધીને કહેવું હોય તો આધ્યાત્મિક સંવેદનના જીવ લાગશે. મહાદેવભાઈએ એમના જીવનની ક્ષણેક્ષણ સ્વ દ્વારા સર્વની શ્રેયસ્સાધનામાં જ રોકી જણાય છે. મહાદેવભાઈ એમના વ્યક્તિત્વમાં, એમના ગાંધીજીથી માંડીને અનેકો સાથેના સંબંધોમાં, એમના શબ્દોમાં – વિચારોમાં જે શાંત તેજ દાખવી શક્યા એના મૂળમાં એમની આ નિરંતરની અધ્યાત્મરસિક જીવનસાધના છે. એમની આ સાધના વિવિધ રૂપે ગાંધી સેવા, રાષ્ટ્રસેવા, માનવસેવા ને સાહિત્યસેવામાં મોરેલી – ફળેલી જોઈ શકાય છે. અધ્યાત્મ એમની એક અનિવાર્યતા જણાય છે. આમ, એમની અધ્યાત્મવિચારણા કંઈ બૌદ્ધિક વિલાસ નથી, એ પ્રત્યક્ષ જીવનવિકાસનું પ્રેરકપોષક પરિબળ છે. તેમના માટે અધ્યાત્મ ચર્ચાનો નહીં એટલો અનુભૂતિનો વિષય બની રહે છે. એમના શીલમાં – એમના શબ્દમાં, એમના સ્નેહમાં – એમની સેવામાં જે નક્કરતા છે, જે પ્રભાવકતા છે તેના મૂળમાં છે એમની આ ગુપ્ત સરસ્વતીની રીતે સહજતયા સતત ચાલ્યા કરતી આધ્યાત્મિક સાધના. આ સાધનાના તેજે કરીને જ ‘સંતોના અનુજ' એવા મહાદેવભાઈ ગાંધીજી પ્રેરિત સર્વોદયના – મંગલ પ્રભાતના માર્ગદર્શક શુક્રતારક થઈને રહ્યા. ‘ભક્તિના અખંડ કાવ્ય’ સમા આ મહાદેવભાઈનો જીવનદીપ જ્યારે એમના સાધનામંદિર સમી આગાખાન મહેલની જેલમાં બુઝાઈ ગયો ત્યારે એમના પહેરણનાં ખિસ્સામાંથી બે વસ્તુઓ નીકળેલી ––. શ્રીમદ્ભગવદ્ગીતાની એક પ્રત, અને બીજી તે ફાઉન્ટન પેન. એમણે શ્રીમદ્ભગવદ્ગીતાને આત્મસાત્ કરી એની શક્તિથી જે પેન ચલાવી તેનાં મધુમય ફળોનો આસ્વાદ લેતાં આપણે એટલું જ પ્રાર્થીએ કે આપણી અંદર રહેલા મહાદેવનો સાક્ષાત્કાર કરવાનું બળ આપણા આ મહાદેવભાઈ આપણને અર્પી રહે.

  1. જુઓ ‘એક સંતનો દેહત્યાગ', મહાદેવભાઈની ડાયરી-૯, પૃ. ૨૪૫-૨૫૨.
  2. મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૧.
  3. મનોવિહાર, ૧૯૫૬, પૃ. ૭૮.
  4. ‘...રેંટિયો Sacramental rite – આધ્યાત્મિક વિધિ છે એમ હજી મને પ્રતીત નથી થયું.’ – મહાદેવભાઈ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૩)
  5. ‘આણે (મહાદેવભાઈએ) આશ્રમને બસ, ભરી દીધો છે. એ આશ્રમથી ધન્ય થવા નહીં, પણ આશ્રમને ધન્ય કરવા આવ્યો છે.’ – ગાંધીજી (મહાદેવભાઈની ડાયરી ૪, પૃ. ૬૧)
  6. સ્વ. મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિચિત્રો, પૃ. ૫૬.
  7. The Gita according to Gandhi, ૧૯૪૬, પ્ર. આ., પૃ. ૧૮.
  8. એજન, પૃ. ૧૯-૨૦.
  9. એજન, પૃ. ૨૦.
  10. એજન, પૃ. ૨૧.
  11. By ‘divine birth and work' here is not meant the activities attributed to Him as warrior and slayer of foes, or as the Divine Cowherd, but the perpetual cosmic process of the victory of Right over Wrong of which to know and understand the secret and which to live is to fulfil one's destiny, to experience the process of avatara going through at every moment of our life. (એજન, પૃ. ૪૭)
  12. એજન, પૃ. ૫૦.
  13. એજન, પૃ. ૫૦-પ૧.
  14. ‘It thus means the yoking of all the powers of the body and the mind and soul to God; it means the discipline of the intellect, the mind, the emotions, the will, which such a yoking presupposes; it means a poise of the soul which enables one to look at life in all its aspects and evenly.’ (The Gita according to Gandhi, પૃ. ૫૧)
  15. એજન, પૃ. ૫૧.
  16. એજન, પૃ. ૫૪.
  17. ‘...Selfishness is sin, selflessness is freedom from it." (The Gita according to Gandhi, પૃ. ૬૦)
  18. એજન, પૃ. ૧૬.
  19. ‘Bhakti is no mere emotional rapture but the very perfection of humility and service of all that lives, the extinction of all ‘otherness' and ill-will, and contentment in willing surrender, freedom from all depression and elation and from all unquiet care – a life in which the bhakta feels at ease with the world and the world feels at ease with him, where his whole joy is to do His will. And verily the man who fulfils all His will, declares the Lord, ‘is the bhakta after Mine own heart.' That is the essence of bhakti, the very core of dharma.’ — Mahadevbhai (The Gita according to Gandhi, પૃ. ૮૪-૮૫)
  20. એજન, પૃ. ૯૩.
  21. એજન, પૃ. ૯૭.
  22. એજન, પૃ. ૧૦૯.
  23. એજન, પૃ. ૧૧૧-૧૧૩.
  24. મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૭૫-૮૨.
  25. મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૩.
  26. મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૭.