કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૯. એ રત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯. એ રત|}} <poem> મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે, {{Space}} એ રત આવી,...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૯. એ રત|}}
{{Heading|૯. એ રત|ન્હાનાલાલ}}




Line 26: Line 26:
{{Right|'''(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)'''|}}
{{Right|'''(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૮. ઝીણા ઝીણા મેહ
|next = ૧૦. યૌવના
}}

Latest revision as of 05:09, 20 June 2022

૯. એ રત

ન્હાનાલાલ


મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
ઝીલે નીરે સારસ સરોવરપાળ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !

કુંજ કુંજે વાઘા સજ્યા નવરંગ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
ચન્દ્ર હસી અજવાળે રજનીનાં અંગ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !

તેજ મધુર વરસે, ને વિશ્વ મહીં ન્હાય રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
લીલો પેલો વનનો મંડપ ઝોલાં ખાય રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !

ઊભી ઊભી નીરખું છું વાટ, અલબેલ રે !
          એ રત આવી, ને રાજ ! આવજો !
ફૂલડેથી લૂમી ઝૂમી મ્હારી વેલ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)