કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૫. હરિ! આવો ને: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. હરિ! આવો ને|}} <poem> {{Space}}આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને; આ ધ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૫. હરિ! આવો ને|}} | {{Heading|૩૫. હરિ! આવો ને|ન્હાનાલાલ}} | ||
Line 27: | Line 27: | ||
{{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)'''|}} | {{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)'''|}} | ||
</poem> | |||
< | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ૩૪. હરિનાં દર્શન | |||
|next = ૩૬. પરમ ધન | |||
}} |
Latest revision as of 05:10, 21 June 2022
ન્હાનાલાલ
આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;
આ ધરતીએ ધરિયા સોહાગ; હવે તો હરિ ! આવો ને.
આ વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;
આવી વાંચો અમારાં સૌભાગ્ય; હવે તો હરિ ! આવો ને.
આ ચંદરવો કરે ચંદની, હરિ ! આવો ને;
વેર્યાં તારલિયાનાં ફૂલ, હવે તો હરિ ! આવો ને.
પ્રભુ ! પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ ! આવો ને.
આ જળમાં ઊઘડે પોયણાં, હરિ ! આવો ને;
એવા ઊઘડે હૈયાના ભાવ; હવે તો હરિ ! આવો ને.
આ માથે મયંકનો મણિ તપે, હરિ ! આવો ને;
એવા આવો, જીવનમણિ માવ ! હવે તો હરિ ! આવો ને.
આ ચંદની ભરી છે તલાવડી, હરિ ! આવો ને;
ફૂલડિયે બાંધી પાજ; હવે તો હરિ ! આવો ને.
આ આસોપાલવને છાંયડે હરિ ! આવો ને;
મનમહેરામણ મહારાજ ! હવે તો હરિ ! આવો ને.
મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ ! આવો ને.
મ્હારા કાળજ કેરી કુંજમાં હરિ ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ, હવે તો હરિ ! આવો ને.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)