કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૬. વેળા છે વાવણીની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. વેળા છે વાવણીની|}} <poem> થાજો સાગર-મેઘ સાગર કને કે મેઘપાળે...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૬. વેળા છે વાવણીની|}}
{{Heading|૪૬. વેળા છે વાવણીની|ન્હાનાલાલ}}




Line 45: Line 45:
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૩૩)'''|}}
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૩૩)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૫. વિહંગરાજ
|next = ૪૭. વસંત-ગીત
}}

Latest revision as of 05:17, 21 June 2022

૪૬. વેળા છે વાવણીની

ન્હાનાલાલ


થાજો સાગર-મેઘ સાગર કને કે મેઘપાળે વસી;
આનન્દો અવનીન્દ્રને નીરખીને સૌ નન્દ ને નન્દિની.
બ્રહ્માનન્દપ્રભે રસિક ! રમજો, બ્રહ્માંડ બ્રહ્મે ભર્યું.
રહેજો શાશ્વત પ્રેમભક્તિજળમાં, પદ્મો હરિપ્રેમનાં !
વાવો, લોક લણે; ભરો, જન પીએ; આત્મા અધૂરા ન રહે.

રોકે આભલને તટે ઊતરતાં નિર્માણનાં બાણને;
તોડે વજ્ર સમી વડી જ જકડી પ્રારબ્ધની શૃંખલા;
‘થંભી જા ક્ષણુ, આ જગત અવર છે’ કહે કારમા કાળને;
નીર્ખે નેહથી નિત્ય નિત્ય હરિને યોગેન્દ્ર એકાન્તિક;
વન્દે ગાય સ્તવે ગુણો શ્રી હરિના એ બ્રાહ્મણો – વૈષ્ણવો.

આનન્દે હરિપ્રેમયજ્ઞ પ્રગટે આયુષ્યની વેદિએ;
હોમે સંતત ઇન્ધનો વિરહનાં શુદ્ધિવિશુદ્ધિઘૃતે;
પૂજે પુણ્યજળે રસેશ્વર હરિ યાજ્ઞિક એ યજ્ઞનો;
ભાળે શાશ્વત પ્રેમભક્તિનયને બ્રહ્માંડમાં બ્રહ્મને;
આત્મા ને પરમાત્મયોગ ઊજવે : એ પ્રેમયોગી જગે.

મુદ્રા માંહી પવિત્રતા પુનિતતા, નેત્રો સુધાના ઝરા,
વાંછે વિશ્વવહન્ત સન્તહૃદય ત્રૈલોક્ય-કલ્યાણને;
જે યોગીઉર અગ્નિહોત્ર પ્રજળે પ્રેમાગ્નિનો પ્રોજ્જ્વળ,
બ્રહ્માનન્દ અખંડ જે અનુભવે હેતે હરિદર્શને.

ચાલે પાય, વહે દિગન્ત નયનો, આત્મા ઊડે આભમાં,
નાના રંગ અનુભવે; જીવન છે યાત્રાઅહોરાત્રની;
ને અન્ધાર પ્રભા પ્રભાત રજની સોહન્તી સન્ધ્યા સમાં
પૃથ્વીશોભન પાથર્યા અવનીમાં તીર્થો પરબ્રહ્મનાં;
ઘૂમે ઘૂમડી માનવી જગતમાં યાત્રી મહંકાળનો.
ગાઓ હો ! મુક્ત કંઠે રસરૂપ હરિને, જાગશે આત્મજ્યોતિ;
પુણ્યાળુ પ્રેમભક્તિ અસીમ વિચરતી ખોલશે બ્રહ્મદ્વાર.

કોણે વાવ્યાં વનો આ ? ઋતુ ઋતુ ફળતાં થોકથોકે ફળો દે;
કોણે ક્ય્હારે, ક્ય્હાંથી, જલનિધિ ભરિયો ? રત્નરાશિ ભરેલો,
વેળા છે વાવણીની; મનુકુળ લણી લે વાવણી એવી વાવો.
આવે છે ગેબ ભેદી હરિવર જગતે લોકકલ્યાણ કાજે;
આનન્દો, વિશ્વવાસી ! અખિલ જગત છે લોકકલ્યાણમેળો.

(‘હરિસંહિતા-માહાત્મ્ય’માંથી સંકલિત)

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૩૩)