કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫૧.વ્હાલા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫૧.વ્હાલા|}} | {{Heading|૫૧.વ્હાલા|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:46, 17 June 2022
૫૧.વ્હાલા
ચિનુ મોદી
દેહ વિશે રમમાણ છે, વ્હાલા,
એ તો મારા પ્રાણ છે, વ્હાલા.
સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
ભાષાને મર્યાદા કેવી ?
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા.
રાતે ઝાકળ છાપો મારે,
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.
૨૨-૬-૨૦૦૮
(ખારાં ઝરણ, પૃ.૨૩)