શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ઝાડ રે ઝાડ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઝાડ રે ઝાડ!|}} <poem> ઝાડ રે ઝાડ! તું ઈશ્વરનો પાડ! તારાં માટીમાં...")
 
No edit summary
 
Line 25: Line 25:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = રમવા ચાલ
|next = ઝરમર ઝરમર વરસું છું…
}}

Latest revision as of 11:54, 15 July 2022

ઝાડ રે ઝાડ!


ઝાડ રે ઝાડ!
તું ઈશ્વરનો પાડ!

તારાં માટીમાં મૂળ,
તારે ડાળ ડાળ ફૂલ.

તારું થડ છે ટટાર,
તારે પાંદડાં અપાર.

તને મીઠાં ફળ થાય,
બધાં હોંશભેર ખાય.

તું ધરતીનું બાલ,
તને કરતાં સૌ વ્હાલ.

ઝાડ રે ઝાડ!
તારો દુનિયા પર પાડ!

*