ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગિરીશ ભટ્ટ/રેખલીનું મન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(added photo)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''રેખલીનું મન'''}}
{{SetTitle}}
----
{{Heading|ગિરીશ ભટ્ટ}}
 
[[File:Girish Bhatt 15.png|300px|center]]
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|રેખલીનું મન | ગિરીશ ભટ્ટ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ સાંજે રેખા ચાહીને પાછળ રહી ગઈ. જાણે ઘરે પાછા. જાવાનું જ ના હોય અથવા એનું પોતાનું જ ઘર હોય એમ ધીમે ધીમે એક પછી એક બારી-બારણાં વાસતી હતી. બત્તીઓ બુઝાવતી હતી. આમ તો એની ગણતરી સાચી હતી, ત્યાં સુધીમાં આખું ટોળું કલબલ કરતું ઝાંપો વટોળીને રસ્તે પડી જાય.
એ સાંજે રેખા ચાહીને પાછળ રહી ગઈ. જાણે ઘરે પાછા. જાવાનું જ ના હોય અથવા એનું પોતાનું જ ઘર હોય એમ ધીમે ધીમે એક પછી એક બારી-બારણાં વાસતી હતી. બત્તીઓ બુઝાવતી હતી. આમ તો એની ગણતરી સાચી હતી, ત્યાં સુધીમાં આખું ટોળું કલબલ કરતું ઝાંપો વટોળીને રસ્તે પડી જાય.
Line 197: Line 202:
{{Right|''(સ્પર્ધા ઈનામ પાત્ર)''}}
{{Right|''(સ્પર્ધા ઈનામ પાત્ર)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાજેન્દ્ર પટેલ/અધૂરી શોધ|અધૂરી શોધ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગિરીશ ભટ્ટ/ટોપીઓ ભરતી સ્ત્રીઓ|ટોપીઓ ભરતી સ્ત્રીઓ]]
}}

Latest revision as of 02:40, 7 September 2023

ગિરીશ ભટ્ટ
Girish Bhatt 15.png

રેખલીનું મન

ગિરીશ ભટ્ટ

એ સાંજે રેખા ચાહીને પાછળ રહી ગઈ. જાણે ઘરે પાછા. જાવાનું જ ના હોય અથવા એનું પોતાનું જ ઘર હોય એમ ધીમે ધીમે એક પછી એક બારી-બારણાં વાસતી હતી. બત્તીઓ બુઝાવતી હતી. આમ તો એની ગણતરી સાચી હતી, ત્યાં સુધીમાં આખું ટોળું કલબલ કરતું ઝાંપો વટોળીને રસ્તે પડી જાય.

સંસ્થાનું મકાન કાંઈ નાનું નહોતું. ચાર નાના, મોટા ઓરડા, બે મોટી પરસાળવાળા વિશાળ મકાનમાં ત્યારે માત્ર બે વ્યક્તિઓ હતી. એક તો તે અને બીજો સામંત.

એક પળ માટે, ખુદ રેખાને આ સ્થિતિ વિચિત્ર લાગી હતી; થયું હતું કે તે દોડતીક પેલા ટોળામાં ભળી જાય! બહું બહું તો એને કુંદનકાકી ઠપકો આપીને કહે – ‘એલી રેખલી, કેવી વૅતાબળી છે તું? ટે’મનો ય ખ્યાલ નો રીયો?’

પણ એ એમ કરી શકી નહીં જ. પગ અને મન, ચોંટી જ રહ્યાં જડબેસલાક. અને મનમાં તો આગલા ખંડમાં બેઠેલા પુરુષ સામંતનો પ્રવેશ પણ થઈ ચૂક્યો.

હા, સામંતે જ એને કહેવરાવ્યું હતું – ‘મળી જાજે સાંજે, બધાંય જાય પછી.’

એ બારી-બારણા વાસવાનું પતાવીને, સાડીનો છેડો સમો કરીને બારણાની આડશે ઊભી ત્યારે હૈયુ ધકધક થતું હતું. એ દરમ્યાન જ વિચારી લીધું હતું.

ભલેને, બે ચાર મિનિટ પસાર થઈ જાય – એમ જ. કદાચ એકાદી પાછી ય ફરે – ટોળામાંથી, કશાક કામસર. કોઈ કદાચ કશું ભૂલી પણ ગઈ હોય!

હૈયાનો ફફડાટ શમ્યો નહીં પણ વધ્યો ઊલટાનો.

એણે આડશમાંથી અંદર દષ્ટિ ફેંકી – સામંત સામે જ એ તો ખુરશી પર હાથ ફેલાવીને બેઠો હતો. ટેબલ પર પડેલી ફાઈલો વ્યવસ્થિત હતી. એને એ સમયે કશું બીજું કામ જ નહોંતું એવું જણાયું રેખાને. એ મલકી કદાચ પહેલી વાર. સ્વસ્થ બની રહી હતી એની નિશાની હતી.

રેખા એક ડગ આગળ વધી ને બારણું ખખડ્યું હતું. રેખાનો એક હાથ આગળ આવ્યો હતો, એની દષ્ટિ મર્યાદામાં.

ખુદ સામંત જ બોલ્યો હતો – ‘કોણ, રેખલી?’

બરાબર આવી જ સ્થિતિ હતી રેખાની – બે વરસ અગાઉ એ નવીનવી પરણીને દેવલાના ઘરમાં આવી હતી. નવું ઘર, નવું ગામ, અને નવી વ્યક્તિઓ! દેવલાને ક્યાં ઓળખતી હતી – નખશિખ? એક, બે વાર અલપઝલપ જોયેલો, દૂરથી.

માએ કહેલું – ‘જો… આ તારો વર. જોઈ લે ધરાઈને.’

મૂળમાં માની હતી જ માંડ. એને ક્યાં પરણવું હતું? એ તો પાધરો ઉલાળિયો જ કરતી – ‘તારે જેને પરણાવવી હોય અને પરણાવ. પરણે મારી બલ્લા! તને છોડીને ક્યાંય નથી જાવું!’

પછી વિધવા માએ કળથી કામ લીધું હતું.

‘જો, હું તને બગસરાવાળા પાટલા આપીશ, પણ એ લોકો તો તને ગળાનો હાર, નાકની ચૂંક અને પગની ઝાંઝરી… કરવાના છે.’

અને રેખલી ઊછળી પડી હતી, હરખથી.

‘માડી, પટાવતી તો નથી ને?’ એણે ભૂતકાળના અનુભવો પરથી માને ચકાસી હતી.

એને ઝાંઝરા કેટલાં પ્રિય હતાં – છેક બાળપણથી? ઝાંઝરાનું નામ પડે ને ગાંડીઘેલી થઈ જાય.

થઈ ગઈ તૈયાર, દેવલાને પરણવા. આમ તો એ કાંઈ જો નહોતો રેખલીને.

‘ચાલ, પરણીશ એને. પણ ઝાંઝરાંનું તો પાકું ને?’ ‘ છેક પરણવા બેઠી ત્યારે જ જાણ થઈ હતી કે દેવલો ડ્રાઇવર હતો. એના કપડાંમાંથી ગંધ આવતી હતી – પેટ્રોલની.

બેનપણીએ વિનોદ કર્યો હતો – ‘એ ય જાજે, એના ભેગી ટ્રકમાં. લઈ જાશે – મુંબઈ લગી!’

સાસરીનું ઘર તો ગમી ગયું. ઓરડો, રસોડું, અલગ ઓરડી ના’વાની. એય લે’રથી નવાય. રેખાએ વિચારી લીધું – તરત જ.

એ રાતે બે ચાર મે’માનો હતાં એય આધાપાછા થઈ ગયાં હતાં. જડીએ એનો ખાટલો ખુલ્લામાં રાખ્યો હતો. આ પછી રેખલી સમજી જ જાય ને કે ઓરડામાં કોણે સુવાનું હતું? એ ઝાંઝરી રણઝણાવતી ઓરડામાં ઘૂસી હતી. કપડાંય લગનનાં. કેવી નવી નવી લાગતી હતી? ને મનમાંય કશી રણઝણ થતી હતી – દેવલાની જ સ્તો! શું કરશે દેવલો? હજીયે પેટ્રોલની ગંધ તો… અનુભવાતી જ હતી.

અને ‘મારી રાણી, મારી વા’લી કરતો દેવલો ભાતર આવ્યો હતો. બસ ત્યાં યે રેખલીએ ડહાપણનું પ્રદર્શન કર્યું હતું.

એણે તરત જ ભીંત પરની અંબામાની છબી ઊંધી કરી નાખી હતી.

‘માતાજીની આમન્યા તો રાખવી જોવેને!’ એ બોલી હતી. વટથી. અને દેવલો ખુશ થઈ ગયો હતો. ‘માળી, હુંશિયાર તો ખરી. મને કેમ નો સૂઝયું?’

પછી તો રોજ રાતે નવી ગમ્મત, નવી વાતો. રેખલીના ઝાંઝર રણઝણ્યા કરે, આખો દિવસ. રાતે એ, કાઢીને પાંગત નીચે મૂકી દે. કહે પણ ખરી – ‘બા સાંભળતો કેવું લાગે? રાતની શાંતિમાં તો બધુંય કાને પડે!’

અને દેવલો ખડખડ હસી પડે. ‘માડીને કાન હોય તો ને? તું તારે લે’૨ કર!’ ખુલ્લી ઓસરીમાં પડી પડી જડી તો વળી નવી દુનિયામાં જીવતી હોય. ‘આ સારાં પગલાંની. સાવ સીધો થઈ ગયો આ અટક ચાળો! રોજ જાય છે નોકરીએ, તિયાર થે ને. રેખલી રાહ જોતી હોય ને ટે’મસર પાછો ય આવી જાય છે. નૈ તો આવું ક્યાં હતું? લગભગ તો નોકરીએ જાતો જ નૈ. આ લાલચ આપી વહુની ને લેનસર થૈ ગયો.’

અને રેખલીના માન વધી ગયાં. જડીને તો કામમાં યે રાહત થઈ હતી. ફુદરડીની જેમ ફરી વળતી હતી. ઓરડી ચોખ્ખી ચણાક. ખાટલો ય વ્યવસ્થિત. ઓછાડની ઘડી સરખી કરી નાખે. બે ય જણાં સૂતાં હોય એવું લાગે જ નહીં ને! સાવરણી ફરી જાય, સવારના પહોરમાં, છેક ડેલી સુધી. પાછી નાહી ધોઈને અરીસા સામે ઊભી રહી જાય – વાળ ઝાંટકતી.

જડીને ભાગે તો કશું ય નહોતું રહ્યું.

‘લો… ફેરવો માળા. બવ કામ કરું તમે.’ એવું રેખલી બોલે. ને પેલો ઓટીવાળ નોકરી કરે બરાબર આવે ત્યારે જડીના હાથમાં પૈસા ય મૂકે.

ભયો ભયો થઈ ગયું જડીને. આવું સુખ તો આખા આયખામાં મળ્યું નહોતું. તે કેવડી થઈ? મનમાં વસી ગયું કે રેખલી સારાં પગલાંની. નહીં તો એમણે એને આપ્યું’તું પણ શું? વાત ઘણી કરી હતી પણ આપ્યાં’તો ખાલી – બાપાવારીના ઝાંઝરાં જ, જે જડીને ય એની સાસુએ… ચડાવ્યાં હતાં.

કેવી શોખથી ફેરતી હતી – આખા ઘરમાં? જડીને ક્યારેક લાગતું હતું કે જાણે એ જ ફરી રહી હતી! બધું યાદ તો આવે જ ને?

વરસ વીત્યું. ચોમાસામાં આપદા ય પડી જડી ને. તોપણ પડી રહી રસોડામાં. ઘરમાં તો સરસ ચાલતું હતું. પેલો પૈસાય આપતો હતો. પણ… સાંભળવા ઇચ્છતાં હતાં એ સમાચાર મળતાં નહોતાં. ઘર ક્યાં નાનું હતું? અને ઘોડિયાની દોરી ખેંચવા એ તૈયાર પણ હતાં. અરે, આતુર હતાં! પણ કેમ કશું…? જડીની એક પીડા હતી. નવરી પડે ને રેખલીના પેટ પર જ નજર જાય.

‘બા… આજે તમે ચૂલો સંભાળજો’ રેખલી તો સાવ સહજ જ કહે પણ જડી વલોવાઈ જાય. આને કાંઈ થતું ન હોય? એવો વિચાર પણ આવે. પણ રેખલીને તો કાંઈ જ નહીં. ખડખડ હસ્યાં કરે – ફળીમાં બેઠી બેઠી ઝાંઝરી ખખડાવ્યા કરે.

એક વિચાર તો એને ય કનડે. હવે દેવલાના કપડાંમાથી પેટ્રોલની ગંધ કેમ નો’તી આવતી? બાકી તો, એ ય આખી પથારી આખી પેટ્રોલ પેટ્રોલ થઈ ગઈ હોય!

રેખલી તો કહેતી – ‘મને હવે તો આ ગંધ ગમવા લાગી છે. આ ગંધ હોય તો જ જામે.’

અને દેવલો ખડ ખડ હસી પડે. પણ હવે કેમ… એ ગંધ અનુભવાતી નહોતી – નાક ખોસી દે તોપણ?

દેવલાની ભાષા યે બદલાઈ ગઈ હતી. રાતે મોડે મોડે ઘરે આવતો ને તરત જ વળગતો રેખલીને.

રેખલી બીજું વળી કેટલુંક વિચારે? હવે તો એના હાથમાં પૈસાયે દેતો. દશ દશની નોટો, એના માથા પરથી ઉતારીને… લે, મારી રાણી કહીને… રેખાને આપે. રેખા તો ખુશ ખુશ. બસ, આ જ સુખનું સરનામું. દિવસે ઝાંઝર એને રાંતે દેવલા સાથેની મસ્તી.

જડીની અકળામણ એને ક્યાંથી સ્પર્શે? જડી વિચારેને સૂનમૂન થઈ જાય. ઈશ્વરને સંભારે ને ભાવમય થઈ જાય.

‘મારા નાથ… કાં સંભાળ કે દોરી ખેંચી લે. તને સોંપ્યું!’

ક્યારેક થતું કે રેખલીને સાચી વાત કરી દે! પણ મન માનતું નહોતું. એ અવળું લે તો? એ ડર વળગતો ને શાન્ત થઈ જતી.

અને એક સવારે દેવલાએ ઝપટ બોલાવી કહ્યું પત્નીને. ‘લાવ તારા ઝાંઝરાં. ઉજળાવી નાખું. કેવી ઝાંખપ લાગી છે?’

એ ગયો, ઝાંઝરાં લઈને. આજ ઘડી ને કાલનો દી..

એક દિવસ, બે દિવસ…! બસ, પાછો ન જ આવ્યો.

હેબત ખાઈ ગઈ રેખલી. જડી તો થીજી જ ગઈ! ઓહ મૂવો ઝાંઝરી લઈને…! કપાળ ફૂટ્યું એણે.

પ્રતીક્ષાની હદ ઓળંગાઈ ગઈ. ઑફિસે તપાસ કરી તો થોડું સત્ય બહાર આવ્યું હતું. ઑફિસે જ ક્યાં જતો હતો, છેલ્લાં બે માસથી? પછી તો એ સ્થળ પકડાયું. પહેલાં પણ ત્યાં જ જતો હતો, જુગાર રમવા. થયું – ભેદ ઉકેલાઈ ગયો, પેટ્રોલની ગંધ નહોતી આવતી એનો! રેખલી સ્તબ્ધ થઈ ગઈ. આ એનો પતિ-પુરુષ! બસ, ચાલ્યો ગયો? કશું કહ્યા વિના જ? આ તો છલના જ કે’વાયને! કોના ભરોસે મૂકી ગયો, ડોસીને?

અને છતાં ય એનો સાથ તો યાદ આવી જતો હતો. કેવી મસ્તી કરતો હતો, શું કહેતો હતો એને-મારી રાણી, મારી વાલી?

પછી તપાસ શરૂ થઈ. દાણા જોવરાવ્યા. માનતા-બાધાઆખડીઓ!

બાવો તો નહીં થયો હોયને – એના બાપની જેમ?’ જડીને ફાળ પડી હતી.

જડીને તો બીજી ફડક પણ પેસી હતી; આવડી આ તો કંટાળીને હાલતી નૈ થઈ જાય ને? આમ તો સારી જ છે પણ ધણી વિના શું કરે અહીં? જુવાની તો અલ્લડ ગણાય. અને ફોસલાવવા વાળાં પણ નીકળે જ ને?

આ દેવલાનો બાપ ભાગી ગયો ત્યારે જડી ને ય એવાં વિચાર તો આવ્યા જ હતાં કે એ ભાગી જાય કોઈ જુવાનિયા સાથે! મન તો એવું ઉલળ્યું’તું કે ભાગી જ જાત! પણ પછી દેવલો યાદ આવ્યો હતો – કારણરૂપ.

અને આ તો સાવ છડી જ હતી – છોકરાં વિનાની! જડી ડામાડોળ થઈ ગઈ હતી.

પણ ત્યાંજ એક દિશા ફંટાઈ હતી. ઊંડી શેરીવાળી કુંદને રેખલીને ફૂંક મારી હતી – ‘એ તો આવશે પાછો. એની ચિંતા ન રાખ. કોણ સંઘરવાનું હતું એને? હાલ મારી હારે પાપડ વણવા પૈસાય મળશે – ખોબો ભરીને. મજા પડશે ટોળામાં. આમ ડોસીને ઝાલીને ઘરમાં ક્યાં લગી બેસીશ?’

ડોસી તો રાજી જ થાય ને? એ તો આ ટકશે જ ને એમ માનીને બેઠી’તી! એ શું ધારતી’તી ને શું બનતું’તું! જડીએ ઉપરના ભગવાનનો પાડ માની લીધો.

રેખલી થઈ ગઈ તૈયાર.

ઝાંપામાં પ્રવેશી ત્યાં એક નવી ગંધે ઘેરી હતી. દેવલોય યાદ આવી ગયો. કેવો પેટ્રોલ પેટ્રોલ… થતો હતો? એ ય એવીજ થઈ જતી હતી!

એણે ટેકો લેવા કુંદનના ખભા પર હાથ મૂક્યો હતો. ‘ગભરાતી નૈ. હું છું ને, સાથે. અને સામંત કંઈ વાઘ-દીપડો નથી!’ કુંદને એને હિંમત આપી હતી.

સામંત?’ એ પ્રશ્ન હોઠ પર જ રહી ગયો હતો.

આગળનો ખંડ ઑફિસ તરીકે વપરાતો હતો. ખુરસી, ટેબલ, ઉપર ફરતો પંખો અને સામંત! ચાલીસેક વરસનો સામંત. જરા કરડી મુખાકૃતિ. ખાસ્સો પ્રભાવ લાગ્યો રેખલીને. હજી હમણાં જ એનું નામ લીધું હતું કુંદને. જ એ ભીતરથી જરા થથરી હતી. કુંદને હસીને કહ્યું હતું એ સામંતને. ‘સામંતભઈ… લખી લો, આ રેખલીનું નામ. મારી જાણીતી છે. વર દેવલો ઓટીવાળ નીકળ્યો. બચાડીની ઝાંઝરીયે લઈને ભાગી ગ્યો. ચ્યું કે લેતી આવું પાપડ વણવા. કામમાં જીવ પરોવાય ને બે પૈસા મળે!’

સામંતે એક અલપઝલપ દષ્ટિપાત કરી લીધો, રેખા પર. પછી તરત જ બોલ્યો – હું નખાવો પૂરું નામ, સરનામું.’ ને કુંદન હરખાઈ ગઈ. સાવ સરળતાથી પતી ગયું હતું. નહીંતો એ કેટલી લપ કરે – કામમાં લેતા પહેલાં? છેલ્લે એમ પણ કહે – બરોબર કામ કરજે નહીંતો…! તે પછી આખો ખેલ ભર્યા નાળિયેર જેવો જ બની જતો.

કુંદન મનોમન વિચારતી હતી કે આમાં એનો જાદુ હતો કે આ રેખલી રૂપાળી હતી એ કારણભૂત! ગમે તેમ પણ લેવાઈ તો ગઈ જ.

અંદર પણ અચરજ જ હતાં.

એક ખૂણામાં લોટ ટૂંપાતો હતો. બે ત્રણ સ્ત્રીઓ હાથોથી મસળતી હતી. ચકચકિત શરીરો અને ચકચકતાં – લોટના પિંડાઓ.

એક મીઠી ગંઘ આખા ઓરડામાં હતી. બીજી તરફ ટૂવા થતાં હતાં – માપસરના.

અને ટોળે મળીને… પંદર-વીસ, બધી જ વયની સ્ત્રીઓ પાપડ વણતી હતી. એક સામટી બધી જ નજરોએ રેખાને ઘેરી લીધી.

કુંદનકાકીએ કામની સમજ પાડી.

‘જો શરૂમાં એકાદ બગડે ય ખરો. મૂંઝાતી નૈ. આપણને ઐરાવને તો આ તરત જ ફાવી જાય.’

છે અને એણે પ્રારંભ કર્યો કામનો. ચીવટપૂર્વક, વેલણને ચલાવ્યું. મૂળ તો પાતળો વણાવો જોઈએ, એક સરખો ને ગોળ. થોડો વધું સમય લાગ્યો ને ફાવી પણ ગયું.

‘હં.. બરોબર.’ કુંદનકાકીએ સરસ હોંકારો આપ્યો. પાસેની સ્ત્રીએ તરત જ હસીને પૂછી લીધું – ‘છું તારું નામ? મારું નામ ગુલસન.’

બે ચાર દિવસોમાં તો આખા ટોળાનો પરિચય થઈ ગયો હતો, અરે હિસ્સો જ બની ગઈ! ઝુબેદા, ગોમતી, ગંગા, ગોદાવરી, હીરી, સંતોક, રેવા – આમ બધું કોઠે ચડવા લાગ્યું.

પાપડ તો વણાય ને વાતો પણ વણાય – સાથે સાથે અને એમાં એ લોકોની અલગ અલગ જિંદગીઓ પણ ખરી. ક્યારેક મજાક તો ક્યારેક ગંભીર વાત. સુખની ચમક દેખાય અને દુઃખની વેદના પણ સપાટી પર આવે.

રેખલી કશું બોલે નહીં એ સહુના સુખ દુઃખ સાથે પોતાની જિંદગીને સંભાય કરે, મન સાથે તડજોડ કરતી રહે.

આ સુખ જ હતું ને? દર શનિવારે કેટલા પૈસા હાથમાં આવતાં હતાં? અગૂઠો પાડીને ટપ દઈને સામંત પાસેથી કવર લઈ લેતી હતી. એણે ય ગણ્યાં, ડોસીએય ગણ્યાં, પહેલી વાર તો. રેખલી કેટલી ખુશ હતી? એ પોતે કમાઈને લાવી હતી!

વઉવ… પિટ્યાવ ઘણાંય પૈસા આલે છે’ ડોસીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. કામના પૈસા તરત જ.

અને ડોસીએ રેખલીને વખાણી પણ ખરી. ઘરમાં ડોસીને પડખે સૂતી હોય ત્યારે પાપડ સાંભરે, કુંદનકાકી સાંભરે, પેલી સ્ત્રીઓ પણ. ક્યારેક ક્યારેક દેવલો ય સાંભરે. પણ થાક હોય ને દિવસભરનો, એટલે ઊંઘે ય ટપ દઈને આવી જાય!

ક્યારેક ક્યારેક સપનામાં સામંત દેખાય. સવારે હસી પડે. કુંદનકાકીએ સૂચના આપી હતી કે પૈસાનું કવર બરોબર ગણી લેવું. ક્યારેક કવરમાં એક બે નોટ વધું પણ નીકળતી.

કેમ એમ?’ રેખલીનો ચહેરો જ પ્રશ્ન થઈ ગયો હતો. સાવ અવળું! ‘હા… પિટ્યો સામંત ક્યારેક વધારે… આલે. પૂછીએ તો કહે કે… કામ સારું છે ને એનું ઇનામ’ કુંદને સ્પષ્ટતા કરી હતી.

પણ ગોમતીએ જુદી વાત કરી હતી.

છે આ બધી! કશું ય કરે છે એ? ને કામ તો જોવું જ પડે. નહીંતો આ બધી દાધારીંગી જ થઈ જાય!

ત્યાં વળી સામંતે જ એના કામની પ્રશંસા કરી, કુંદન પાસે. ભૈ… રેખાનું કામ તો સરસ છે.’ અને એના કવરમાં એક નોટ વધું ય નીકળી – એ શનિવારે. ખુશીથી તરબોળ થઈ ગઈ છે. વાહ… સામંત!

ઝુબેદાએ શું કહ્યું હતું – એને કોઈ ગમી જાય તો… એ મૂકે એવો નથી! કોઈ પણ રીતે.. એ આગળ વધે.

શું એવો હશે? ને એવો હોય તોય શું? એને શું? અને આમ તો એને ય શો વાંધો હોય? એ પણ, એ જ સ્થિતિમાં હતીને? એને ય થતું જ હતું કે કોઈ પુરુષ મળે તો…! અરે, સ્વપ્ન આવે તોય? શું એને હું ગમી જાઉ તો? ગમું એવી જ છું ને? દેવલો હોત તો એય લેરખા લેતી હોત!

મૃત ઇચ્છાઓ ઝણઝણી ઊઠી હતી, એની વેરાન જિંદગીમાં. તે પછી તો રીતસર, એ સામંતમય જ બની ગઈ હતી. જડી નસકોરાં બોલાવતી હોય ને રેખા એના વિચારે ચડી હોય. એક નવી દિશા ખૂલી ગઈ. અને જાણે બીજાં બારણાંઓ બંધ જ થઈ ગયાં! સાવ આંધળી ભીંત થઈ ગઈ. અને ઉંમર પણ એવી જ હતી ને, ને એક દિવસ સાંમતનો સંદેશો આવ્યો.

મળ આજે સાંજે – બધી જાય પછી. સૂકી વાવમાં જળની આવ આવી જાણે કે!

તે ઊભી રહી ગઈ – ઉંબરા વચ્ચે.

આવી તું…!’ સામંત બોલ્યો પણ ખરો. છાતીમાં ધબધબ થવા લાગ્યું હતું. જોવાઈ ગયું આસપાસ. ના કોઈ જ નહોતું. છજામાં પારેવા પાંખો ફફડાવતાં હતાં.

‘બોલાવો તો આવવું જ પડે ને એની જીભે ય ખુલી ગઈ. સામંતે ટેબલનું ખાતું ખોલ્યું ત્યાં એ ટેબલ પાસે આવી ગઈ હતી.

સામંતે હસીને ખાનામાંથી ડબી ને ડબીમાંથી ઝાંઝરીની જોડ કાઢીને ટેબલ પર મૂકી.

ટેબલનો એ હિસ્સો ઉજાસથી છલછલી ઊઠ્યો. ‘લે આ ઝાંઝરી. તારી જ છે ને? એ દિવસે દેવલો લઈ ગયો હતો. ઉજળાવવા માટે.’

હા, એની જ ઝાંઝરી! જરા ચકિત થઈ ગઈ. સામંતે આગળ ચલાવ્યું – ‘દેવલો મને જ આપી ગયો હતો – પચાસ રૂપિયામાં. મને શું ખબર…’

સામંત શ્વાસ લેવા રોકાયો. એના ચહેરા પર ખુશી તગતગતી હતી, ઝાંઝરીના તેજ જેવી જ.

‘તું આવી ત્યારે જ તને ઓળખી કે એ તું. મારી ઘરવાળીએ મરતી વખતે વચન લીધું’તુ કે ઝાંઝર પૈરનારીને આપી દેજો. ના ખપે – એનું. લે આ. ખુશ થઈ ને? ઉજળાવી છે. એને!’

હેબતાઈ ગઈ રેખલી, પળ, બે પણ માટે. તે તો સાવ છેલ્લે પગથિયે ઊભી હતી. ઇચ્છાના.

હવે મન પાછું વળે એમ નહોતું. જાણે કશું જ ના બન્યું હોય એમ એ બોલી – ‘હં… પછી શું કામ હતું મારું?’ ટેબલની એક કોર પર ઝાંઝરી પડી હતી – સાવ નોધારી! (સ્પર્ધા ઈનામ પાત્ર)