કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૫. નિરાશા વિજયસ્મિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. નિરાશા વિજયસ્મિતા|}} <poem> ગેબી નોબત આભની ગડગડે, ને વીજ ને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
ત્યારે આ ઉર ક્લિન્ન ખિન્ન બનતું કેવું વિનાકારણે! | ત્યારે આ ઉર ક્લિન્ન ખિન્ન બનતું કેવું વિનાકારણે! | ||
કેવી તીવ્રપણે બધે ફરી વળે ઊંડી ઉદાસીનતા! | કેવી તીવ્રપણે બધે ફરી વળે ઊંડી ઉદાસીનતા! | ||
જેવી ઝમઝમ રણઝણાટ કરતી ખાલી ચડે અંગને, | જેવી ઝમઝમ રણઝણાટ કરતી ખાલી ચડે અંગને, | ||
તેવું દર્દ પરાસ્તના જ્વલનનું ઝીણું ધરૂજ્યા કરે: | તેવું દર્દ પરાસ્તના જ્વલનનું ઝીણું ધરૂજ્યા કરે: | ||
કૈં કૈં આગત ને અનાગત બધાં કલ્પી અનિષ્ટો, અહો | કૈં કૈં આગત ને અનાગત બધાં કલ્પી અનિષ્ટો, અહો | ||
પંપાળ્યા કરવું અને ગરકવું અંતે નિરાશા મહીં! | પંપાળ્યા કરવું અને ગરકવું અંતે નિરાશા મહીં! | ||
ને જો એમ જ છે, ભલે, જીવનની કાળી નિરાશા! ભલે, | ને જો એમ જ છે, ભલે, જીવનની કાળી નિરાશા! ભલે, | ||
ચાલી આવ અહીં લગીર થડકો રાખ્યા વિના, ઘેરી લે. | ચાલી આવ અહીં લગીર થડકો રાખ્યા વિના, ઘેરી લે. | ||
બીડી હોઠ દબાવ આ જિગરને, લે દાંતના ગ્રાહમાં; | બીડી હોઠ દબાવ આ જિગરને, લે દાંતના ગ્રાહમાં; | ||
કિન્તુ મા કરજે તું ઠાર, નહિ તો, રે તું જ ત્યાં હારશે. | કિન્તુ મા કરજે તું ઠાર, નહિ તો, રે તું જ ત્યાં હારશે. | ||
જો તું કેસરિયાં કરી ઝઝૂમતું ના જોમ પ્રેરી શકે, | જો તું કેસરિયાં કરી ઝઝૂમતું ના જોમ પ્રેરી શકે, | ||
તો તો તું ન જયસ્મિતા, ફટ તને, શાની નિરાશા જ તું? | તો તો તું ન જયસ્મિતા, ફટ તને, શાની નિરાશા જ તું? |
Latest revision as of 09:45, 19 July 2022
૧૫. નિરાશા વિજયસ્મિતા
ગેબી નોબત આભની ગડગડે, ને વીજ ને ઝાપટાં
ચારેકોર કરે જમાવ, તરસી પૃથ્વી પ્રસન્ના બને,
ત્યારે આ ઉર ક્લિન્ન ખિન્ન બનતું કેવું વિનાકારણે!
કેવી તીવ્રપણે બધે ફરી વળે ઊંડી ઉદાસીનતા!
જેવી ઝમઝમ રણઝણાટ કરતી ખાલી ચડે અંગને,
તેવું દર્દ પરાસ્તના જ્વલનનું ઝીણું ધરૂજ્યા કરે:
કૈં કૈં આગત ને અનાગત બધાં કલ્પી અનિષ્ટો, અહો
પંપાળ્યા કરવું અને ગરકવું અંતે નિરાશા મહીં!
ને જો એમ જ છે, ભલે, જીવનની કાળી નિરાશા! ભલે,
ચાલી આવ અહીં લગીર થડકો રાખ્યા વિના, ઘેરી લે.
બીડી હોઠ દબાવ આ જિગરને, લે દાંતના ગ્રાહમાં;
કિન્તુ મા કરજે તું ઠાર, નહિ તો, રે તું જ ત્યાં હારશે.
જો તું કેસરિયાં કરી ઝઝૂમતું ના જોમ પ્રેરી શકે,
તો તો તું ન જયસ્મિતા, ફટ તને, શાની નિરાશા જ તું?
(દીપ્તિ, ૧૯૫૬, પૃ. ૧૫)