સરસ્વતીચંદ્ર ભાગ ૪/ચિરંજીવશૃંગના શિખર ઉપર ચન્દ્રોદય.: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચિરંજીવશૃંગના શિખર ઉપર ચન્દ્રોદય.|}} {{Poem2Open}} ચિરંજીવશૃંગ સુ...")
 
No edit summary
 
Line 10: Line 10:
વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રને આ ગુફામાં આણવામાં આવ્યો, તે વેળા સાયંકાળ થવા આવ્યો હતો, અને સૂર્યાસ્ત થયો હતો પણ દિવસ દેખાતો હતો. ઝરાની પાસે પાસે થઈને સરસ્વતીચંદ્ર, રાધેદાસ, જ્ઞાનભારતી, અને બીજા બે ત્રણ બાવાઓ આ ગુફામાં આવ્યા. આ બાવાનાં નામ સુંદરદાસ, સુરદાસ, અને માયાપુરી એવાં હતાં. તેઓ મઠના મધ્યમાધિકારી હતા. તેમની સાથે પાણીનાં પાત્ર અને ફલ અને કન્દના સંગ્રહ રાખી લીધેલાં હતાં. ગુફા પાસેના ઓટલાએા ઉપર સંભાળથી ચાલતા ચાલતા સર્વ પગથીયાં ઉપર ચ્હઠી પાસે બેઠા. જ્ઞાનભારતીએ વાત ક્‌હાડી.

“નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્યગુહા છે. આ તેના તળીયાનો ભાગ સર્વ પ્રવાસી સાધુઓને માટે છે. ઉપલો ભાગ સિદ્ધદર્શનના અધિકારીઓને માટે છે. અનધિકારી જન માળ ઉપર રાત્રિ ગાળે તો તેને ભૂતપ્રેતાદિ દુષ્ટ સર્વ પ્રત્યક્ષ થાય છે, અને જોનાર બીજે દિવસે ઉન્મત્ત[૧] થઈ પાછો ફરે છે ને કવચિત્ જીવ પણ ખુવે છે. સાધારણ મનુષ્યને આ સ્થાન દિવસે પણ ભયંકર લાગે છે અને સાથે ઝાઝો સંગાત ન હોય તો લોક એકલડુકલ અંહી આવતા નથી. પણ યોગીજનોને અને તપસ્વીઓને માટે આ સ્થાન ઉત્તમ છે અને અનેક અપાર્થિવ સંસ્કારોનું પ્રદીપક થાય છે. આપને અંહી પંચરાત્રિ ગાળવાની છે તે ઉપલા માળ ઉપર શુભ વસ્તુના વિચારમાં ગાળવાની છે. આપની સેવા માટે અમ સાધુજનો રાત્રિ દિવસ આ છેક નીચલે સ્થાને જ નિવાસ કરીશું, બોલાવશો ત્યારે ઉપર આવીશું, અને આજ્ઞા કરશો તેનું પાલન કરીશું."
“નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્યગુહા છે. આ તેના તળીયાનો ભાગ સર્વ પ્રવાસી સાધુઓને માટે છે. ઉપલો ભાગ સિદ્ધદર્શનના અધિકારીઓને માટે છે. અનધિકારી જન માળ ઉપર રાત્રિ ગાળે તો તેને ભૂતપ્રેતાદિ દુષ્ટ સર્વ પ્રત્યક્ષ થાય છે, અને જોનાર બીજે દિવસે ઉન્મત્ત<ref>ગાંડો.</ref> થઈ પાછો ફરે છે ને કવચિત્ જીવ પણ ખુવે છે. સાધારણ મનુષ્યને આ સ્થાન દિવસે પણ ભયંકર લાગે છે અને સાથે ઝાઝો સંગાત ન હોય તો લોક એકલડુકલ અંહી આવતા નથી. પણ યોગીજનોને અને તપસ્વીઓને માટે આ સ્થાન ઉત્તમ છે અને અનેક અપાર્થિવ સંસ્કારોનું પ્રદીપક થાય છે. આપને અંહી પંચરાત્રિ ગાળવાની છે તે ઉપલા માળ ઉપર શુભ વસ્તુના વિચારમાં ગાળવાની છે. આપની સેવા માટે અમ સાધુજનો રાત્રિ દિવસ આ છેક નીચલે સ્થાને જ નિવાસ કરીશું, બોલાવશો ત્યારે ઉપર આવીશું, અને આજ્ઞા કરશો તેનું પાલન કરીશું."
 
૧.ગાંડો.
આ વાત ચાલે છે એટલામાં ઝરામાંનું પાણી એક સ્વચ્છ પાત્રમાં એક જણે આણ્યું ને સર્વેને પાયું. થોડી વાર બેસી સર્વ ઉપર ચ્હડયા. ભીંતમાં ને ભીંતમાં થઈ ઉપર જવાની એક સીડી હતી તે ઉપરથી ઉપલે પ્રથમ માળે અને ત્યાંથી તેથી ઉપલે માળે ચ્હડયા. આ માળે થાંભલાઓની આસપાસ અને માળની ચારેપાસે બેઠકવાળો ઓટલો હતો અને વચ્ચોવચ પત્થરની ઉભી નિસરણિ હતી તેમાં થઈને અગાશીમાં જવાનું હતું. અગાશીમાં વરસાદ આવી શકતો હતો તેથી થોડી થોડી લીલોતરી ઉગી હતી. સાધુજનોએ ત્યાં ઝાડી ઝાપટી સાફ કર્યું, અને તળેને માળે ઓટલા પણ સાફ કર્યા. પાણીનું પાત્ર મુક્યું, અને ચન્દ્રોદય થતા પહેલાં આજ્ઞા માગી નીચે ગયા. નીચે જતાં જતાં રાધેદાસ ઉભો રહ્યો ને બેાલ્યો: “ જી મહારાજ, આ સ્થાનમાં પ્રતિધ્વનિ એટલો બધો થાય છે કે વાત નહી, પણ ઉપરના માળનો ધ્વનિ નીચલે માળે સંભળાતો નથી, અને અમને બોલાવવા હોય તો નીચેના દ્વારની ભણી, સામા એટલા આગળ આવી, ઝરાભણી નીચું જોઈ થોડોક સ્વર કરશો તો પણ છેક નીચેથી અમે સાંભળીશું.”

Line 26: Line 24:
“કુમુદસુંદરી ડુબી ગયાં. તે અહીં કયાંથી હોય ? મધુરીમૈયા સર્વાકારે તેના જેવાં છે – તેમનું ગાયન, એ ગાયનનો વિષય, અને ​તેમનો સ્વર કુમુદસુંદરીના જેવો જ છે ! પણ ચન્દ્રાવલીમૈયાએ દર્શાવેલા માર્ગ કુમુદસુંદરીનાથી ઉલટા છે. – તે તે માર્ગ સ્વીકારે એ અશક્ય છે.

“પિતા મ્હારે માટે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિસૂચન[૧] છપાવે છે ! – પ્રમાદધન અને સૌભાગ્યદેવી ગયાં ! – સુરગ્રામના મ્હેતાજીએ વર્તમાનપત્રો વંચાવ્યાં ! મ્હારા દેશની રાજકીય વિપત્તિઓ તેણે મ્હારી પાસે ખડી કરી ! – મુંબાઈ ! ત્હારા યજ્ઞનો હું ઋણી છું -
“પિતા મ્હારે માટે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિસૂચન<ref>ઝાહેર ખબર.</ref> છપાવે છે ! – પ્રમાદધન અને સૌભાગ્યદેવી ગયાં ! – સુરગ્રામના મ્હેતાજીએ વર્તમાનપત્રો વંચાવ્યાં ! મ્હારા દેશની રાજકીય વિપત્તિઓ તેણે મ્હારી પાસે ખડી કરી ! – મુંબાઈ ! ત્હારા યજ્ઞનો હું ઋણી છું -

"જાવું છે જી ! જાવું છે ! જાવું છે જરુર !”
"જાવું છે જી ! જાવું છે ! જાવું છે જરુર !”
Line 48: Line 46:
“છુપ રહી રાધે જ્યું પ્યારી !
“છુપ રહી રાધે જ્યું પ્યારી !
“ આવત મેરી ગલીયનમેં ગીરધારી !”
“ આવત મેરી ગલીયનમેં ગીરધારી !”
૧.ઝાહેર ખબર.
સરસ્વતીચંદ્ર ચમકયો. “એમ જ ! શું કુમુદસુંદરીને છુપાયલાં મ્હારે જોવાનાં રહ્યાં ? એ મને શું ક્‌હેશે? હું એમને શો ઉપદેશ કરીશ ? કેવી ક્ષમા માગીશ ? બુદ્ધિધનના ઘરમાં જે અંકુશ હતો તેથી હું અને એ ઉભયે આ સ્થાનમાં મુક્ત છીયે, એ મુક્તપણું તે જ ભયરૂપ છે, પ્રીતિયજ્ઞ – અદ્વૈત યજ્ઞ – વિહારપુરી અને ચન્દ્રાવલીના જેવો – શું અમારાથી સાધ્ય નહી થાય ? પ્રમોદ ગયો - લક્ષ્યધર્મ અને પાશ્ચાત્યધર્મ જુદે જુદે માર્ગે લઈ જઈ એક જ સ્થાનમાં આણે છે ! આર્યસંસારના વ્યવહારનું ધર્મશાસ્ત્ર જુદું છે – આ ભેખ લેઈ મ્હેં સંસારના વૈભવનો ત્યાગ કર્યો છે - સંસારના ધર્મનો ત્યાગ નથી કર્યો. સંસારના સંપ્રત્યયથી હજી મ્હારું હૃદય મુક્ત થતું નથી. ત્રણે સ્થાનનો ધર્મ જળવાય એવો શો માર્ગ લેઉં ? – કુમુદ ! ત્હારા મનમાં શું હશે? ત્હારા હૃદયમાં લખ ભોગની વાસનાઓ ભરી હોય તેને તૃપ્ત કરવામાં મ્હારે જે ધર્મસંકટ હતું તે પ્રમાદના મૃત્યુથી શાંત થયું છે. જો મ્હેં કરેલાં પાપને લીધે હવે મ્હારો ધર્મ તને તૃપ્ત કરવાનો જ હોય તો લોકાપવાદનું ભય માથે વ્હોરી લેવું એ ધર્મ પણ શું પ્રાપ્ત થતો નથી ? ત્હારી આવી વાસનાઓનો નાશ કરવાનો ત્હારા ઉપર બલાત્કાર કરવો એ શું મ્હારે માટે ધર્મ છે ? – અથવા , આ સર્વ વિચારો શું મ્હારા પોતાના જ હૃદયમાંની અજ્ઞાત વાસનાનો અજ્ઞાત ઉદય નથી જણવતાં? Is not my wish father to these thoughts ? Or, rather, am I not now succumbing to the rush of my own latent will-power itself? Heaven knows whither I am drifting !”

Latest revision as of 06:40, 4 August 2022

ચિરંજીવશૃંગના શિખર ઉપર ચન્દ્રોદય.

ચિરંજીવશૃંગ સુન્દરગિરિના સર્વ શૃંગોમાં ઉંચામાં ઉંચું હતું અને યદુશૃંગની પાછળ આવેલું હતું. છતાં યદુશૃંગ અને ચિરંજીવશૃંગ વચ્ચે ઉંચાનીચા ખડકોમાં, ખીણોમાં, અને ઝાડો ને તાડોનાં જંગલોમાં, થઈને જવાનો બે કલાકનો માર્ગ હતો; એ શૃંગના શિખર ઉપર એક મહાન્ ગોળ કીલ્લા જેવી પણ સ્વાભાવિક ખડકની ભીંત હતી, અને એ ગાળ ભીંતની વચ્ચે પ્‌હાડના પથરાઓમાં મ્હોટી મ્હોટી ગુફાઓ હતી, આમાંની કેટલીક ગુફાઓ સ્વાભાવિક હતી અને કેટલીક મનુષ્યની કારીગરીએ કોતરી ક્‌હાડી હતી. આવી આશરે પચાશ પોણેાસો ગુફાઓ હશે. તેની વચ્ચે એક નિર્મળ અને મીઠા પાણીનો સાંકડો ઝરો વરસાદના આધાર વિના બારેમાસ ર્‌હેતો. અને તેની આશપાસ ઉંચા પથરા આવેલા હોવાથી તેમાં સૂર્યનો પ્રકાશ જતો, પણ તડકો તો ખરા મધ્યાન્હે પણ જઈ શકતો ન હતો. એ ઝરો દશ પંદર ગુફાઓની વચ્ચે થઈને વ્હેતો, એક બે ગુફાઓની તો પ્રદક્ષિણા જ કરતો, અને તે છતાં તે કંઈક એવી રીતે આવેલો હતો કે એની એકપાસની ગુફાની એમાં બારી પડતી હોય તો બીજી પાસની ગુફાની પછીત પડે. કેટલીક ગુફાઓની તળે થઈને અને કોઈની વચ્ચે થઈને પણ વ્હેતો હતો.

સર્વ ગુફાઓમાં મ્હોટી ગુફાના ઉપર તો બે માળ હતા અને તેના ઉપર અગાશી હતી. એ અગાશી જાડા પાકા કાળા પત્થરની હતી અને ત્યાંથી આ શૃંગની અને પર્વતની ચારે પાસ દૃષ્ટિ જતી હતી. એની નીચેનો માળ પત્થરના જાડા જાડા થાંભલા ઉપર હતો અને થાંભલાઓની વચલો ભાગ ઉઘાડો, જ હતો પણ ચિરંજીવશૃંગના કીલ્લા કરતાં ઉંચો ન હતો. આ માળના થાંભલાઓમાં બૌદ્ધકાળના કેટલાક બનાવોનાં ચિત્ર કોતરેલાં હતાં. તેની નીચેના માળને એક પાસ ભીંત હતી અને ત્રણ પાસ થાંભલા હતા. એ ભીંતે પાંચ યોગારૂઢ પણ ધનુષ્યબાણધારી પુરુષોની મૂર્તિઓ હતી. તેને કોઈક પાંડવોની મૂર્તિઓમાં લેખતા અને કોઈકના મત પ્રમાણે અશોક મહારાજના​રાજ્યમાં ને તે પછી મળતા સમાજોમાંના કેટલાક મહાત્માઓની એ મૂર્તિઓ હતી. છેક નીચલા માળને ત્રણ પાસ ભીંતો હતી, અને ચોથી પાસ ઝરો હતો. ઝરા અને ગુફાવચ્ચે પગથીયાં અને લાંબા પગ મુકાય એટલા ઓટલા હતા. તે ઓટલા ઉપર ઝરાની લગોલગ થઈ ગુફાની બ્હાર જવાતું હતું. ઝરાની સામી પાસ મ્હોટી ઉંચી પત્થરની ભીંત હતી. ઝરામાં વચ્ચે વચ્ચે કમળ હતાં. છેક ઉપલે માળેથી જોડેની ગુફામાં જવા આવવાને પત્થરનો પુલ હતો, અને એ પુલની તળે ઝરો અને બે પાસ આ બે ગુફાઓની પછીતોની બારીઓ પુલથી સંધાતી હતી. આ ગુફાનું નામ સૌમનસ્યગુફા હતું.

વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રને આ ગુફામાં આણવામાં આવ્યો, તે વેળા સાયંકાળ થવા આવ્યો હતો, અને સૂર્યાસ્ત થયો હતો પણ દિવસ દેખાતો હતો. ઝરાની પાસે પાસે થઈને સરસ્વતીચંદ્ર, રાધેદાસ, જ્ઞાનભારતી, અને બીજા બે ત્રણ બાવાઓ આ ગુફામાં આવ્યા. આ બાવાનાં નામ સુંદરદાસ, સુરદાસ, અને માયાપુરી એવાં હતાં. તેઓ મઠના મધ્યમાધિકારી હતા. તેમની સાથે પાણીનાં પાત્ર અને ફલ અને કન્દના સંગ્રહ રાખી લીધેલાં હતાં. ગુફા પાસેના ઓટલાએા ઉપર સંભાળથી ચાલતા ચાલતા સર્વ પગથીયાં ઉપર ચ્હઠી પાસે બેઠા. જ્ઞાનભારતીએ વાત ક્‌હાડી.

“નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્યગુહા છે. આ તેના તળીયાનો ભાગ સર્વ પ્રવાસી સાધુઓને માટે છે. ઉપલો ભાગ સિદ્ધદર્શનના અધિકારીઓને માટે છે. અનધિકારી જન માળ ઉપર રાત્રિ ગાળે તો તેને ભૂતપ્રેતાદિ દુષ્ટ સર્વ પ્રત્યક્ષ થાય છે, અને જોનાર બીજે દિવસે ઉન્મત્ત[1] થઈ પાછો ફરે છે ને કવચિત્ જીવ પણ ખુવે છે. સાધારણ મનુષ્યને આ સ્થાન દિવસે પણ ભયંકર લાગે છે અને સાથે ઝાઝો સંગાત ન હોય તો લોક એકલડુકલ અંહી આવતા નથી. પણ યોગીજનોને અને તપસ્વીઓને માટે આ સ્થાન ઉત્તમ છે અને અનેક અપાર્થિવ સંસ્કારોનું પ્રદીપક થાય છે. આપને અંહી પંચરાત્રિ ગાળવાની છે તે ઉપલા માળ ઉપર શુભ વસ્તુના વિચારમાં ગાળવાની છે. આપની સેવા માટે અમ સાધુજનો રાત્રિ દિવસ આ છેક નીચલે સ્થાને જ નિવાસ કરીશું, બોલાવશો ત્યારે ઉપર આવીશું, અને આજ્ઞા કરશો તેનું પાલન કરીશું." ​ આ વાત ચાલે છે એટલામાં ઝરામાંનું પાણી એક સ્વચ્છ પાત્રમાં એક જણે આણ્યું ને સર્વેને પાયું. થોડી વાર બેસી સર્વ ઉપર ચ્હડયા. ભીંતમાં ને ભીંતમાં થઈ ઉપર જવાની એક સીડી હતી તે ઉપરથી ઉપલે પ્રથમ માળે અને ત્યાંથી તેથી ઉપલે માળે ચ્હડયા. આ માળે થાંભલાઓની આસપાસ અને માળની ચારેપાસે બેઠકવાળો ઓટલો હતો અને વચ્ચોવચ પત્થરની ઉભી નિસરણિ હતી તેમાં થઈને અગાશીમાં જવાનું હતું. અગાશીમાં વરસાદ આવી શકતો હતો તેથી થોડી થોડી લીલોતરી ઉગી હતી. સાધુજનોએ ત્યાં ઝાડી ઝાપટી સાફ કર્યું, અને તળેને માળે ઓટલા પણ સાફ કર્યા. પાણીનું પાત્ર મુક્યું, અને ચન્દ્રોદય થતા પહેલાં આજ્ઞા માગી નીચે ગયા. નીચે જતાં જતાં રાધેદાસ ઉભો રહ્યો ને બેાલ્યો: “ જી મહારાજ, આ સ્થાનમાં પ્રતિધ્વનિ એટલો બધો થાય છે કે વાત નહી, પણ ઉપરના માળનો ધ્વનિ નીચલે માળે સંભળાતો નથી, અને અમને બોલાવવા હોય તો નીચેના દ્વારની ભણી, સામા એટલા આગળ આવી, ઝરાભણી નીચું જોઈ થોડોક સ્વર કરશો તો પણ છેક નીચેથી અમે સાંભળીશું.”

સર્વ ગયા. સરસ્વતીચંદ્ર એકલો પડ્યો. મિત્રોના પત્રનું પોટકું માત્ર તેની બગલમાં હતું. ઉપર જઈ અગાશીમાં ચારે પાસ દૃષ્ટિ કરી તો પૃથ્વીની ગોળ મર્યાદા અને ગોળ આકાશ તેની દૃષ્ટિમાં સમાઈ ગયાં. અગાશી વચ્ચોવચ એક લાંબી શિલા લીલા ઘાસવાળી હતી તે ઉપર બેઠો.

“ Now,

"I am monarch of all I survey, “My right there is none to dispute ! “કેવું ભવ્ય એકાન્તસ્થાન ! ગુરુજીએ મને અહીં મોકલવાનું એક પ્રયેાજન કહેલું છે, ચન્દ્રાવલીએ બીજું ક્‌હેલું છે, અને મ્હારું હૃદય તેમાંના એક ઉપર પણ વિચાર કરવાને આજ અશક્ત છે. શા શા વિચાર કરું ? ચંદ્રકાન્તના ? ગંગાના? સંસારીલાલના ? ઉદ્ધતલાલના ? તરંગશકરના ? વીરરાવના? ઘરના ? પિતાના ? ધૂર્તલાલના ? ગુમાનબાના ? – અથવા સર્વ વિચારને ડુબાડનાર કુમુદના ?

“કુમુદસુંદરી ડુબી ગયાં. તે અહીં કયાંથી હોય ? મધુરીમૈયા સર્વાકારે તેના જેવાં છે – તેમનું ગાયન, એ ગાયનનો વિષય, અને ​તેમનો સ્વર કુમુદસુંદરીના જેવો જ છે ! પણ ચન્દ્રાવલીમૈયાએ દર્શાવેલા માર્ગ કુમુદસુંદરીનાથી ઉલટા છે. – તે તે માર્ગ સ્વીકારે એ અશક્ય છે.

“પિતા મ્હારે માટે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિસૂચન[2] છપાવે છે ! – પ્રમાદધન અને સૌભાગ્યદેવી ગયાં ! – સુરગ્રામના મ્હેતાજીએ વર્તમાનપત્રો વંચાવ્યાં ! મ્હારા દેશની રાજકીય વિપત્તિઓ તેણે મ્હારી પાસે ખડી કરી ! – મુંબાઈ ! ત્હારા યજ્ઞનો હું ઋણી છું -

"જાવું છે જી ! જાવું છે ! જાવું છે જરુર !” સુરગ્રામનાં મંદિરનાં દર્શન પુનઃ પ્રત્યક્ષ થયાં.

“એક દિન પંખીસેં ઉડ જાવું ! ” “પંખી ઝાડની એક ડાળથી બીજીએ ને બીજીથી ત્રીજીએ ઉડીને બેસે તેમજ મ્હેં કર્યું છે – ચિરંજીવશૃંગ ઉપર હું પક્ષી થઈ આવ્યો - પરમાત્મા ! મ્હારે અહીંથી કયાં ઉડવાનું છે ?”

થોડી વાર વિચારશૂન્ય મૌન ધર્યું. અંતે સુરગ્રામમાંનું પદ સાંભર્યું.

“જલસુત વિલખ ભયે ! સુરતબીન જલસુત વિલખ ભયે !” “રાત્રિના જલસુત! કુમુદ ! શું તું આમ વિલખ છે? અથવા રાણાએ મીરાંજીને માટે વિષ મોકલ્યું હતું તેમ મ્હેં ત્હારો ત્યાગ કરી પત્ર મોકલ્યો ને પ્રમાદને સોંપી – તે બે કામના બે પ્યાલામાં શું વિષ હતું? – ઉદાર કુમુદસુંદરી !– મ્હેં ઝેર મોકલ્યું પણ તમે શું કર્યું ? –

“વીખના પ્યાલા રાણાજીએ મોકલ્યા; સાધુસંગત મીરાં અટકી ! “હરિચરણામૃત કરી પી ગઈ મીરાં જેસી જાનત અમૃત ઘટકી ! “એ ગાનારીના ઉંડા હૃદયશલ્ય વચ્ચે અને ત્હારા હૃદયશલ્ય વચ્ચે કાંઈ ભેદ નથી | કુમુદ ! ત્હારું ઉદારચરિત ચન્દ્રાવલી જેવાં વિરક્ત સાધ્વીના હૃદયને કમ્પાવે તો તેમાં કાંઈ નવીનતા નથી.”

તેના કાનના પડદા સાથે બિન્દુમતીનો સ્વર ઝપટાયો.

“વૃનદાવનમેં મીલ ગઈ મોહન, “છુપ રહી રાધે જ્યું પ્યારી ! “ આવત મેરી ગલીયનમેં ગીરધારી !” ​ સરસ્વતીચંદ્ર ચમકયો. “એમ જ ! શું કુમુદસુંદરીને છુપાયલાં મ્હારે જોવાનાં રહ્યાં ? એ મને શું ક્‌હેશે? હું એમને શો ઉપદેશ કરીશ ? કેવી ક્ષમા માગીશ ? બુદ્ધિધનના ઘરમાં જે અંકુશ હતો તેથી હું અને એ ઉભયે આ સ્થાનમાં મુક્ત છીયે, એ મુક્તપણું તે જ ભયરૂપ છે, પ્રીતિયજ્ઞ – અદ્વૈત યજ્ઞ – વિહારપુરી અને ચન્દ્રાવલીના જેવો – શું અમારાથી સાધ્ય નહી થાય ? પ્રમોદ ગયો - લક્ષ્યધર્મ અને પાશ્ચાત્યધર્મ જુદે જુદે માર્ગે લઈ જઈ એક જ સ્થાનમાં આણે છે ! આર્યસંસારના વ્યવહારનું ધર્મશાસ્ત્ર જુદું છે – આ ભેખ લેઈ મ્હેં સંસારના વૈભવનો ત્યાગ કર્યો છે - સંસારના ધર્મનો ત્યાગ નથી કર્યો. સંસારના સંપ્રત્યયથી હજી મ્હારું હૃદય મુક્ત થતું નથી. ત્રણે સ્થાનનો ધર્મ જળવાય એવો શો માર્ગ લેઉં ? – કુમુદ ! ત્હારા મનમાં શું હશે? ત્હારા હૃદયમાં લખ ભોગની વાસનાઓ ભરી હોય તેને તૃપ્ત કરવામાં મ્હારે જે ધર્મસંકટ હતું તે પ્રમાદના મૃત્યુથી શાંત થયું છે. જો મ્હેં કરેલાં પાપને લીધે હવે મ્હારો ધર્મ તને તૃપ્ત કરવાનો જ હોય તો લોકાપવાદનું ભય માથે વ્હોરી લેવું એ ધર્મ પણ શું પ્રાપ્ત થતો નથી ? ત્હારી આવી વાસનાઓનો નાશ કરવાનો ત્હારા ઉપર બલાત્કાર કરવો એ શું મ્હારે માટે ધર્મ છે ? – અથવા , આ સર્વ વિચારો શું મ્હારા પોતાના જ હૃદયમાંની અજ્ઞાત વાસનાનો અજ્ઞાત ઉદય નથી જણવતાં? Is not my wish father to these thoughts ? Or, rather, am I not now succumbing to the rush of my own latent will-power itself? Heaven knows whither I am drifting !”

ચંદ્રોદય થયો, ચૈત્ર શુદ એકાદશીની આ રાત્રિ હતી, અને પોણું ભરેલું ચંદ્રબિમ્બ પૂર્વદિશાની ક્ષિતિજરેખાથી કેટલેક ઉંચે ઉગ્યું અને સૌમનસ્ય ગુફાની અગાશીમાં તેનાં કિરણ વાંકાં ઉંચાં થઈ આવવા લાગ્યાં. પર્વતની પૂર્વ તળેટીનો અને રત્નનગરીના માર્ગનો તેમ મૃગજળનો દેખાવ રાત્રિથી ઢંકાતો હતો, છતાં ચંદ્રિકાથી નવીન સ્પૃષ્ટતા ધરતો હતો. સ્ત્રીના અંગને ન ઢાંકે ને ન પ્રત્યક્ષ કરે એવી ઝીણી મલમલની મ્હોટી ચાદર પેઠે સૃષ્ટિ ઉપર ચંદ્રિકા ઢંકાતી હતી અને ચતુર રસિક જનની આંખને અણસારા કરતી હતી. સરસ્વતીચંદ્ર અગાશીની પશ્ચિમ પાસે ગયો. પોતાની ગુફાની પાછળ ઝરો, તેની પાછળની ગુફાની ઉંચી પછીત, એ પછીતમાંની એકલ બારી, અને પછી તે વચ્ચેનો પુલ, - એ એકાંત શાંત દેખાવથી એનું હૃદય ​કંઈક શાંત થયું. એ શાંતિથી, માખીઓ ઉડી જાય એમ, વિચાર શાંત થયા અને છેક આઘે પશ્ચિમ સમુદ્રની કાળી રેખા જોવા લાગ્યો. આંખ એ જ દિશાએ ઠરી અને પોતાની ગુફાથી સમુદ્રરેખા સુધી હેરાફેરી કરવા લાગી. એ હેરાફેરા કરતાં જોડની ગુફાના મથાળાના ધાબામાંના દાદર જેવા ભાગમાં દીવાનો પ્રકાશ દેખાયો. એ પ્રકાશથી વળી વિચાર જાગ્યા, વિચાર જાગતાં વચલા પુલ આગળથી બારીમાં દષ્ટિ પડી ને પુલ ઉપર પડી. બારીમાં દીવાનો પ્રકાશ દેખાયો. એ પ્રકાશ પુલ ઉપર લંબાતો હતો. પુલ બાળકના ઘોડીયાના આકારનો, વગર - ઘડેલી શિલાઓ ગોઠવી, કરેલો હતો. સરસ્વતીચંદ્ર અગાશીમાંથી નીચે ઉતર્યો અને પોતાના ભણીની પુલની પાસની બારીમાં દૃષ્ટિ કરે છે તે તેમાં સ્ત્રીનો આકાર દેખાયો, દેખાતાં એ પળવાર ઓઠે આંગળી મુકી ઉભો રહ્યો, અને તરત જ દૂર ખસી ગયો.

ઉત્તર પાસને ઓટલે ઉશીકાને સ્થાને એનું પોટકું હતું. સાધુજનોએ એના શયનને માટે પત્થરના ઓટલા ઉપર એક ભગવું વસ્ત્ર પાથર્યું હતું અને એક પાસ જળફળ રાખ્યાં હતાં. ત્યાં આગળ એ વિચારમાં પડી બેઠો. પોતે વિચારમાં છે કે વિકારમાં તેનો વિચાર કરવા લાગ્યો. પુલ ભણીથી આંખને પાછી ખેંચી લીધી, પણ કાન તો એણી પાસ જ રહ્યા. ચદ્ર ઉંચો ચ્હડ્યો અને આ માળમાંથી પણ દેખાવા લાગ્યો. પર્વતના શિખર ઉપરનો પવન સમુદ્રનાં ઉછળતાં મોજાં પેઠે ગાજવા લાગ્યો. તાડોનાં ને ઝાડોનાં પાંદડાંના ખડખડાટ કાનમાં વીંઝાવા લાગ્યા. સરસ્વતીચંદ્ર એકલા ચંદ્રને જ જોઈ રહ્યો અને સ્વરમાત્રને સાંભળવા લાગ્યો. પુલ ભણીથી પણ કંઈક સ્વર આવવા લાગ્યા, આવતા સાથે હૃદયને ઉછાળવા લાગ્યા, અને ઉછળેલા હૃદયમાંની જિજ્ઞાસાએ એને ઉઠાડ્યો, પુલ પાસે આણ્યો, અને સર્વ સ્વરોને ભુલાવી પુલભણીથી આવતો સ્વર સાંભળવા તેને પ્રેર્યો. પુલની પેલી પાસ બારીમાં દીવાના પ્રકાશ વિના કાંઈ દેખાતું ન હતું. આણીપાસની બારીની સાંખસાથે લપાઈ બાઝી રહી, કાન અને હૃદયને ઉંચાં કરી, અન્ય વિચારોનો ત્યાગ કરી, આતુરતાની મૂર્ત્તિ જેવો સરસ્વતીચંદ્ર પથરાઓમાં પથરા પેઠે જડ જેવો સ્તબ્ધ થઈ ઉભો રહ્યો.

  1. ગાંડો.
  2. ઝાહેર ખબર.