18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચિરંજીવશૃંગના શિખર ઉપર ચન્દ્રોદય.|}} {{Poem2Open}} ચિરંજીવશૃંગ સુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રને આ ગુફામાં આણવામાં આવ્યો, તે વેળા સાયંકાળ થવા આવ્યો હતો, અને સૂર્યાસ્ત થયો હતો પણ દિવસ દેખાતો હતો. ઝરાની પાસે પાસે થઈને સરસ્વતીચંદ્ર, રાધેદાસ, જ્ઞાનભારતી, અને બીજા બે ત્રણ બાવાઓ આ ગુફામાં આવ્યા. આ બાવાનાં નામ સુંદરદાસ, સુરદાસ, અને માયાપુરી એવાં હતાં. તેઓ મઠના મધ્યમાધિકારી હતા. તેમની સાથે પાણીનાં પાત્ર અને ફલ અને કન્દના સંગ્રહ રાખી લીધેલાં હતાં. ગુફા પાસેના ઓટલાએા ઉપર સંભાળથી ચાલતા ચાલતા સર્વ પગથીયાં ઉપર ચ્હઠી પાસે બેઠા. જ્ઞાનભારતીએ વાત ક્હાડી. | વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રને આ ગુફામાં આણવામાં આવ્યો, તે વેળા સાયંકાળ થવા આવ્યો હતો, અને સૂર્યાસ્ત થયો હતો પણ દિવસ દેખાતો હતો. ઝરાની પાસે પાસે થઈને સરસ્વતીચંદ્ર, રાધેદાસ, જ્ઞાનભારતી, અને બીજા બે ત્રણ બાવાઓ આ ગુફામાં આવ્યા. આ બાવાનાં નામ સુંદરદાસ, સુરદાસ, અને માયાપુરી એવાં હતાં. તેઓ મઠના મધ્યમાધિકારી હતા. તેમની સાથે પાણીનાં પાત્ર અને ફલ અને કન્દના સંગ્રહ રાખી લીધેલાં હતાં. ગુફા પાસેના ઓટલાએા ઉપર સંભાળથી ચાલતા ચાલતા સર્વ પગથીયાં ઉપર ચ્હઠી પાસે બેઠા. જ્ઞાનભારતીએ વાત ક્હાડી. | ||
“નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્યગુહા છે. આ તેના તળીયાનો ભાગ સર્વ પ્રવાસી સાધુઓને માટે છે. ઉપલો ભાગ સિદ્ધદર્શનના અધિકારીઓને માટે છે. અનધિકારી જન માળ ઉપર રાત્રિ ગાળે તો તેને ભૂતપ્રેતાદિ દુષ્ટ સર્વ પ્રત્યક્ષ થાય છે, અને જોનાર બીજે દિવસે ઉન્મત્ત | “નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્યગુહા છે. આ તેના તળીયાનો ભાગ સર્વ પ્રવાસી સાધુઓને માટે છે. ઉપલો ભાગ સિદ્ધદર્શનના અધિકારીઓને માટે છે. અનધિકારી જન માળ ઉપર રાત્રિ ગાળે તો તેને ભૂતપ્રેતાદિ દુષ્ટ સર્વ પ્રત્યક્ષ થાય છે, અને જોનાર બીજે દિવસે ઉન્મત્ત<ref>ગાંડો.</ref> થઈ પાછો ફરે છે ને કવચિત્ જીવ પણ ખુવે છે. સાધારણ મનુષ્યને આ સ્થાન દિવસે પણ ભયંકર લાગે છે અને સાથે ઝાઝો સંગાત ન હોય તો લોક એકલડુકલ અંહી આવતા નથી. પણ યોગીજનોને અને તપસ્વીઓને માટે આ સ્થાન ઉત્તમ છે અને અનેક અપાર્થિવ સંસ્કારોનું પ્રદીપક થાય છે. આપને અંહી પંચરાત્રિ ગાળવાની છે તે ઉપલા માળ ઉપર શુભ વસ્તુના વિચારમાં ગાળવાની છે. આપની સેવા માટે અમ સાધુજનો રાત્રિ દિવસ આ છેક નીચલે સ્થાને જ નિવાસ કરીશું, બોલાવશો ત્યારે ઉપર આવીશું, અને આજ્ઞા કરશો તેનું પાલન કરીશું." | ||
| | ||
આ વાત ચાલે છે એટલામાં ઝરામાંનું પાણી એક સ્વચ્છ પાત્રમાં એક જણે આણ્યું ને સર્વેને પાયું. થોડી વાર બેસી સર્વ ઉપર ચ્હડયા. ભીંતમાં ને ભીંતમાં થઈ ઉપર જવાની એક સીડી હતી તે ઉપરથી ઉપલે પ્રથમ માળે અને ત્યાંથી તેથી ઉપલે માળે ચ્હડયા. આ માળે થાંભલાઓની આસપાસ અને માળની ચારેપાસે બેઠકવાળો ઓટલો હતો અને વચ્ચોવચ પત્થરની ઉભી નિસરણિ હતી તેમાં થઈને અગાશીમાં જવાનું હતું. અગાશીમાં વરસાદ આવી શકતો હતો તેથી થોડી થોડી લીલોતરી ઉગી હતી. સાધુજનોએ ત્યાં ઝાડી ઝાપટી સાફ કર્યું, અને તળેને માળે ઓટલા પણ સાફ કર્યા. પાણીનું પાત્ર મુક્યું, અને ચન્દ્રોદય થતા પહેલાં આજ્ઞા માગી નીચે ગયા. નીચે જતાં જતાં રાધેદાસ ઉભો રહ્યો ને બેાલ્યો: “ જી મહારાજ, આ સ્થાનમાં પ્રતિધ્વનિ એટલો બધો થાય છે કે વાત નહી, પણ ઉપરના માળનો ધ્વનિ નીચલે માળે સંભળાતો નથી, અને અમને બોલાવવા હોય તો નીચેના દ્વારની ભણી, સામા એટલા આગળ આવી, ઝરાભણી નીચું જોઈ થોડોક સ્વર કરશો તો પણ છેક નીચેથી અમે સાંભળીશું.” | આ વાત ચાલે છે એટલામાં ઝરામાંનું પાણી એક સ્વચ્છ પાત્રમાં એક જણે આણ્યું ને સર્વેને પાયું. થોડી વાર બેસી સર્વ ઉપર ચ્હડયા. ભીંતમાં ને ભીંતમાં થઈ ઉપર જવાની એક સીડી હતી તે ઉપરથી ઉપલે પ્રથમ માળે અને ત્યાંથી તેથી ઉપલે માળે ચ્હડયા. આ માળે થાંભલાઓની આસપાસ અને માળની ચારેપાસે બેઠકવાળો ઓટલો હતો અને વચ્ચોવચ પત્થરની ઉભી નિસરણિ હતી તેમાં થઈને અગાશીમાં જવાનું હતું. અગાશીમાં વરસાદ આવી શકતો હતો તેથી થોડી થોડી લીલોતરી ઉગી હતી. સાધુજનોએ ત્યાં ઝાડી ઝાપટી સાફ કર્યું, અને તળેને માળે ઓટલા પણ સાફ કર્યા. પાણીનું પાત્ર મુક્યું, અને ચન્દ્રોદય થતા પહેલાં આજ્ઞા માગી નીચે ગયા. નીચે જતાં જતાં રાધેદાસ ઉભો રહ્યો ને બેાલ્યો: “ જી મહારાજ, આ સ્થાનમાં પ્રતિધ્વનિ એટલો બધો થાય છે કે વાત નહી, પણ ઉપરના માળનો ધ્વનિ નીચલે માળે સંભળાતો નથી, અને અમને બોલાવવા હોય તો નીચેના દ્વારની ભણી, સામા એટલા આગળ આવી, ઝરાભણી નીચું જોઈ થોડોક સ્વર કરશો તો પણ છેક નીચેથી અમે સાંભળીશું.” | ||
Line 26: | Line 24: | ||
“કુમુદસુંદરી ડુબી ગયાં. તે અહીં કયાંથી હોય ? મધુરીમૈયા સર્વાકારે તેના જેવાં છે – તેમનું ગાયન, એ ગાયનનો વિષય, અને તેમનો સ્વર કુમુદસુંદરીના જેવો જ છે ! પણ ચન્દ્રાવલીમૈયાએ દર્શાવેલા માર્ગ કુમુદસુંદરીનાથી ઉલટા છે. – તે તે માર્ગ સ્વીકારે એ અશક્ય છે. | “કુમુદસુંદરી ડુબી ગયાં. તે અહીં કયાંથી હોય ? મધુરીમૈયા સર્વાકારે તેના જેવાં છે – તેમનું ગાયન, એ ગાયનનો વિષય, અને તેમનો સ્વર કુમુદસુંદરીના જેવો જ છે ! પણ ચન્દ્રાવલીમૈયાએ દર્શાવેલા માર્ગ કુમુદસુંદરીનાથી ઉલટા છે. – તે તે માર્ગ સ્વીકારે એ અશક્ય છે. | ||
“પિતા મ્હારે માટે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિસૂચન | “પિતા મ્હારે માટે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિસૂચન<ref>ઝાહેર ખબર.</ref> છપાવે છે ! – પ્રમાદધન અને સૌભાગ્યદેવી ગયાં ! – સુરગ્રામના મ્હેતાજીએ વર્તમાનપત્રો વંચાવ્યાં ! મ્હારા દેશની રાજકીય વિપત્તિઓ તેણે મ્હારી પાસે ખડી કરી ! – મુંબાઈ ! ત્હારા યજ્ઞનો હું ઋણી છું - | ||
"જાવું છે જી ! જાવું છે ! જાવું છે જરુર !” | "જાવું છે જી ! જાવું છે ! જાવું છે જરુર !” | ||
Line 48: | Line 46: | ||
“છુપ રહી રાધે જ્યું પ્યારી ! | “છુપ રહી રાધે જ્યું પ્યારી ! | ||
“ આવત મેરી ગલીયનમેં ગીરધારી !” | “ આવત મેરી ગલીયનમેં ગીરધારી !” | ||
| | ||
સરસ્વતીચંદ્ર ચમકયો. “એમ જ ! શું કુમુદસુંદરીને છુપાયલાં મ્હારે જોવાનાં રહ્યાં ? એ મને શું ક્હેશે? હું એમને શો ઉપદેશ કરીશ ? કેવી ક્ષમા માગીશ ? બુદ્ધિધનના ઘરમાં જે અંકુશ હતો તેથી હું અને એ ઉભયે આ સ્થાનમાં મુક્ત છીયે, એ મુક્તપણું તે જ ભયરૂપ છે, પ્રીતિયજ્ઞ – અદ્વૈત યજ્ઞ – વિહારપુરી અને ચન્દ્રાવલીના જેવો – શું અમારાથી સાધ્ય નહી થાય ? પ્રમોદ ગયો - લક્ષ્યધર્મ અને પાશ્ચાત્યધર્મ જુદે જુદે માર્ગે લઈ જઈ એક જ સ્થાનમાં આણે છે ! આર્યસંસારના વ્યવહારનું ધર્મશાસ્ત્ર જુદું છે – આ ભેખ લેઈ મ્હેં સંસારના વૈભવનો ત્યાગ કર્યો છે - સંસારના ધર્મનો ત્યાગ નથી કર્યો. સંસારના સંપ્રત્યયથી હજી મ્હારું હૃદય મુક્ત થતું નથી. ત્રણે સ્થાનનો ધર્મ જળવાય એવો શો માર્ગ લેઉં ? – કુમુદ ! ત્હારા મનમાં શું હશે? ત્હારા હૃદયમાં લખ ભોગની વાસનાઓ ભરી હોય તેને તૃપ્ત કરવામાં મ્હારે જે ધર્મસંકટ હતું તે પ્રમાદના મૃત્યુથી શાંત થયું છે. જો મ્હેં કરેલાં પાપને લીધે હવે મ્હારો ધર્મ તને તૃપ્ત કરવાનો જ હોય તો લોકાપવાદનું ભય માથે વ્હોરી લેવું એ ધર્મ પણ શું પ્રાપ્ત થતો નથી ? ત્હારી આવી વાસનાઓનો નાશ કરવાનો ત્હારા ઉપર બલાત્કાર કરવો એ શું મ્હારે માટે ધર્મ છે ? – અથવા , આ સર્વ વિચારો શું મ્હારા પોતાના જ હૃદયમાંની અજ્ઞાત વાસનાનો અજ્ઞાત ઉદય નથી જણવતાં? Is not my wish father to these thoughts ? Or, rather, am I not now succumbing to the rush of my own latent will-power itself? Heaven knows whither I am drifting !” | સરસ્વતીચંદ્ર ચમકયો. “એમ જ ! શું કુમુદસુંદરીને છુપાયલાં મ્હારે જોવાનાં રહ્યાં ? એ મને શું ક્હેશે? હું એમને શો ઉપદેશ કરીશ ? કેવી ક્ષમા માગીશ ? બુદ્ધિધનના ઘરમાં જે અંકુશ હતો તેથી હું અને એ ઉભયે આ સ્થાનમાં મુક્ત છીયે, એ મુક્તપણું તે જ ભયરૂપ છે, પ્રીતિયજ્ઞ – અદ્વૈત યજ્ઞ – વિહારપુરી અને ચન્દ્રાવલીના જેવો – શું અમારાથી સાધ્ય નહી થાય ? પ્રમોદ ગયો - લક્ષ્યધર્મ અને પાશ્ચાત્યધર્મ જુદે જુદે માર્ગે લઈ જઈ એક જ સ્થાનમાં આણે છે ! આર્યસંસારના વ્યવહારનું ધર્મશાસ્ત્ર જુદું છે – આ ભેખ લેઈ મ્હેં સંસારના વૈભવનો ત્યાગ કર્યો છે - સંસારના ધર્મનો ત્યાગ નથી કર્યો. સંસારના સંપ્રત્યયથી હજી મ્હારું હૃદય મુક્ત થતું નથી. ત્રણે સ્થાનનો ધર્મ જળવાય એવો શો માર્ગ લેઉં ? – કુમુદ ! ત્હારા મનમાં શું હશે? ત્હારા હૃદયમાં લખ ભોગની વાસનાઓ ભરી હોય તેને તૃપ્ત કરવામાં મ્હારે જે ધર્મસંકટ હતું તે પ્રમાદના મૃત્યુથી શાંત થયું છે. જો મ્હેં કરેલાં પાપને લીધે હવે મ્હારો ધર્મ તને તૃપ્ત કરવાનો જ હોય તો લોકાપવાદનું ભય માથે વ્હોરી લેવું એ ધર્મ પણ શું પ્રાપ્ત થતો નથી ? ત્હારી આવી વાસનાઓનો નાશ કરવાનો ત્હારા ઉપર બલાત્કાર કરવો એ શું મ્હારે માટે ધર્મ છે ? – અથવા , આ સર્વ વિચારો શું મ્હારા પોતાના જ હૃદયમાંની અજ્ઞાત વાસનાનો અજ્ઞાત ઉદય નથી જણવતાં? Is not my wish father to these thoughts ? Or, rather, am I not now succumbing to the rush of my own latent will-power itself? Heaven knows whither I am drifting !” |
edits