ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાન-૩-ક્હાનજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ક્હાન-૨
|previous = ક્હાન-૨
|next = ક્હાન-૪/ક્હાનજી-ક્હાનડ-ક્હાનદાસ
|next = ક્હાન-૪-ક્હાનજી-ક્હાનડ-ક્હાનદાસ
}}
}}

Latest revision as of 13:16, 3 August 2022


ક્હાન-૩/ક્હાનજી [ઈ.૧૫૭૧માં હયાત] : આખ્યાનકાર. વીસા મોઢ. પિતા મંત્રી કમલશી. કોઈ શ્રીકંઠસુત પપુ વ્યાસ પાસેથી રામકથા સાંભળીને આ કવિએ રચેલા દુહાચોપાઈબદ્ધ ૬ કાંડ અને ૭૧૨૦ ગ્રંથાગ્રના ‘રામચરિત્ર/રામાયણ’ (અપૂર્ણ)ના સુંદરકાંડને અંતે ૨.ઈ.૧૫૭૧ (સં.૧૬૨૭, શ્રાવણ સુદ ૧૫, સોમવાર) મળે છે. વાલ્મિકીય રામાયણના ક્યાંક-ક્યાંક ફેરફારવાળા સંક્ષેપ રૂપે રચાયેલી આ કૃતિમાં પ્રાસાનુપ્રાસાદિની શબ્દચમત્કૃતિ તથા કેટલાંક વર્ણનોનું અકૃત્રિમ કાવ્યસૌંદર્ય જોવા મળે છે. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪;  ૨. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૪ - ‘કાહાનનું રામાયણ’, દેવદત્ત શિ. જોશી. [ર.સો.]