ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણપતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગણપતિ'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : નરસાસુત. કા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગણપતરામ-૨ | ||
|next = | |next = ગણપતિદાસ | ||
}} | }} |
Latest revision as of 09:47, 8 August 2022
ગણપતિ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : નરસાસુત. કાયસ્થ વાલ્મીક જ્ઞાતિ. આમોદના વતની. ૮ અંગ અને ૨૫૦૦ દુહામાં વિસ્તરતો એમનો ‘માધવાનલકામકંદલાદોગ્ધક-પ્રબંધ ’ (ર.ઈ.૧૫૧૮ કે ૧૫૨૮/સં. ૧૫૭૪ કે ૧૫૮૪ શ્રાવણ સુદ ૭, મંગળવાર; મુ.) માધવ અને કામકંદલાના સંયોગ-વિયોગ-શૃંગારના અત્યંત રસિકતાભર્યા કલ્પનાસમૃદ્ધ વિસ્તારી આલેખનથી ને મહાકાવ્યોચિત વિવિધ પદાર્થવર્ણનઠાઠથી મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં જુદી ભાત પાડે છે. સંસ્કૃત સાહિત્યપરંપરાથી પ્રભાવિત કવિનું આ કવિત્વ તેમ સમસ્યાવિનોદ વગેરેમાં પ્રગટ થતી એમની વિદગ્ધતા ઘણી ઊંચી કોટિનાં પ્રતીત થાય છે. કૃતિ : માધવાનલકામકંદલાપ્રબંધ:૧(અં.), સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાસ્વરૂપો; ૪. મસાપ્રવાહ; ૫. આલિસ્ટઑઇ:૨. [જ.કો.]