અંતિમ કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(8 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:

== મારું હોવું ==

<poem>
મારું હોવું શું હવે તમને નડી રહ્યું ?
તમારું મન હવે સતત એની સાથે લડી રહ્યું ?

સાથે હતા ત્યારે તો એ બહુ બહુ ગમતું’તું,
{{Box
તમારા મનમાં તો એ ક્ષણે ક્ષણે રમતું’તું;
|title = પ્રારંભિક
હવે તમારું એ શૂન્ય મન શા શા ઘાટ ઘડી રહ્યું ?
|content =
* [[અંતિમ કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[અંતિમ કાવ્યો/પ્રારંભિક| પ્રારંભિક]]
* [[અંતિમ કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[અંતિમ કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]

સાથે નથી ત્યારે મારું હોવું કૈં ટળશે નહિ,
{{Box
હોવું ન હોવું એમાં તમારું કૈં વળશે નહિ;
|title = અનુક્રમ
તમારી દ્વિધા જાણી તમારું મન શું રડી રહ્યું ?
|content =* [[અંતિમ કાવ્યો/મારું હોવું|1 મારું હોવું]]
* [[અંતિમ કાવ્યો/નિકટ – દૂર|2 નિકટ – દૂર]]
* [[અંતિમ કાવ્યો/હવે|3 હવે]]
* [[અંતિમ કાવ્યો/સત્યાશીયે|4 સત્યાશીયે]]
* [[અંતિમ કાવ્યો/ભસ્મ રૂપે|5 ભસ્મ રૂપે]]
* [[અંતિમ કાવ્યો/નર્યા ને નર્યા|6 નર્યા ને નર્યા]]
* [[અંતિમ કાવ્યો/ઈશાવાસ્ય|7 ઈશાવાસ્ય]]
* [[અંતિમ કાવ્યો/નિર્વેદ|8 નિર્વેદ]]
* [[અંતિમ કાવ્યો/આવજો|9 આવજો]]
* [[અંતિમ કાવ્યો/અઠ્ઠયાશીમે|10 અઠ્ઠયાશીમે]]
* [[અંતિમ કાવ્યો/નામ નથી|11 નામ નથી]]
* [[અંતિમ કાવ્યો/હવેથી હું તમને નહિ ચહું|12 હવેથી હું તમને નહિ ચહું]]
* [[અંતિમ કાવ્યો/નેવ્યાશીમે|13 નેવ્યાશીમે]]
* [[અંતિમ કાવ્યો/આટલું મારે માટે બસ છે|14 આટલું મારે માટે બસ છે]]
* [[અંતિમ કાવ્યો/આ એ જ ઘર છે ?|15 આ એ જ ઘર છે ?]]
* [[અંતિમ કાવ્યો/કોઈ ભેદ નથી|16 કોઈ ભેદ નથી]]
* [[અંતિમ કાવ્યો/અધૂરૂં|17 અધૂરૂં]]
* [[અંતિમ કાવ્યો/હણી નહિ શકો|18 હણી નહિ શકો]]
* [[અંતિમ કાવ્યો/દ્વિધા|19 દ્વિધા]]
* [[અંતિમ કાવ્યો/સર્વસ્વ મળી ગયું|20 સર્વસ્વ મળી ગયું]]
* [[અંતિમ કાવ્યો/નેવુમે: કાવ્ય અને કૃતાર્થતા|21 નેવુમે: કાવ્ય અને કૃતાર્થતા]]
* [[અંતિમ કાવ્યો/નેવુમે|22 નેવુમે]]
* [[અંતિમ કાવ્યો/મેં કેટકેટલાં મૃત્યુ જોયાં !|23 મેં કેટકેટલાં મૃત્યુ જોયાં !]]
* [[અંતિમ કાવ્યો/એકાણુમે|24 એકાણુમે]]
* [[અંતિમ કાવ્યો/મૃત્યુને (એક)|25 મૃત્યુને (એક)]]
* [[અંતિમ કાવ્યો/તમારો પ્રેમ|26 આ તમારો પ્રેમ]]
* [[અંતિમ કાવ્યો/પ્રેમ મૈત્રીમાં ફળે|27 પ્રેમ મૈત્રીમાં ફળે]]
* [[અંતિમ કાવ્યો/મિત્રો થવું કાંઈ સહેલું નથી|28 મિત્રો થવું કાંઈ સહેલું નથી]]
* [[અંતિમ કાવ્યો/મૃત્યુને|29 મૃત્યુને]]

{{સ-મ|સપ્ટેમ્બર, ૨૦૧૨}}

</poem>

{{HeaderNav2
== નિકટ – દૂર ==
|previous =

|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
<poem>

સ્ત્રી: આપણે પરસ્પરથી અત્યંત નિકટ થવું નથી.
પુરુષ: તો આપણે પરસ્પરથી અત્યંત દૂર પણ જવું નથી.
સ્ત્રી: અત્યંત નિકટ થવામાં ક્યારેક મને ભય થાય,
{{space}} તમારા વ્યક્તિત્વમાં જ રખે મારા અસ્તિત્વનો લય થાય !
પુરુષ: અત્યંત દૂર જવામાં ક્યારેક મનેય ભય થાય,
{{space}} આપણી પરસ્પર જે આત્મીયતા રખે એનો ક્ષય થાય !
સ્ત્રી: અત્યંત નિકટ નહિ થવું ને અત્યંત દૂર નહિ જવું.
પુરુષ: સમુદ્રમાં હોય જેવું બે નૌકાનું સાથે સાથે વહી જવું.

{{સ-મ|૨૦૧૩}}

</poem>

== હવે ==

<poem>
આ મારો હાથ તમારા હાથ સાથે હળ્યો,
હવે શું દૂર ? શું પાસે ? જ્યાં પ્રાણ પ્રાણમાં ઢળ્યો.

હવે આ પ્રેમ તે પ્રેમની પારનો પ્રેમ,
નહિ નામ ને રૂપ, હવે હેમનું હેમ;
હવે શું વાણી ? શું વાદ ? જ્યાં શ્વાસ શ્વાસમાં ભળ્યો.

હવે હું નહિ, તું નહિ, હતું તે સૌ ગયું,
કશું ન્હોતું ત્યારે જેમ હતું તેમ થયું;
હવે શું જન્મ ? શું મૃત્યુ ? જ્યાં અંત આદિમ ફળ્યો.

{{સ-મ|માર્ચ, ૨૦૧૩}}

</poem>

== સત્યાશીયે ==

<poem>
વર્ષોનાં મારાં કર્મોને આજે એકસાથે સ્મરી રહું,
ત્યારે સંકલ્પોની ફૂલીફાલી સૃષ્ટિમાં હું સરી રહું.

હે અગ્નિ ! તમે મારા અણુઅણુમાં વસ્યા,
ક્ષણેક્ષણ તમે મારા શ્વાસેશ્વાસે શ્વસ્યા;
એમાં મારા ચૈતન્ય સ્વરૂપને હું સાક્ષાત્ કરી રહું.

હે અગ્નિ ! તમે બીજપ્રક્ષેપો કર્યાં કર્યાં,
ને સૌ સંકલ્પો ને કર્મો રૂપે ફળ્યાં કર્યાં;
એ નિષ્કામ, નિર્લેપ કર્મોનું ધ્યાન આજે ધરી રહું.

હે અગ્નિ ! મારો દેહ ભસ્મમાં ભળી જાય,
ને મારું ચૈતન્ય ચૈતન્યમાં મળી જાય;
તમારી સહાય પ્રાર્થું કે હું એવું મૃત્યુ વરી રહું.

{{સ-મ|૧૮ મે ૨૦૧૩}}

</poem>

== ભસ્મ રૂપે ==

<poem>
હવે તમે કહો છો, ‘ક્યારેક મળશું !’
વર્ષો લગી પરસ્પરથી દૂર ગયા, હવે પાછા વળશું ?

વર્ષો પૂર્વે મળ્યા ત્યારે કેવું મળ્યા હતા,
તમે સહી શક્યા નહિ એવું હળ્યા હતા;
તમે કહ્યું, ‘હવેથી મળશું નહિ, આમ ક્યાં લગી બળશું ?’

આયુષ્યનો અંત હવે બહુ દૂર નથી,
મૃત્યુ આપણે માનીએ એવું ક્રૂર નથી;
ક્યારેક મળશું, પણ સદેહે નહિ, ભસ્મરૂપે ભળશું.

{{સ-મ|જુલાઈ, ૨૦૧૩}}

</poem>

== નર્યા ને નર્યા ==

<poem>
વર્ષોનાં વર્ષો પછી આપણે પાછા ફર્યા,
વચમાં વર્ષોનાં વર્ષો આપણે સ્વેચ્છાએ વિરહને વર્યા.

વિરહમાંયે આપણું મન ભર્યું ભર્યું હતું,
બારે માસ જાણે વસંત હોય એમ થતું,
પરસ્પરનો સંગ ન’તો તોયે કેટકેટલા રંગ ધર્યા.

આપણે જ્યાંથી આરંભ કર્યો અંતે ત્યાં જ મળ્યા,
વિરહનાં વર્ષો એવાં તો ફૂલ્યાં, ફાલ્યાં ને ફળ્યાં,
વર્ષોનાં વર્ષો પૂર્વે હતાં એવાં આજે જાણે નર્યાં ને નર્યાં.

{{સ-મ|જુલાઈ, ૨૦૧૩}}

</poem>

== ઈશાવાસ્ય ==

<poem>
કેટકેટલું રુદન ને કેટકેટલું હાસ્ય,
કેટકેટલું તાંડવ ને કેટકેટલું લાસ્ય.

આપણાં એ વર્ષો, જીર્ણ એમનો ન અંત;
કાળ જાણે થંભ્યો અને આપણે અનંત;
એ વર્ષોમાં જાણે ન કોઈ દૈન્ય, ન કોઈ હાસ્ય.

એ સૌ હવે સ્મૃતિમાં છે, ક્યાંય નથી ગયું;
સીમ તે અસીમ, રૂપ તે અરૂપ થયું;
એ જગત્યાં જગત્ તો હવે આપણું ઈશાવાસ્ય.

{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૩}}

</poem>

== નિર્વેદ ==

<poem>
આપણો વિરહ એ વિચ્છેદ નથી,
એથી સ્તો આપણને એનો કોઈ ખેદ નથી.

મિલનમાં તો દેહનું અંતરપટ નડતું,
વિરહના અવકાશમાં કશું નથી અડતું;
મિલન ને વિરહમાં એટલો શું ભેદ નથી ?

છતાં કદાચ ક્યારેક ક્યાંક મિલન જો થશે,
એથી હરખ કે શોક જેવું કશું નહિ હશે;
હવે શું આપણા બેમાં એટલો નિર્વેદ નથી ?

{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૩}}

</poem>

== આવજો ==

<poem>
જ્યારે જ્યારે તમારું મન માને ત્યારે આવજો !
આવો ત્યારે ‘આવું છું’ એવું કશું યે ના ક્હાવજો !

વર્ષો લગી મળતા’તા મળજો એ રીતે,
મારી સાથે હળતા’તા હળજો એ પ્રીતે;
મનમાં જે હોય તે ક્હેજો, મનને ના તાવજો !

હું તો તમને દેહ-મનથી વરી હતી,
વિધાતાની વક્રતા તે પાછી ફરી હતી;
હવે પછી આ વાત મનમાં કદી ના લાવજો !

{{સ-મ|માર્ચ, ૨૦૧૪}}

</poem>

== અઠ્ઠયાશીમે ==

<poem>
આયુષ્યના અઠ્ઠયાશી વર્ષો ગયાં, સૌ હેમખેમ ગયાં,
હે અગ્નિ, તમે મારા અણુઅણુમાં છો, તમે જાણો છો એમ કેમ ગયાં.

હે અગ્નિ, મને મોહ કે લોભ થયો ત્યાં તો તમે મને ટોક્યો,
હજૂ તો હું કુમાર્ગે ગયો ન ગયો ત્યાં તો તમે મને રોક્યો,
એથી સૌ વર્ષો જેમ બિન્દુથી બિન્દુ પ્રતિ સીધી રેખા જાય તેમ ગયાં.

હે અગ્નિ, હવે પછી પદે પદે મારી પરે ધ્યાન ધરજો,
અંતકાળે હું કહી શકું એમ કરુણાનું દાન કરજો
કે મારાં સૌ વર્ષો જેમ આદિથી આદિ પ્રતિ વર્તુલ જાય એમ ગયાં.

{{સ-મ|૧૮ મે, ૨૦૧૪}}

</poem>

== નામ નથી ==

<poem>
આપણી વચ્ચે જે સંબંધ છે એનું કોઈ નામ નથી,
એ તો બાવન બાહેરો છે, વાણીનું કોઈ કામ નથી.

એને કોઈ રૂપ નથી, આંખથી એ ન જોઈ શકાય,
એના ઘાટ ઘડ્યા નથી, એને ક્યાંય ન પ્રોઈ શકાય;
એ તો નિર્ગુણ છે, એને કોઈ અર્થ, કોઈ કામ નથી.

એની સાથે તુલનામાં સુવર્ણનો કોઈ તોલ નથી,
હીરા, મોતી ને માણેક એના જેવા અણમોલ નથી;
એના મૂલ્યાંકન માટે કોઈ તોલા, કોઈ ગ્રામ નથી.

{{સ-મ|જુલાઈ, ૨૦૧૪}}

</poem>

== હવેથી હું તમને નહિ ચહું ==

<poem>
તમે કહો છો, ‘હવેથી હું તમને નહિ ચહું’,
ભલે ! પણ ‘હવેથી હું તમને નહિ ચહું’ એવું હું નહિ કહું.

એથી આપણો આ પરસ્પરનો પ્રેમ કદી મરશે નહિ,
ને તો પછી તમે જે કંઈ ક્હેશો એનો અર્થ સરશે નહિ;
હું તમને ચાહ્યા જ કરીશ એથી હું તો એકલતા નહિ સહું.

જેને કદી ન ચાહ્યું હોય એને પછી ચાહવું સોહ્યલું છે,
જેને સદા ચાહ્યું હોય એને પછી ન ચાહવું દોહ્યલું છે;
ચાહવું કે ન ચાહવું એવી દ્વિધામાં હું તો ક્યારેય નહિ રહું.

{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૫}}

</poem>

Latest revision as of 01:11, 30 March 2024

Antimkavyo.png

અંતિમકાવ્યો

નિરંજન ભગત

પ્રારંભિક

અનુક્રમ