ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્ર ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારિત્ર(ગણિ)'''</span> [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ચાબખા
|next =  
|next = ચારિત્રકલશ
}}
}}

Latest revision as of 13:40, 9 August 2022


ચારિત્ર(ગણિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીમાં જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫-ઈ.૧૩૨૦)ની પ્રશસ્તિનું ગાન કરતા ‘જિનચંદ્રસૂરિ-રેલુયા’ના કર્તા. આ કવિને નામે ૯ કડીની ‘જિનચંદ્રસૂરિ-પહા’ નોંધાયેલ છે તે ઉપર્યુક્ત કૃતિ જ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૫૪ - ‘રેલુઆ’ સંજ્ઞક પાંચ રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં:૧. [શ્ર.ત્રિ.]