દેવદાસ/પ્રકરણ ૯: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 9: | Line 9: | ||
દેવદાસ મૂંગો મૂંગો જોઈ રહ્યો. “ક્યારે આવ્યો હેં ! મોં- સુકાઈ ગયું છે –નાહ્યો કર્યો નથી-આ શું, આ શું ?” | દેવદાસ મૂંગો મૂંગો જોઈ રહ્યો. “ક્યારે આવ્યો હેં ! મોં- સુકાઈ ગયું છે –નાહ્યો કર્યો નથી-આ શું, આ શું ?” | ||
દેવદાસ રસ્તા ઉપર જ બેસી પડતો હતો. ચુનીલાલ તેને હાથ પકડી અંદર લઇ ગયો. પોતાની પથારી ઉપર બેસાડી, તેને શાંત પાડી પૂછ્યું, “થયું છે શું, દેવદાસ ?” | દેવદાસ રસ્તા ઉપર જ બેસી પડતો હતો. ચુનીલાલ તેને હાથ પકડી અંદર લઇ ગયો. પોતાની પથારી ઉપર બેસાડી, તેને શાંત પાડી પૂછ્યું, “થયું છે શું, દેવદાસ ?” | ||
“કાલે ઘેરથી આવ્યો છું.” | |||
“કાલે? | “કાલે? આખો દિવસ તું હતો ક્યાં ? રાતે પણ ક્યાં હતો?” | ||
“ઈડન ગાર્ડનમાં.” | “ઈડન ગાર્ડનમાં.” | ||
“ગાંડો છે કે શું ! શું થયું છે, બોલ જોઉં?” | “ગાંડો છે કે શું ! શું થયું છે, બોલ જોઉં?” |
Latest revision as of 20:10, 19 September 2022
અને દેવદાસ ? તે રાત તેણે કલકત્તામાં ઈડન ગાર્ડનના એક બાંકડા ઉપર બેઠાં બેઠાં ગાળી, તેને કંઈ બહુ ક્લેશ થતો હતો, અથવા વેદનાથી તેનું હૈયું ચિરાઈ જતું હતું એવું નહોતું. કોઈ એક પ્રકારની શિથિલ ઉદાસીનતા ધીમે ધીમે હૃદયની અંદર જમા થતી હતી ! ઊંઘમાં શરીરનું કોઈ પણ એક અંગ પક્ષઘાતથી જૂઠું પડી જાય, પછી ઊંઘ ઉડી જતાં પણ એની ઉપર જેમ કશો અધિકાર મેળવી શકતો નથી; અને વિસ્મિત તથા સ્તંભિત થયેલું મન ઘડી તો નક્કી કરી શકતું નથી કે શાથી તેનું જન્મભરનું સાથી, સદાનું વિશ્વાસુ અંગ તેની હાકલનો જવાબ પણ વાળતું નથી; પછી જેમ એ ધીમે ધીમે સમજી જાય છે, ધીમે ધીમે તેને જ્ઞાન જન્મે છે કે એ અંગ હવે એનું રહ્યું નથી- દેવદાસનું પણ એમ જ થયું. આખી રાત ધીમે ધીમે એને સમજાતું ગયું કે ખરે વખતે તેના સંસારનો પક્ષાઘાત થયો છે, અને એથી એની સાથે તેનો સદાને માટે વિચ્છેદ થઇ ગયો છે. હવે તેના પર મિથ્યા ગુસ્સો કે રીસ લાવવાં લગીરે કામનાં નથી. પુરાણા અધિકારની વાતનો વિચાર કરવામાં જ ભૂલ છે. એટલામાં સૂર્યોદય થતો હતો. દેવદાસે ઊઠી ઊભા થઇ વિચાર્યું, ‘ક્યાં જાઉં ?’ એકાએક યાદ આવ્યું, કલકત્તામાં એની ‘મેસ’ છે. ત્યાં ચુનીલાલ છે. દેવદાસે ચાલવા માંડ્યું, રસ્તામાં બેએક ધક્કા ખાધા, ઠોકર ખાઈ આંગળીએ લોહી કાઢ્યું, લથડિયું ખાઈ એક જણના શરીર ઉપર પડવા જતો હતો – પેલાએ દારૂડિયો કહી હડસેલી મૂક્યો. એમ કરતાં રખડતો રખડતો દિવસ પૂરો થતાં ક્લબના દરવાજા આગળ આવી એ ઊભો. ચુનીબાબુ એ વખતે ફક્કડ બનીને બહાર જતો હતો, “આ શું, દેવદાસ કંઈ ?” દેવદાસ મૂંગો મૂંગો જોઈ રહ્યો. “ક્યારે આવ્યો હેં ! મોં- સુકાઈ ગયું છે –નાહ્યો કર્યો નથી-આ શું, આ શું ?” દેવદાસ રસ્તા ઉપર જ બેસી પડતો હતો. ચુનીલાલ તેને હાથ પકડી અંદર લઇ ગયો. પોતાની પથારી ઉપર બેસાડી, તેને શાંત પાડી પૂછ્યું, “થયું છે શું, દેવદાસ ?” “કાલે ઘેરથી આવ્યો છું.” “કાલે? આખો દિવસ તું હતો ક્યાં ? રાતે પણ ક્યાં હતો?” “ઈડન ગાર્ડનમાં.” “ગાંડો છે કે શું ! શું થયું છે, બોલ જોઉં?” “સાંભળવાથી શું વળશે?” “ના, કહે; પહેલાં ખાઈ પી લે, તારો સામાન ક્યાં છે?” “કશું લાવ્યો નથી. “ “ભલે, પહેલાં ખાવા બેસ.” ચુનીલાલે દબાણ કરી થોડુંક ખવડાવ્યું, પછી એને સૂઈ જવાનો હુકમ કરી બારણું બંધ કરતો કરતો એ બોલ્યો, “જરાક ઊંઘી જવા પ્રયત્ન તો કર, હું રાતે આવી તને ઉઠાડીશ.” કહીને તે પહેલાંની જેમ ચાલ્યો ગયો. રાતે દસ વાગ્યે તેણે પાછા આવી જોયું, દેવદાસ તેની પથારીમાં ઘસઘસાટ ઊંઘતો હતો. ચુનીલાલ તેને બોલાવ્યા વિના, પોતે એક કામળ ખેંચી લઇ, નીચે સાદડી પાથરી સૂઈ ગયો. આખી રાતમાં દેવદાસ જરાય ચવળ્યો નહિ. સવારે પણ નહિ. દસેક વાગ્યે ઉઠ્યો, બેઠો થઈને બોલ્યો, “ચુનીબાબુ ! ક્યારે આવ્યા હેં ?” “આ હમણાં જ આવું છું.” “તો તમને કંઈ અગવડ તો પડી નથી ને?” “કશી નહિ.” દેવદાસ થોડીવાર તેના મોઢા સામું જોઈ રહી બોલ્યો, “ચુનીબાબુ, મારે કંઈ નથી, તમે મને પોષશો?” ચુનીલાલ હસ્યો. તે જાણતો હતો કે દેવદાસના પિતા બહુ ધનવાન છે. એટલે તે હસીને બોલ્યો, “હું તારું પોષણ કરું ! ભલે, તારી ઈચ્છા થાય ત્યાં લગી અહીં રહેજે. કશી ફિકર નથી.” “ચુનીબાબુ તમારી આવક કેટલી ?” “ભાઈ, મારી અવાક સામાન્ય છે. ઘેર થોડો પૈસોટકો છે. તે મોટાભાઈની પાસે ડીપોઝિટ મૂકીને અહીં રહું છુ. તેઓ દર મહિને સિત્તેર રૂપિયાને હિસાબે મોકલ્યા કરે છે, એમાં મારું, તારું લહેરથી નભી જશે.” “તમે ઘેર કેમ જતા નથી?” ચુનીલાલે જરાક મોં ફેરવીને કહ્યું, “એ લાંબી વાત છે.” દેવદાસે વધારે કંઈ પૂછ્યું નહિ. થોડી વારે જમવા માટે બૂમ પડી. ત્યાર બાદ બંને જણા સ્નાનાદિથી પરવારી ફરી ઓરડીમાં આવી બેઠા. ચુનીલાલ બોલ્યો, “દેવદાસ, બાપની સાથે ઝગડો કર્યો છે?” “ના.” “તો બીજા કોઈ સાથે?” દેવદાસે એમ જ જવાબ વાળ્યો, “ના.” ચુનીલાલને એકાએક બીજી વાત યાદ આવી. એણે કહ્યું, “ઓ હો, તારું તો હજી લગન જ થયું નથી !” એ જ વખતે દેવદાસ બીજી દિશામાં મોં ફેરવી સૂઈ ગયો. થોડીવારમાં જ ચુનીલાલે જોયું તો દેવદાસ ઊંઘી ગયો. આમ ને આમ ઊંઘી ઊંઘીને એણે બીજા બે દિવસ પસાર કર્યા. ત્રીજા દિવસની સવારે દેવદાસ સ્વસ્થ બની, જાગી બેઠો થયો. મુખ ઉપરની પેલી ગાઢ છાયા જાણે ઘણીખરી ઊતરી ગઈ હોય એમ લાગ્યું. ચુનીલાલે પૂછ્યું, “આજે શરીર કેમ છે?” “લાગે છે તો બહુ સારું. વરુ, ચુનીબાબુ, રાતે તમે ક્યાં જાઓ છો?” આજે ચુનીલાલને શરમ આવી; “હા, જાઉં છું ખરો, પણ એનું તારે શું કામ છે ? વારુ, આજે તું કોલેજમાં ગયો નહિ?” “ના, ભણવુંગણવું છોડી દીધું છે.” “છી ! એમ તે કંઈ થાય ? બે મહિના પછી તો તારી પરીક્ષા છે. ભણવામાં તું કંઈ ખરાબ નહોતો. આ વખતે તું પરીક્ષા શું કરવા ન આપે?” “ઊંહ, ભણવું છોડી દીધું છે.” ચુનીલાલ મૂંગો રહ્યો, દેવદાસે ફરી પૂછ્યું : “ક્યાં જાઓ છો-કહેશો નહિ? તમારી સાથે હું પણ આવીશ.” ચુનીલાલ દેવદાસના મોઢા તરફ જોઈ બોલ્યો, “તું શું જાણે દેવદાસ, હું કઈ સારી જગાએ જતો નથી. !” દેવદાસ જાણે પોતાને કહેતો હોય એમ બોલ્યો, “સારી અને ખરાબ ! જવા દો એ વાત –ચુનીબાબુ, મને સાથે લઇ નહિ જાઓ?” “હું તો લઇ જાઉં પણ તું ન આવતો !” “ના, હું આવવાનો. જો નહિ ગમે તો ફરી નહિ આવું, પણ તમે તો સુખની આશાથી હંમેશાં ઉત્સુક બની રહો છો - ગમે તે હોય, ચુનીબાબુ હું જરૂર આવીશ.” ચુનીલાલ મોં ફેરવી જરા હસ્યો; મનમાં મનમાં બોલ્યો : “મારી દશા !” મોટેથી બોલ્યો, “વારુ, તો આવજે.” બપોરે ધર્મદાસ સરસામાન લઇ આવી પહોંચ્યો. દેવદાસને જોઈ રોઈ પડ્યો. “દેવદા, આજ ત્રણચાર દિવસ થયાં મા કેટકેટલું રડે છે-” “શું કરવા ?” “કશું કહ્યા વિના એકદમ ચાલ્યા આવ્યા કેમ?” એક કાગળ કાઢી હાથમાં આપી કહ્યું, “માનો કાગળ છે.” ચુનીલાલ અંદરથી ખબર જાણવા માટે ઉત્સુક ભાવે જોઈ રહ્યા. દેવદાસે પત્ર વાંચી લઇ મૂકી દીધો, માએ ઘેર આવવા માટે આગ્રહ કરી લખ્યું હતું. આખા ઘરમાં તેઓ જ માત્ર, દેવદાસ અકસ્માત્ શા કારણે અંતર્ધાન થઇ ગયો તેના કારણે કંઇક અનુમાન કરી શક્યાં હતાં. ધર્મદાસ મારફત પૈસા છાનામાના મોકલાવ્યા હતા. ધર્મદાસે એ પૈસા હાથમાં આપતાં કહ્યું, દેવદા, ઘેર ચાલો.” “હું નથી આવવાનો. તું પાછો જા.” *
રાતે બંને મિત્રો બનીઠનીને બહાર નીકળી પડ્યા ! દેવદાસને એ ગમતું નહોતું. પરંતુ ચુનીલાલને કોઈ પણ રીતે સામાન્ય પોષાકમાં જવું પસંદ પડ્યું નહિ. રાતે નવ વાગ્યે એક ભાડૂતી ગાડી ચિતપુરના બે માળના એક મકાન આગળ આવી ઊભી રહી. ચુનીલાલે દેવદાસનો હાથ ઝાલી અંદર પ્રવેશ કર્યો. ગૃહસ્વામિનીનુ નામ ચંદ્રમુખી હતું. – તેણે આવકાર આપ્યો. એ વખતે દેવદાસનું આખું અંગ સળગી ઉઠ્યું. આ કેટલાક દિવસ થયાં પોતાને પણ ન સમજાય તેવી રીતે સ્ત્રીના પડછાયા તરફ પણ અણગમો ઉત્પન્ન થતો હતો, એની તેને પોતાને જ ખબર નહોતી. ચંદ્રમુખીને જોતાંવેંત તેના અંતરમાં રહેલી અતિશય ઘૃણા દાવાનળની માફક હૃદયની અંદર ભભૂકી ઊઠી. ચુનીલાલના મુખ તરફ દ્રષ્ટિપાત કરી ભ્રૂકુટિ ચઢાવી તે બોલ્યો, “ચુનીબાબુ ! આ કઈ હતભાગી જગ્યાએ મને લઇ આવ્યા ?”
તેનો તીવ્ર કંઠ અને આંખની દ્રષ્ટિ જોઇને ચંદ્રમુખી અને ચુનીલાલ બંને હતબુદ્ધિ થઇ ગયાં. બીજી જ ક્ષણે ચુનીલાલે પોતાની જાતને સ્વસ્થ કરી દેવદાસનો એક હાથ પકડી કોમળ કંઠે કહ્યું, “ચાલ, ચાલ, અંદર જઈ બેસીએ.”
દેવદાસ કંઈ બોલ્યો નહિ. ઓરડીની અંદર જઈ નીચે પાથરેલા બિછાના ઉપર ખેદયક્ત નીચે મોંએ બેઠો. ચંદ્રમુખી પણ મૂંગી મૂંગી પાસે બેઠી. દાસી રૂપેમઢેલો હૂકો તૈયાર કરી આપી ગઈ. દેવદાસ તેને અડક્યો પણ નહિ, ચુનીલાલ મોં ગંભીર કરીને ચુપચાપ બેસી રહ્યો. દાસીને શું કરવું તે ન સમજાતાં આખરે ચંદ્રમુખીના હાથમાં જ હૂકો રાખી ચાલી ગઈ તેણે બેએક વાર હૂકાની ઘૂંટ ખેંચી, એ દરમિયાન દેવદાસ તીક્ષણ દ્રષ્ટિએ તેના મોં તરફ જોઈ રહ્યો હતો, તે એકાએક અપાર ઘૃણાપૂર્વક બોલી ઊઠ્યો, “કેવી અસભ્ય ! અને દેખાવમાંય કેવી કદરૂપી !”
આજ પહેલાં ચંદ્રમુખીને કોઈ કદી બોલવામાં ગાંજી ગયું નહોતું, તેને ભોંઠી પાડવી અત્યંત કઠણ કામ હતું. પરંતુ દેવદાસની આ આંતરિક ઘૃણાથી ભરેલી સરળ છતાં કઠોર ઉક્તિ તેના હૃદયમાં સોંસરી ઉતરી ગઈ. ક્ષણભર તે હતબુદ્ધિ થઇ ગઈ. પરંતુ થોડીવાર પછી વળી બીજી બેએકવાર ગુડગુડ અવાજ થયો; પણ ચંદ્રમુખીના મોંમાંથી ધુમાડો નીકળ્યો નહિ. પછી ચુનીલાલના હાથમાં હૂકો આપી તેણે એક વાર દેવદાસના મુખ તરફ જોયું, અને નિઃશબ્દ બેસી રહી. ત્રણે જણાં નિર્વાક્ હતાં ! માત્ર ગુડગુડ કરતો હૂકાનો શબ્દ થતો હતો- પણ તેય જાણે બહુ બીતો બીતો. મિત્રમંડળમાં વાદ-વિવાદ થતાં એકાએક નિરર્થક કલહ થઇ જાય અને બધા જ જેમ પોતપોતાના ચિત્તમાં ધૂંધવાયા કરે અને ડહોળાયેલું અંતઃકરણ ખાલી ખાલી કહ્યા કરે, ‘હવે ?-‘ એ જ પ્રકારે આ ત્રણે જણાં પણ મનમાં ને મનમાં બોલવા લાગ્યાં, “હવે ! આ શું થયું ?”
ગમે તેમ હો, કોઈને સ્વસ્થતા વળતી નહોતી, ચુનીલાલ હૂકો મૂકી દઈ નીચે ઊતરી પડ્યો, જાણે બીજું કશું સૂઝ્યું નહિ- એટલે જ. ઓરડીમાં બંને જણાં બેઠાં રહ્યાં. દેવદાસે ઊંચુ જોઈ કહ્યું, “તું પૈસા લે છે ?”
ચંદ્રમુખી એકદમ જવાબ આપી શકી નહિ. આજે તેને ચોવીસ વરસની ઉંમર થઇ હતી. આ નવદશ વરસમાં કેટલીય વિચિત્ર પ્રકૃતિના માણસોની સાથે તેને ગાઢ પરિચય થયો છે. પરંતુ આવો અજબ માણસ તેણે કદી પણ જોયો નથી, જરાક ખચકાઈ જઈ એણે કહ્યું, “આપની ચરણરજ જ્યારે પડી છે,-”
દેવદાસ એની અધવચમાં જ બોલી ઉઠ્યો, “ચરણરજની વાત નથી. પૈસા લે છે ને ?”
“લઉં છું જ તો ? ન લઉં તો મારું ચાલેય શી રીતે ?”
“રહેવા દે, એ બધું સાંભળવું નથી,” કહીને ખીસામાં હાથ નાંખી એણે નોટ બહાર કાઢી અને તે ચંદ્રમુખીના હાથમાં મૂકી તરત જ જવા માટે તૈયાર થયો- ઘડી જોયું પણ નહિ કેટલા રૂપિયા આપ્યા.
ચંદ્રમુખીએ નમ્રભાવે કહ્યું, “એટલામાં જશો ?”
દેવદાસે ઉત્તર આપ્યો નહિ- વરંડામાં આવી ઊભો રહ્યો.
ચંદ્રમુખીને એક વાર ઈચ્છા થઇ કે પૈસા પાછા આપું; પરંતુ કશાક એક તીવ્ર સંકોચને વશ થઇ એ એમ કરી શકી નહિ; કદાચ એને થોડીક બીક પણ લાગી હોય. વળી ખૂબ લાંછના, છેતરપિંડી અને અપમાન સહન કરવાની ટેવ તેને હતી એટલે એ નિર્વાક્ જડસડ થઈને બારસાખ પકડી રાખીને ઉભી રહી. દેવદાસ દાદર ઊતરી નીચે ઊતરી ગયો. દાદર ઉપર જ તેને ચુનીલાલનો ભેટો થયો. તેણે આશ્ચર્ય પામી પૂછ્યું, “ક્યાં જાય છે, દેવદાસ ?”
‘મેસ’માં જાઉં છું.”
“આ વળી કેવી વાતો હેં ?”
દેવદાસ બીજાં બેત્રણ પગથિયાં ઊતરી પડ્યો. ચુનીલાલે કહ્યું, “ચાલ, હું પણ આવું છું.”
“જરાક ઊભો રહે, એક વાર ઉપર જઈ આવું.”
“ના; હું જાઉં છું. તમે પછી આવજો,” કહીને દેવદાસ ચાલ્યો ગયો.
ચુનીલાલે ઉપર આવી જોયું, ચંદ્રમુખી ત્યારે પણ એ જ રીતે બારસાખ પકડીને ઊભી હતી, ચુનીને જોઈ તે બોલી:
“તમારો મિત્ર ચાલ્યો ગયો ?”
“હા.”
ચંદ્રમુખીએ હાથમાંની નોટ બતાવી કહ્યું, “આ જુઓ. પણ ભલું ચાહતા હો તો લઇ જાઓ; તમારા મિત્રને પાછી આપજો.”
ચુનીલાલે કહ્યું, “એની રાજીખુશીથી એ આપી ગયો છે, હું પાછી શા માટે લઇ જાઉં ?”
આટલી વારે ચંદ્રમુખી જરા હસી. પણ એ હસવામાં આનંદ નહોતો. તે બોલી, “રાજીખુશીથી નહિ, અમે લોકો પૈસા લઈએ છીએ એટલા માટે ચીડ કરી આપી ગયા છે ! હેં, ચુનીબાબુ, એ કંઈ પાગલબાગલ છે કે શું ?”
“જરાય નહિ. તોપણ આજે કેટલાક દિવસ થયાં લાગે છે કે એનું મન ઠેકાણે નથી.”
“કેમ મન ઠેકાણે નથી- કંઈ જાણો છો ?”
“એ તો જાણતો નથી. લાગે છે કે, ઘેર કંઈ બન્યું હશે.”
“તો પછી એને અહીં લાવ્યા શું કરવા ?”
“મારે આણવો નહોતો. એ પોતે જીદ કરી આવ્યો હતો.”
ચંદ્રમુખી એ વખતે સાચેસાચ જ આશ્ચર્ય પામી; પૂછ્યું, “જીદ કરી જાતે આવ્યો હતો ? બધું જાણી કરીને !”
ચુનીલાલે જરાક વિચાર કરી કહ્યું, “નહિ તો શું ! બધું જ જાણતો હતો- હું તો કંઈ ભોળવીને લાવ્યો નથી !”
ચંદ્રમુખી થોડીવાર ચૂપ રહી, કશોક વિચાર કરી બોલી, “ચુની, મારા ઉપર એક ઉપકાર કરશો?”
“શો!”
“તમારો મિત્ર ક્યાં રહે છે ?”
“મારી સાથે જ.”
“એક દિવસ એને બોલાવી લાવશો ?”
“મને લાગે છે કે, નહિ બને, આજ પહેલાં પણ કદી એ આવી કોઈ જગ્યાએ આવ્યો નથી. હવે પછી પણ, લાગે છે કે, આવશે નહિ. પણ, કેમ, કહે જોઉં ?”
ચંદ્રમુખીએ જરાક ફિક્કું હસી કહ્યું, “ચુની, ગમે તે રીતે પણ ભોળવીને તેને અહીં લઇ આવો.”
ચુની હસ્યો; આંખ મિચકારી બોલ્યો, “ધમકી ખાઈને પ્રેમ જાગી ગયો કે શું ?”
ચંદ્રમુખી પણ હસી; કહ્યું, “જોયા વિના નોટ આપી જાય- એ સમજ્યા નહિ ?”
ચુની ચંદ્રમુખીને થોડીક સમજી શક્યો હતો. ડોકું ધુણાવી બોલ્યો, “ના, ના, નોટબોટવાળી જુદી- તું એવી નથી. પણ સાચી વાત શી છે, કહે તો-”
ચંદ્રમુખીએ કહ્યું, “સાચે જ જરાક માયા લાગી છે. “
ચુનીએ માન્યું નહિ, હસીને કહ્યું, “આ પાંચ મિનીટમાં જ ?”
ચંદ્રમુખી હસવા લાગી; “તે જવા દો, મન સારું થયે વળી એક દિવસ લઇ આવજો- જરા મળવું છે. લાવશો ને ?”
“કોણ જાણે !”
“મારા સમ.”
“વારુ, જોઇશ.”