દેવદાસ/પ્રકરણ ૧૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
“તે દિવસે ગયા હતા- ત્યાં જ ને ?”
“તે દિવસે ગયા હતા- ત્યાં જ ને ?”
“હા.”
“હા.”
      “છી ! – મને સારું લાગતું નથી.”
“છી ! – મને સારું લાગતું નથી.”
“સારું લાગે એવું હું કરી દઈશ.”
“સારું લાગે એવું હું કરી દઈશ.”
દેવદાસ અન્યમનસ્કની જેમ મૂંગો રહી બોલ્યો, “વારુ, ચાલો જઈએ.”
દેવદાસ અન્યમનસ્કની જેમ મૂંગો રહી બોલ્યો, “વારુ, ચાલો જઈએ.”

Latest revision as of 18:26, 14 August 2022


૧૧

ત્યાર બાદ બેત્રણ દિવસ પછી દેવદાસ અમસ્તો અમસ્તો રસ્તામાં ફરતો ફર્યો-લગભગ પાગલની જેમ. ધર્મદાસ કશુંક કહેવા ગયો હતો, તેને લાલ આંખો કરી તેણે ધમકાવી નાખ્યો. પરિસ્થિતિ સમજીને ચુનીલાલે પણ વાત કરવાની હિંમત કરી નહિ. ધર્મદાસ રડી પડી બોલ્યો, “ચુનીબાબુ, શાથી આમ થયું ?” ચુનીલાલે પૂછ્યું, “શું થયું છે, ધર્મદાસ ?” એક આંધળો બીજા આંધળાને રસ્તો પૂછે તેવું બન્યું. અંદરની વાત બેમાંથી કોઈ જાણતું નહોતું. આંખો લૂછતાં લૂછતાં ધર્મદાસ બોલ્યો, “ચુનીબાબુ, ગમે તેમ કરી દેવદાસને તેમની માની પાસે મોકલી આપો. એને ભણવું ન હોય તો અહીં રહેવાથી શો ફાયદો ?” વાત પૂરેપૂરી સાચી હતી. ચુનીલાલ વિચાર કરવા લાગ્યો.

*

ચારપાંચ દિવસ પછી એક દિવસે બરાબર સંધ્યાને સમયે ચુનીબાબુ બહાર જતો હતો. દેવદાસે ક્યાંયથી આવી હાથ પકડ્યો, “ચુનીબાબુ, ત્યાં જાઓ છો ?” ચુનીલાલ સંકોચ પામી બોલવા લાગ્યો, “હા ! તું ના કહે તો હવે નહિ જાઉં.” દેવદાસે કહ્યું, “ના, જવાની મના કરતો નથી, પણ એક વાત કહો, શી આશાએ તમે જાઓ છો ?” “આશા વળી શી ? એમ જ; વખત જાય !” “જાય ? ક્યાં ? મારો વખત જતો નથી. મારે વખત જાય એમ જ કરવું છે !” ચુનીલાલ થોડી વાર તેના મોં તરફ જોઈ રહ્યો, જાણે તેના મનનો ભાવ મોં ઉપર વાંચવા પ્રયત્ન કર્યો. ત્યાર બાદ કહ્યું; “દેવદાસ, તને શું થયું છે, ખુલ્લેખુલ્લું કહી શકશે ?” “કંઈ જ થયું નથી.” “નહિ કહે ?” “ના, ચુની, કહેવાનું કંઈ નથી.” ચુનીલાલ બહુ વાર નીચું જોઈ રહી બોલ્યો, “દેવદાસ, એક વાત માનશે?” “શી ?” “ત્યાં તારે ફરી એક વાર મારી જોડે આવવું પડશે. મેં વચન આપ્યું છે.” “તે દિવસે ગયા હતા- ત્યાં જ ને ?” “હા.” “છી ! – મને સારું લાગતું નથી.” “સારું લાગે એવું હું કરી દઈશ.” દેવદાસ અન્યમનસ્કની જેમ મૂંગો રહી બોલ્યો, “વારુ, ચાલો જઈએ.” *

અવનતિનું એક પગથિયું નીચે ઉતરી ચુનીલાલ ક્યાંય સરકી ગયો. એકલો દેવદાસ ચંદ્રમુખીના ઓરડામાં નીચે બેસી દારૂ પીતો હતો. પાસે બેઠેલી ચંદ્રમુખી ખિન્ન મુખે જોયા કરી ભયપૂર્ણ અવાજે બોલી, “દેવદાસ, વધારે પીશો મા !” દેવદાસ દારૂનો પ્યાલો નીચે મૂકી ભવાં ચડાવી બોલ્યો, “કેમ ?” “થોડા દા’ડાથી શરુ કર્યો છે; આટલો બધો જીરવાશે નહિ.” “હું કંઈ જીરવાવાને માટે દારૂ નથી પીતો, પણ અહીં રહેવું છે એટલે પીઉં છું.” આ શબ્દો ચંદ્રમુખીએ અનેક વાર સાંભળ્યા હતા. કોક કોક વાર તેના મનમાં થતું, ભીંત ઉપર માથું પછાડી લોહીની ગંગા વહેડાવી મરી જાઉં. દેવદાસને તે ચાહતી હતી. દેવદાસે દારૂનો પ્યાલો ફેંકી દીધો. કોચના પાયાને લાગી એના ચૂરેચૂરા ઉડી ગયા. દેવદાસ આડો પડી ઓશીકે ટેકો દઈ તૂટકતૂટક બોલ્યો, “ઊઠવાની મારી શક્તિ નથી, એટલે અહીં બેસી રહું છુ –ભાન રહે નહિ એટલે તારા મોઢા તરફ જોઈ બોલ્યા કરું છું - ચં...દ્ર - તો પણ બેભાન થતો નથી –તોપણ થોડુંક ભાન રહે છે. તને અડી શકતો નથી-મને બહુ ઘૃણા થાય છે.” ચંદ્રમુખી આંખો લૂછી ધીર ધીરે કહેવા લાગી, “દેવદાસ, કેટલાય લોકો અહીં આવે છે, તેઓ કદી પણ દારૂને અડકતા સુધ્ધાં નથી.” દેવદાસ આંખો ફાડી ઊઠી બેઠો થયો. લથડિયાં ખાતાં ખાતાં આમતેમ હાથ નાખી બોલ્યો, “અડકતા નથી ? મારી પાસે બંદૂક હોત તો ગોળી મારત. તેઓ મારા કરતાં પણ પાપી છે –ચંદ્રમુખી !” થોડી વાર થંભી જઈ એ જાણે કંઈ વિચારમાં પડ્યો, ત્યાર પછી વળી બોલ્યો, “જો કદી પણ દારૂ છોડું- જોકે છોડવાનો નથી, તો પછી હું કંઈ અહીં કોઈ દી આવવાનો નથી. મારો તો ઉપાય છે; પણ એ લોકોનું શું થશે ?” જરાક અટકી જઈ પાછો બોલવા લાગ્યો, “ભારે દુઃખમાં દારૂ શરુ કર્યો હતો, મારી વિપદનો, દુઃખનો એક એ બંધુ ! બીજી તું –તને છોડી શકતો નથી.” દેવદાસ ઓશિકા ઉપર મોઢું ઘસવા લાગ્યો. ચંદ્રમુખીએ ઉતાવળે પાસે આવી એનું મોઢું ઊંચું કર્યું. દેવદાસે ભવાં ચડાવ્યાં. “છી ! અડ નહિ- હજી મને ભાન છે. ચંદ્રમુખી ! તું તો જાણતી નથી- હું એકલો જાણું છું : હું તારી કેટલી ઘૃણા કરું છું. સદા ઘૃણા કરતો રહીશ- તોય આવીશ, તોય વાતો કરીશ- એ વિના બીજો કોઈ રસ્તો નથી. પણ એ શું તમે કોઈ સમજવાનાં છો ?હા.... હા.... લોકો પાપકર્મ અંધારામાં કરે છે, અને હું અહીં દારૂડિયો બનું છું- આવું યોગ્ય સ્થાન દુનિયામાં શું બીજું છે ? અને તમે-” દેવદાસ દ્રષ્ટિ સ્થિર કરી થોડીવાર તેના ખિન્ન મુખ તરફ જોઈ રહી બોલ્યો, “આહા ! સહિષ્ણુતાની પ્રતિમૂર્તિ ! લાંછના, તિરસ્કાર, અપમાન, અત્યાચાર, ઉપદ્રવ-સ્ત્રીઓ કેટલાં સહન કરી શકે છે, એનું તમે લોકો જ ઉદાહરણ છો !” ત્યાર બાદ, ચત્તો સૂઈ જઈ હળવે હળવે લવવા લાગ્યો, “ચંદ્રમુખી કહે છે, તે મને ચાહે છે. મારે એ નથી જોઈતું- હું એ નથી ઈચ્છતો. લોકો નાટક કરે છે. મોઢે પાઉડર-મેશ લગાડે છે- ચોર બંને છે, ભિક્ષા માંગે છે. રાજા બને છે, રાણી બને છે, પ્રેમ કરે છે, કેટકેટલી પ્રેમની વાતો કરે છે, કેટલું રડે છે, - બધું જ જાણે સાચેસાચું ! ચંદ્રમુખી મારું નાટક કરે, હું જોઉં. પણ મને તેની યાદ આવે છે- એક ક્ષણમાં કોણ જાણે શું નું શું થઇ ગયું ! તે ક્યાં ચાલી ગઈ ? અને હું કયે રસ્તે ચાલ્યો ગયો ? હવે એક સમસ્ત જીવનવ્યાપી વિરાટ અભિનય શરુ થઇ ગયો છે ! એક ભયંકર દારૂડિયો ! અને આ એક –થવા દે, ભલે એમ થાય- ખોટું શું ? આશા નથી, આધાર નથી- સુખ નથી, ઈચ્છા પણ નથી- વાહ ! બહુત અચ્છા ! !” બાદ દેવદાસ પાસું ફેરવી બડબડાટ કરવા લાગ્યો. ચંદ્રમુખી એ સમજી નહિ. થોડી વારમાં જ દેવદાસ ઊંઘી ગયો. ચંદ્રમુખી પાસે આવી બેઠી, લૂગડું પલાળી મોઢું લૂછી નાખી, ભીનું ઓશીકું એણે બદલી નાંખ્યું. એક પંખો લઇ થોડીવાર પવન નાખ્યો; બહુ વાર નીચે મોંઢે બેસી રહી. રાતનો લગભગ એક થયો છે; દીવો રાણો કરી, બારણું બંધ કરી એ બીજા ઓરડામાં ચાલી ગઈ.