ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદિની નીલકંઠ/ચાલો મળવા જઈએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''ચાલો મળવા જઈએ'''}} ---- {{Poem2Open}} આપણે સહુને કર્મે છેવટ જુદાઈ તો લખેલી જ...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''ચાલો મળવા જઈએ'''}}
{{SetTitle}}
----
{{Heading|ચાલો મળવા જઈએ | વિનોદિની નીલકંઠ}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/34/PARTH_CHALO_MADVA_JAIYE.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • વિનોદિની નીલકંઠ - ચાલો મળવા જઈએ • ઑડિયો પઠન: પાર્થ મારુ
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે સહુને કર્મે છેવટ જુદાઈ તો લખેલી જ છે, એમ સમજીને આપણે મિલનને-મળવાને વધુ મહત્ત્વ આપીએ છીએ એમ બને ખરું? માણસોનો સ્વભાવ ટોળેબંધ રહેવું પસંદ કરે છે, અને જોકે દરેકને પોતાનું કુટુંબરૂપી ટોળું તો હોય છે જ, છતાં વળી તે બીજાં ટોળાંઓમાં સભ્ય થવા સતત મથ્યા જ કરે છે; અને તેથી મનુષ્ય કાયમ બીજા લોકોને મળવા જવામાં ગૂંથાયેલો રહે છે.
આપણે સહુને કર્મે છેવટ જુદાઈ તો લખેલી જ છે, એમ સમજીને આપણે મિલનને-મળવાને વધુ મહત્ત્વ આપીએ છીએ એમ બને ખરું? માણસોનો સ્વભાવ ટોળેબંધ રહેવું પસંદ કરે છે, અને જોકે દરેકને પોતાનું કુટુંબરૂપી ટોળું તો હોય છે જ, છતાં વળી તે બીજાં ટોળાંઓમાં સભ્ય થવા સતત મથ્યા જ કરે છે; અને તેથી મનુષ્ય કાયમ બીજા લોકોને મળવા જવામાં ગૂંથાયેલો રહે છે.
Line 29: Line 44:
{{Right|(વડોદરા રેડિયા ઉપર તા. ૧૮-૧૧-૪૭)}}
{{Right|(વડોદરા રેડિયા ઉપર તા. ૧૮-૧૧-૪૭)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/ખરાબ કરવાની કલા|ખરાબ કરવાની કલા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદિની નીલકંઠ/વસન્તાવતાર|વસન્તાવતાર]]
}}

Latest revision as of 15:18, 16 July 2024

ચાલો મળવા જઈએ

વિનોદિની નીલકંઠ




ગુજરાતી નિબંધસંપદા • વિનોદિની નીલકંઠ - ચાલો મળવા જઈએ • ઑડિયો પઠન: પાર્થ મારુ


આપણે સહુને કર્મે છેવટ જુદાઈ તો લખેલી જ છે, એમ સમજીને આપણે મિલનને-મળવાને વધુ મહત્ત્વ આપીએ છીએ એમ બને ખરું? માણસોનો સ્વભાવ ટોળેબંધ રહેવું પસંદ કરે છે, અને જોકે દરેકને પોતાનું કુટુંબરૂપી ટોળું તો હોય છે જ, છતાં વળી તે બીજાં ટોળાંઓમાં સભ્ય થવા સતત મથ્યા જ કરે છે; અને તેથી મનુષ્ય કાયમ બીજા લોકોને મળવા જવામાં ગૂંથાયેલો રહે છે.

આપણાં ગામડાંઓમાં આવી રીતે મળવા જવાનો રિવાજ છે કે નહિ તે હું જાણતી નથી. મળવા જવું, એટલે કાંઈ પણ કામકાજ વગર — અંગ્રેજીમાં જેને Social Call કહે છે તે રીતે મળવા જાવ વિશે હું વાત કરું છું. અંગ્રેજોની ભાષાના શબ્દ ઉપરથી તે લોકોનો આ સંબંધનો એક વિચિત્ર રિવાજ યાદ આવી ગયો છે, તે વિશે કહી લઉં. અંગ્રેજો પોતાના ઘરને દરવાજે કે આગલી દીવાલ ઉપર ‘ઘરમાં નથી’ — ‘Not at home’ના અક્ષરવાળી નાની પેટી રાખે છે. હવે, ગામમાં કોઈ નવો રહેનારો આવે છે, તે ત્યાંના કોઈ વતનીઓને તો ઓળખે નહિ, અને એ લોકોમાં તો એવો રિવાજ કે પરસ્પરનાં ઓળખાણ થયા વગર વાતચીત જ ન થઈ શકે. અજાણ્યાને નવા ગામમાં કોણ ઓળખે કે ઓળખાવે? તેથી પેલી not at homeની પેટી તે કામ બજાવે છે. નવો આગંતુક પોતાના નામનાં કાર્ડ—Visiting Card લઈને દરેકને ઘેર પેલી પેટીમાં તે નાંખી આવે, અને પછી તે નવા આવેલા ગૃહસ્થને બધાં પોતપોતાના ઘેર ચા પીવા બોલાવે અથવા તેને મળવા જાય. ઓળખાણ કરાવવાને-introductionને એ લોકો કેટલી હદ સુધીનું મહત્ત્વ આપે છે, તે સાંભળો: એક વાર એક માણસ નદીમાં ડૂબી જતો હતો. તેને જોઈ કિનારે ઊભેલો અંગ્રેજ બૂમાબૂમ પાડીને કહેતો હતો—‘અરે, કોઈ મને પેલા ડૂબતા સાથે પિછાન (introduction) કરાવો. તો હું એને બચાવી શકું.’ આપણા દેશમાં એ રીતે સારું છે. કોઈ ત્રીજા માણસની ડખલગીરી વગર બે માણસો ખુશીથી નવી ઓળખાણ કરી લે છે. પુરુષો હોય તો ક્યાં રહેવું? શો ધંધો? શી કમાણી? શો વસ્તાર? બધું પહેલી બે મિનિટમાં બન્ને એકબીજાને પૂછી લે. અને બે સ્ત્રીઓ પહેલી વાર મળે તો શી ન્યાત છો? ક્યાં રહેવું? સાસરું-પિયર ક્યાં? શાં છોકરાં? દિયર-જેઠ કેટલાં? ભેગાં છો કે જુદાં? વગેરે બે નહિ પણ એક જ મિનિટમાં જાણી લે. અને પચી તો સંસ્કૃતમાં કહેવત છે કે ‘संबंधमाभाषणपूर्वमाहः।’ વાતચીત થઈ, એટલે મૈત્રી થયેલી જ ગણાય; એ રીતે ‘આવજોને, આપણે ઘેર!’નું નિમંત્રણ અપાઈ જાય છે.

કેટલાક લોકો પારકાને ઘેર સાવ સરળતાથી ભળી જઈ શકે છે. પહેલી જ વાર ગયા હોય તો એ ‘ભાભી, ચાની માથાકૂટ ના કરશો; આપણે તો રહ્યા સાધુરામ. દૂધ હશે તોય ચાલશે. જરા કેસર, એલાયચી, બદામપિસ્તાં નાખી દેજોને, એટલે પત્યું.’

એમ કહી દે છે. વળી કેટલાક મળવા આવનાર છેક રસોડાને ઊમરે આવીને જ ઊભા રહે છે, ‘ભિક્ષાન્દેહી’ કહેતા બ્રાહ્મણ માફક – અને અરધું હસવામાં અને અરધું ખાવા બેસવાની દાનતથી કહે છે, ‘કેમ બહેન, તમારી રસોઈ ખુટાડવા આવું ને?’ મેં જોયું છે કે મુંબઈનાં પરાંઓમાં ગૃહિણીઓ આને મોટામાં મોટી હાસ્યરસની છોળ સમજે છે—અને તે ઉપર વારી જઈ, પેલા ભૂષ્યા ભાઈને જમવા બેસાડી દે છે. આ રીતે જમવું તથા જમાડવું, તે બે ક્રિયાઓમાં એ લોકોનો ‘ખૂબ મઝા’નો ખ્યાલ સમાઈ જાય છે.

હવે મુંબઈનાં પરાંઓની વાત નીકળે છે ત્યારે એક બીજું પણ કહી નાખું. ત્યાં રવિવારની સવાર એ મળવા જવાનો ખાસ દિવસ અને સમય ગણાય છે. તે દિવસે દરેક જણ એકબીજાને ઘેર મળવા જાય, એવો અણ-લખ્યો પણ પરાંઓનો કાયદો જ છે. અને તે પણ રોજને વેશે નહિ. વેશપલટો કરીને જવું, એ વધારે યોગ્ય ગણાય છે. રોજ પાટલૂન પહેરનારા ધોતિયું પહેરે, ધોતિયું પહેરનારા ચૂડદાર સુરવાલ ચઢાવે, સુરવાલ પહેરનારા વળી અરધી પાટલૂનમાં નીકળી પડે! ટોપીવાળા હૅટ અને હૅટવાળા સાફો બાંધે ને સાફાવાળા ઉઘાડે માથે! આ વેશપલટામાં કાંઈ નિયમ કે ધારાધોરણ છે કે નહિ તેની મને પૂરી માહિતી નથી. પતિપત્ની અલબત્ત મુંબઈગરા હોઈ સાથે-સજોડે નીકળે છે. તેથી રોજ વહેલું ને ઉતાવળું રાંધનારી પરાની પત્નીને રવિવારે સવારે પણ ઝટપટ રસોઈ પતાવી, અર્ધી રામાને સોંપીને નીકળી જવું પડે. પત્નીને માટે વેશપલટો જરૂરી ગણાતો નથી.

મળવા પછી ચાનાસ્તો તો ખરો જ. ગઈ કાલે કઈ ફિલ્મ જોઈ, કઈ લોકલટ્રેનમાં ગયાં, અને શેમાં પાછાં આવ્યાં, ફાસ્ટ ટ્રેન મળી હતી કે નહિ, તે વિશે જબરો વાર્તાલાપ જામે. મુંબઈનાં પરાંમાં શનિવારે ફિલ્મ જોવા જવાનો ખાસ રિવાજ છે. પુરુષો કામેથી વહેલા પરવારે, અને પત્નીઓ માથે ઝાઝી દોરડીને થોડાં ફૂલવાળી વેણી બાંધી મુંબઈ જાય, અને પછી ફિલ્મ જોવાય. આ ફિલ્મ જોવા માટે ફ્રી-પાસ મેળવવા માટે ઘણાં પરાવાસી સ્ત્રીપુરુષો તનતોડ મહેનત કરે. તેની પ્રાપ્તિની અપેક્ષામાં ટ્રામ, બસ ને વિક્ટૉરિયા અને જરૂર પડે તો ટૅક્સીનાં ભાડાં પણ ખરચે, જેથી સરવાલે તો સિનેમાની ટિકિટ ગાંઠને પૈસે લેવી પણ સસ્તી પડે. હવે હું મુંબઈના પરાવાસીઓની નિન્દા કરવા જ બેઠી છું તો ભેગાભેગી મારી એક ગૂંચ પણ અહીં મૂકી દઉં. પરાંઓમાં દર રવિવારે સવારે બધાં એકબીજાને ઘેર જવા નીકળી પડ્યાં હોય, એટલે કોઈ પોતાને ઘેર હોય જ શાનું? અમારા અમદાવાદની વળી જુદા જ ઢંગની વાત છે. અમદાવાદી તો કોઈને માગી તાળી પણ ન આપે, એ કહેવત કાંઈ ખોટી નથી. એટલે અમારે ત્યાં જો તમે કોઈને મળવા જાઓ તો (પછી ભલેને તમારા યજમાન લાખ્ખોપતિ કે કરોડપતિ પણ કેમ ન હોય?) તરત ભારે વિવેકથી તમને હળવે ગંભીર સાદે પૂછવામાં આવે કે ‘પાણી પીશો?’ તમે બિનઅનુભવી કે બિનઅમદાવાદી હો તો એટલા કાચા કે ના કહો–એમ આશામાં કે પાણી પીને શા માટે પેટ ભરવું? પછી જે આવશે, તે માટે પેટમાં જગા ખાલી રાખવી ઠીક, પણ તમે પણ અમદાવાદી જ હો, અથવા નસીબસંજોગે અમદાવાદી બન્યા હો, તો તરત પાણીની હા પાડી દો, એમ સમજી જઈને કે જો ના પાડી, તો પાણીમાંથી પણ રહી જઈશું. ઊઠતી વખતે સોપારી મળે. વધારે નસીબદાર હો તો પાનનું બીડું મેળવી શકો. આવા અમારા અમદાવાદી યજમાન.

પોતાની મેળે ચાલીચલાવીને મળવા આવેલા કેટલાક લોકો — જેમ આગળ કહ્યું તેમ–જેવી રીતે કદીક વધારે પડતી છૂટ લેનારા અને વાચાળ હોય છે, તેવી જ રીતે બીજે છેડે કેટલાક, તેવા આગન્તુકો છેક જ મૂગામંતર હોય છે. આપણે ઘેર મળવા આવે, અને એમ આશા રાખે કે આપણે એમને શોધી શોધીને સવાલો પૂછ્યા કરીએ. તે પોતે તો માત્ર ‘હા’ કે ‘ના’ના એકાક્ષરી જવાબો આપવાની મહેરબાની કરે; અને જો ડોકું ધુણાવ્યે પતતું હોય તો હોઠ પણ ન ઉઘાડે. હવે આપણે યજમાન બન્યાં, એટલે એ વણનોતર્યા મહેમાનની પણ, આપણી શક્તિ અનુસાર પરોણાગત તો કરવી પડે, એટલે આપણે વાતનો રેસો રેલાવીએઃ અનાજની તંગીની બાબતમાં દરેક કાળા માથાનો માનવી, સરકા કરતાં વધુ ડાહ્યો, અને વધારે સારી યોજનાઓથી ભરપૂર મગજવાળો હોય છે એટલે એ વાતમાં તો આ ભાઈ પણ કાંઈક ખીલશે, એમ માની આપણે એ વિષય સૌથી પ્રથમ છેડીએ. એકાદ હસવા જેવી વાતનો દાખલો આપી, આપણે શરૂ કરીએ. પણ પેલા ભાઈ મૂગા તો ખરા જ, ને સાથે લાગા વળી મૂજી પણ ખરા! એટલે હસે પણ નહિ ને બોલે પણ નહિ! ઠીક. રેશનિંગની વાત તમને ન ગમી, તો સિનેમાની વાત કરીએ, ફલાણી ફિલ્મ તો જોઈ? ઢીંકણી જોઈ? જવાબમાં માત્ર ‘હા’ કે ‘ના’—અને તેમાં પણ વધારે વખત ‘ના’, વારુ ત્યારે મૂગાભાઈ, રાજકીય વિષય છેડીશું? વસ્તીની ફેરબદલીની વાત કરીશું? પણ મૂગાભાઈ તો એકાગ્ર ચિત્તે અમારી ખુરશીની ગાદી ઉપર જડેલાં બટનો ખેંચી ખેંચીને તોડી નાખવામાં રોકાયલા હોઈ પાકિસ્તાન, હિન્દુસ્તાનની ખૂનામરકીમાં રસ લઈ શકતા નથી. વારુ ભાઈ, ત્યારે કાંઈ પીશો? ચા નથી પીતા, તો દૂધ, કૉફી, શરબત? કશું જ નહિ? છેવટ આપણે હવે મહાતથી ચુપ બેસી રહીએ છીએ. વળી વિચાર આવે છે કે કદાચ આ ભાઈ કાંઈ ખાસ કારણે આવ્યા હશે અને આપણા વધુ પડતા લવારાથી સંકોચાઈને તક ન મળવાથી ચુપ બેઠા હશે. પણ પાંચ-દસ-પંદર મિનિટ પસાર થવા છતાં તેમનું મૌન તૂટતું નથી. ‘હું જઈશ’ એટલું પણ એ બોલતા નથી; છેવટ આપણે જ કહેવું પડે છે. ‘ચાલો ત્યારે મૂગાભાઈ, મળીશું ફરી કોઈ વાર.’ (જેમને ઘેર – એટલું આપણે મનમાં ગણગણીએ છીએ.)ત્યારે તે વિદાય થાય છે. અને આપણે કેવો છુટકારાનો દમ ખેંચી હા…શ કરીએ છીએ!

કેટલીક એવી મૂગી-મૂજી બાઈઓ પણ હોય છે. ચાહીને આપણને પોતાને ઘેર તેડાવે છે, અને પછી એક અક્ષર પણ બોલવાની જાણે બાધા! આપણે વાતો શરૂ કરીએ. ઘેર મળવાની મુશ્કેલી, નોકરચાકરની મુશ્કેલી, અનાજની મુશ્કેલી, પણ મૂજીબાઈ શાની બોલે? તોબરા જેવું મોઢું ચઢાવીને બેસી રહે. અને હા કે નામાં જવાબ દે. વારુ ત્યારે મુશ્કેલીઓની વાત પડતી મૂકો. છોકરાં – તમારાં પેટનાં છોકરાંની વાત તો તમને ગમશે જ! તમારો બાબો બહુ મઝાનો લાગે છે હોં! અરે બાઈ! જરા મોઢું તો મલકાવો. તમારા રીતભાત વગરના – મેલાઘેલા અને નાગાપૂગા છોકરાને હું મઝાનો કહું છું ને! નહિ? વારુ ત્યારે જવા દો. કપડાંની વાત કઈ સ્ત્રીને નથી ગમતી? સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત આગળ પણ જો સાડીની વાત નીકળી, તો સ્વરાજ્ય, સ્ત્રીના હક્ક, વગેરે બધું જ ભૂલી – સાડીની વાતમાં તેઓ તલ્લીન બની જાય છે, એ તો સ્વાનુભવ છે. એટલે હું આ મૂજીબાઈને પૂછું છું, ‘બહેન, તમારી સાડી સરસ છે, હાથવણાટની લાગે છે!’ ‘હા’–ટૂંકો ટચ જવાબ. કદાચ તમને વધારે બુદ્ધિપ્રધાન વિષયની વાત ગમતી હશે. ચાલો ત્યારે, તે અજમાવી જોઉં. તમે હાલ કાંઈ વાંચો છો ખરાં? ‘ખાસ નહિ’ — ખસિયાણાં પડી જવાય તેવો જવાબ મળ્યો. ગમે તેવી સ્ત્રી હોય, પણ તેના પિયરની વાત એ બહુ મીઠી લાગે છે માટે તે પૂછીએ, ‘તમારું પિયર કયે ગામ?’ જવાબઃ ‘અહીં જ છે.’ જાણે આપણું જ પિયર અણધાર્યું ગામમાં હાથ લાગી ગયું હોય એવો હર્ષ બતાવી આપણે કહીએ, ‘ત્યારે તો મઝા! તમે તો ઘડી ઘડી જતાં હશો.’ ‘જઈએ’ મુજાબાઈ ઉમળકા વગર જવાબ દે છે. અરે ભલી બાઈ! તેં મને શું કરવા—કયા ગુનાની શિક્ષા તરીકે તારે ઘેર તેડી છે? આપણે મનમાં જ પૂછીએ છીએ. છેવટ વહેલામાં વહેલી તકે ઊઠીને રસ્તે પડીએ છીએ.

કેટલાક મળવા આવનારા એવા હોય છે કે કોઈને ઘેર જઈને મહેમાનને બદલે યજમાન બની જાય છે! સારામાં સારા ને સગવડવાળા આસન ઉપર ખૂબ આગ્રહપૂર્વક આપણને બેસાડે છે. તાપ હોય તો પંખો આપે, વાતો કરવાનો ઇજારો પણ પોતે જ હાથમાં રાખે, અને ખાવાનું હોય તો આપણે બદલે તે જ સૌને આગ્રહ કરી કરી ખવડાવે, આપણને પણ તેવો જ આગ્રહ કરે! વળી બીજા પ્રકારના મળવા આવનારા હદપાર નિખાલસ સ્વભાવવાળા હોય છે. જેવી વાતો આપણે છેક નિકટના મિત્રોને જ કરીએ તેવી વાતો પણ આ પ્રકારના મનુષ્યો, પહેલી જ મુલાકાતે કરે છે. કેટલાક – પહેલી મુલાકાતે ખૂબ આગ્રહ કરીને પોતાની છબી પણ ભેટ આપે છે! એક બહેને પહેલી જ ઓળખાણે મને પોતાની છબી અને એક બાટલો ભરીને માથામાં નાંખવાનું મેંદીનું તેલ ભેટ આપેલું. એક બહેન પહેલી જ વાર કોઈ મેળાવડામાં મળ્યાં, ત્યારે પોતાને નણંદ સાથે કેવી લડાઈ છે, પોતાનાં કાકી કેવા હલકટ સ્વભાવનાં છે, તેવી રીતે લડીને જુદાં પડ્યાં હતાં, તેનું સવિસ્તર બ્યાન કર્યું હતું!

ગુંદરિયા મહેમાનો વિશે તો ઘણું જ કહેવાઈ ગયું છે, તેથી, તેમને વિશે હું કશું જ નથી કહેતી. કારણ કે, તેવા મહેમાનો જે કંટાળો આપે છે, તે કરતાં પણ તેવા મળવા આવનારાઓ વિષેની વાતો  –  jokes –  વગેરે વધારે કંટાળો આપે છે.

કેટલાંક સ્ત્રીપુરુષો પોતાનાં બાળકોમાં એવાં રચ્યાંપચ્યાં હોય છે કે આપણે ઘેર મળવા આવે, અથવા આપણે એમને ઘેર જઈએ, તોપણ પોતાનાં છોકરાંઓ સિવાય કોઈની વાત જ નથી કરી શકતાં. એમનો બાબો ‘જે જે’ કરે, કાલુંઘેલું બોલે, એમની બેબી નાચ કરે, ગરબા ગાય, તેને વિશે તેમને હૈયે જો આનન્દ તથા ગર્વનો ઊભરો આવે તોપણ તેમણે તેને પોતાના કુટુંબમાં જ તે શમાવી દેવા પ્રયત્ન કરવો ઘટે છે. પારકાંને તે વાતોમાં કશો જ રસ ન પડે, અને ઊલટો કંટાળો આવે, તે કેમ કોઈ મા-બાપ નથી સમજતાં? આપણે પોતે પણ તે અનેક વાર ભૂલી જઈએ છીએ!

પણ બધાં મળવા આવનાર કાંઈ ઓછાં જ કંટાળો આપનારાં હોય છે? કોઈક મળવા આવનારાં કેટલાં સરસ હોય છે! તેમની સાથે વાત કરવી, તે જાણે એક લહાવા જેવું લાગે છે. તેમની બુદ્ધિ, તેમનો હાસ્યરસ, વાતના વિષયની વિવિધતા – બધું આપણને મુગ્ધ બનાવે છે. નાનાં સાથે નાનાં, ને મોટાં સાથે મોટાં, ગમે તેવી વાતો એ લોકો કેટલે સહજ ભાવે કરી શકે છે? વાતચીત એ એક કળા છે. બીજી કળાઓ માફક તે પણ એક કુદરતી બક્ષિસ હોય છે. દરેક મનુષ્યને તે સહજ નથી હોતી. લોકોને ઘેર મળવા જવું, તો શું બોલવું, કેટલું બોલવું, કેટલું બેસવું, ક્યારે ઊઠવું, કેટલું હસવું અને કેટલું ખાવું, આ બધા પણ કોઈ પાઠ્યપુસ્તક દ્વારા શીખવવા જેવા વિષયો છે.

મારા મિત્ર મૂગાભાઈ કે પેલાં મુજીબહેનની માફક હું પણ તમને કંટાળો આપું, અને તમે તમારા રેડિયોની સ્વિચ ફેરવી દો, તે પહેલાં હું વિરમી જઈશ. (વડોદરા રેડિયા ઉપર તા. ૧૮-૧૧-૪૭)