ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-હમચડી’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘નેમિનાથ-હમચડી’'''</span> [ર.ઈ.૧૫૦૮] : જૈન સાધુ લાવણ્યસમયની હમચડી અથવા હમચી સ્વરૂપે લખાયેલી, નેમિનાથ-રાજુલના અતિપ્રસિદ્ધ કથાનકને રસિકતાથી નિરૂપતી ૮૪ કડીની આ નાની ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘નેમિનાથ-રાસ’ | ||
|next = | |next = ‘નેમિ-બારમાસ’ | ||
}} | }} |
Latest revision as of 13:08, 27 August 2022
‘નેમિનાથ-હમચડી’ [ર.ઈ.૧૫૦૮] : જૈન સાધુ લાવણ્યસમયની હમચડી અથવા હમચી સ્વરૂપે લખાયેલી, નેમિનાથ-રાજુલના અતિપ્રસિદ્ધ કથાનકને રસિકતાથી નિરૂપતી ૮૪ કડીની આ નાની રચના (મુ.) છે. આ રચના વિષયવસ્તુ અને પ્રસંગ આલેખનની દૃષ્ટિએ, આ જ કવિની ઈ.૧૪૯૦માં રચાયેલી ‘નેમિરંગરત્નાકર-છંદ’ કૃતિની લઘુ આવૃત્તિ જેવી ગણી શકાય. કૃતિમાં હમચીના પ્રકારને અનુરૂપ વેગવાન સમુહનૃત્યમાં ગાઈ શકાય એ રીતે ભાષાને વેગીલી બનાવતા ગીતિકા છંદને કવિએ પ્રયોજ્યો છે. કથાનકનું કેટલુંક પ્રસંગનિરૂપણ આલંકારિક, ચિત્રાત્મક અને ભાવસભર છે. ક્યાંક હિંદીના રણકાવાળી ભાષામાં સાદ્યંત પદમાધુર્યનો અનુભવ થાય છે. [કા.સા.]