અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/વાતો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે સૂતેલા પંખીને કથની જરી જો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વાતો|પ્રહલાદ પારેખ}} | |||
<poem> | <poem> | ||
હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે | હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે | ||
Line 20: | Line 23: | ||
{{Right|(બારી બહાર, પૃ. ૧૦૯)}} | {{Right|(બારી બહાર, પૃ. ૧૦૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = એકલું | |||
|next =વર્ષા | |||
}} |
Latest revision as of 06:48, 21 October 2021
વાતો
પ્રહલાદ પારેખ
હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે :
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.
હજુ ધીમે! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો ક્હેશે સકલ કથની એ અનિલને,
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.
અને કૈં તારા જો, નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે જો, જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા.
પછી તો ના વાતો, પ્રિય-અધર જે કંપ ઊઠતો;
ધ્વનિ તેનો આવી મુજ હૃદય માંહી શમી જતો.
(બારી બહાર, પૃ. ૧૦૯)