ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મીઠો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મીઠો'''</span> [અવ.ઈ.૧૮૭૨] : પદકવિ. વતન લીંબડી. જ્ઞાતિએ ઢાઢી મુસલમાન. પિતાનું નામ સાહેબો. એમનો જન્મ ઈ.૧૭૯૪ આસપાસ થયો હોવાનું અનુમાન થયું છે. તેમનું મન વૈષ્ણવ ધર્મથી રંગ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મીઠુ-૨-મીઠુઓ
|next =  
|next = મીરાં-મીરાંબાઈ
}}
}}

Latest revision as of 04:23, 8 September 2022


મીઠો [અવ.ઈ.૧૮૭૨] : પદકવિ. વતન લીંબડી. જ્ઞાતિએ ઢાઢી મુસલમાન. પિતાનું નામ સાહેબો. એમનો જન્મ ઈ.૧૭૯૪ આસપાસ થયો હોવાનું અનુમાન થયું છે. તેમનું મન વૈષ્ણવ ધર્મથી રંગાયેલું છે. તેમણે કૃષ્ણકીર્તન અને જ્ઞાનબોધની ગરબી, રાસ, થાળ, ભજન જેવી પદપ્રકારની ઘણી કૃતિઓ (કેટલીક મુ.) રચી છે. તેમની ‘સાંભળ સૈયર વાતડી’ જેવી ઘણી કૃતિઓ લોકપ્રિય છે. કૃતિ : ૧. લીંબડી નિવાસી ભક્ત મીઠાનાં કેટલાંક કાવ્ય, પ્ર. અમૃતલાલ દે. પંડ્યા, ઈ.૧૯૨૭ (+સં.);  ૨. અભમાલા; ૩. ગુસાપઅહેવાલ : ૩ - ‘ગુજરાતી જૂનાં ગીતો, સં. કવિ ભવાનીશંકર નરસિંહરામ; નકાદોહન : ૩; ૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક. ઈ.૧૯૬૧; ૫. પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૬. બૃકાદોહન : ૫, ૭; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૭; ૮. ભસાસિંધુ; ૯. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૧૦. સતવાણી. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ.[ર.સો.]