ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજચંદ્ર-૧-રાયચંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજચંદ્ર-૧/રાયચંદ'''</span> [જ.ઈ.૧૫૫૦/સં.૧૬૦૬, ભાદરવા વદ ૧, રવિવાર] : નાગોરી તપગચ્છની પાર્શ્વચંદ્રશાખાના જૈન સાધુ. સમરચંદ્રના શિષ્ય. માતા કમલાદે. પિતા જાવડશા દોસી. જન્...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રાજચંદ્ર_સૂરિ
|next =  
|next = રાજતિલક_ગણિ
}}
}}

Latest revision as of 04:40, 10 September 2022


રાજચંદ્ર-૧/રાયચંદ [જ.ઈ.૧૫૫૦/સં.૧૬૦૬, ભાદરવા વદ ૧, રવિવાર] : નાગોરી તપગચ્છની પાર્શ્વચંદ્રશાખાના જૈન સાધુ. સમરચંદ્રના શિષ્ય. માતા કમલાદે. પિતા જાવડશા દોસી. જન્મનામ રાયમલ્લ. સમરચંદ્ર પાસે ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯ને દિવસે દીક્ષા, દીક્ષાનામ રાજચંદ્ર. શય્યમપવસૂરિકૃત મૂળ પ્રાકૃત સૂત્ર ‘દશવૈકાલિક’ પર ૩૦૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૬૧૧/૧૬૨૨), ૫૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉવવાઈ/ઔપપાતિકસૂત્ર’ પરના બાલાવબોધ, પ્રાચીન ગુજરાતીમાં ૫૪૮૮ કડીનો ‘રાજપ્રશ્નીયોગપાંગ-સસ્તબક’ તથા ૯ અને ૧૧ કડીની ૨ ‘પાર્શ્વચંદ્રસૂરિસ્તુતિ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]