અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /કેટલે દૂર?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કેટલે દૂર? કેટલે દૂર? કેટલે દૂર? આ વગડા વીંધે રખડુ કેડો, કિયાં બપ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કેટલે દૂર?| ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’}}
<poem>
<poem>
કેટલે દૂર? કેટલે દૂર? કેટલે દૂર?
કેટલે દૂર? કેટલે દૂર? કેટલે દૂર?
Line 22: Line 25:
{{Right|(ચિરવિરહ, ૧૯૭૨, પૃ. ૨૦)}}
{{Right|(ચિરવિરહ, ૧૯૭૨, પૃ. ૨૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = આજ શ્રાવણની રાતના ગાજે
|next =ઝંખે છે ભોમ (મેહુલા)
}}

Latest revision as of 07:51, 21 October 2021


કેટલે દૂર?

ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

કેટલે દૂર? કેટલે દૂર? કેટલે દૂર?

આ વગડા વીંધે રખડુ કેડો,
કિયાં બપોરાં? કિયાંજી રોંઢો?
લીલી લીમડીઓ કેટલે દૂર? કેટલે દૂર?

ખાલી વાવડી, ખાલી ગગરિયાં,
ખાલી હિયાં લઈ ગોરી નીસરિયાં,
રણકે બેડી : કેટલે દૂર? કેટલે દૂર?

વાડ જૂની ને ઝાડ જૂનેરાં,
‘જગ જૂનું’ — આ લલે લલેડાં
સાંજ હજી હે કેટલે દૂર? કેટલે દૂર?

ખડ સૂકાં, મન સૂકાં, સૂકાં —
આકાશે વાદળનાં વંન,
ડગ ધીરે ધર, વાટમારગુ!
સૂકાં સમદુઃખીનાં લોચન.
છેડો-નેડો કેટલે દૂર? કેટલે દૂર?

(ચિરવિરહ, ૧૯૭૨, પૃ. ૨૦)